ajnabi books and stories free download online pdf in Gujarati

અજનબી

અજનબી એટલે કે જેને જાણતા ના હોય એવા ....પરંતુ કોઈપણ વ્યક્તિ પહેલી વખત મળે છે ત્યારે અજનબી હોય છે અને ધીમે ધીમે આપણે એને જાણતા થઈએ છીએ . ઘણી વખત અજનબી એવી વ્યક્તિ મળી જતી હોય છે કે જેને આપણે નજીકથી આપણી વ્યક્તિ માનતા હોઈએ છે પરંતુ એ અજનબી જ્યારે અચાનક આપણા જીવનમાં આવે છે ત્યારે એ કયા અર્થથી આવે છે એ સમજવામાં જો આપણે થાપ ખાઈ જઈએ તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જાય છે.


રસીલા જિંદગીમાં આજે એવા પડાવ ઉપર હતી કે કોલેજમાં એને એવો મિત્ર મળ્યો હતો કે આજે ખૂબ જ તેની અસલિયત જાણતા રડવા લાગી હતી .

"એની મિત્ર ટીના આવી અને કહ્યું કેમ રસીલા આજે તને શું મુશ્કેલી છે, તો આટલું બધું રડી રહી છે."

"રસિલા એ કહ્યું કે; હું કોલેજમાં આવી ત્યારે કોઈને પણ ઓળખતી નહોતી , તને મળી તો પણ તું મારા માટે અજનબી હતી પરંતુ ધીમે ધીમે આપણે સારા મિત્ર બન્યા. પરંતુ જ્યારે હું પંકજ ને મળી ત્યારે એ પણ મારા માટે અજનબી હતો. ધીમે ધીમે આપણે કેવી રીતે એકબીજા ગ્રુપમાં રહેતા હતા એ મને યાદ આવી રહ્યું છે આજે પંકજ જાણતા છતાં અજનબી બની રહ્યો છે. જાણે કે મને ઓળખતો જ ન હોય એવી રીતે મારી સાથે વર્તન કરી રહ્યો છે ."



"ટીના કહે ;એવું તો શું બન્યું હતું કે પંકજ તને ઓળખતો નથી!"

" રસીલા કહે;મને તો ખબર નથી કે એ કેમ મારી સાથે આવું વર્તન કરે છે ગઈકાલે હું લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચતી હતી અને પંકજ આવ્યો અને પંકજ ને કહ્યું તારે કયું પુસ્તક જોઈએ છે કે હું તને મદદ કરું પરંતુ પંકજ તો જાણે મને ઓળખતો જ ન હોય એમ અજનબી ની જેમ તરત જ ત્યાંથી નીકળી ગયો મને ખૂબ જ દુઃખ થયું ."

"ટીના કહે ;અરે તમે તો ખૂબ નજીકના મિત્રો હતા અને તારો તો એ ખાસ ફ્રેન્ડ હતો તમે તો એકબીજા સાથે પ્રેમમાં જોડાયેલા હતા અચાનક એનો પ્રેમ કેમ અલિપ્ત થઈ રહ્યો છે."

" રસીલા કહે ;એટલે તો મને દુઃખ થાય છે કે જે રાત-દિવસ એક કરીને એના માટે હું બધું જ કરી છૂટતી હતી એની દરેક નોટ રાતે જાગી ને પૂરી કરતી હતી પરંતુ પંકજ ને ખબર નહીં શું પ્રશ્ન થયો છે ?એ જ મને સમજાતું નથી એના કરતા એ મારા જીવનમાં અજનબી રહ્યો હોત તો સારું હતું .જીવનમાં અજનબી માણસ આપણી નજીકથી જોડાઈને સાથે રહીને આપણને પ્રેમથી બાંધીને અચાનક જ્યારે એ અજનબી બની જાય છે ત્યારે તેના માટે ખૂબ દુઃખ થાય છે.


" ટીના કહે ;રસિલા તું ચિંતા ન કર! હું આજે જ ફોન કરીને મળીને બધું પૂછી લઈશ."

' રસીલા કહે ;પૂછીને કોઇ ફાયદો નથી મે મનીષા જોડે પૂછાવ્યું હતું. તો પંકજ કહે ;હું રસીલા બાબતે કોઈપણ વાત કરવા તૈયાર નથી ખૂબ જ પ્રયત્ન કર્યો હતો , મેં પણ પ્રયત્ન કર્યો એને એના ફોન નંબર મેં ફોન કર્યો હતો,પરંતુ એને મારો નંબર બ્લેક લિસ્ટ માં નાખી દીધો છે એનો ફોન પણ લાગતો નથી .એ સામે મળે તો જાણે કે હું તો એનાથી બિલકુલ અજનબી હોઉં એવું વર્તન હોય છે.હવે મને કોલેજમાં જવાનું પણ ગમતું નથી મારા પ્રેમનો અચાનક એને આવો બદલો કેમ આપ્યો છે!"



"ટીના કહે;હું તને પહેલેથી જ કહેતી હતી કે ' અજનબી લોકો જોડે બહુ સારું વર્તન રાખવું ન જોઇએ પરંતુ તું માની નહિ અને પંકજ ને તારા નજીકનો ફ્રેન્ડ અને પ્રેમી બનાવી દીધો."

"રસીલા કહે ;મને શું ખબર કે પંકજ મને આવી રીતે એક દિવસ વિશ્વાસઘાત કરશે."

" ટીના કહે; જિંદગીમાં હજુ મોડું થયું નથી એ તારી સાથે વાત કરવા માગતો ના હોય તો તું શું કરવા એની પાછળ વાત કરવા માટે રાહ જોઈ રહી છે. તું પણ એને ભૂલી જા .


"રસીલા કહે; જિંદગીમાં સ્ત્રી જ્યારે પોતાનું દિલ આપે છે ત્યારે એનું અસ્તિત્વ પણ એમાં સમાયેલું હોય છે હું તેને ખૂબ પ્રેમ કરું છું એને ભૂલવો મારા માટે અશક્ય છે !આજે એનો અજનબી વર્તાવ મને કોરી ખાય છે .ટીના હવે હું શું કરું એ મને સમજાતું નથી ઘણી વખત તો એમ થાય છે કે હું હંમેશને માટે આ દુનિયામાંથી વિદાઈ લઈ લઉં."

" જિંદગીમાં ક્યારે આવું પગલું ભરવાનું નહીં આપણા મા-બાપ એ આપણને અહીં અભ્યાસ માટે મોકલ્યા છે એમને કેટલા બધા સપના જોયા છે અને માબાપના પ્રેમ આગળ પંકજનો પ્રેમ તુચ્છ જ ગણાય. જે માતા પિતાએ 20 વર્ષ આપણને પ્રેમ આપ્યો છે.એ પણ કોઈ અપેક્ષા વગર અને એમને આપણે ક્યારેય દગો ન કરવો જોઈએ હું તો એવું જ માનું છું કે 'પંકજને તું અજનબી રહેવા દે તુ જ હવે એની સાથે અજનબી જેવું વર્તન ચાલુ કર હંમેશને માટે તું એને ભૂલી જા કે ' તારા જીવનમાં પંકજ કરીને કોઈ છોકરો આવ્યો હતો જિંદગી હંમેશા કોરી કિતાબ જેવી હોય છે અને એના પાના પર આપણે જ નામ લખવાનું હોય . આપણે જ આપણા વિધાતા બનવું જોઈએ .ક્યારેય બીજાના ભરોશે જીવવું ન જોઇએ આપણી જિંદગી બીજા લોકો શું નક્કી કરે !આપણું જીવન આપણે નક્કી કરવું જોઈએ અને કોઈના માટે દુનિયા છોડવી એ તો આપણે ડરપોક અને નિર્બળ માણસ ગણાઈએ. આપણું જીવન આપણા માટે જીવવાનું હોય.જો લોકોને આપણા જીવનની કોઈ કિંમત ન હોય તો આપણે એના જીવનની શા માટે કિંમત રાખવી જોઈએ!! ભલે એ અજનબી રહે! પરંતુ આવતીકાલે તું એના પાસેથી નીકળી અને એવું જ વર્તન કરીશ કે એ અજનબી છે.આ ટીનાએ રસીલાને સમજાવ્યું."


"ટીનાના સમજાવવાથી રસીલા ને હિંમત આવી.અને પોતાના આત્માને ઝંઝેડયો. એના આત્મામાંથી અવાજ આવ્યો કે તારું અસ્તિત્વ તું જ છે .તારી જિંદગીની વિધાતા તું જ છે હવે પછી કોઈપણ અજનબી સાથે પોતાનું દિલ ક્યારેય નહીં આપે. માતા-પિતા આપણા માટે જે નિર્ણય લેશે એને અપનાવી લઈશ. અજનબી સાથે ક્યારે પણ માંરું દિલ આપવાનો પ્રયત્ન નહીં કરું. પોતાના આત્મા સાથે વાત થઇ ત્યારે રસીલા ને હિંમત આવી ગઈ .અને તેને ટીનાને કહ્યું કે' આવતી કાલથી હું એની સાથે અજનબી જેવું વર્તન કરીશ.અને એને બતાવી દઈશ કે તારા જેવા અજનબી સાથે જીવવું એના કરતા હું એકલી રહું એમાંજ મારી જીંદગી સફળ જશે.

" બીજા દિવસે સવારે રસીલા કોલેજ જતી હતી ને બાજુમાંથી જ પંકજ નીકળ્યો. આજે પંકજ રસીલા સામું જોઈ રહ્યો હતો પરંતુ રસીલા ,પંકજની બાજુમાંથી સડસડાટ કરતી નીકળી ગઈ અને પંકજ જોતો જ રહી ગયો...

આભાર
ભાનુબેન પ્રજાપતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED