એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૬ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૬

સલોની અને નકુલ દેવની સામે જોઈ રહ્યા હતા.

"શું?"દેવને ખબર ના પડી કે આ લોકો કેમ એની સામે જોવે છે એટલે પૂછ્યું.

"તું ડિનર માટે રોકાઈશ ને?"સલોનીએ પૂછ્યું.

"હાસ્તો રોકાશે જ ને,એમા શું પૂછવાનું"નકુલ બોલ્યો.

"હા,સાચી વાત"સલોની બોલી.

"ઓકે"દેવે કહ્યું.

ત્રણેય સાથે બેસીને વાતો કરતા કરતા ડિનર કર્યું.

"સલોની મમ્મી એ તને ઘરે બોલાવી છે"નકુલે કહ્યું.

"કેમ?"સલોનીએ પૂછ્યું.

"ખબર નથી મને,એમને કંઈક વાત કરવી હશે"

"એમને હું પસંદ આવી કે નહીં?"સલોની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું.

"અમમમ.....,ખબર નથી"નકુલ સલોનીને હેરાન કરતા કહ્યું.

"અરે સાચું બોલને,શું હસે છે"સલોની ટેન્શનમાં બોલી.

"એ તું કાલ આવે એટલે જ પૂછી લેજે,મમ્મી એ કહ્યું કે હું એને જ મારો જવાબ આપીશ"

"મને તો બીક લાગવા લાગી છે"

"શેની બીક?"ક્યારનો ચૂપ બેસેલો દેવ બોલ્યો.

"નકુલની મમ્મી હા કહેશે કે ના એની"

"હમમ"દેવ બસ આટલું જ બોલી શક્યો.એને ખબર ના પડી કે આગળ શું બોલવું.પછી થોડી વાર વિચાર્યું અને બોલ્યો,"હા જ કહેશે"

"તને કેમ ખબર"સલોનીએ પૂછ્યું.

"બસ ખબર છે"દેવ બોલ્યો.

"આઈ હોપ સો"

"કાલની વાત કાલે અત્યારે શુ ટેન્શન લે છે,ચીલ કર"નકુલ વાતાવરણને હળવું બનાવતા કહ્યું.

એટલામાં સલોનીને કોઈનો ફોન આવ્યો,એને વાત કરવા બહાર જતા કહ્યું,"મારુ ડિનર થઈ ગયું,હું બહાર છું તમારું પતે એટલે બહાર આવો"

"ઓકે"નકુલે સામે જવાબ આપ્યો.

ડિનર ટેબલ પર હવે દેવ અને નકુલ બંને એકલા જ હતા.

"નિત્યા કેમ ના આવી?"નકુલે પૂછ્યું.

"મેં એને કહ્યું તું પણ એને કામ હતું"દેવ બોલ્યો.

"બરાબર"

"જ્યોતિ આંટીની હા છે ને?"દેવે અચાનક પૂછ્યું.

"શેના માટે?"

"તારા અને સલોનીના સંબંધ માટે"

"તને કેવી રીતે ખબર?"

"તારા હસવા ઉપરથી ખબર પડી ગઈ"

"હા,એમની હા છે.મેં સલોનીને હેરાન કરવા એવું કહ્યું"નકુલ આંખ મારતા બોલ્યો.

દેવને ખબર ના પડી કે એને ખુશ થવું જોઈએ કે ઉદાસ થવું જોઈએ.પછી એને નિત્યાની કહેલી વાત યાદ આવી અને અચાનક ઉભો થઈને નકુલને ભેટી પડ્યો અને બોલ્યો,"હું તમારા બંને માટે બહુ જ ખુશ છું,કૉંગ્રેચ્યુલેસન્સ નકુલ"

"થેંક્યું ભાઈ"

"ચાલ હું નીકળું હવે બાય"

"ઓકે બાય"

નકુલ સલોની ઉભી હતી ત્યાં ગયો.

"ચાલો નિકળીશું આપણે?"નકુલ બોલ્યો.

"હા,દેવ ક્યાં છે?"સલોનીએ પૂછ્યું.

"એ તો ગયો"

"ઓહ"

"હા"

"દેવ બદલાઈ ગયો હોય એવું લાગે છે"સલોની બોલી.

"કેમ?"

"પહેલા કેટલી મસ્તી કરતો હતો અને અત્યારે એકદમ સિરિયસ રહે છે"

"પ્રોફેસર બની ગયો છે એટલે કદાચ.જો એ મસ્તી કરે તો એના સ્ટુડન્ટસને શું શિખામણ આપે"

"હોઈ શકે"

નકુલ સલોનીને એના ઘર આગળ ઉતારે છે અને સલોનીને
ડરાવતા કહે છે,"કાલે આવી જજે મારા ઘરે સમયસર.મમ્મીને લેટ લતીફ લોકો બિલકુલ પસંદ નથી"

"ઓકે"કહીને સલોની ઘરની અંદર જતી રહી.
*
બીજા દિવસે સલોની નકુલના ઘરે ગઈ.બહાર હોલમાં કોઈ દેખાતું ન હતું એટલે એ ઘરમાં ફરવા લાગી.બધા રૂમને જોતા સલોની અનુમાન લગાવતી જતી હતી કે આ ગેસ્ટ રૂમ હશે,આ સ્ટોર રૂમ હશે.ઉપર જતા સૌથી પહેલો રૂમ નકુલનો આવ્યો.નકુલના રૂમનો દરવાજો ખુલ્લો હતો તેથી સલોની સીધી જ નકુલના રૂમમાં દાખલ થઈ ગઈ.નકુલ ડ્રેસિંગ ટેબલ સામે ઉભો રહી વાળ ઓડાવતો હતો.સલોનીએ નકુલને પાછળથી હગ કરી લીધું.

"તું અહીંયા?"નકુલે અચાનક સલોનીને જોઈને પૂછ્યું.

"અરે તે જ તો બોલાવી હતી મને,ભૂલી ગયો"સલોની બોલી.

"હા પણ આટલા વહેલા"

"કદાચ મોડી પડું તો જ્યોતિ આંટીને ખરાબ લાગે.હવે હું કોઈ ચાન્સ લેવા નથી માંગતી"

"ઓહ એવું એમ"

હજી સલોનીએ નકુલને એમ જ વળગીને ઉભી રહી હતી.

"મમ્મી તમે"નકુલ બોલ્યો.

આ સાંભળતા જ સલોની નકુલથી છૂટી પડી ગઈ.પાછળ ફરીને જોયું તો કોઈ હતું નઈ. સલોનીએ વળીને નકુલ સામે જોયું.નકુલ હસતો હતો.એ હસતા હસતા બોલ્યો,"મને નહોતી ખબર કે તું મમ્મીથી આટલું ડરે છે"

"ડરવું તો પડે જ ને,એ મારા સાસુમાં છે"સલોની બોલી.

"અચ્છા એવું છે?"જ્યોતિબેન બોલ્યા.

"હા એવું જ હોય ને"સલોની જલ્દી જલ્દીમાં બોલી ગઈ એને લાગ્યું નકુલ બોલ્યો.

"જય શ્રી કૃષ્ણ મમ્મી"નકુલ બોલ્યો.

"નકુલ દર વખતે મજાક ના હોય"સલોનીને લાગ્યું કે પહેલાની જેમ નકુલ એને ડરાવવા બોલ્યો.

"અરે સાચું કહું છું પાછળ મમ્મી ઉભા છે જો"

સલોની પાછળ ફરી અને જ્યોતિબેનને જોતા એમને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ કહ્યું.નકુલ ઓફીસ માટે નીકળે ગયો.જ્યોતિબેન સલોનીને આખું ઘર બતાવતા હતા અને છેલ્લે રસોડામાં ગયા અને સલોનીને કહ્યું,"ચાલ આજે તારા હાથની ચા પી જોવું"

"ઓકે"સલોની અચકાતા બોલી.

(સલોનીએ કોઈ દિવસ એના ઘરમાં પાણી પણ ગરમ નથી કરેલું હોતું તો ચા કેવી રીતે બનાવી શકે છતાં પણ સલોની જ્યોતિબેનને જણાવતી નથી કે એને રસોઈમાં કઈ પણ કામ કરતા નથી આવડતું.ખાલી રસોઈમાં જ નહીં સલોનીને ઘરના કામ કરવાની પણ ટેવ ન હતી.ક્યારેક બોર્ડ મીટિંગ હોય તો એ એટેન્ડ કરવા માટે ઓફીસ જતી પણ ત્યાં પણ એને કઈ જ ખબર નઈ પડતી હતી.)

(નકુલ બહુ જ મોટો બિઝનસમેન હતો એના ઘરમાં પણ નોકર-ચાકરની કમી ન હતી.છતાં પણ આખા દિવસમાં એક ટાઇમનું જમવાનું જ્યોતિબેન જાતે બનાવતા.ઘરના કામમાં પણ એક એક કામ જ્યોતિબેન સેવકોની પાસે ઉભા રહીને કરાવતા.એ નકુલની થવા વાળી પત્નીમાં પણ આવા જ ગુણ શોધતા.)

સલોની ટ્રે માં ચા લઈને આવી એને જ્યોતિબેનને આપી.જ્યોતિબેને ચાનો પહેલો ઘૂંટડો પીધો એટલામાં સલોનીએ પૂછયું,"આંટી ચા કેવી બની છે?"

"સારી છે"

(ખરેખર ચા સલોનીએ નહી પણ એમના ઘરના મહારાજ જે રસોઈ બનાવતા હતા એમને બનાવી હતી.જ્યોતિબેનને ચા ના સ્વાદની ખબર પડી ગઈ હતી પણ એ સલોનીને નીચું દેખાડવા નહોતા માંગતા અને એને ઘરની બધી જવાબદારી શીખવાનો મોકો આપવા માંગતા હતા.)

"બેટા હું લગ્ન થયા પહેલા જ એક વાત કહેવા માગું છું"જ્યોતિબેન શાંતિથી બોલ્યા.

"હા બોલોને આંટી"

"જો મને તારા ઓફીસ કે બહારના કામ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ એની સાથે તારે ઘરની જવાબદારી પણ સમજવી પડશે.હું જાણું છું કે તારા ઘરમાં તે આવું કઈ જ નથી કર્યું પણ નકુલની પત્ની બનીને તું અહીંયા આવે પછી તારે થોડી જવાબદારી નિભાવવી પડશે.શું તું એના માટે તૈયાર છે?"

"આંટી સાચું કહું તો મને કંઈ જ નથી આવડતું.આ ચા પણ મેં નથી બનાવી.તમે મને શીખવશો તો હું બધું જ શીખી જઈશ.શું તમે મને આમાં મદદ કરશો ને?"

"હા બેટા ચોક્કસ કરીશ"

"અને આ ચા માટે સોરી"સલોની કાન પકડતા બોલી.

"ઇટ્સ ઓકે.મને તારી ઈમાનદારી ગમી.તે ભૂલ કરી પણ એ ભૂલને સ્વીકારવામાં તે એક પણ વાર વિચાર ના કર્યો.તને એમ ના થયું કે મને એમ ખબર પડી જશે કે ચા તે નથી બનાવી તો હું તને લગ્ન માટે ના કહી દઈશ?"

"તમે જ્યારે ચા નો પહેલો ઘૂંટડો પીધો હતો ત્યારે જ તમારા મોઢા પરથી મને ખબર પડી ગઈ હતી કે છેલ્લા ઘણા વર્ષોથી તમે રામુકાકાના હાથની ચા પિતા હશો તો તમને ખબર પડી જ ગઈ હશે પણ કદાચ તમે મને એક મોકો આપવા માંગતા હતા એટલે ચૂપ રહ્યા અને મેં એ વાત સમજીને જ તમને સાચું કહી દીધું"

"મને ગર્વ છે તારી સચ્ચાઈ પર"

"થેંક્યું આંટી"

"આંટી નહીં મમ્મી કહે મને"

"મતલબ તમારી હા છે?"

"મેં તો ક્યારની હા પાડી દીધી છે તારા અને નકુલના લગ્ન માટે"

"ઓહ, તો નકુલ મને હેરાન મરવા માટે........"

"હા,તું તારા મમ્મી-પપ્પા સાથે વાત કર અને સગાઈ માટેની ડેટ નક્કી કરવા માટે એમને અહીંયા લઈને આવજે"

"માં મારુ જે પણ કઈ છે એ હવેથી તમે બંને જ છો.એમને મારા માટે ટાઈમ જ ક્યાં છે તો એ સગાઈ તારીખ નક્કી કરવા આવે"

"પણ બેટા એ તારા માં-બાપ છે તારે એમને તો જણાવવું પડશે ને?"

"હા,તમે કહ્યું એટલે હું જરૂર પ્રયત્ન કરીશ એ બંનેને અહીંયા લાવવાનો"

"ઓકે"

"થેંક્યું માં"કહીને સલોની એના ઘરે જવા નીકળી ગઈ.
*
સલોનીએ ઘરે જઈને એના મમ્મી-પપ્પા સાથે વાત કરી.મિસ્ટર એન્ડ મિસિસ મહેતા નકુલના ઘરે જવા માટે રાજી થઈ ગયા.સલોનીને આ વાતની બહુ જ ખુશી હતી કેમ કે અત્યાર સુધીમાં સલોનીના મમ્મી-પપ્પાએ પહેલી વાર એમના બિઝનેસને એક બાજુ પર મૂકી સલોની માટે સમય નીકળ્યો હતો.સલોનીએ આ વાત નકુલને જણાવી અને નકુલને જ્યોતિબેનને જણાવવાનું કહ્યું અને સાથે કયા દિવસે મળવાનો પ્રોગ્રામ રાખવાનો છે એ પણ પૂછ્યું.સારો દિવસ જોઈ બંનેના ફેમિલી એકબીજાને મળી,વાત-ચિત કરી અને છેવટે બધા નકુલ અને સલોનીના લગ્ન માટે રાજી થઈ ગયા.નકુલ અને સલોની આ વાતથી બહુ જ વધારે ખુશ થઈ ગઈ અને હોય પણ કેમ નઈ બે બેસ્ટ ફ્રેન્ડ હવે જીવનસાથી બનવા જઈ રહ્યા હતા આનાથી મોટું સુખ શું હોઈ શકે.નકુલ અને સલોની એમની આ ખુશી બધા જોડે શેર કરવા માંગતા હતા એટલે નકુલે,દેવ અને નિત્યાને ફોન કરીને મળવા માટે બોલાવ્યા અને સલોનીએ,માનુજ અને દિપાલીને મળવા માટે બોલાવ્યા.
*
સાંજના સમયે દેવ અને નિત્યા કોલેજમાંથી સીધા જ કોફીશોપમાં ગયા.ત્યાં સલોની અને નકુલ પહેલેથી જ બેસેલા હતા.દેવે આવતાની સાથે જ પૂછ્યું,"કેમ આટલું અરજન્ટ અમને બોલાવ્યા છે"

"તમે બેસો હજી કોઈ આવાનું બાકી છે.આવે એટલે બધાને સાથે જ કહીએ"નકુલ બોલ્યો.

દેવ અને નિત્યાને, સલોની અને નકુલના મોઢા પરની ખુશી જોઈને અંદાજો તો આવી જ ગયો હતો પણ એ બંને ચૂપ રહ્યા.એટલામાં માનુજ અને દિપાલી પણ ત્યાં આવી ગયા.

"તમે અહીંયા?"માનુજ નિત્યા અને દેવને જોતા બોલ્યો.

"હા,નકુલે અમને બોલાવ્યા છે"ક્યારની ચૂપ બેસેલી નિત્યા બોલી.

"આવો બેસો જીજુ.એક ખુશ ખબર આપવા બોલાવ્યા છે"સલોની બોલી.

"કેવી ખુશ ખબર અને પહેલા એ કહે કે આ કોણ છે?"દિપાલી અને માનુજ નકુલને જાણતા ન હતા એટલે નકુલ તરફ ઈશારો કરતા બોલ્યા.

"દીદી આ નકુલ છે અમારો કોલેજનો બેસ્ટ ફ્રેન્ડ અને.........."સલોની આટલું બોલતા બોલતા અટકી ગઈ.

"અને શુ?"દિપાલી એ જાણવાની આતુરતાથી પૂછ્યું.

"એન્ડ માય ફ્યુચર હસબન્ડ"સલોની શરમાતા બોલી.

"વોટ?"દિપાલી શોક થઈને બોલી.

"હા દીદી,અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે"

"માસા અને માસી એ શું કહ્યું"

"એમની પણ હા જ છે"

"ઓહ કોન્ગો મારી નાની બેન"દિપાલી સલોનીને હગ કરતા બોલી.

"થેંક્યું દીદી"

"મારી બેનનું ધ્યાન રાખજો નકુલકુમાર"

"ચોક્કસ.એમાં કઈ કહેવાનું હોય"નકુલે કહ્યું.

ત્યારબાદ માનુજે પણ નકુલ અને સલોનીને હાથ મિલાવતા કોંગ્રેચ્યુલેસન્સ કહ્યું.

ક્યારનો ચૂપ ઉભેલા દેવ નકુલ અને સલોની પાસે આવ્યો અને બંનેને હગ કરતા બોલ્યો,"હું તમારા બંને માટે બહુ જ ખુશ છું.તમે બંને આમ જ હંમેશા ખુશ રહો"

"તું કેમ આમ ઘરડાન આશીર્વાદ આપતા હોય એમ બોલે છે"નકુલ મજાકમાં બોલ્યો.

"બસ એમ જ"દેવ બસ આટલું જ બોલી શક્યો.

ત્યારબાદ નિત્યાએ પણ સલોની અને નકુલને કૉંગ્રેચ્યુલેસન્સ કહ્યું.ખબર નહીં પણ આજ સૂરજ કઈ બાજુ ઉગ્યો હતો કે સલોની એ પહેલી વાર નિત્યાને હાથ મિલાવીને થેંક્યું કહ્યું.

આ જોઈ નકુલ અને દેવ એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.

"આજે હું અને દિપાલી પણ તમને બધાને એક ખુશ ખબર આપવાના છીએ"માનુજ બોલ્યો.

માનુજ કંઈ ખુશ ખબર આપવાનો હશે?

શું દેવ ખરેખર સલોની અને નકુલના લગ્નથી ખુશ હશે?


રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal

Sheetal 1 અઠવાડિયા પહેલા

Indu Talati

Indu Talati 1 માસ પહેલા

Saiju

Saiju 9 માસ પહેલા