વંદના - 12 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 12

વંદના-12
ગત અંકથી શરૂ..
એ માણસે પોતાના હાથ મારી કમર ફરતે વિટાડી રાખ્યા હતા. હું તેના બાહુપાશ માથી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ મારું કમજોર શરીર અને બાળક બુદ્ધિ ના કારણે તે વ્યક્તિની ભયંકર કાયા આગળ મારા કોઈ પણ પ્રયત્ન કામ ના લાગ્યા.એજ સમયે તે માણસને કોઈના આવવાના પગરવના અવાજથી તે ચેતી ગયો તેણે તરત જ સમય સૂચકતા વાપરી મારા મોઢા પર પોતાનો હાથ રાખી દીધો અને તેની બાજુમાં આવેલા રૂમમાં મને ઢસડીને લઇ ગયો. ત્યારે આવેલા પગરવના અવાજ બીજા કોઈના નહિ પણ મારી માતા ના જ હતા એ હું સમજી ગઈ હતી મે મારી માતાને અવાજ લગાવવાની ઘણી કોશિશ કરી હતી પણ એ રાક્ષક જેવા લાગતા માણસે મારું મોઢું એ રીતે ભીડી દીધું હતું કે એક પણ અવાજ રૂમની બહાર જઈ શકે તેમ નહોતો. અને બહાર જાય તો પણ પાર્ટીનો શોર એટલો હતો કે કદાચ મારી મા સુધી મારો અવાજ પહોંચતાં પણ નહિ. હું હવે એ વિચારે જ ફફડી રહી હતી કે એ રાક્ષક જેવો વ્યક્તિ મારી સાથે કેવું વર્તન કરશે. ક્યાંક માંની મારી તો નહિ નાખે ને તે વિચાર થી જ હું ફફડી ગઈ.હું હવે અસહાય નજરે આખા રૂમમાં બહાર નીકળવાનો રસ્તો શોધી રહી હતી.

તેણે ખૂબ સાવચેતીથી પોતાનો હાથ મારા મોઢા પર હટાવતા જ મારા મોઢા પર રૂમાલ બાંધી દીધો. તેણે હવે તેના બંને હાથે મારા ચહેરાને સ્પર્શ કરવા લાગ્યો. તેના રૂક્ષતા ભર્યા સ્પર્શથી હું રોઈ પડી પણ તેની આંખોમાં મારા પ્રત્યે કોઈ કરુણા નજર ના આવી. હવે એ ધીરે ધીરે મારા આખા શરીર ફરતે હાથ ફેરવા લાગ્યો. હું એના હવસભરેલા સ્પર્શને સમજી ના શકી પરંતુ તે સ્પર્શ મને અકળાવી રહ્યો હતો

ત્યારે મને મારી જિદ્દ પર પસ્તાવો થવા લાગ્યો. જો મે ત્યારે મારી માતા સામે આટલી જિદ્દ જ ના કરી હોત તો આજે હું આ રક્ષસ ના જપેટમાં આવી જ ના હોત. મારી માતા મને જે સમજાવવાના પ્રયત્નો કરી રહી હતી એ બધા જ શબ્દો મારા કાનમાં ગુંજી ઉઠ્યા. હું હજુ મારી બંધ આંખોમાં આ બધા વિચારોમાં હતી ત્યાં જ તે વ્યક્તિએ મને દીવાલ સરચી લઈ જઈને મને આલિંગનમાં ભીડી લીધી. હું એ વ્યક્તિથી છૂટવા નિરર્થક પ્રયત્નો કરવા લાગી. મારા નાજુક હાથમાં બંને એટલી હિંમત એકઠી કરીને તેની પીઠ પર વાર કરવા લાગી પણ એ બધા જ વાર થી એ વ્યક્તિ પર કોઈ અસર ના થઈ.

તેની આંખોમાં વાસનાનું ભૂત સવાર હતું. તે મને ઉંચકીને પલંગ પર લઈ ગયો. તેના મોઢામાંથી શરાબની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તે જ્યારે મને ઉચકીને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેના પગલાં ડગમગતા હતા. તેણે માંડ પોતાના શરીરને કાબૂમાં રાખી મને પલંગ સુધી લઈ ગયો હતો. તેને જોતા જ કોઈ પણ કહી શકે કે તેણે ચિત્કાર દારૂ ઢસ્યો હશે.

તે મને પલંગમાં સુવડાવી મારી બાજુમાં સુવા જતો જ હતો કે કોઈ એ જોરથી દરવાજો ખખડાવ્યો. તે થોડી વાર વિચાર કરવા લાગ્યો કે દરવાજો ખોલવો જોઈએ કે નહીં ત્યાં ફરી એ અવાજ ઉગ્ર સ્વરૂપે વધવા લાગ્યો. તેણે જલ્દીથી મને બાથરૂમમાં પૂરી અને દરવાજો ખોલવા ગયો. જેવો તેણે દરવાજો ખોલ્યો એવી મારી માતા અંદર ધસી આવી અને મારા નામની બૂમ પાડવા લાગી. જેવો મે મારી માતાનો અવાજ સાંભળ્યો એટલે બાથરૂમનો દરવાજો ખખડાવીને મારી માતાને અણસાર પહોંચાડ્યો કે હું બાથરૂમમાં છું. મારી માતા પળભર વાર પણ મોડું કર્યા વગર મને એ બાથરૂમમાંથી બહાર કાઢી. હું મારી માતાને ગળે વળગીને રડવા લાગી. મારી માતાનો હેતાળ હાથ આ મુશ્કેલ સમયે પણ ખૂબ વાહલો લાગતો હતો. મારી માતા મને સાત્વના આપી મને સમજાવવા લાગ્યા કે "બેટા ડરતી નહિ હું તારી સાથે છું તને કંઈ નહિ થવા દઉં."

હું અને મારી માતા લાગણીભર્યા મિલનમાં રચ્યા પચ્યા હતા. જાણે હું કેટલાંય વર્ષોથી મારી માતાથી વિખૂટી પડી ગઈ હોવ અને અચાનક અમારી બંને વચ્ચે મુલાકાત થઈ ગઈ હોય એવું મને મહેસૂસ થવા લાગ્યું. પરંતુ આ સમયગાળા વચ્ચે પેલા રાક્ષસ દેખાતા વ્યક્તિએ રૂમનો મેઈન દરવાજા પર સ્ટોપર લગાવી દીધી.

મારી અને મારી માતાની સ્નેહાળ મુલાકાત બાદ અમારા માથા પર ઝાજુમતા ભય હજુ હટ્યું નહોતું એ પેલા માણસે દરવાજા પર લગાવેલા સ્ટોપર થી અંદાજો લગાવી શકાય તેમ હતો. તે માણસનો ચેહરો પણ વધુ ઉગ્ર થઈ ગયો હતો. તે માણસ હવે શું કરશે તેનો અંદાજો ના તો મારી પાસે હતો કે ના મારી માતા પાસે હતો.

મારી માતા તે વ્યક્તિના ગુસ્સાને પારખી એની સામે કરગરવા લાગી કારણ કે અમારા બંને માંથી કોઈ પાસે એની સામે લડવાની ક્ષમતા નહોતી. મારી માતા એને વિનવણી કરવા લાગી કે "મહેરબાની કરીને અમને બંનેને અહીંથી જવાદો"

પેલો માણસ દરવાજા પાસે અડીખમ ઊભો રહ્યો. તેને મારી માતાના વિનવણી ના એક પણ શબ્દની અસર ના થઈ. તેની વાસનાનું જુનુન વધુ તીવ્ર થયું. તેણે પોતાના ચહેરાને વધુ ગુસ્સો કરતા મારી માતાને કહ્યું કે "જુઓ તમારા બે માથી કોઈ એક વ્યક્તિને મારી સાથે અહીં રહેવું પડશે. હવે તમે બંને નક્કી કરી લો કે કોણ મારી સાથે રહેશે."

હું અને મારી માતા પેલી વ્યક્તિના તીવ્ર ગુસ્સાથી કંપી ઉઠયા. મારી માતાને સમજમાં નહોતું આવતું કે તે વ્યક્તિને શું જવાબ આપે. છતાં મારી માતાએ ફરી તે વ્યક્તિને હાથ જોડતા વિનવણી શરૂ કરી કે "અમને બંનેને અહીંથી જવા દો. તમે જેવા સમજો છો એવા વ્યક્તિ અમે નથી."

"તમે કેવા છો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. ચાલ તુજ મારી આજની ગરમી ઉતારી આપ." આટલું કહેતા જ એ વ્યક્તિએ મારી માતાના બંને બાવડા પકડી પલંગ પર ધક્કો માર્યો.

હું તે રાક્ષસી માણસને મારી માતા પાસે જતા અટકાવવા લાગી પણ એણે મને ધક્કો મારી દીધો જેથી હું એક દીવાલ સાથે અથડાય ગઈ. મારા માથે દીવાલ ટકરાઈ હોવાથી મને ચક્કર આવી ગયા હું થોડી વાર ત્યાજ બેસી રહી. પેલો માણસ મારી માતાને બાહો માં લેવા પલંગ તરફ નમવા જતો જ હતો બરોબર એ જ સમયે હું ફરી જાગ્રત અવસ્થામાં આવી અને બાજુમાં પડેલી લોખંડની પાઇપ હાથમાં લઈ મારામાં હતી એ બધી જ હિંમત એકઠી કરીને તે વ્યક્તિના માથામાં ફટકારી દીધી. મારા એ એક પ્રહારથી જ એ નીચે પટકાઈ ગયો. તેના માથામાંથી લોહી ટપકી રહ્યું હતું. મારી માતા પલંગ પર સફાળી બેઠી થઇ ગઇ એ આ દૃશ્ય જોઈ ને ગભરાય ગઈ. તેણે તે વ્યક્તિ જીવે છે કે નહિ તે જોવા હાથની નાડી તપાસી. એણે એક નીઃસાસા સાથે મોટી રાડ પાડી કે "હે ભગવાન આ અમારા હાથે શું થઈ ગયું."

હું મારી માતાના શબ્દોથી સમજી ગઈ કે તે વ્યક્તિ મૃત્યુ પામી છે. મારી માતા મારું બાવડું પકડી ને મને સમજાવવા લાગ્યા કે "હવે આપણે જલ્દી અહીંથી ભાગી જવું પડશે જો કોઈ આપણને અહી જોશે તો આપણે જ અપરાધી બની જશું."

અમે રીતસરના એ રૂમથી દોડતા દોડતા ત્યાંથી ભાગી ગયા.અમે એક મુસીબત ઓછી કરવા એક બીજી મોટી મુસીબત ઊભી કરીને ભાગ્યા હતા. પણ એ વાતથી અજાણ અમે બંને વ્યક્તિ જ્યાં જઈ રહ્યા હતા ત્યાં એક એવી મુસીબતમાં ફસાવવા ના હતા કે જ્યાં અમારી જિંદગી પૂર્ણપણે બદલી જવાની હતી. જેનો નાતો મે ક્યારેય વિચાર કર્યો હતો કે ના મારી માતાએ સ્વપ્ને વિચાર્યું હતું.

પગના પગરખાં પહેર્યા વગર અમે બંને લગાતાર બે કિલોમીટર સુધી દોડી ગયા હતા .રસ્તો ખૂબ જ સૂમસામ હતો. ઘોર અંધારું છવાયેલું હતું. મારી માતા મને જલદી ચાલવાનું સૂચન આપી રહી હતી. મારામાં હવે આગળ ચાલી શકવાની પણ શક્તિ નહોતી તો દોડવાની વાત તો બહુ દૂર હતી. સતત પગમાં વાગી રહેલા નાના પથ્થરો થી પગમાંથી લોહીના ટચિયા ફૂટવા લાગ્યા હતા. છતાં મારી માતા મારી હિંમત વધારતા મને સતત દોડતા રહેવાની સૂચના આપી રહ્યા હતા.

ક્રમશ...