આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-50

આઇ હેટ યુ
પ્રકરણ-50
માસાએ કહ્યું નંદીની આજે હીંચકે સાથે બેસવાની ઉતાવળમાં મારું એક કામ ભૂલી ગયો છું અમારી દવાઓ લાવવાની હતી મેં વિચાર્યુ તને ફોન કરું પણ તું ચાલુ ડ્રાઇવીંગે ક્યાં ફોન લેવાની એટલે ના કર્યો. 
નંદીનીએ કહ્યું બોલોને કઇ લાવવાની છે હું હમણાંજ લઇ આવું છું બહાર મેઇન રોડ પરજ દવાની દુકાનો પર મારી નજર પડી હતી. 
માસા એ કહ્યું ના ના અત્યારે જવાની જરૂર નથી હજી છે કાલે તું લાવી આપજે કાલે માસીને પણ કંઇ ઘરમાં લાવવાનું હોય તો એ બધું લઇ આવજે હમણાં નથી જરૂર જવાની. 
માસીએ કહ્યું દીકરા શાંતિથી જા ન્હાઇ લે અને ફ્રેશ થઇને આવ આપણે જમી લઇએ અને વિરાટનો ફોન થોડાં મોડાં આવશે ત્યાં વહેલી સવારે ઉઠે એવો ફોન કરે છે આપણે અહીં રાત હોય છે એટલે અમને પણ સારું પડે છે. જા ન્હાઇ લે. 
નંદીની સારુ કહીને એનાં રૂમમાં આવી અને પર્સ બધુ એની જગ્યાએ મૂકીને ન્હાવા જતી રહી. ન્હાતાં ન્હાતાં એને લીના-પારુલની વાતો અને ઊંડાણમાં રાજની વાતો યાદ આવી રહી હતી આજે વિરાટની પણ સાથે વાત કરવાની છે રાજ પણ ત્યાં US છે કાશ... રાજ રાજ એ સ્વગત બોલી ઉઠી ફુવારાની નીચે બાથ લેતાં લેતાં રાજનું સ્મરણ કરતાં આંખો ઉભરાઇ આવી એનાંથી ધુસ્કે ધુસ્કેજ રડી પડ્યું પાણીનાં પ્રવાહમાં આંસુ પણ ધોવાઇ ગયાં એણે વિચાર્યું રાજ સાથે હોત તો મને કોઇ ચિંતા નહોતી ના ઘર કે અમદાવાદ છોડવું પડત. 
રાજનાં મંમી પપ્પાએ મારો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હશે ? મેં નંબર બદલી બધાં સંપર્ક તોડી નાંખેલાં. વરુણને સંબંધ પણ તોડી નાંખ્યો બધાનું સાથેજ નાહી લઉં પણ ખબર નહીં હજી રાજ સ્મરણમાંજ રહે છે....
**************
રાજ આજે વ્હેલો ઉઠી ગયો એને થયું શનિ-રવિની બે રજાઓ છે. થોડો આરામ છે સમય છે હમણાંજ એક્ઝામ પતી છે જોબ પર પણ નથી જવાનું આજે તો ત્રણે રૂમ પાર્ટનર પોતાનાં ઘરે વાત કરવાનાં. 
રાજે બધાં માટે કોફી બનાવીને બંન્ને પાર્ટનરને આપી બધાં પોતપોતાનાં લેપટોપમાં વ્યસ્ત હતાં. રાજ એનાં. એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને કોફી પીવા લાગ્યો. એણે વિચાર્યું નંદીની શું કરતી હશે ? આજે છ મહિના થઇ ગયાં એણે મને સમ આપ્યાં અને મેં સંપર્ક ના કર્યો એને એવી જાણ હશે કે મારી પાત્રતા એનાં પ્રેમ માટે કેવી છે ? એણે આપેલા એનાં સમ મારાં માટે કેટલાં મહત્વનાં છે ?
મેં પહેલાં મંમીને ફોનમાં પૂછેલું કે મંમી નંદીનીનાં શું સમાચાર છે ? મંમીએ કેવો મોઘમ જવાબ આપેલો એ મને હજી યાદ છે મંમીએ કહેલું એ છોકરી ખૂબ સમજદાર છે તારું ભણતર બરાબર થાય એટલે એણે ફોન પર વાત કરવા ના પાડી છે હું એને ફોન કરીશ તો તારાં વિશે પૂછશે શા માટે એને ડિસ્ટર્બ કરવી છે તું ભણીલે ત્યાં સુધી એણે રાહ જોવાનું વચન આપ્યું છે પણ આગળ કંઇ બોલી નહીં.
મંમી -પપ્પા એ જાણે ટાર્ગેટ બાંધી દીધો છે મારાં ભણવાનો મારી લાગણી મારાં પ્રેમની એ લોકોને કદરજ નથી એ લોકો એવું સમજે છે કે કોલેજમાં સાથે હતાં એક આકર્ષણ છે હું અમેરીકા જઇને ભૂલી જઇશ પણ એ લોકો હજી મને ઓળખતા નથી હું નંદીનીને ક્યારેય નહીં ભૂલું નહીં મારી નંદીની મને ભૂલે. મને પૂરો વિશ્વાસ છે. 
પ્રેમ શું છે ? પ્રેમ એ મારાં આંખમાંથી આ પડતાં આંસુ છે મારાં આસુ મારાં પ્રેમનાં સાક્ષી છે પપ્પા એકવાર બોલી ગયેલાં રાજ તું અમેરિકામાં છે ત્યાંનો રંગ લાગ્યા પછી તને ભારત યાદ પણ નહીં આવે... પણ પપ્પાને ક્યાં ખબર હું તમારો દીકરો છું પણ જુદી માટીનો છું. પાપાને એ ખ્યાલ નથી આવતો કે એમનો દીકરો જેને આટલો પ્રેમ કરે છે એ પાત્ર સાચું જ હશે એમને મારામાં વિશ્વાસ નહીં હોય ? પણ હું જેમ મારી નંદીની વ્રત તપ વિરહનો કરી રહી છે એમ હું પણ કરવાનો. 
એકબાજુ પાપા એમ કહે છે કે તારું ધ્યાન તું ભણવામાં રાખ બાકી બધાં માટે આખી જીંદગી પડી છે નંદીનીને આગળથી તૈયાર કરી ભણાવી મારી સાથે ફોન પર વાત કરાવે છે મને ખબર પડી ગઇ હતી કે મારા અમેરીકા આવ્યા પછી મારું મન નહોતું લાગતું ભણવામાં ચિત્ત નહોતું ચોંટતું એટલેજ નંદીનીને અગાઉથી સમજાવીને ફોન કરાવેલો. નંદીનીએ મારાં માટેની લાગણી અને પ્રેમને કારણે વચન લીધું કે આપણે વાત નહીં કરીએ હું રાહ જોઇશ.. આટલું એ છોકરી બોલીને હજી સુધી પાળી રહી છે તો મંમી બધાને અમારી દયા નહીં આવતી હોય ?
નંદીનીનાં સંસ્કાર જોઇને ઓળખ નહીં લીધી હોય ? માં બાપ છોકરાઓ સાથે આવી રમત રમે ? હું છઠ્ઠામાં ભણતો છોકરો છું? હું ભણવાની જવાબદારી નહીં સમજતો હોઉ ? રાજ વિચાર કરતાં કરતાં નંદીનીને યાદ કરીને આંસુ સારતો રહ્યો. 
રાજે મનોમન પાપાની રમત જાણે પકડી લીધી હોય જાણી લીધી હોય એમ આગળ વિચારતો રહ્યો આવું કરવાં પાછળ પાપાનો ઇરાદો શું છે ? મને અને નંદીનીને ભેગા નથી થવા દેવા ? પણ એ સફળ નહીં. થાય ભારત આવીને પહેલો નંદીનીનેજ મળીશ પહેલાં ઘરે પણ નહીં જઊં. 
નંદીની શું કરતી હશે ? એનાં પાપાની તબીયત કેવી હશે ? ડોક્ટર અંકલ મદદ કરતાં હશે ને ? ના ના ડોક્ટર અંકલ ખૂબ સારાં છે એમની પાસે પ્રોમીસ લીધેલું છે એ જરૂર નંદીનીનાં પાપાની સારવાર કરતાં હશે દવાઓ પણ આપતાં હશે. પછી રાજે વિચાર કર્યો નંદીની વાત ના કરે પણ મંમીને પૂછી શકે હું ભલે નંદીની સાથે વાત ના કરું પણ તમે ડોક્ટર અંકલ સાથે વાત કરીને નંદીનીનાં પાપાની તબીયત નાં સમચાર તો લો. બધુ બરાબર છે ને ? નંદીની એકલી છે એનાં માથે બધી જવાબદારી છે હું એની સાથે વાત નહીં કરું તમે પણ એની વાત ના કરતાં પણ તમે તો નંદીની સાથે વાત કરીને એની ખબર પૂછજો. હું આવેજ અત્યારેજ મંમી સાથે વાત કરી લઊં છું એમ વિચારી રાજ રૂમમાં ગયો અને લેપટોપ ચાલુ કર્યું. 
  રાજે લેપટોપ ચાલુ કર્યુ અને ફોનથી પ્હેલાં મંમીને સંપર્ક કર્યો. મંમીએ તરતજ રીસ્પોન્સ કર્યો રાજે કહ્યું મંમી હું તમને વીડીયોં કોલ કરું છું અને લેપટોપથી કરું છું મોટાં સ્ક્રીનમાં વાત થાય. 
મંમીએ કહ્યું રાજ બેટાં કેમ છે ? તારું ભણવાનું કેવું ચાલે છે હમણાંથી શાંતિથી વાતજ નથી થઇ તું તારાં પાપા સાથે વાત કરી લે છે. મારી સાથે વાત કરે તને 10 દિવસ થઇ ગયાં તને મંમીની યાદ નથી આવતી ?
રાજે કહ્યું મંમી મને તમારી અને બધાની ખૂબજ યાદ આવે છે. પાપા મારાં સ્ટડી અને એકઝામ વિશે વાત કરે છે અને પૈસાની જરૂર છે કે કેમ ? એ કાળજી લે છે. હવે મારે પૈસાની જરૂર નથી હું અહીં કામ કરું છું મારાં ખર્ચાનાં પૈસા નીકળી જાય છે માં હું તને લેપટોપથી પાછો સંપર્ક કરું છું તમને તો જોઇ શકું એમ કહીને ફોન મૂક્યો. 
લેપટોપમાં ઈન્ટરનેટથી એણે ફરીથી મંમીને ફોન કર્યો. મોટાં સ્ક્રીનમાં મંમીને જોઇ પોતાનું ઘર દેખાઇ રહ્યું હતું એ પાછો લાગણીવશ થયો અને બોલ્યો મંમી તમને જોઇને સારુ લાગે છે. બધો પાછળ ડ્રોઇગરૂમ દેખાય છે અરે માં સામે પેલી ખીંટી પર મારી હેટ હતી એ નથી ક્યાં ગઇ ? એ સાચવીને રાખજો મારી ફેવરેટ છે. મંમીએ કહ્યું દિકરા બધુ તારાં રૂમમાં મૂક્યું છે ત્યાં પાછળ... 
વધુ આવતા અંકે ---- પ્રકરણ-51

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 1 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 2 માસ પહેલા

Neepa

Neepa 2 માસ પહેલા

Mita Chandarana

Mita Chandarana 2 માસ પહેલા

Vimal Boricha

Vimal Boricha 3 માસ પહેલા