Revansh books and stories free download online pdf in Gujarati

રિવાંશ

રિવાંશ

“રીવા,જલ્દી કર.તારે સ્કુલે પહોંચવામાં મોડું થઇ જશે.”કુંજલે રૂમમાં આવીને કહ્યું.

“હા ભાભી,બસ એક જ મિનિટ.”રિવાએ ઘડિયાળ પહેરતાં કહ્યું.

કુંજલ એ રીવાનાં મોટાં ભાઇ રેહાનની પત્ની હતી.પણ રીવા અને કુંજલ હંમેશા બે સહેલીઓની જેમ જ રહેતી.

“મારી વ્હાલી નણંદ, હવે ટાઈમે તૈયાર થતાં શીખી જા.”કુંજલે સોફા પર બેસતાં કહ્યું.

“કેમ?”રિવાએ પૂછ્યું.

“રીવા, તારું બારમું ધોરણ પુરું થાય એટલે મારાં ભાઇ શોર્ય જોડે તારાં લગ્ન નક્કી થઇ જશે.અને તને તો ખબર છે કે મારાં ઘરમાં બધાં સમયનું કેટલી સખ્તાઈથી પાલન કરે છે.”કુંજલે કહ્યું.

“હું અત્યારથી કોઈની સાથે લગ્ન નહીં કરું.”રીવાએ મોં ફુલવીને કહ્યું.

“રીવા, તારે અત્યારે માત્ર સગાઇ જ કરવાની છે. કારણકે સગાઇ થઇ ગયાં પછી શોર્ય ત્રણ વર્ષ માટે બહાર ભણવા જવાનો છે. એટલે એ આવશે પછી તમારાં લગ્ન થશે. ત્યાં સુધીમાં તો તારું ભણવાનું પણ પુરું થઇ જશે.”

“એ બધું પછી જોવાઇ જશે. એમ પણ મારું બારમું ધોરણ પુરું થવાને હજુ છ મહિનાની વાર છે.”

રીવા ઘરની બહાર નીકળી. તેનાં ડ્રાઈવર અંશે કારનો દરવાજો ખોલ્યો.અંશ કાર ચલાવતો હતો. રેડીઓમાં સોંગ વાગી રહ્યું હતું,

“ઓ રે પિયા મેરા તરસે જિયા, કયું તું ના આયે રે..
નૈના તરસે, પલ પલ બરસે, તુજે બુલાયે રે…
ઓ રે પિયા…”

આ સોંગ સાંભળી રીવાએ અંશના માથાં પર ટપલી મારી અને કહ્યું, “અંશ,તારી પીયા આઇ મીન રીવા તો પાછળ જ બેઠી છે તો પછી તારું જિયા કોનાં માટે તરસે છે?”

“રીવા, આ સોંગ હું થોડીને ગાઉ છું, રેડીઓમાં વાગે છે.”અંશે મિરરમાં જોઇને કહ્યું.

“ઉફ, આ તારો અને આપણાં ચોકીદારનો રેડીઓ તો ક્યારેય બંધ જ ન હોય.”

“રીવા, તું આ રીતે કારમાં મને ટપલી ન માર્યાં કર. આપડે કેમ્પસમાં પહોંચવા આવ્યાં છીએ,જો કોઇ જોઇ જશે તો?”

“અંશ,તું તો બહુ જ બીકણ છો.”રીવાએ અંશને ચીડવતાં કહ્યું.

“જેવો છું એવો તારે સ્વીકારવો જ રહ્યો.”અંશે હસતાં હસતાં કહ્યું.

બંનેની મીઠી રોકજોકમાં કેમ્પસ ક્યારે આવી ગયું એ ખબર જ ન પડી. કાર પાર્ક કરી રીવા સ્કુલ તરફ ગઈ અને અંશ તે જ કેમ્પસમાં કોલેજ તરફ .

રીવાના પિતા ગુલાબસિંહ સુખપુરમાં મોટાં જમીનદાર હતાં અને અંશના પિતા ત્રિલોચન ગુલાબસિંહનાં ડ્રાઇવર હતાં. અંશનું બારમું ધોરણ પુરું થયાં બાદ તેણે ગુલાબસિંહની કોલેજમાં જ એડમિશન મળી ગયું. ગુલાબસિંહે તો અંશની ફિઝ લેવાની ના પાડી દીધી પણ અંશ જાણતો હતો કે પોતાનાં સ્વાભિમાની પિતાને આ વાત પસંદ નહીં આવે. તેથી તેણે ફિઝનાં બદલામાં રીવાનાં ડ્રાઇવર તરીકે નોકરી ચાલું કરી. રીવાની સ્કુલનો સમય પાંચ વાગ્યાં સુધીનો હતો જ્યારે અંશ બે વાગ્યે જ ફ્રી થઇ જતો. એટલે બાકીનો સમય બેસી રહેવાને બદલે તેની જ કોલેજમાં લાઇબ્રેરીમાં જોબ કરતો અને બધી બુક વ્યવસ્થિત ગોઠવી દેતો.

સમય વહેતો રહ્યોં.બંનેના મનમાં એકબીજા પ્રત્યે લાગણી જન્મી ચુકી હતી પણ બંને પહેલ કરવાથી ડરતાં હતાં.અંશને એ વાતનો ડર હતો કે જો પોતે પોતાનાં મનની વાત રીવાને જણાવશે અને એને ખોટું લાગી જશે તો?અને એથી પણ વધારે ભય એ વાતનો હતો કે જો રીવા આ બધું તેનાં પપ્પાને જણાવી દેશે તો?એટલે આ ડરથી અંશ કહી કઇ ન શકતો. કદાચ રીવા પણ આ વાત સમજી ચુકી હતી તેથી એક દિવસ તેણે જ પોતાનાં મનની વાત અંશ સામે રાખી દીધી. ત્યારથી રીવા અને અંશ “રિવાંશ” બની ગયા.

સ્કુલ પુરી થયા બાદ અંશ અને રીવા ઘર જઇ રહ્યાં હતાં. અંશે રીઅર વ્યુ મિરરમાંથી રીવા સામે જોયું. હંમેશા બોલતી રહેતી રીવા આજે શાંત બેઠી હતી.

“શું થયું રીવા?આજે તું કેમ ઉદાસ લાગે છે?”અંશે પુછ્યું.

“અંશ, ભાભી કહેતાં હતાં કે મારું બારમું પુરું થાય એટલે મારી અને શોર્યની સગાઇ કરી દેવામાં આવશે.”

"તું ચિંતા ન કર અને એમ પણ તારું બારમું પૂરું થવાને હજુ છ મહિનાની વાર છે.ત્યાં સુધીમાં તો આપણે કોઇક ઉપાય શોધી લઇશું.”અંશે રીવાને સાંત્વના આપતાં કહ્યું.

રિવાએ અંશની સીટ પાછળ પોતાનું માથું રાખી અંશના ખભા ફરતે પોતાના હાથ વિટાળ્યાં અને સુઇ ગઇ.અંશે રેડીઓનું વોલ્યુમ ધીમું કરી રીવાનાં માથાં પર હાથ ફેરવ્યો અને બોલ્યો, “ બધું ઠીક થઇ જશે.”

સાંજે રીવા પોતાની બાલ્કનીમાં ઉભી હતી. તેનું ધ્યાન ગાર્ડનમાં બેઠેલ અંશ ઉપર પડ્યું. બંનેએ એકબીજા સામે જોયું. રેડીઓમાં ગીત વાગી રહ્યું હતું,

“રીત યે કૈસી કોન બનાએ,સાવન બીતા પીઆ ન આયે..
નૈના જાગે સારી રૈન,ઉડ ગયી નીંદિયા ખોયા ચૈન…
નૈના જાગે સારી રૈન,ઉડ ગયી નીંદિયા ખોયા ચૈન…
ઓ રે પિયા…તરસે જીયા…”

આ શબ્દો સાંભળી બંનેની આંખો ભીની થઈ ગઈ.

બીજા દિવસે સવારે કુસુમબેન અને શોર્ય રીવાનાં ઘરે આવ્યાં.

“ગુલાબસિંહ,જો તમને કંઇ વાંધો ન હોય તો અમે રીવાને અમારી જમીન દેખાડવા લઇ જાય?”કુસુમબેને પુછ્યું.

“હા, પણ સાથે બોડીગાર્ડસને લેતાં જાવ.”ગુલાબસિંહે હુકમ દેતાં કહ્યું.

“અરે, ગુલાબસિંહ અમારાં બોડીગાર્ડસ ભેગા જ છે અને એમ પણ મારો છોરો શોર્ય છે ને?શું એ કોઇ રક્ષકથી કમ છે?”કુસુમબેને પોરસાતા કહ્યું.

“કુસુમ, અહીં વાત તારાં છોરાની બહાદુરીની નથી પણ તમારાં બધાંની સુરક્ષાની છે. તને તો ખબર જ છે ને કે પ્રભાતસિંહ સાથેની આપણી દુશ્મની દિન-પ્રતિદિન વધતી જ જાય છે અને તમારી જમીન પણ એની જમીનોની નજીક છે. એટલે વધું માણસો હશે તો સારું રહેશે.”

“શોર્ય, તું અને કુસુમ રીવા અને કુંજલ તૈયાર થઈને આવે ત્યાં સુધી અંદર બેસો અને અંશ,તું અહીં આવ.”ગુલાબસિંહે કહ્યું.

કુસુમ અને શોર્ય અંદર ગયાં એટલે અંશ ત્યાં આવ્યો.

ગુલાબસિંહે અંશના ખભા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, “
તારે રીવા અને કુંજલને લઇને શોર્યની જમીનો જોવાં જવાનું છે. ફટાફટ ગાડી તૈયાર કર અને હા,પ્રભાતસિંહનાં માણસો એ બાજુ જ હશે.હું તારા ભરોસે બધાને મોકલું છું. મારી બંને છોરિયોનું ધ્યાન રાખજે .”

“તમે ચિંતા ન કરો. મને ભલે કંઇ પણ થઇ જાય પણ હું રીવા અને કુંજલભાભીને તમારાં પાસે સુરક્ષિત પહોંચાડી જ દઇશ.”અંશે આત્મવિશ્વાસથી કહ્યું.

અંશ કાર ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં શોર્ય અને પાછળ રીવા, કુંજલ અને કુસુમબેન બેઠાં હતાં.તેઓની આગળ અને પાછળ બોડીગાર્ડસની એક-એક કાર હતી.
તેઓ જમીનની નજીક પહોંચવા જ આવ્યાં હતાં કે અચાનક તેમની આગળ અને પાછળની બંને ગાડીમાં એક જોરદાર ધમકો થયો અને બંને કાર બ્લાસ્ટના લીધે દુર ફંગોળાઈ ગયી. અચાનક થયેલાં ધમકાથી અંશે બ્રેક મારી.બધા હજુ કંઇ સમજે એ પહેલાં તો એક ગોળી અંશનો હાથમાં ઘુસી ગઇ.

“અંશ…”રીવા ચિલ્લાઈ ઉઠી.

ગોલી લાગવાના લીધે અંશના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. છતાં પણ તે દરવાજો ખોલી બહાર નીકળવા ગયો.

“અંશ,તું પાગલ થઇ ગયો છે?તારાં હાથમાં ગોળી વાગી છે છતાં પણ તારે ગાડીમાંથી ઉતરવું છે?”રિવાએ તેને અટકાવતા કહ્યું.

“રીવા, મેં તારાં પપ્પાને તમારી સુરક્ષા કરવાનું વચન આપેલું છે.”એટલું કહી કારનાં બોક્સમાંથી ગન કાઢી અંશ સાવચેતીથી બહાર નીકળ્યો.એણે ફટાફટ ઝાડની બાજુમાં નિશાન તાકી ગોલી ચલાવી. એક માણસ ગોળી વાગવાથી ચિલ્લાઈને નીચે પડી ગયો. ત્યાં જ તેનું ધ્યાન સામેથી આવતી પ્રભાતસિંહ અને તેનાં માણસોની જીપ ઉપર પડ્યું.

અત્યારે રીવા અને બીજા બધા તેની સાથે હતાં તેથી તે ફટાફટ ગાડીમાં બેસી ગયો અને કાર ઘરની દિશા તરફ વાળી. તેઓ હજુ થોડેક જ દુર પહોંચ્યા હશે કે સામેથી બે જીપ પુર ઝડપે આવતી દેખાઇ. અંશને સમજતાં વાર ન લાગી કે એ જીપો પણ પ્રભાતસિંહનાં માણસોની જ છે.
પાછળ પણ તેઓની જીપ હતી તેથી પાછું વળવું શક્ય ન હતું. તેથી અંશે ગનથી સામે આવતી બંને જીપના ટાયર ઉપર ગોળી ચલાવી. જીપની સ્પીડ એટલી બધી વધારે હતી કે ટાયર ફાટવાથી સીધી હવામાં ઉછળી અને ત્યાં જ પલ્ટી મારી ગઈ.તેથી અંશને બ્રેક મારવી પડી.

પ્રભાતસિંહે અંશની કાર ઉપર ફાયરિંગ ચાલુ કર્યું.

“રીવા, તમે બધાં નીચે ઝુકી જાવ અને શોર્ય તમે મારી મદદ કરો.”અંશે શોર્યને ગન આપતાં કહ્યું.

“તું પાગલ છે?મને ગન ચલાવતાં નથી આવડતું. અને અમારી સુરક્ષાનું કામ તારું છે,તો તું જ કર.”શોર્યએ નીચે ઝુકતા કહ્યું.”

રીવાએ તીરસ્કારથી શોર્ય સામે જોયું અને અંશના હાથમાંથી બીજી ગન લઇ પ્રભાતસિંહની ગાડી તરફ ફાયર કર્યું.

સામસામે થોડાં સમય સુધી ફાયરિંગ ચાલતું રહ્યું. પ્રભાતસિંહની ગાડીમાં હવે ફક્ત તે અને તેનો મોટો દીકરો ભાસ્કર જ બચ્યાં હતાં.

ભાસ્કરે અંશ ઉપર એક ગોળી ચલાવી જે સીધી અંશની છાતીમાં વાગી.ગોળી વાગવાથી અંશના હાથમાંથી ગન પડી ગઈ અને તેનાં આંખે અંધારા આવી ગયાં. એ તકનો લાભ લઇ પ્રભાતસિંહ અને ભાસ્કર કારની બહાર નીકળ્યા. રીવા તેઓની ઉપર ગોળી ચલાવવા ગઇ પણ ત્યાં સુધીમાં તો ભાસ્કર તેની પાસે આવી ગયો હતો. તેને રિવાનાં હાથમાંથી ગન ઝૂંટવી લીધી અને કારનો દરવાજો ખોલી રીવાને બહાર ખેંચી.

“એ….. છોડ એને.”અંશ ચિલ્લાયો. પણ ત્યાં તો પ્રભાતસિંહ તેને પણ કોલર પકડીને બહાર ઉતાર્યો અને અંશને જ્યાં ગોલી વાગી હતી ત્યાં જોશથી મુકો માર્યો.અંશ નીચે ફસડાઇ પડ્યો. પ્રભતસિંહે પાછળ બેઠેલી કુંજલને પણ બહાર ખેંચી.

“છોડી દે કુંજલને.”આગળ બેઠેલો શોર્ય બીતા બીતા બોલ્યો. પ્રભાતસિંહે કુંજલને ભાસ્કરને સોંપી અને શોર્યના ગાલ ઉપર એક તમાચો માર્યો અને કહ્યું, “તારું તો ફક્ત નામ જ શોર્ય છે બાકી છો તો તું એકદમ ડરપોક. જા, તારાં ભાવિ સસરાને કહી દેજે કે એ જ્યાં સુધી તેની જમીનો મારાં નામે નહીં કરે ત્યાં સુધી તેની છોરી અને વહું મારાં કબજામાં રહેશે.”

પ્રભતસિંહ પોતાનું વાક્ય પૂરું કરીને પાછળ ફરવા ગયો પણ ત્યાં તો નીચે ફસડાયેલાં અંશે તેનાં માથામાં પોતાનાં હાથ વડે મારી દીધું.અંશ કરાટેમાં એકપર્ટ હતો તેથી તેનાં માત્ર એક જ વારથી પ્રભતસિંહ બેહોશ થઇ ગયો. સામે ઉભેલા ભાસ્કરે રીવાનાં માથાં ઉપર બંદુક રાખીને કહ્યું, “અંશ એક ડગલું પણ આગળ વધ્યો તો આ બધી ગોળી રીવાનાં માથામાં ઉતારી દઇશ.”

“નહીં, રીવા અને ભાભીને છોડી દે.”અંશે કહ્યું અને બે ડગલાં પાછળ હટયો.

ભાસ્કરે ગન રીવાનાં માથાથી સહેજ દુર લીધી કે તરત જ અંશે ભાસ્કરનાં હાથ ઉપર લાત મારી.તેથી ભાસ્કરનાં હાથમાંથી ગન નીચે પડી ગઇ. તે તકનો લાભ લઇ અંશે ભાસ્કરનાં ગાલ ઉપર બે તમાચા મારી દીધાં. તેથી ભાસ્કર નીચે ફસડાઇ પડ્યો.

સામેથી ગુલાબસિંહ અને રીવાનાં મોટા ભાઈ રેહાનને આવતાં જોઇ શોર્ય ફટાફટ કારની બહાર ઉતરી ગયો અને ભાસ્કરને એક તમાચો મારી દીધો.

ગુલાબસિંહ અને રેહાનને ગાડીમાંથી ઉતરતાં જોઇને અંશ બોલ્યો, “ મેં મારું વચન નિભાવ્યું, મેં રીવા અને ભાભીને સુરક્ષિત તમારાં સુધી પહોંચાડી દીધાં.”એટલું બોલી અંશ બેહોશ થઇ ગયો.

રીવા દોડીને અંશ પાસે પહોંચી અને રડતાં રડતાં બોલી,“અંશ….આંખો ખોલ. તને કઇ જ નહીં થવાં દવ હું.”

અંશે ધીમે ધીમે પોતાની આંખો ખોલી.

“છોરા, કેમ છે તને હવે?”

“અત્યારે થોડુંક સારું છે.”

“તે મારી છોરીયોને બચાવી છે. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.”

“તમે મને છોભિલો ન પાડો. રીવા અને ભાભી એ બંને મારી પણ જવાબદારી છે.”

“આ તો સારું થયું કે અંશ હતો નહીં તો ખબર નહીં શું થાત.ગુલાબસિંહ, મને લાગે છે કે શોર્ય અને રિવાનું અહીં રહેવું સુરક્ષિત નથી. તેથી આપણે એ બંનેની સગાઇ કરી લંડન મોકલી દેવાં જોઇએ.”કુસુમબેને કહ્યું.

“સગાઈ?તને લાગે છે કે હવે હું મારી છોરીની સગાઇ એક એવાં છોરાં સાથે કરીશ કે જે મારી છોરી જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે તેને એકલી છોડી ગાડીમાં સંતાઇ ગયો હતો?ગુલાબસિંહે ગુસ્સાથી કહ્યું.

“એટલે?તમે કહેવા શું માંગો છો?”

“એ જ કે હું આ સંબંધ તોડુ છું.”

“યાદરાખજો, આ સંબંધ તોડીને તમે બહું પસ્તાશો. ચાલ શોર્ય,હું પણ જોવ છું કે કોણ રીવાનો હાથ પકડવા તૈયાર થાય છે.”

તેઓનાં ગયાં પછી ગુલાબસિંહે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, “અંશ તારો સમાન પેક કરી લેજે.”

આ સાંભળી અંશ હેબતાઇ ગયો.તેણે પૂછ્યું, “શું મારાથી કંઇ ભુલ થઇ છે?”

“તારે આવતાં અઠવાડિયે લંડન જવાનું છે,ભણવા માટે.”

આ સાંભળી બધાએ આશ્ચર્યથી તેઓની સામે જોયું.

ગુલાબસિંહે બધાની મૂંઝવણ દુર કરતાં કહ્યું, “અરે,મારી છોરી સાથે લગ્ન કરવા માટે તેણે લાયકાત તો મેળવવી પડશે ને.?

આ સાંભળી અંશે રીવા સામે જોયું. રીવાએ પોતાની આંખો ખુશીથી ઝુકાવી દીધી.

બહાર ટેપમાં ગીત વાગી રહ્યું હતું,
“ઓ રે પિયા…”

સંપૂર્ણ
- પૂજા ભીંડી


બીજા રસપ્રદ વિકલ્પો