સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 2 Jagruti Dalakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 2

સાનિધ્ય :પ્રેમની રાજનીતિ
ભાગ :૨
સાનિધ્ય,"હા તો લાકડા કંઈ મેં થોડા ભીંજાવ્યા છે. તારા ઊંટ ને લીધે મારો આખો દિવસ બગડશે. એકતો આ રસ્તેથી ગાડી કાઢવી જ કેવી મુશ્કેલ છે ને ઉપરથી મને ભૂખ લાગી છે."

નાનો ભૂલકો પ્રેમ થી બોલે છે,"હા તો સાહેબ તમે મારાં ઘરે ચાલો માઁ તમને પણ ખાવાનું દેશે. પછી આવીને ગાડી કાઢી લેજોને."

હાથની આંગળીનો ઈશારો કરતા સાનિધ્ય બોલ્યો,"તને ખબર છે હું કોણ છે?જીગ્નેશભાઈ પરમાર મારાં પપ્પા છે.તમે તો અભણ માણસો તારી ઝૂંપડીમાં બોલાવતા શરમાતો નથી.ચાલવા માંડ તો હું મારું જોઈ લઈશ. એય તારા આ દીકરાને અને આ પનોતીને લઈને ચાલતો થાય નહીંતર જીવતો નહિ બચ."

પેલો સંસ્કારી માણસ પોતાના દીકરાને એવુ સમજાવે છે કે ભૂખથી માણસ આવુ બોલી જાય તો મનમાં ના લેવાનો. આપનો પણ વાંક છે ને. અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે.

ઢળતી સાંજે ભૂખ્યા દોસ્તો ગાડીને નીચે લાવી એક નાના એવા ધાબા પર જમવા બેસે છે સાથે જ દારૂ ની મોજ લે છે. ધાબા પર ધમાલ કરી તેનું ઘણું નુકશાન કરે છે. પણ મોટાબાપા ની અમીર ઓલાદ સામે કોઈ કંઈ કહે તો પણ શું કહે?. બાપે જ દીકરાને પ્રોત્સાહન આપેલ હતું.
પોરબંદર શહેરને પાણી પુરવઠો પૂરું પડતી મેઈન પાઇપ લાઈન તૂટી જવાથી અઠવાડિયા સુધી તેનું સમારકામ ન કરાવનાર નગરપાલિકા પર આજે લોકોનો રોષ ભીડ સાથે ઉમટી આવ્યો છે. વિપક્ષ પણ આ સારો પ્રસંગ હોય તેમ ચાલતી ગંગામાં હાથ ખોવા આવેલ છે. પાલિકા પ્રમુખ હસમુખભાઈ કોઈ રીતે લોકોને મનાવી મામલો ઠાળે છે.

ઘરે પહોંચી કાકા ભત્રીજા આ વિશે વાત કરે છે ત્યાં જ રિમાબેન બોલ્યા,"સાંભળો છો, આજે આપણા ઘરના સ્વિમિંગપુલની સફાઈ તો થઇ ગઈ છે પણ પાણી વિના ખુશી એ જીદ્દ લીધી છે કે એ પુલપાર્ટી ક્યાં કરશે.પુલમાં મીઠુ પાણી જોઈએ એવો હુકુમ છે.તો કંઈક કરશો?."

હસમુખભાઈ મીઠાં સ્વરે બોલ્યા,"એમાં પૂછવાનું શુ હોય રાજુને ફોન કરજે એટલે પાણી આવી જશે."

"કાકી ગામ આપણું જ છે તો આવી ચિંતા ના કરવાની હોય "-સાનિધ્ય સોફા પરથી ઉભો થઇ હસતો હસતો બોલતો બોલતો ચાલ્યો ગયો.

પોરબંદરની ચોપાટી પર સાંજે એવુ માનવ મહેરમણ ઉમતે છે કે માહોલ મેળા જેવો જ જામે છે. સાનિધ્ય દોસ્તોની સાથે હવા સાથે જોકા લેતો જઈ રહ્યો છે ત્યાં જ અચાનક એક છોકરી સાથે અથડાય છે.

"એય દેખાતું નથી? જોઈને ચાલને".- એક ભીનો મીઠો છતાં બહાદુર અવાજ હતો પણ સાનિધ્ય તો તેની સુંદરતામાં મોહીને જાણે મૂર્તિ બની ગયો હતો.

આજે ચાર દિવસ થઇ ગયા પણ સાનિધ્ય જાણે કે તે છોકરીની સામે જ ઉભો હોય એમ વિચિત્ર અને બેચેન બની ગયો હતો .તેનો ખાસ માણસ મિલન તે છોકરીનો પડછાયો બની તેની કુંડળી કાઢે છે.મિલન પાર્ટી ઓફિસે આવી સાનિધ્ય સામે ઉભો રહે છે.

સાનિધ્ય ઉતાવળે કહે છે,"બીજું બધું મૂક એનું નામ શું છે? એ તો બોલ."

મિલન થોડા દબાયેલા અવાજે બોલે છે, "'નિહારિકા."

સાનિધ્ય મિલન પાસેથી તેના નંબર લઇ સીધો ફોન કરે છે. પણ નિહારિકા કોઈ કારણથી ફોન ઉપાડતી નથી.

બીજા દિવસે તે કોલેજની બહાર નિહારિકાની આવવાની રાહ જોઈ ઉભો રહે છે.દૂરથી નિહારિકાને આવતી જોઈ પોતાની ગાડી વચ્ચે લાવી તેનો રસ્તો રોકે છે. અચાનક આવેલ ગાડીથી નિહારિકા ગભરાઈ જાય છે.પણ બીજી જ ક્ષણે ગાડીમાંથી બહાર આવતા સાનિધ્યને પોતાના તરફ આવતો જોઈ તે વધારે ડરી જાય છે.

સાનિધ્ય સીધો જ નિહારિકાનો હાથ પકડી કહે છે, "નિહારિકા તું મને બહુ ગમે છે. મેં જ્યારથી તને જોઈ છે બસ તારા જ વિચારમાં છું."

આટલું સાંભળતા જ નિહારિકા પોતાનો હાથ છોડાવી સાનિધ્યનો ગાલ લાલ કરીદે એવો તમાચો લગાવે છે.

ગુસ્સા અને મારથી લાલ થયેલો સાનિધ્ય કંઈ જ બોલ્યા વિના ગાડીમાં બેસી ચાલ્યો જાય છે. ઘરે આવતા જ મિલન તેને પકડી રાખે છે અને નિહારિકા વિશે જણાવતા કહે છે કે નિહારિકા એક સ્વાભિમાન અને પ્રામાણિક પરિવારની છે. તમે બંને પૂર્વ -પશ્ચિમ જેમ છો, તદ્દન વિરુદ્ધ.

આ વાત ને એક અઠવાડિયું વીતી જાય છે. પણ સાનિધ્ય પોતાના જ વિચારોમાં રચ્યોપચ્યો છે. બસ એક જ જીદ્દ છે ગમે તે થઇ જાય પણ નિહારિકાને પ્રેમમાં ફસાવી તો છે જ. હવે તે પોતાની રાજનીતિના દાવપેંચ ની યોજના ઘડે છે.

*****ક્રમશ:****