સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 3 Jagruti Dalakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 3

સાનિધ્ય :પ્રેમની રાજનીતિ
ભાગ -૩

એક અઠવાડિયાથી સાનિધ્ય નિહારિકાને ગમતી દરેક બાબતનો ખોટો દેખાવો કરતો હતો.
આમ તો તેના માટે સત્તા એટલે પૈસા બનાવવાનું મશીન અને પ્રજા એટલે એવી બુદ્ધિ જેને સપના દેખાડો તો તમારા કહ્યામાં રહે. પણ નિહારિકા નું પરિવાર તેની સોચથી તદ્દન વિરોધી હતુ.

નિહારિકાના પિતા નટુભાઈ શાહ એક સામાન્ય કંપનીમાં ક્લાર્ક અને માતા વનીતાબેન ગૃહિણી હતા. વનીતાબેન સીવણકામ કરીને અને નિહારિકા બાળકોને ટ્યુશન કરાવી આર્થિક રીતે ટેકો આપી રહ્યા હતા. નિહારિકા કોલેજના છેલ્લા વર્ષમાં આર્ટસ-મનોવિજ્ઞાન ફેકલ્ટીમાં અભ્યાસ પણ કરી રહી હતી. નટુભાઈની ઈમાનદારી આખા પોરબંદરમાં પ્રખ્યાત હતી.

નિહારિકા સાનિધ્યના ઢોંગને ઓળખી જાય છે. તે સાનિધ્ય ને કહે છે,"જો આમ તો મને ખબર જ છે કે આ દેખાવો તું તારી જીદ્દ માટે કરે છે. મારી ના થી તારા અભિમાનને ઠેસ લાગી તેથી તું આવું વર્તન કરી રહ્યો છે. માટે આ બધું બંધ કરી દે."

જવાબમાં ઢોંગી સાનિધ્ય કહે છે,"આ તારી ભૂલ છે ખરેખર તું મને ગમે છે. તને વિશ્વાસ ના હોય તો તું કહે તે કરવા તૈયાર છું."

થોડો વિચાર કરી નિહારિકા કહે છે -"ઠીક છે એક વાત કહે એવી કંઈ જગ્યા છે જ્યાં ગયા પછી તને અફસોસ થયો હોય?"

ક્ષણભર માં જ તે "કિલ્લેશ્વર "શબ્દ બોલી ઉઠ્યો.

નિહારિકા ચતુરાઈથી સમગ્ર ઘટના જાણે છે. અંતે તે સાનિધ્યને કહ્યું,"તારે મારી દરેક વાત માન્ય હોય તો જા તું તે ઊંટના માલિક ને શોધી તેના ઘરે ચોવીસ કલાક તેના પરિવાર સાથે પસાર કર. ત્યાં વિતેલી દરેક ક્ષણને એડિટિંગ વિનાના વિડીયોમાં મારી પાસે લઇને આવ.ભલે તું ત્યાં ખરાબ વર્તન કર વાંધો નહિ હું તારી સાથે દોસ્તી ચોક્કસ કરીશ."

નિહારિકાની વાત સાંભળી સાનિધ્ય માત્ર હકારમાં માથું હલાવી ત્યાંથી નીકળી જાય છે. બીજે જ દિવસે સવારે છ વાગ્યે જ તે પોતાની બાઈક લઇ કિલ્લેશ્વર રવાના થાય છે.ત્યાં પહોંચી રહેણાંક વિસ્તારમાં જઈ સાથે લાવેલી બેગ માંથી પાણીની બોટલ કાઢી અને વિડિયો ઓન કરી વિચારે છે કે હવે આ ને ક્યાં શોધવો? ત્યાં જ તે માલધારી નો દીકરો સામે આવી ઉભી જાય છે અને કહે છે, "'સાહેબ તમે તમારી મોટી ગાડી ક્યાં મૂકી આવ્યા?"

સાનિધ્ય, "તને કેમ ખબર કે મારી પાસે ગાડી છે?"

છોકરો,"સાહેબ યાદ નથી તે'દિ અમારા ઊંટને સાટુ તમે મારાં બાપુને ખિજાયાતા ".

સાનિધ્ય તેની સાથે પ્રેમનો દેખાવો કરી તેના ઘર સુધી પહોંચી ગયો અને તેના પિતાને કહ્યું કે મારે એક દિવસ અહીં રહેવું છે તમારી સમસ્યાઓ જાણવા નગરપાલિકા તરફથી મને મોકલ્યો છે. મેરામણભાઈ નામ જેવા જ દરિયાદીલ હતા. તેની વાતમાં આવી ગયા.મેરામણ તેને પ્રકાશભાઈના પાક્કા મકાનમાં રહેવાનું કહ્યું અને સાનિધ્ય ને પણ એ જ યોગ્ય લાગતું હતુ પણ પછી એવુ વિચારી થોભી ગયો કે નિહારિકા પ્રભાવિત થઇ જશે જો હું તેના માટે ઝૂંપડીમાં રહીશ.

મેરામણનું ઘર જોઈ સાનિધ્યની આંખો ફાટી રહી જાય છે. સુવિધાના નામ પર બસ એક નાનું જૂનું ટીવી છે. પતરાની છત,પથ્થર ની દીવાલ અને એકદમ દેશી ઘર. વાડામાં એક ઊંટ અને ઘેટાં-બકરાં સાથે જ રાખેલા છે.આવા દેશી ઘરમાં જવા કરતા તે બહાર ફળીયામાં બેસવાનું વિચારતો હતો. મેરામણ તેના બેસવા માટે એક ખાટલો અને તેના પર પાડોસી પાસેથી માંગેલા ગોદરા પાથરી વ્યવસ્થિત કરી પોતાના કામ માં મશગુલ થઇ ગયા. સાનિધ્ય ફોનની દુનિયામાં ખોવાઈ ગયો. મેરામણના પાડોશી મળી સારુ જમવાનું એક થાળીમાં લઇ આવે છે.

ભૂખ તો હતી પણ ગરીબનું ખાવાની ઈચ્છા ના થઇ. તેથી ના કહેવા સાથે પોતાના પૈસાનો રુઆબ બતાવે છે.અને પોતાનો લાવેલો નાસ્તો ખાવા લાગે છે.ગામલોકો નિરાશ થઇ ચાલ્યા જાય છે. બપોરપછીના સમયે વડીલો આવી સાનિધ્યને પોતાની સમસ્યાઓ કહે છે પણ તે ઢોંગી મ્યુઝિક ચાલુ કરી એરફોન લગાવી હકારમાં માથું હલાવે છે.

રાત થતાં મેરામણ સાનિધ્યને પ્રકાશભાઈના ઘરે જવા સમજાવે છે, " સાહેબ આ ગીર વિસ્તાર છે. આ સિંહનું ઘર છે. અને તમે મોટા માણસો. માટે આમ બહાર રહેવું સારુ નથી ".

મેરામણની વાત સાંભળી તે તેના જ ઘરની ઓસરીમાં સુવાનું કહે છે. મેરામણ પણ ત્યાં જ જમીન પર સુઈ જાય છે. તેના બાળકો ત્યાં રમતા હતા. મેરામણ બધાને અંદર જવા કહ્યું.અચાનક દીવાલ પરથી સાનિધ્યના પગમાં એક પેન પડે છે. મેરામણ માફી માંગે છે પણ સાનિધ્ય આવી સરસ પેન જોઈ પોતાના માટે માંગે છે.

પેલા તો મેરામણ ના કહેતા લાચારીથી બોલ્યો, "સાહેબ આ પેન તો મારાં બાપ દાદાની આપેલી છે. મારાં દાદાને આ મંદિરના તળાવમાંથી મળેલી હતી. અમે તો ઓછું ભણેલા માણસો એટલે વિરાસત સમજી આ દીવાલ પર રાખી મૂકી હતી. મારાં દાદા મને આ સાચવવાનું કહી ગયા હતા. તો આ કેમ આપું."

પેન લાકડાની નક્કાશી કરેલી અને મીનાકારીથી સજાવેલી હતી.આજની મોંઘી ફાઉન્ટેન પેનને ટક્કર આપે એવી સરસ પેન હતી.

સાનિધ્ય પેનના બદલામાં પૈસા આપવાની વાત કરે છે. અંતે મેરામણ હારી તે પેન સોંપી દે છે. પુરી રાત જાગી વહેલી સવારે જ સાનિધ્યએ પેન લઇ ઊંઘ ભરેલ આંખે જ ઘરે જવા માટે પહેલા જ મિલનને ગાડી સાથે બોલાવી લીધો હતો.

*****ક્રમશ:*****