Ek Pooonamni Raat - 38 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-38

એક પૂનમની રાત
પ્રકરણ-38
તપનભાઇ આધાતથી રજીસ્ટર જોઇ રહેલાં એમાં હમણાં થોડીવાર પહેલાં જ કરેલી ઝંખનાની નોંધ હતી જ નહીં ભૂંસાઇ ગઇ હતી અને એની જગ્યાએ કોઇ બીજા વાંચકની નોંધ લખાયેલી હતી. એમણે આધાતથી જોયુતો ઝંખના એમની સામે હસતી ઉભી હતી. એણે તપનભાઇ સામે આંખો નચાવીને પૂછ્યું શું શોધો છો તપનભાઇ ?
તપનભાઇએ તતફફ કરતાં કહ્યું કંઇ નહીં કંઇ નહીં આતો તમારી નોંધ રજીસ્ટરમાં... ત્યાંજ ઝંખનાની આંગળી એમનાં કપાળ પર આવી અને બોલી આમાં આવી ગયું ને હવે રજીસ્ટરમાં શું જરૂર છે ? પછી એમાં બે રતૂંબડા હોઠને આગળ કરી ઇશારો કરી બોલી આ છાપ છે મારી આપું ? એમ કહી ખડખડાટ હસી પડી.
તપનભાઇ એનું રૂપ જોઇને ઘાયલ થઇ ચૂક્યાં હતાં ઝંખનાએ હોઠ ખેંચી આગળ કરી મુદ્દા બતાવી તો પાણી પાણી થઇ ગયાં એમણે કહ્યું તમને અહીં પહેલીવાર જોયા અને તમારી નોંધ પણ... તમે પુસ્તક વાંચી લીધું. એટલીવારમાં ? તમારે ક્યા પુસ્તક જોઇએ ? તમારી હું મદદ કરી શકું ?
ઝંખનાએ કહ્યું હાં મારે જે વાંચવા હતા એ પુસ્તક મેં જોયાં અને ફોટા પાડી લીધા છે પણ મારે એક પુસ્તકની શોધ છે એ મળી નથી રહ્યું એ તમે શોધી આપો. આવો અંદરના હોલમાં જઇએ. તપનભાઇ કહ્યુ હાં હાં ચાલો હું પણ જાણકાર છું બધાં પુસ્તકો અને શાસ્ત્રનો એમ કહી એમણે ઝંખના સામે કંઇક વિચિત્ર આંખો કરીને બોલ્યાં.
ઝંખનાએ મીઠું હસતાં કહ્યુ મને બધી ખબર છે તમે કેટલું જાણો છો ચાલો અંદર બંન્ને અંદરનાં હોલમાં ગયાં અને ત્યાં પુસ્તકનાં રેક પાસે તપનભાઇ ઉભા રહ્યાં ત્યાં પુસ્તકોની લાઇનમાં વચ્ચે એક પુસ્તકની જગ્યા ખાલી હતી ત્યાં આંગળી કરીને ઝંખનાએ કહ્યું આ પુસ્તક ક્યાં છે ? જેની જગ્યા ખાલી છે. તપનભાઇએ કહ્યું એ એક છોકરો લઇ ગયો છે હજી પાછી જમા નથી કરાવી એતો આપી જશે રેગ્યુલર આવે છે અને હુંશિયાર અને જાણકાર છે. આમ વાતો કરતાં કરતાં તપનભાઇની આંખો ઝંખનાની કેડ પર સ્થિર થઇ ગઇ હતી એટલી પાતળી કમનીય કમર જાણે પહેલાં જોઇ જ નહોતી એમની નજર ધીરે ધીરે કેડથી નીચે સરકી રહી હતી. અને મનમાં કલ્પના કરીને ઉત્તેજીત થઇ રહેલાં. ઝંખનાનો રૂપાની ઘંટડી જેવો અવાજ નીકળ્યો એ બોલી તપનકુમાર ક્યાં ખોવાયા ? કેમ છોકરી પહેલી વાર જોઇ છે ?
તપને તરત જ રોકડો જવાબ આપતાં કહ્યું છોકરીઓ ઘણી જોઇ તારાં જેવી નથી જોઇ તું કોણ છે મને ખબર છે. પિશાચીની કેવી હોય મને ખબર છે તું કર્ણપીશાચીની વિદ્યા જાણે છે મારાં મનનાં ભાવ વાંચી ગઇ છું ને ? તને મેળવવા હું શું કરું ? તારાં જેવી ને ભોગવવી એ અહોભાગ્ય છે. શું સુંદર તને અને રૂપ છે તારું....
ઝંખનાએ એનાં નેત્રો મોટાં કર્યા આંખમાંથી જાણે અગ્નિ નીકળ્યો એણે કહ્યું એય બબુચક તારી હેસીયત નથી મને ભોગવવાની વાત દૂર રહી તું મને સ્પર્શી પણ નહીં શકે. કામથી કામની વાત કર આ પુસ્તક કોણ લઇ ગયું છે ? એનું નામ આપ.
તપન થોડો સંકોચાયો થોડીવાર શાંત રહીને બોલ્યો મારી હેસીયત નથી ? તારા જેવીને હું મારી મુઠ્ઠીમાં રાખ્યું છું આજે રાત્રે તું સામેથી મારી પાસે આવીશ જો હું શું તંત્રમંત્ર કરુ છું.
ઝંખના ખડખડાટ હસી પડી અને બોલી પહેલાં બોલતાં તો શીખ તારાં જેવા તંત્રમંત્ર વાળા ઘણાં જોયાં હજી તેં ફક્ત મને જોઇ છે મારું એક જ રૂપ જોયુ છે. હું તારી સામે અસલ પ્રગટ થઇશ તો તારો જીવ નીકળી જશે. એમ કહીને એ ત્યાંથી બહાર નીકળવા ગઇ.
તપને જોયુ પાછળથી તો ઝંખનાને પાછળથી કેડ જ ન્હોતી એ ગભરાયો આ કંઇક જુદી જ છે અને ઝંખનાએ એના ટેબલ પાસે જોઇને રજીસ્ટર ફેંદવા માંડ્યુ અને આગળનાં પાનામાં એક જગ્યાએ એની આંગળી અટકી અને એણે નામ વાંચ્યુ એ મલકાઇ અને બોલી વાહ આતો એજ છે. તપને આની આંગળી ક્યાં અટકી છે એ જોયું એ બોલ્યો એમ એમ આની પાસે નથી પુસ્તક એ તો વિદ્યાર્થી છે એની પાસે ના જતી નહીંતર તારી... પછી સ્વગત બબડી ગયો.
ઝંખનાએ હસતાં હસતાં કહ્યુ બસ હવે તું તારું કામ કર હું મારુ કરીશ બાય તપન ફરીથી મળીશું ક્યારેક અને રાત્રે બોલાવજે તારુ તંત્ર મંત્ર કામે લગાડજે હું જોઉં તો ખરી તારામાં કેટલો દમ છે.
અને ઝંખના સડસડાટ લાઇબ્રેરીની બહાર નીકળી ગઇ. તપન ક્યાંય સુધી વિચારી રહ્યો કે આવી આ અહીં આવી છે એનું ચોક્કસ કારણ છે આ ચૂડેલ રૂપ કેવું. સજાવીને આવેલી પણ એ દેવાંશને કેમ શોધે છે ? એની પાસે વિદ્યા હોય તો એ જાણી ના લે ? મારે કંઇક કરવું પડશે.
*****************
દેવાંશ સિધ્ધાર્થ અંકલને કહી રહેલો કે મારી પાસે પુરાવો છે આમ મિલીંદનો ગુન્હેગાર છટકી નહીં શકે. સિધ્ધાર્થે પૂછ્યું શું પુરાવો છે ? દેવાંશે કહ્યુ અંકલ જુઓ આ રહ્યો પુરાવો. એમ કહીને એણે એક લેડીઝ રુમાલ કાગળમાં બાંધેલો એ બતાવ્યો એમાં લોહીનાં છાંટા હતાં રૂમાલ લોહી વાળો હતો અને છેડે દીલ જેવું. એમ્બ્રોડરી કરેલું હતું...
સિધ્ધાર્થે કહ્યુ આ હાથ રૂમાલ કોનો છે ? અને એમાં લોહીનાં ડાઘ કોના છે ? અને મિલીંદ તો ઉપરથી નીચે પછડાયો પછી લોહી લુહાણ થયેલો ને ? કે પછી ઉપરથી પડ્યો એ પહેલાં ઘાયલ થયેલો ? આ શું ગરબડ છે ? પણ તને આ રૂમાલ કોણે આપ્યો તારી પાસે કેવી રીતે આવ્યો ?
દેવાંશે કહ્યું મીલીંદનાં ઘરનો નોકર રામુ એ મીલીંદ નાનો હતો ત્યારથી ત્યાં છે મને વરસોંથી એ ઓળખે હું છેલ્લે એની મંમીને દીદીને મળવા ગયો ભાઇ એણે જે મને ઇશારો કરેલો કે એ પછીથી મને મળશે એ દિવસે હું અને વ્યોમા બંન્ને જણાં ગયાં હતાં અને રામુએ મારાં સંપર્ક કરેલો. મેં એને અશોકનગર ચાર રસ્તા પર બોલાવેલો. ત્યાં એ આવેલો એણે મને આ રૂમાલ આપીને કહ્યું દેવાંશભાઇ આ હાથરૂમાલ વંદનાદીદી નાં રૂમમાંથી મને સાફસૂફી કરતાં મળેલો છે મને તો પહેલાં ખૂબ ડર લાગી ગયેલો કે આ લોહી કોનું છે ?ર પણ તમે યાદ આવ્યા એટલે તમને ફોન કરીને મેં જણાવ્યુ હતું. આમ કહી એ મને આપી ગયો છે.
અંકલ એ ઘરમાં કોઇને કોઇ ગરબડ ચોક્કસ છે આ હાથરૂમાલથી શું મેસેજ મળે છે આપણને ? આ હાથરૂમાલ વંદના દીદીનો હશે ? એમાં લોહી કોનું છે ? અને મીલીંદનાં મૃત્યુનું 5-6 દિવસપછી રામુને એમનાં રૂમમાંથી મળે છે. મને તો કોપડો વધું ગૂંચવાતો લાગે છે.
સિધ્ધાર્થે કહ્યું પહેલા તો આ રૂમાલ લેબમાં આપીને ટેસ્ટ કરાવવો પડશે. મીલીંદનાં સેમ્પલ તો છે જ લોહીનાં મેચ કરાવી લઇશું પણ મને એક વિચાર એવો આવે છે કે તું એ નોકર રામુનાં સંપર્કમાં રહે છે હું ત્યાં એ ઘર પાછળ માણસ મૂકી દઊં છું જે ઘરનાં સભ્યો અને રામુ પર નજર રાખે. એ ઘરમાંથી જ કોઇને કોઇ ક્લૂ મળી રહેશે.
દેવાંશે કહ્યુ ઓકે અંકલ... હવે અમે અમારી ઓફીસ પહોચીએ અમારે મીટીંગ છે અને સિધ્ધાર્થે બાય કરીને વ્યોમા અને દેવાંશ એમની ઓફીસ જવા નીકળ્યાં.
વ્યોમા દેવાંશ ઓફીસ પહોચ્યાં ત્યાં એમનાં મીટીંગરૂમમાં પહોચ્યાં ત્યાં કમલજીત સર, અનિકેત રાધીકા, કાર્તિક બધાં હાજર હતાં. વ્યોમા ત્યાં ચેર પર બેસવા જાય છે ત્યાં એને ચક્કર આવે છે અને ભોંય પર પડી જાય છે દેવાંશ વ્યોમાં વ્યોમા કરતો એને ટેકો આપવા જાય છે અને કાર્તિક લૂચ્ચુ હસીને દેવાંશ સામે જુએ છે.
વધુ આવતા અંકે - પ્રકરણ - 39



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED