એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૨ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૨

સલોનીને આમ નકુલને પ્રપોઝ કરતી જોઈને દેવને બહુ જ તકલીફ થઈ હતી.એનું દિલ તૂટી ગયું હતું.એને જાણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગતું હતું.પણ એની આંખો એકદમ કોરી હતી.એ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.નિત્યા દેવની આ હાલત જોઈ શકતી હતી પણ હાલ કઈ બોલાય એમ ન હતું.નિત્યાને પણ મનોમન દેવને આ હાલતમાં જોઈ બહુ જ દુઃખ થઈ રહ્યું હતું.

"તું મજાક કરે છે?"નકુલે સલોનીને પૂછ્યું.

"હું સિરિયસ છું નકુલ"સલોની સ્થિર અવાજે બોલી.

"પણ........"

"પણ શું નકુલ?"

"મને વિચારવા માટે સમય જોઈએ છે"

"આપણે છ મહિનાથી રીલેશનશીપમાં છીએ તો હજી તું નક્કી નથી કરી શકતો"

"તું જાણે છે ને કે હું મમ્મીને પૂછ્યા વગર એક ડગલું પણ નથી ભરતો"

"હા,તો પૂછી લે.તારે જેટલો સમય જોઈએ એટલો લે પણ મને અંતે તારી હા સાંભળવી છે"સલોની ઓર્ડર આપતી હોય એમ બોલી.

દેવ અને નિત્યા ચૂપચાપ આ વાત-ચીત સાંભળી રહ્યા હતા.પછી નિત્યા અચાનક બોલી,"અમારે હવે નીકળવું જોઈએ"

"અરે બેસોને યાર ઘણા સમય પછી મળ્યા છીએ"નકુલ દેવ અને નિત્યાને રોકતા બોલ્યો.

"પછી મળીશું અત્યારે અમે નીકળીએ"દેવ બોલ્યો.

"નકુલ એમને જવું હોય તો જવા દે"સલોની બોલી.

દેવને આ સાંભળી બહુ જ દુઃખ થયું.જેને ફોન કરીને ડિનર પર બોલાવ્યો હતો એણે જ જવાનું કહ્યું.દેવને બેઇજ્જતી જેવું ફીલ થયું.આગળ કોઈ એક પણ શબ્દ બોલે એ પહેલાં દેવ નિત્યાનો હાથ પકડીને હોટેલના દરવાજાની બહાર નીકળીને ગાડીમાં બેસી ગયો.નકુલ પણ જોઈ શકતો હતો કે દેવને ખોટું લાગ્યું હતું.નકુલ દેવને રોકવા પાછળ દોડ્યો પણ દેવ એટલું ઝડપથી નીકળ્યો કે નકુલ એના સુધી ના પહોંચી શક્યો.

"તારે આમ દેવ અને નિત્યાને નીકળી જવાનું કહેવાની શું જરૂર હતી"નકુલ ગુસ્સામાં બોલ્યો.

"એમને નીકળવાનું જ હતું એટલે મેં એવું કહ્યું"સલોની પોતાને બચાવતા બોલી.

"મેં તને તારા પ્રપોઝલનો જવાબ ના આપ્યો એટલે તે એમના પર મારો ગુસ્સો નીકાળ્યો"

"એવું કંઈ જ નથી"

"એવું જ છે.જ્યારે કોઈને કંઈક પૂછીએ તો એના જવાબની રાહ જોવાની અને એ જે પણ જવાબ આપે એને સ્વીકારવાની હિંમત પણ હોવી જોઈએ"

"મારામાં એ હિંમત છે.તારે જેટલો સમય જોઈએ એટલો લઈ લે,પણ........"

"પણ શું.છેલ્લે હા જ કહેવાની એમ?"

"હાસ્તો,ના કહેવા માટે તારી પાસે કોઈ રિઝન છે?"

નકુલ આગળ કઈ પણ ના બોલી શક્યો કારણ કે એ પણ સલોનીને પસંદ કરતો હતો.સલોની નકુલને હગ કરીને બોલી,"સોરી તને આજ આમ અચાનક પૂછી લીધું"

"ઇટ્સ ઓકે ડીયર"નકુલ શાંત થઈને બોલ્યો.

આ બાજુ દેવ ચૂપચાપ ગાડી ચલાવી રહ્યો હતો.ત્યાંથી નીકળ્યા પછી એને નિત્યા સાથે પણ કઈ જ વાત કરી ન હતી.નિત્યા થોડી થોડી વારમાં દેવ સામે જોતી પણ દેવના ચહેરા પર કોઈ જ પ્રકારનો ભાવ જોવા નહતો મળી રહ્યો.દેવના મનમાં ઘણા પ્રશ્નો હતા,એને બહુ બધું બોલવું હતું,રડવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ દેવ એને મનમાં જ રાખવા માંગતો હતો.નિત્યાને દેવના મનમાં શું ચાલી રહ્યું છે એ ખબર હતી પણ એ સામેથી આ વાતને ખોલવા માંગતી ન હતી.નિત્યા જાણતી હતી કે દેવ સામેથી કઈ નહી બોલે એને જ કંઈક કરવું પડશે.

રસ્તામાં આઈસ્ક્રીમ પાર્લર દેખાયું એટલે નિત્યા બોલી,"દેવ ચાલને આઈસ્ક્રીમ ખાઈને ઘરે જઈએ"

"મોડું થઈ ગયું છે.તારા મમ્મીને ટેન્શન થઈ જશે"દેવે કહ્યું.

"મેં મમ્મીને ફોન કરીને પહેલેથી જ કહી દીધું છે કે અમારે મોડું થશે"

"પછી કોઈ વાર જઈ શકીએ?"

"કેમ તારો મૂડ સારો નથી એટલે"

"એવું કંઈ જ નથી,ચાલ જઈએ"દેવે બને એટલું નોર્મલ રહેતા કહ્યું.

"ના વાંધો નઈ પછી જઈશું કોઈ વાર"નિત્યા બોલી.

"હવે તો જઈશું જ તારે ખાવો હોય તો ખાજે પણ હું તો આજ આઇસ્ક્રીમ ખાઈને જ જઈશ"દેવે જીદ કરતા કહ્યું.

(નિત્યા જાણતી હતી કે આને સીધી રીતે વાત કરીશ તો એ નહીં માને એટલે નિત્યાએ અલગ રસ્તો અપનાવ્યો.જ્યારે પણ દેવને ઘરનું ટેનશન હોય કે એના પપ્પાની યાદ આવતી હોય ત્યારે એ ઉદાસ થઈ જતો,ત્યારે નિત્યા એની સાથે જાણી જોઈને ઝગડો કરતી જેથી એનું ધ્યાન બીજે ક્યાંક લાગી જાય અને એની ઉદાસી દૂર થઈ જાય.અને એ વાત દેવ પણ જાણતો હતો કે નિત્યા આવું જાણી જોઈને કરે છે એટલે એને મનમાં ખુશી થતી અને વિચારતો કે કોઈ તો એવું છે જે મારા દરેક દુઃખમાં મારી સાથે છે.)

દેવ અને નિત્યા ગાડીમાંથી બહાર નીકળ્યા.

"હું આઈસ્ક્રીમ લઈને આવું તું અહીંયા જ ઉભી રે"દેવ બોલ્યો.

"ઓકે"નિત્યાએ કહ્યું.

દેવ આઈસ્ક્રીમ લઈને આવ્યો અને એક આઇસ્ક્રીમ નિત્યાને આપી.

"તને કેવી રીતે ખબર મને આજ આઈસ્ક્રીમ ભાવે છે"નિત્યાએ કહ્યું.

"મારી યાદાશ એટલી પણ કમજોર નથી,થોડા દિવસ પહેલા જ આપણે સાથે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા"

"ઓહ,મને લાગ્યું તને યાદ નઈ હોય"

"હમમ"દેવ બસ આટલું જ બોલ્યો.

નિત્યા દેવની સામે થોડી વાર જોઈ રહી પણ દેવ કઈ પણ બોલ્યા વગર આઇસ્ક્રીમ ખાતો હતો જાણે આઇસ્ક્રીમ ખાવાનું કોમ્પિટિશન ચાલતું હોય.દેવ હજી પણ ચૂપ જ હતો.નિત્યા વિચારતી હતી આની ચુપ્પી તોળાવવી પડશે નઈ તો અંદરને અંદર મુંજાતો રહેશે પણ આજે નિત્યાની કોઈ ટ્રીક કામ લાગી નઈ. આઈસ્ક્રીમ ખાઈને એ લોકો ઘરે જવા નીકળ્યા.દેવે ગાડી નિત્યાના ઘર આગળ ઉભી રાખી.હજી પણ દેવ કઈ જ બોલ્યો ન હતો.નિત્યા ગાડીનો દરવાનો ખોલવા જ જતી હતી પણ અચાનક એને દેવની સામે જોયું,દેવના હાથ પર હાથ મુક્યો અને એકદમ ધીમા અવાજે પૂછ્યું,"દેવ તું ઠીક છે ને?"

"નિત્યા કાલ શનિવાર છે.સવારે વહેલા યોગા ક્લાસમાં જવાનું છે તો ઘરે જઈને સુઈ જા.કાલ મળીએ"દેવે વાત બદલતા કહ્યું.

(જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં દર શનિવાર સવારે યોગા ક્લાસ રાખવામાં આવતા.જેમાં બધા જ સ્ટુડન્ટસ અને કોલેજના તમામ સ્ટાફ મેમ્બર્સને ફરજીયાત હાજર રહેવાનું હોય.)

"તારે અત્યારે ના કહેવું હોય તો હું તને ફોર્સ નહીં કરું.પણ તને કઈ પણ વાત કરવી હોય તો તારી આ બેસ્ટી હંમેશા તારી સાથે છે.ચાહે કોઈ પણ સમય હોય તું મને કોલ કે મેસેજ કરી શકે છે"આટલું કહીને નિત્યા ગાડીનો દરવાનો ખોલી બહાર નીકળી એના ઘરે જતી રહી.નિત્યાના ગયા પછી દેવ થોડી વાર ત્યાં જ ઉભો રહ્યો અને હોટેલમાં બનેલ ઘટનાને યાદ કરવા લાગ્યો.ફટાફટ એને એના વિચાર બદલી નાખ્યા અને આંખોને જોરથી બંધ કરી જેથી એની આંખમાં હમણાં સુધી રોકાયેલા આંસુ બહાર આવી ગયા.નિત્યા એના રૂમની બારીમાંથી આ બધું જોઈ રહી હતી અને એના બેસ્ટ ફ્રેન્ડને આમ તકલીફમાં જોઈને એ પણ દુઃખી થઈ ગઈ.એની આંખોમાં પણ આંસુ આવી ગયા.

બીજા દિવસે સવારે નિત્યા દેવના પહેલા જ કોલેજ પહોંચી ગઈ હતી.એ દેવની રાહ જોતી હતી પણ દેવ હજી સુધી આવ્યો ન હતો.નિત્યા દેવની રાહ જોઇને યોગાના ગ્રાઉન્ડ પર પહોંચી.ત્યાં જઈને એને જોયું તો દેવ અને બીજા સ્ટાફના પ્રોફેસર સ્ટુડન્ટસ સાથે ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા હતા.રોજની જેમ જ એ એની મસ્તીમાં હોય એમ લાગતું હતું.કાલ થયેલી વાતની જરા પણ અસર ના થઈ હોય એવું દેવના ચહેરો જોઈને લાગતું હતું.ત્યાં ગ્રાઉન્ડમાં અમુક ગર્લ્સ પણ અલગથી ફૂટબોલ રમી રહી હતી.એમાંથી એક નિત્યા પાસે આવી અને બોલી,"ગુડ મોર્નિંગ મેમ"

"ગુડ મોર્નિંગ"નિત્યાએ પણ સામે કહ્યું.

"ચાલોને મેમ ફૂટબોલ રમવા"

"ના હવે યોગા ક્લાસનો ટાઈમ થઈ જ ગયો છે.તમે રમો"

"હજી ૨૦મિનિટની વાર છે મેમ ત્યાં સુધી એક ગેમ રમાઈ જશે"

"ઓકે"છેવટે નિત્યાએ હા પાડી અને એ પણ ગર્લ્સ બધી ફૂટબોલ રમવા લાગી.થોડી વારમાં યોગા ક્લાસનો ટાઈમ થતા કોચ સરે વિસલ વગાડીને બધાને પોતાની તરફ આવવા કહ્યું.બધા જ પોતપોતાની રીતે લાઈનમાં ગોઠવાઈ ગયા.નિત્યા યોગા કરતી કરતી દેવને શોધતી હતી પણ દેવ છેલ્લી લાઈનમાં ઉભો હોવાથી નિત્યા એને જોઈ શકતી ન હતી.યોગા ક્લાસ પૂરું થતા બધા પોતપોતાના કામે લાગ્યા પણ નિત્યા હજી દેવને શોધી રહી હતી.દેવ ક્યાંય દેખાયો નહીં એટલે નિત્યા ઘરે જઈને તૈયાર થઈ કોલેજના સમયે પાછી કોલેજ આવી.કોલેજ આવતા જ એ દેવના કેબિનમાં ગઈ પણ દેવ લેક્ચરમાં ગયો હતો.પછી નિત્યા એના લેકચર્સ લેવા જતી રહી.આજ નિત્યાના સળંગ ત્રણ લેકચર્સ હતા.લેકચર્સ પતાવીને નિત્યા ફરી દેવના કેબિનમાં ગઈ.ત્યાં પણ એ ના દેખાયો.નિત્યાએ મોહનકાકાને પૂછ્યું તો એમણે કહ્યું દેવ સર તો એમના બે લેકચર્સ કમ્પ્લીટ કરીને ઘરે જવા નીકળી ગયા હતા.નિત્યાએ દેવને કોલ કર્યો પણ દેવે કોલ ના ઉપાડ્યો.કોલેજમાં બધું કામ પતાવી નિત્યા ઘરે ગઈ.ઘરના ગેટમાં એનું એક્ટિવા લઈને પેસવા જ હતી એટલામાં કામિનીબેન બોલ્યા,"એક્ટિવા બહાર જ રાખ,બજારમાં જવું છે"

"કેમ?"નિત્યાએ પૂછ્યું.

"શાકભાજી લેવાનું છે"

"યાર મમ્મી,પપ્પા સાથે જઈ આવ ને"નિત્યા ચિડાઈને બોલી.

"ચાલને હવે અહીંયા જ જવાનું છે ને આટલા બધા નખરા ના કર"

"સારું ચલ"

નિત્યા અને કામિનીબેન શાકભાજી લેવા ગયા ત્યાં એમને જશોદાબેન(દેવની મમ્મી) મળી ગયા હતા.

"જય શ્રી ક્રિષ્ના કામિનીબેન"જશોદાબેન બોલ્યા.

"જય શ્રી ક્રિષ્ના મોટીબેન"કામિનીબેન હંમેશા દેવની મમ્મીને મોટી બેન કહીને બિલાવતા.

"કેમ છો?"

"બસ જોવો ને મોટી બેન આ શાકભાજી લેવા આવ્યા છીએ"

"બરાબર"

આ બંને વાત કરતા હતા એટલામાં ત્યાં નિત્યા આવી.

"નિત્યા તું તો પેલા ફંકશનના કામથી આવી એ આવી પછી આવી જ નહીં ઘરે.તને તારા આંટીની યાદ નથી આવતી?"જશોદાબેને માસૂમ બનીને પૂછ્યું.

"આવે છે ને.બહુ જ આવે છે"નિત્યાએ જવાબ આપતા કહ્યું.

(નિત્યા અને જશોદાબેનનો સંબંધ કઈક અલગ જ હતો.એ બંને એકબીજાને બહુ જ પસંદ કરતાં.જશોદાબેન એમના મનની વાત જેટલી દેવ અને એમની દીકરી સ્મિતા સાથે નઈ કરતા એટલી નિત્યા સાથે કરતા.)

"તો આવતી કેમ નથી"

"આંટી કોલેજથી જ ૬:૦૦ વાગે ઘરે પહોંચું.થાકી જવાય છે"
"સારું કાલે રવિવારની રજા છે તો કાલે આવજે"જશોદાબેને નિત્યાને એમના ઘરે બોલાવી.

નિત્યાએ વિચાર્યું દેવ સાથે વાત કરવાનો આ સારો મોકો છે એટલે એને હા કહી.

"નિત્યા જ કેમ,સાથે તમે અને જીતુભાઇ પણ આવજો.આમ પણ ઘણા ટાઇમથી તમે આવ્યા નથી જમવા માટે અમારા ઘરે"જશોદાબેન કામિનીબેનને કહ્યું.

"ના ના મોટી બેન.નિત્યા આવશે અમે પછી કોઈ વાર આવીશું"કામિનીબેનને ના પાડતા કહ્યું.

"ભલે તમને જેમ ઠીક લાગે એમ.ચાલો હું નીકળું"કહીને જશોદાબેન ત્યાંથી નીકળી ગયા.
નિત્યાની મમ્મી શાકભાજી લઈને આવી અને નિત્યાને કહ્યું,"નિત્યા નાસ્તો પણ પતી ગયો છે ઘરમાં ચાલ લેતા જઈએ.

"મમ્મી તે ખાલી શાકભાજીનું જ કહ્યું હતું"

"હા પણ રસ્તામાં જ દુકાન આવે છે"

નિત્યા અને કામિનીબેન નાસ્તો લઈને ઘરે ગયા.

શું દેવને ખરેખર પેલી વાતની કઈ જ અસર નઈ થઈ હોય?


રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal

Sheetal 2 અઠવાડિયા પહેલા

Indu Talati

Indu Talati 1 માસ પહેલા

xxx

xxx 3 માસ પહેલા

Rajeshpatel

Rajeshpatel 10 માસ પહેલા

Priyanka Patel

Priyanka Patel માતૃભારતી ચકાસાયેલ 10 માસ પહેલા