Ek Pooonamni Raat - 43 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-43

એક પૂનમની રાત
પ્રકરણ-43
સિધ્ધાર્થે બધાનાં નિવેદન અને બધાએ લીધેલાં ફોટા વીડીઓ રજૂ કરવા જણાવ્યું અને કાર્તિક ભેરોસિંહને અંદર બોલાવ્યાં. કાર્તિકને પૂછ્યુ તમે તમારું ત્યાં શું જોયું અને શું અનુભવ કર્યા એ જણાવો અને એનું લેખીત નિવેદન આપો. તમારાં ફોનમાં રહેલાં ફોટો વીડીયો શેર કરો અને પછી જરૂર પડે તમને બોલાવીશું આ સાંભળીને કાર્તિકની નજર ઊંચી ચઢી ગઇ અને થોડોક નારાજની સાથે કહ્યું સર અમે તો આજેજ ગયાં છીએ અમારી પાસે એવી કંઇ વિશેષ માહિતી નથી પણ અમારાં ડીપાર્ટમેન્ટે આ પ્રોજેક્ટ દેવાંશ અને વ્યોમાને સોંપ્યો છે એટલે એમની પાસે વિગત માંગો એ જરૂરી છે અમારી પાસે જે છે એ આપને શેર કરીએ છીએ.
સિધ્ધાર્થે કહ્યું અમારી પાસે એ બધી માહિતી છે કે કોનો પ્રોજેક્ટ હતો કોણ ત્યાં વીઝીટ પર ગયેલું અને હું પોતે પણ ત્યાં ગયેલો છું તમારી પાસે જે માહિતી હોય એ લેખીત રજૂ કરો બાકીનું આગળનું કામ અને તપાસ અમે કરીશું. તમે હવે જઇ શકો છો બહાર લેખીત આપો અને ફોટો વીડીયો શેર કરો.
ત્યાંજ સિધ્ધાર્થે પાસે દેવાંશ અંદર આવ્યો અને બોલ્યો સર અમે અહીંથી જઇએ છીએ વ્યોમાની તબીયત ફરીથી નાજુક થઇ છે મારે એનાં ઘરે પહેલાં પહોચાડવી પડશે સોરી સર મારે જવું પડે એવું છે.
સિધ્ધાર્થે થોડીવાર દેવાંશની સામે જોઇ રહ્યો પછી પરિસ્થિતિ ધ્યાનમાં લઇને કહ્યું ઓકે તું અને વ્યોમા જઇ શકો છો. આપણે પછી વાત કરશું તમારા બોસને કહેતા જજો એ લોકો બધાં અહીંજ છે. ત્યાં દેવાંશે થોડા અટકીને ફરી કીધું સર રાધીકા પણ આવે છે એણે વ્યોમાને ટેકો આપેલો છે. રાધીકા પછી ત્યાંથી એનાં ઘરે જતી રહેશે. સિધ્ધાર્થે પછી વિચાર્યા વિનાંજ કહી દીધું. ઓકે તમે લોકો જઇ શકો છો.
દેવાંશે પછી વાર કર્યા વિનાંજ સીધો એનાં પાપાની ચેમ્બરમાં ધૂસીને કહ્યું પાપા હું અને વ્યોમા એનાં ઘરે જઇએ છીએ. વ્યોમાની તબીયત ઠીક નથી એને વારે વારે ધ્રુજારીનાં દોરા પડે છે. વિક્રમસિહજીએ કોઇની સાથે વાત કરતાં અટકીને પૂછ્યું ઠીક છે જાઓ પણ કંઇ મદદની જરૂર છે ? દેવાંશે કહ્યું ના પાપા એવું કંઇ હશે તો ફોન કરીશ અને એ ઝડપથી ચેમ્બરની બહાર નીકળી ગયો.
કાર્તિક દેવાંશને પોલીસ સ્ટેશનથી વ્યોમા અને રાધીકા સાથે બહાર નીકળી જતાં જોઇને એને ચચરી ગઇ પણ કંઇ બોલી ના શક્યો મનમાં ને મનમાં બબડ્યો સાલો પોલીસનો છોકરો છે એટલે એની મરજી પ્રમાણે નીકળી ગયો. જતો જતાં દેવાંશે પણ ત્રાંસી નજરે કાર્તિક સામે જોયું એનાં ચહેરાંનાં હાવભાવ જોઇ વિચારી રહ્યો પછી મલકાઇને નીકળી ગયો.
વ્યોમાને વારે વારે શરીરમાં ધ્રુજારી ચઢતી હતી અને એને શરીરમાં ઠીક નહોતું લાગી રહ્યું દેવાંશે વ્યોમાને કાળજીથી જીપમાં બેસાડી અને એની બાજુમાં છેલ્લે રાધીકા બેસી ગઇ. દેવાંશે એ ડોર બંધ કર્યુ અને પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો અને જીપ સ્ટાર્ટ કરી.
દેવાંશે જીપ થોડી આગળ લીધી અને વ્યોમાને કહ્યું દેવાંશ જીપ મારા ઘરે નહીં તારાં ઘરે લેજો મારે હમણાં ઘરે નથી જવું એ સાંભળીને રાધીકા અને દેવાંશ બંન્નેને આષ્ચર્ય થયું દેવાંશે પૂછ્યું કેમ ?
વ્યોમાએ કહ્યું હમણાં સવાલ જવાબ ના કરીશ હું કહુ એમ કર તારાં ઘરે પહોંચીને પછી બધી વાત કરુ છું રાધીકા અને દેવાંશ બન્ને ને જાણવાની જીજ્ઞાસા વધી ગઇ કે વ્યોમાનો મનમાં શું ચાલી રહ્યું છે.
દેવાંશે કહ્યું ભલે એમ કરુ છું અને એણે જીપ પોતાનાં ઘર તરફ લઇ લીધી.
************
વંદનાએ એની મંમીને પૂછ્યું મંમી સવારથી રામુ ગૂમ થયો છે ક્યાં છે ? એ કેમ દેખાતો નથી ? બધુ કામ એમનું એમ છે. એનું હમણાંથી કામમાં ધ્યાનજ નથી. વંદનાનો પ્રશ્ન સાંભળીને યશોદાબેન વંદનાની સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં તું સવારથી તારાં રૂમમાં ભરાઇ રહી છું સવારથી બધુ કામ હું એકલી કરી રહી છું હું તને પૂછવા માંગતી હતી કે તેં રામુને કંઇ કામે મોકલ્યો છે ? અભિષેક પણ ક્યારે ઘરેથી ગયો મને કશી ખબર નથી. આ તારાં દાદી ક્યારનાં ચિંતા કરે છે હું સવારથી બધુ કર્યા કરું છું એકલી એ જોયા કરે છે હવે મિલીંદનાં ગયા પછી તારીજ ચિંતા રહે છે ધડીકમાં તું બોલે ધડીકમાં મૌન થઇ જાય ક્યાં તો ગુસ્સો કરે છે મને સમજાતું નથી કે તારી સાથે કેવી રીતે વતર્વું શું કહું ?
વંદનાએમાં ને બોલતાં સાંભળ્યાં પછી કહ્યું સોરી મંમી મને કંઇજ ખબર નહોતી મને આખી રાત ઊંઘ નથી આવી એટલે સૂઇ રહી હતી અભિષેક તો ક્યારનાં જતાં રહેલાં તમે લોકો ત્યારે સૂઇ ગયેલાં હતાં કંઇ નહીં બાકીનું સાંજ સુધીનું બધું હું કરી લઊં છું રસોઇ પણ તું આરામ કર.
પણ મંમી રામુ વિશે મને કંઇ ખબર નથી હું ઉઠી અને જોયું ઉપર બધું એમનું એમ પડ્યું છે નથી એ સાફ કરવા આવ્યો એટલે તને પૂછ્યું.
યશોદાબેને કહ્યું મારુ ઘર કેવું હતું અને કેવું થઇ ગયું છે ? ખબર નહીં આ ઘરમાં શું થઇ રહ્યું છે ? રામુ આમ કહ્યા વિના ક્યારેય નથી બહાર ગયો. હાં એણે પરમદિવસ રાત્રે બધું કામ પરવાર્યા પછી કહેલુ કે બેન મારાં ગામડે પૈસા મોકલવાનાં છે થોડાં પૈસા આપજો અને એ ગઇકાલે સવારે પૈસા લઇને કોઇને આપવા ગયેલો ત્યાંથી પાછો આવેલો પછી મને ખબર નથી આવીને બધુજ કામ પરવારી ગયેલો. આજે સવારથી મેં એને નથી જોયો. આજનો દિવસ રાહ જોઇએ આમ પણ સાંજ પડી ગઇ છે કાલે સવારે તું ડાયરીમાં એનાં ગામનાં ઘરનાં એનાં ભાઇનાં નંબર પર ફોન કરીને પૂછી જોજે પણ એ કહ્યા વિનાં તો નાજ જાય.
વંદના પણ વિચારમાં પડી ગઇ એણે કહ્યું ચિંતા કરવાનો અર્થ નથી સવારે ફોન કરીને જાણી લઇશ.
************
દેવાંશ વ્યોમા અને રાધીકાને લઇને ઘરે પહોચ્યો. વ્યોમા જીપમાંથી સ્વસ્થતા પૂર્વક નીચે ઉતરી એ સમયે જાણે એને કોઇ તકલીફજ નથી. દેવાંશ એ લોકોને ઘરમાં લઇ આવ્યો. ત્યાં તરુબેને કહ્યું હાંશ દિકરા તું આજે વહેલો આવી ગયો. હમણાંથી તું કામે નીકળે છે અને મારો જીવ બળવા માંડે છે. આજે તો વ્યોમાં આવી છે ને ? રાધીકાને જોઇને કહ્યું આવ દીકરા તારું શું નામ છે ? તું આ લોકો સાથેજ કામ કરે છે ?
દેવાંશે કહ્યું હાં માં અમારી સાથેજ કામ કરે છે. તું અંદર આવવા દે બેસવા દે ઇન્ટરવ્યુ લેવા માંડી. વ્યોમાએ કહ્યું હાં મંમી એ અમારી સાથે છે થોડુંક ઓફીસનું કામ પતાવવાનું હતું એટલે દેવાંશ અમને ઘરે લઇ આવ્યો છે. ઓફીસમાં હમણાં બીજાં ઘણાં કામ ચાલે છે પણ બધું બરાબર છે ચિંતાજનક નથી.
તરુબહેને કહ્યું ભલે ભલે તમે લોકો બેસો હું તમારાં માટે પાણી લાવું છું. દેવાંશે કહ્યું માં તમે બેસો હું પાણી લાવું છું તમે પછી સરસ ચા અને નાસ્તો આપજો અમે મારાં રૂમમાંજ બેઠાં છીએ એમ કહી એ કીચનમાં જવા ગયો. વ્યોમાએ અટકાવ્યો અને કહ્યું તમે બેસો હું લાવું છું પાણી અને કંઇ જવાબ સાંભળ્યા વિના કીચનમાં ગઇ અને બધાં માટે પાણી લઇ આવી. સાથે આવેલી રાધીકા વ્યોમા જે રીતે વર્તતી હતી એ જોઇને આષ્ચર્ય થયું જાણે દેવાંશનું ઘર એનું ઘર હોય. એને ઊંડો કોઇ વહેમ ગયો પણ એ બધું જોઇ રહી કંઇ બોલી નહીં. ..
દેવાંશે પાણી પીને કહ્યું માં અમને પ્રોજેક્ટનાં કામ અંગે રીપોર્ટ બનાવવા 3 દિવસ ઘરેથી કામ કરવાની સૂચના છે નથી ઓફીસ જવાનું ના વીઝીટ પર.
માંએ કહ્યું હાંશ આ સાંભળી એવું સારુ લાગ્યું કે તારો પગ ત્રણ દિવસ ઘરમાંજ રહેશે. રાધીકાને વધું આષ્ચર્ય વધી રહેલું ત્યાં માં એ કહ્યું તમે બેસો જાવ હું ચા નાસ્તો બનાવું છું...
વધુ આવતા અંકે - પ્રકરણ - 44

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED