રાક્ષશ - 18 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 18

દ્રશ્ય ૧૯ -
" મયંક મને એવું લાગે છે કે પાયલ હજુ એની ગાડી માં જ હસે અને બીક ના કારણે ત્યાંથી બહાર નઈ આવી હોય."
" હારીકા મેડમ એની કાર રોડ પર દેખાતી નથી....અને ક્યાંક તે નીચે નદી ની ખીણ માં પડી ગઈ હસે તો...."
" મયંક હિંમત રાખ...હું જાણું છું જ્યારે કોય વ્યક્તિ ને તમારા જીવ થી પણ વધારે પસંદ કરતા હોય અને એક ક્ષણ માં તે તમારા થી અલગ થયી જાય તો કેટલું દુઃખ થાય. માટે આશા રાખ કે એને કઈ ના થયું હોય."
" પ્રાચી મેડમ હું પાયલ ને ખોઈ શકીશ નઈ ....એ મારો જીવ છે ભગવાન એની રક્ષા કરશે તેની આશા છે."
" કદાચ એની કાર બલેન્સ ખોઈ ને રોડ ની આજુબાજુ જંગલ માં હોય. માટે આપડે ધ્યાન થી શોધી એ."
" હારીકા એવડી મોટી કાર આપણ ને ના દેખાય એવું તો બને નઈ."
" ઘણી વાર એવું પણ થાય છે કે મોટી વસ્તુ પણ ખોવાઈ જાય અને જંગલ મોટું છે માટે ધ્યાન માં પણ ના આવે."
" હારીકા મેડમ આ બાજુ કાર ના પૈડાં ના નિશાન છે...જે જંગલ માં જાય છે."
" પ્રાચી જોયું.....ઘણી વાર કોય વસ્તુ ને શોધવા મટે થોડી મેહનત કરવી પડે....ચલ મયંક ચેક કરીએ કે કાર કઇ બાજુ છે."
" મેડમ ગાડી ત્યાં છે...સામે વાળા ઝાડ થી અથડાઈ ગઈ છે....આ ગાડી તો પાયલ ની છે....પાયલ..પાયલ..."
" પાયલ નથી ગાડી માં....ના...ગાડી ની સીટ ની નીચે કોય છે જરા જો સીટ ખસેડી ને..."
" આ તો પાયલ છે. પાયલ ઉઠ હું છું જો મે તને શોધી લીધી...મારા મન ને શાંતિ થયી....પણ તે બેભાન કેમ છે."
" મયંક એના માથા માંથી લોહી નીકળ્યું છે અને સુકાઈ ગયું છે. ગાડી જ્યારે ઝાડ થી અથડાઈ હસે ત્યારે તેને વાગ્યું હસે. હવે તેને લઈ ને આપડે પાછા રિસોર્ટ પર જઈ શકીએ છીએ."
" હારીકા હવે બધા મળી ગયા હવે શાંતિ થયી."
" સમીર...જાનવી... અમે આવી ગયા."
" મયંક શું થયું પાયલ ને તે એને આમ કેમ હાથ માં ઉઠાવી છે."
" સમીર સર તેને ભાન નથી...તેને જલ્દી થી રિસોર્ટ લઈ જઈએ."
" હા પણ ચલતા તો આપડે નઈ પોહચી વળીએ....કોય કાર ચાલુ થાય તો હું જોવું."
" શું લાગે છે....આખું જંગલ નિરાતે ફરી ને પછી શાંતિ થી રિસોર્ટ માં જયી શકશો સવથી વધુ તો ત્યાં જીવનું જોખમ છે."
" એ મનું તું ચૂપ થયી ને બેસી જા તારી વાતો થી બધાને ડરવાનું બંધ કર નઈ તો....."
" સમીર સાહેબ તમારી મરજી મારી વાત ના માનવી હોયતો. પણ પછી કઈ થાય તો મારું નામ ના લેતા હું મારો જીવ બચાવી લયિષ. તમારા જીવ ની હું કોય ગેરંટી નથી લેતો."
" ઉભો રે સમીર...આ જરૂર કઈક જાણે છે. માટે આટલા વિશ્વાસ થી બોલે છે."
" જાનવી તું આની વાતો માં ના આવીશ....આને જોઈ ને લાગે છે કે તે જુઠ્ઠું બોલે છે."
" મનું શું જાણે છે તું સ્પષ્ટ બોલીશ."
" જાનવી..."
" રાક્ષસ પેહલા એ જગ્યા પર લોકો ને મારે છે જ્યાં રેવા માટે ચોકસ સ્થળ હોય. જે ગામ તમે જંગલ માં જોયું હતું તેને એવું તબાહ એ રાક્ષસ ને કર્યું છે માટે તમારા એ સુંદર રિસોર્ટ ની હાલત કેવી થવાની છે એતો ભગવાન જ જાણે."
" કાલે રિસોર્ટ માંથી નીકળેલા લોકો નું રસ્તા માં મોટું એકસીડન્ટ થયું હતું તો તારી ખોટી વાતો તારી પાસે રાખ."
" હા સમીર સર ની વાત સાચી છે. રીસોર્ટ્સ ની બહાર બધા સેફ હોય તો એ લોકો પણ સેફલી પાછા આવવા જૉયીએ પણ એ તો ભયાનક હાલત માં રિસોર્ટ આવ્યા હતા."
" એજ તો એ રાક્ષસ ની ખાસિયત છે તમને રિસોર્ટ ની બહાર આવા નઈ દે અને આવાસો તો પણ તમને જીવવા નઈ દે."
" તો હવે શું કરવાનુ ક્યાં જવાનું."
" જંગલ માં ગમે ત્યાં રહી શકો છો જ્યાં સુધી રિસોર્ટ ના બધા ને રાક્ષસ મારી ના નાખે ત્યાં સુધી તો આપડે જંગલ માં સફે છીએ."
" તું શું બોલે છે એનું તને ભાન છે રિસોર્ટ માં રહેલા લોકો પણ અમારા પોતાના છે એમને રાક્ષસ સામે એકલા મૂકી ને અમે સંતાઈ ને બેસી રહીએ અમે એવા નથી...તારા જેવા ડરપોક આવું કહી શકે."
" સમીર સાહેબ વાતો તો હું પણ બહુ મોટી કરી શકું છું. પણ જ્યારે સામે નિર્દય રાક્ષસ હોય ત્યારે હિંમત બતાવી જરૂરી છે."
" મનું બીજો કોઈ રસ્તો છે આ જંગલ ની બહાર નીકળવાનો."
" ના હારીકા કોય રસ્તો નથી એક બાજુ નદી ની ખીણ છે તો બીજી બાજુ જંગલ અને મોટા મોટા પર્વતો...જો પર્વતો પાર કરવા નીકળશો તો એની પેહલા રાક્ષસ તમને શોધી ને મારી નાખશે તમે બધા અહી મારી સાથે જ મરવાના છો."
" આને કોય ચૂપ કરો નઈ તો મારા થી એને કોય બચાવી નઈ શકે.... હું આપડી માટે કાર ની વ્યવસ્થા કરી ને આવું."
" સમીર કોય કાર ચાલુ હોય એવું લાગતું નથી..."
" પ્રાચી પણ ચલતા જવું સુરક્ષિત નથી...માટે કઈક તો કરવું પડશે."