પંક્તિ અચાનક જ અંશને જોતા પોતે અઠવાડિયા પહેલાંના ભુતકાળમાં જતી રહે છે.ભુતકાળ એ માણસની યાદો નો પટારો છે જે કોઈ ના આવવાથી અચાનક ખુલી જાય છે.એકતરફી પ્રેમ માં વ્યક્તિ ને ના ઈનકાર નો ડર ના કોઈ અપેક્ષા નો ડર.
❤️❤️💕💕
પ્રેમ નો એહસાસ છે તુ..
મારા જીવનની આશ છે તુ..
લાગણી ની માયાજાળ છે તુ..
સવારનો ઉગતો સુરજ છે તું..
શુ કહુ હુ તને મારા શ્ર્વાસ..
મારા અધુરા જીવનો એહસાસ છે તુ..
💕💕💕💕
(અઠવાડિયા પહેલાં)
પોતે રિતિકા સાથે ફોટોગ્રાફર ને મળવા ગઈ હતી ત્યારે અચાનક અંશ સાથે અથડાય હતી અને પંક્તિ નો દુપટ્ટો અંશના ચહેરા પર પડ્યો હતો.
પંક્તિ: હલ્લો ઓ ! મારો દૂપટો!!!
અંશ : સો સોરી તમારો દુપટ્ટો આ રહ્યો
પંક્તિ:થેનક યુ
અંશ:વેલકમ
પંક્તિ: અરે મારી ચંપલ!!
અંશ (પંક્તિ ના ચંપલ તરફ જોતા): ઓહ તુટી ગઈ.
પંક્તિ: હા
અંશ : લાવો હું ઠિક કરી આપુ.
પંક્તિ: ઓકે
પંક્તિ ઘરે આવીને કેટલી ખુશ થઈ ગઈ હતી પોતે મનોમન અંશને એકતરફી પ્રેમમાં પાગલ થઈ રહી હતી.પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ અને તેની મૂલાકાત આલેખી હતી.અંશ એને પહેલી નજરે જ ગમી ગયો હતો અને પોતાના જીવનસાથી તરીકે માની લીધો હતો પણ અચાનક અંશ અને રિતિકા સાથે જોતા પંકિત ડધાઈ જાય છે જાણે એના દિલ પર કોઈ વજનદાર પત્થર મુકી દીધો છે.અંશ પંક્તિ ને જોઈ ને આશ્ચર્ય પામે છે ત્યારે મમતા બેન પંક્તિ ને બોલાવતા અંશ રિતિકા ની બહેન છે એ વિશે જાણે છે.રિતિકા ખુબ જ ખુશ હોય છે કારણ કે એને બસ અમીર વ્યક્તિ જોયતો હતો.અંશ જવાબદારી અને મંદાકિની શાહ ની ઈજ્જત ના કારણે હા પાડી રહ્યો છે જ્યારે પંક્તિ પોતાની વહાલસોયી બહેનની ખુશી માટે પોતાના પ્રેમને બીજાને સોપવા તૈયાર થઈ જાય છે.
નિહારિકા રિતિકા ની સગાઇ ની વિધિ કરે છે અને મમતા બેન અંશની વિધિ કરે છે ત્યાં પછી અંશ અને રિતિકા સાથે બધાના આશીર્વાદ લે છે.બધા એકબીજા ને ગળ્યું મોઢું કરાવે છે.મમતાબેન અને ગગનભાઈ ખુબ ખુશ થાય છે કે એમની દિકરી ને આટલો સારો પરિવાર અને અંશ જેવો જીવનસાથી મળ્યો હતો.અચાનક પંક્તિ પોતાના રૂમમાં જતી રહે છે.પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ ની યાદો ફાડી નાખે છે અને બાથરૂમ માં જતી રહે છે.અંશની બહેન મહેક પંક્તિ ને બોલાવવા આવે છે અને ડાયરીના ફાટેલા પેજ જોવે છે.મહેક વિચારે છે કે આ પેજ પંક્તિ એ કોના માટે લખ્યા હશે એક પેજ પોતાની પાસે રાખી લે છે અને નિહારિકા બોલાવવા આવતા તેની સાથે જતી રહે છે.
મંદાકિની શાહ રિતિકા ને આશીર્વાદ આપી પોતાના પરિવાર સાથે શાહ પેલેસ જવા નીકળે છે.મમતાબેન અને ગગનભાઈ ભાવભીની વિદાય આપે છે પંદર દિવસ માં જ લગ્ન હોવાથી બધી વિધિ ટુંકમાં જ રાખવામાં આવી હોય છે.બને પરિવાર મા ખુશીનો માહોલ છવાઇ જાય છે.
ગગનભાઈ અને મમતા બેન લગ્ન ની તૈયારી કરવા લાગે છે.આખુ અમદાવાદ શહેરમાં એક નવી રોનક ઉમેરાય છે
શેર બજાર માં પણ આ વાત આગની જેમ પ્રસરી જાય છે.દરેક ન્યુઝ ચેનલ પર અને પેપર પર અંશ અને રિતિકા ના ફોટા જોવા મળે છે.આખુ શહેર અંશ અને રિતિકા ના લગ્ન ની રાહ જોય રહ્યું છે અને હોય પણ કેમ નહીં મંદાકિની શાહ ના પૌત્ર અંશ ના લગ્ન છે.શાહ પેલેસને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે.ધીમે ધીમે દિવસો જતા ગણેશ પૂજન, હલ્દી વગેરે રસમો આવવા લાગે છે.
આજે મહેંદી ની રસમ છે સવાર થી જ ગગનભાઈ અને મમતા બેન તૈયારી મા લાગ્યા છે.રિતિકાને પંકિત તૈયાર કરી આપે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આપવા આવે છે કાજલ એક અલગ જ સ્માઈલ કરે છે રિતિકા સામે..
#############(ક્રમશ)#############
(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)
Thank you for reading...
Please comment like and share ...
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....