Rakshash - 19 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 19

દ્રશ્ય ૧૯ -
" સમીર સર હું પણ તમારી સાથે આવું..."
" ના તું પાયલ નું ધ્યાન રાખ હું કાર ની વ્યવસ્થા કરી ને આવું કોય ના કોય કાર તો આમાંથી ચાલુ જ હસે."
" શું થયું સમીર કોય કાર મળી...."
" હા જાનવી એક કાર મળી પણ એ કાર માં જવું મુશ્કેલ છે."
" કેમ શું થયું... કાર માં કોય પ્રોબ્લેમ છે."
" ના કાર માં કોય પ્રોબ્લેમ નથી .... કારની આજુ બાજુ થી નીકળવાની કોય જગ્યા નથી ચારે બાજુ ટ્રાફિક છે કાર નું પાછળ નું એક ટાયર બ્રિજ ના તૂટેલા ભાગ માં ફસાયેલું છે ત્યાંથી કાર ને નીકાળવા માં બે થી ત્રણ કલાક નો સમય લાગશે અને રાત પડી ગઈ છે."
" બીજો કોઈ રસ્તો નથી....આપડે બધા મળી ને કાર ને બહાર લાવવાનો પ્રયાસ કરી શકીએ."
" હારીકા એજ કરવું પડશે હા આપડી પાસે બીજો કોઈ રસ્તો નથી."
" મયંક જાનવી પાયલ નું ધ્યાન રાખશે તું એની ચિંતા કરીશ નઈ.....ચલ હવે સમય બગાડવા નો નથી."
" જાનવી પાયલ નું ધ્યાન રાખજે.... અમે બધા આવીએ."
એટલું બોલી ને મયંક સમીર, હારી કા, પ્રાચી કાર લેવા મટે ગયા. એક પછી એક કાર ને ધક્કો મારી ને રોડ થી નીચે ઉતારવા લાગ્યા.
" જાનવી મેડમ શું લાગે છે કેટલા દિવસ જંગલ માં જીવી શખ્સો....તમને ક્યારે પ્રશ્ન થાય છે કે રાક્ષસ અહીંયા ક્યાં થી આવ્યો. શું કરવા લોકો ને મારે છે. શું હસે એનું ભૂતકાળ."
" તારી આ વાતો મને નઈ સમજાય જો કોય સીધો જવાબ કે સરળ વાત હોય તો તું મને કહી શકે છે."
" હા એક વાર્તા છે જે મે એક વૃદ્ધ ના મોઢે સાંભળી હતી...એ વૃદ્ધ ને મને કહ્યું હતું કે આ જંગલ માં ઘણા જૂના અને ભયાનક રાઝ છે જેને સમજવા મુશ્કેલ છે."
" કેવા રાઝ શું છે આ જંગલ માં પુરાયેલા તારા જેવા લોકો ના જીવન નું સત્ય. પેહલા પાર્ટી માં એક વૃદ્ધ અને જંગલ માં તું તમે બંને હજુ સુધી કેમ જીવતા છો."
" પ્રેમ થી શરૂવાત થયી હતી.....જંગલ માં એક ગામ હતું. નાનું અમથું ગામ ગણી ને વીસ થી પચીસ ઘર હસે અને બધા ગામ માં ખુશી થી જીવન વિતાવતા. સુંદર શબ્દ માત્ર હતું હકીકત તો કઈક અલગ જ હતી. ગામ માં કુરિવાજો થી સ્ત્રીઓ નું જીવન મુશ્કેલ હતું. એમાં પણ ગામ નો એક મોટો રિવાજ કે ગામ માં કોય છોકરી ગામ ના છોકરા સાથે પ્રેમ માં નઈ પડે અને જો પ્રેમ કરશે તો તે છોકરી ને ગામ ની વચે બાંધી ને રોજ મારવા માં આવશે જ્યાં સુધી તે મરી નઈ જાય ત્યાં સુધી. બહાર ની દુનિયા થી દુર આ ગામ માં એક વાર પરણી ને સ્ત્રી આવી તો તે સમજી લો નરક માં આવી. અને પરણી ને જે છોકરી ગામ માં થી બહાર ગઈ તે સમજી લો કે નરક માંથી બહાર નીકળી ગઈ. રિવાજો કોઈ ના મન ને રોકી ના શકે અને એવું જ થયું. ગામ ના એક છોકરા અને છોકરી ને પ્રેમ થયી ગયો. છોકરાનું નામ હતું વિરાન અને છોકરી નું નામ હતું ગીતા. પ્રેમ ના પેહલા પ્રકરણ માં ગામ આખું હોબડે ચડી ગયું. હજુ તો બંને ને પોતાના પ્રેમ નો અનુભવ કર્યો હતો ને એ છોકરાની સામે જ છોકરી ને બધી ને રોજ મારી મારી ને અધ મારી કરી નાખી. છોકરો કઈ પણ કરે તેની પેલા તેને ગામની બહાર ઝુંપડી માં બધી દેવામાં આવ્યો. વિરાન ના પરિવાર સદસ્યો તેનું ધ્યાન રાખતા. એક રાત્રે વિરાન ઝુંપડી માંથી ભાગી ને છૂપાઇ ને પ્રેમિકા ને મળવા ગયો ગીતા ને ત્યાંથી છોડાવી ને ભગાડવા ના વિચાર થી તે ત્યાં ગયો હતો. પોતાની પ્રેમિકા ને એવી અધ મરી હાલતમાં જોઈ ને તે રડવા લાગ્યો પ્રેમી ને સામે જોઈ પ્રેમિકા ને કહ્યું મારે હવે જીવવું નથી આ વેદના મારાથી સહન થતી નથી તું મને મારી નાખ હું બીજા કોઈ ને હાથે મારવા માગતી નથી. આ માર ને રોજ સહન કરવાથી સારું હું મારવાનુ પસંદ કરીશ. પોતાની પ્રેમિકા જ્યારે એને મારવાનુ કેહતી હતી ત્યારે એને મનમાં શ્રાપ આપ્યો હું મારા છેલ્લા શ્વાસ સુધી તારી રક્ષા કરીશ હું બધા ને મારી નાખીશ આ જગ્યા ને બરબાદ કરી ને મૂકીશ અને ગામ ના દરેક વ્યક્તિ ને મારા હાથ થી મારીશ. જ્યારે તે પોતાની પ્રેમિકા ને લઈ ને ત્યાંથી દૂર જવાનું વિચારતો હતો ત્યારે જ ગામ ના લોકો ને એની ખબર પડી ગઈ અને બધા ને ભેગા મળી ને બંને ને ત્યાં રોકી લીધા. બંને ને અલગ કરી ને પ્રેમિકા ને પ્રેમી ની સામે જ બધાને ભેગા થયી ને મારવા લાગ્યા અને તે સતત તેને બચાવા આગળ આવવા લાગ્યો. તેમાં થી કોય જાણતું નહતું કે તે પેહલથી મરી ગઈ છે. તે સતત એને બચાવા નો પ્રયત્ન કરવા લાગ્યો અંતે ગામ ના લોકો એ સૂકું ઘાસ નાખી તેને સળગાવી. આગથી બચાવવા માટે વિરાન આગમાં કૂદી ગયો અને આર્ધ બળેલી હાલતમાં તે પોતાની પ્રમિકા ના સબ ને લઈ ને બહાર આવ્યો."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED