જજ્બાત નો જુગાર - 26 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 26

કલ્પનાના શ્વસુરગૃહેથી ફોન આવતાં કલ્પના ઉતાવળા ઉભી થતાં તો થઈ પણ પછી બેસી ન શકાય કે ન સુઈ શકાય અડધી રાતે બધાને જગાડવા કલ્પનાને હીતાવહ ન લાગ્યું. દાદીમાને પણ બૂમ ન પાડી શકી ત્યાં ને ત્યાં અટકી ગઈ.

હવે આગળ....

કલ્પના કરમી વેદનાથી કસણતી માંડ માંડ દાદીના પલંગ સુધી પહોંચી. દાદીને જગાડી પરંતુ દાદીની ઉંમર થઈ ગઈ હોવાથી દાદીને કંઈ સજયુ નહીં. છઠ્ઠીની છેલ્લી ઘડીએ મન મસ્તિષ્કમાં યાદ આવ્યું હોય તેમ પ્રકાશભાઈને ગળગળા અવાજે બૂમ પાડી.
કલ્પનાની હાલત યંત્રવત રોબટ સમાન અશ્વેત થઇ પલંગની બાજુમાં સીધો સપાટ દેહ પડ્યો હતો. અનંત ઉચાટ અને અશાંત મનોદશા થી પ્રકાશભાઈ હયૈ હરમત રાખી સીધો હોસ્પિટલ ફોન જોડ્યો. ડૉક્ટરને અર્જન્ટ બોલાવી રાખો અમે આવ્યે છીએ. કલ્પનાને તાત્કાલિક ગાડીમાં સુવડાવી હોસ્પિટલ જવા રવાના થયા. હોસ્પિટલ પહોંચતાં કલ્પનાને સ્ટ્રેચરમાં નાખી લેબર રૂમમાં દાખલ કરી. એટલી વારમાં ડૉક્ટરે પણ તૈયારી કરી લીધી હતી. પીડા થી કણસવાની જગ્યાએ કલ્પનાનો નિ:સ્તેજ દેહ પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ પ્રકાશભાઈનુ મન ચિત્ર વિચિત્ર વિચાર કરતું વંટોળે ચડ્યું હતું
કલ્પનાની હાલત ખૂબ ગંભીર હતી. ડૉક્ટર પોતાની રીતે જહેમત કરી રહ્યા હતા. પણ કલ્પનાની હાલતમાં સુધારો દેખાતો ન હતો. અશ્વેત થઇ ગયેલા દેહને નિષ્ણાતો અતુટ પ્રયત્ન કરી હોંશમાં લાવવા મથામણ કરી રહ્યા હતા.
મૂઢાવસ્થામા પડેલા દેહમાં અચાનક વીજ ઉત્પન્ન થયો હોય તેમ કાંપતી કંપરી અવસ્થામાં નિ:સ્તેજ દેહમાં વિજ ચમકારો થયો. અશ્વેત દેહમાં ચેતના પ્રગટી ગગનમાં વિહરવા થનગનાટ કરવા આતુર આભાસી સપ્તરંગી સપનાં જોવાં અભરખાના ઓરતે અણીની છેલ્લી ઘડીએ કલ્પના કણસી ખરી.
અણધાર્યા ઘમાસાણ યુધ્ધ પછી હાશકારા સાથે નિષ્ણાતોને હૈયે ટાઢક વળી. પરંતુ વિધીની વક્રતાનો હજુ અંત આવ્યો ન હતો. વિરાજના વરસદારને હજુ અગ્નિ પરીક્ષા માંથી બહાર નીકળી કંટક પંથ કાપવાનો બાકી હોય તેમ નિષ્ણાતોની પણ કસોટી લેવાઈ રહી હતી. કલ્પના પ્રસવની પીડાથી થાકીને લોથપોથ શિથિલ થઈ ગયેલ કાયા અશાંત પડી હતી.
અતિ આધુનિક મશીનરી દ્વારા ટ્રીટમેન્ટથી નિષ્ણાતોએ જણાવ્યું કે નાળમાં ગાંઠ વાળી ગઈ હોવાથી ફક્ત એક જ જીવ બચાવી શકાશે.
પ્રકાશભાઈની પૈસેટકે ધનિષ્ઠા,પ્રતિષ્ઠિતા નામના ધરાવતા હોય તો કોઈ વાતે ઉણપ આવે એવા અણસાર ન હતા. પરંતુ અતુટ શ્રધ્ધાના તાંતણા આવા સમયે તુટી જતાં આસ્થાની ઘડીઓ ઓછી થઈ પડે. વિલિનતાના વાદળો ઘેરાયા છે.
'બે માંથી જે જીવ બચાવી શકો તે બચાવો' પ્રકાશભાઈ બોલ્યા
નિષ્ણાતોના મત મુજબ ન તો નોર્મલ ડિલિવરી શકય હતી ન તો સિઝેરિયન. આ ગડમથલમાં માછલી જેમ પાણી વગર તરફડીયા મારે તેમ કલ્પનાનુ અશાંત દેહ છુટકારો પામવા વલખાં મારી રહ્યો હતો. શારિરીક શ્રમતાની મથામણમાં કલ્પનાનું શરીર પરસેવે રેબઝેબ હતું.
જેમ લીલા છોડનું નિકંદન નીકળી જાય એમ કલ્પનાની કફોડી હાલતમાં નિષ્ણાતોની અતી જહેમતથી કલ્પનાએ લક્ષ્મી રૂપે દિકરીનુ અવતરણ મહામહેનતે થયું.
મંગળ ઘડીની ધન્યતાથી કલ્પનાની મુગ્ધાવસ્થા, ઉત્કંઠા ઉત્સાહનું કારણ બની ગયું. અંધકારના વાદળો ઉષ્માના ઉજાસમાં ફેરવાઈ ગયા.
કલ્પનાને લક્ષ્મી રૂપે દિકરીનુ અવતરણ બરફ ઓગળે તેમ વેદના ઓગાળી ગઈ. દિકરીને હાથમાં લેતાં શરીરમાં નવી ઉર્જાનું સંસાર થયો.
આમતો બધા દેખાડો જ કરતા હોય છે. ખુશીનો ખજાનો આવ્યો પરંતુ દિકરી આવતા બધાના ચહેરા પર સ્પષ્ટ વર્તાય રહ્યું હતું કે દિકરીનું આગમન દિકરા જેવી ખુશી કોઈના ચહેરા પર ન હતી.
કલ્પના માટે તો દિકરી જ દિકરા સમાન હતી. હાથમાં લેતાં વ્હાલનાં વરસાદથી નવડાવી દીધી. થોડી ક્ષણો પહેલાંના કમકમાટી ભર્યા દ્રશ્ય પળભરમાં પ્રેમના સાગરમાં ફેરવાઈ ગયા.
આટલી જહેમતથી નોર્મલ ડિલિવરી પછી કલ્પનાને પાંચ દિવસના હોસ્પિટલ માં જ કઢવા પડ્યા જમવાના ઠેકાણાં નહીં ન તો ટાઈમે ટીફીન આવે ન ટાઈમે જમાય. વિધિની વક્રતા એ હોસ્પિટલમાં બિસ્કીટ ખાઈને ગુજારતી કલ્પનાને રેખાબેનની હરહંમેશ યાદ આવી જ જાય.
કલ્પનાની દિકરીનું નામ કલ્પનાએ અંતરા રાખ્યું.

સમયની સાથે ઘડીઓ ગણાઇ તે પહેલાં તો હાથ માંથી સરી જતી હોય છે.
આશરે અંતરા બે માસની થઈ હશે ત્યાં જ વૈશાલીએ પણ દિકરીને જન્મ આપ્યો. પણ કાળ પોતાનું કામ કરી રહ્યો હતો. જગતના તાતને મંજુર ન હતું કે કુમળો છોડ મોટો થઇ વૃક્ષ બને. જન્મતા વેંત કુમળું ફૂલ મુરઝાઈ ગયુ ને કમકમતો કાળ ભરખી ગયો.
આશરે અંતરા છ માસની થઈ હશે ત્યાં સુધી કલ્પના પોતાના પપ્પાના ઘરે રહ્યા પછી પોતાનું ઘર એટલે કે વિરાજના ઘરે જવાનો વખત આવી ગયો હતો. હંમેશા માતૃપ્રેમ માટે વલખાં મારતી કલ્પના આજે માઁ બનીને મમતા વરસાતી પોતાની પુત્રી માટે સહિયર બની અનેક ઘડીઓને માણવાની બાકી હતી.
વિરાજે ભાડાંનુ મકાન શોધી રાખ્યું હતું. કલ્પનાની ફરી એકવાર બાપના ઘરે થી વસમી વિદાયનો દિવસ આવી ગયો હતો.
આખરે એ મંગળમય દિવસ આવી ગયો. કલ્પનાની વિદાયથી ફરી પ્રકાશભાઈનું ઘર સુમસાન રસ્તો જેવું લાગવાની શક્યતા વધતી દેખાઈ રહી હતી ત્યાં સમાચાર આવ્યા કે આરતી શ્વસુરગૃહ છોડીને અહીં આવવાની છે વ્યથિત વ્યર્ગ અને વરવી વાસ્તવિકતા સ્વીકાર કરવા સીવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.
પ્રકાશભાઈ વિચારનાં વમળમાં ઘુસવાઈ ગયાં કે આરતી શા માટે એમનાં સસરાનું ઘર છોડીને અહીં આવતી હશે અનેક આંટી ઘૂંટી મનોમંથન બાદ કોઈએ સાથે સમાચાર સાંભળ્યા કે આરતી આવવાની છે પણ શ્વસુરગૃહ છોડીને નહીં પરંતુ......


ક્રમશઃ

આરતી શા માટે શ્વસુરગૃહ છોડીને પ્રકાશભાઈનાં ઘરે આવતી હશે...?

શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે,આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.

આપનો કિમતી સમય કાઢીને મારી આ વાર્તાને પ્રતિભાવ આપો છો તે બદલ હું આપને દિલથી આભાર વ્યક્ત કરું છું 🙏🙏🙏🙏🙏🙏