મંદાકિની શાહ પોતાના પરિવાર ને લઈને પટેલ પરિવાર ના ઘરે જાય છે.વિહાનને કાંઈક કામ આવી જતાં તે આવતો નથી.ગગનભાઈ અને મમતા બેન શાહ પરિવાર નુ ભાવભીનું સ્વાગત કરે છે.
ગગનભાઈ: જયશ્રી કૃષ્ણ!! તમારા પગલાં આ ઘરમાં મારું ઘર પવિત્ર થઈ ગયું.
મમતા બેન: જયશ્રી કૃષ્ણ
મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ!! આ મારા દિકરા વહુ અવિનાશ ને નિહારિકા
ગગનભાઈ અને મમતા બેન અવિનાશ ને નિહારિકા ને જયશ્રી કૃષ્ણ કહે છે અને આવકાર આપે છે.
અવિનાશ ભાઈ: નમસ્કાર!!
ગગનભાઈ: નમસ્કાર
મમતા બેન: જયશ્રી કૃષ્ણ
નિહારિકા: જયશ્રી કૃષ્ણ
મમતા બેન : આવો પધારો
મંદાકિની શાહ પોતાના પરિવાર સાથે આવે છે અને બંને પરિવાર ઔપચારિક વાતો કરે છે.બને પરિવાર ધીમે ધીમે ધનિષ્ઠ સંવાદ સાથે છે.
મંદાકિની શાહ : ગગનભાઈ અમે અહિયાં એક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ.
ગગનભાઈ : જી કહો
મંદાકિની શાહ : અમારા મોટા પૌત્ર અંશ માટે તમારી મોટી દિકરી રિતિકા નો હાથ માગવા આવ્યા છીએ.(ગર્વ સાથે) તમારી દિકરી રિતિકા શાહ પરિવાર ની મોટી વહુ બનશે અને કરોડો ના શાહ ડાયમંડ ની માલકિન .
ગગનભાઈ મમતા બેન સામે જોવે છે કે ઈશારામાં શું કહું એમ પુછે છે.મમતા બેન ઈશારા થી હા પાડી દેજો એમ કહે છે. મમતા બેન રિતિકાને તૈયાર કરવા માટે પંક્તિ ને કહે છે.
ગગનભાઈ : પણ હું આપના હેસિયત મુજબ લગ્ન નહીં કરી શકું કારણ કે મારી નાની દિકરી પંક્તિ ના લગ્ન પણ બાકી છે.
અવિનાશ ભાઈ : કાંઈજ વાંધો નહીં તમે ચિંતા ના કરો લગ્ન નો ખર્ચ અમે કરીશું
ગગનભાઈ : ના ના મારા કહેવાનો અર્થ એ નથી પણ મારી હેસિયત મુજબ હું લગ્ન કરીશ.
મંદાકિની શાહ : જેવી આપની ઇરછા.અમારે બસ સંસ્કારી અને સમજદાર છોકરી જોયે છે.
ગગનભાઈ : પણ હું આપના જેવો અમીર નથી પણ મારી દિકરી મારું ગૌરવ છે.
મમતા બેન : હા
મંદાકિની શાહ : અમે જોઈ શકયે રિતિકા
મમતા બેન : હા જરુર હવે એ આપની જ અમાનત છે હવે
મમતા બેન જાય છે અને પંક્તિ મમતા બેન રિતિકા ને લઈને આવે છે.ગુલાબી ગાલ , અણિયાળી આંખો,સુંદર ચહેરો, પાંપણ ઝુકાવેલી નજરો માં કાજલ , પાતળા ગુલાબી હોઠ,ડાકૅ બ્લ્યુ સલવારમા રિતિકા ખુબ મોહક લાગી રહી હોય છે.રિતિકા આવીને બધાને પગે લાગે છે અને મંદાકિની શાહ એને થોડાક પ્રશ્ર્નો પૂછ્યા.આવડા મોટા પરિવાર ની વહુ બનીશ એ વિચારથી રિતિકા મનોમન અંશને પોતાનો જીવનસાથી માની લે છે.થોડાક સમય પછી નિહારિકા અંશ અને રિતિકા ને વાત કરવા બીજા રુમમાં લઈ જાય છે.અંશ રિતિકા ને થોડાક પ્રશ્ર્નો પૂછ્યા અને બંને વાતચીત કરી અંશ બહાર આવે છે અને મમતા બેન અને ગગનભાઈ અંદર જાય છે.
મમતા બેન અને ગગનભાઈ : દિકરા કેમ લાગ્યું??
રિતિકા પાંપણ ઢાળી ને શરમાઈને મંજુરી આપી દે છે.આ બાજુ મંદાકિની શાહ પોતાના પૌત્ર અંશ ને પુછે છે.
મંદાકિની શાહ : દિકરા કેવી લાગી રિતિકા??
નિહારિકા: મને બહુ ગમી કેટલી સુંદર છે.
અંશ : જેમ તમને ઠિક લાગે તેમ દાદીમા
મંદાકિની શાહ: હા મારો પૌત્ર અંશ મારી વાત ના માને એવું ના બને.
અંશ : હા દાદીમા
ગગનભાઈ અને મમતા બેન બહાર આવીને
ગગનભાઈ: જી અમારી તરફથી હા છે.
મંદાકિની શાહ : અમારી પણ મંજુરી છે.
ગગનભાઈ: મમતા બધાનું મોઢુ મીઠું કરાવો.
મમતા બેન : હા જરુર
મંદાકિની શાહ : અમે અત્યારે જ સગાઇ કરવા માંગ્યે છીએ.
ગગનભાઈ: જી જરૂર અમને કોઈ સમસ્યા નથી.
મમતા બેન : પંક્તિ દિકરા મીઠાઈ લઈ આવ
પંક્તિ મીઠાઈ લઈ આવે છે ને મંદાકિની શાહ ના પરિવાર ના સભ્યો ને પગે લાગે છે અને બધાને આપવા લાગે છે.
ગગનભાઈ: આ અમારી નાની દિકરી પંક્તિ
નિહારિકા: ખુબ સરસ
પંક્તિ ની નજર અંશ તરફ જતા પંક્તિ શોક થઈ જાય છે અને મનમાં હે ભગવાન આ શુ !! હું જેને એકતરફી પ્રેમ કરું છું તે જ મારી રિતિકા દી ના પતિ !!! હવે શું કરું હું??
#############(ક્રમશ)#############
(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)
Thank you for reading...
Please comment like and share ...
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....