શુભારંભ - ભાગ-૭ Papa Ni Dhingali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

શુભારંભ - ભાગ-૭

રિતિકા અને અંશના લગ્ન ની મહેંદી નો પ્રસંગ છે બધા ખુબ જ ખુશ છે.રિતિકા ખુબ સરસ તૈયાર થઈ નીચે આવે છે.નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આવે છે અને રિતિકા ને મહેંદી મુકવામાં આવે છે.ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ છે.અચાનક રિતિકા ને ફોન આવતા જ તે વાત કરવા ઉપર જાય છે.

રિતિકા ઉપર જતા.


રિતિકા: હલ્લો નિયાન!! યાર તે દિવસે તો મારા લગ્ન છે તે દિવસે હુ કેવી રીતે આવી શકુ?


નિયાન : પ્લીઝ


રિતિકા: ના


નિયાન: તારા કરિયરનો સવાલ છે


રિતિકા: વિચારીને કહીશ.


નિયાન : વિચારવાનો સમય નથી.કાલે જ લગ્ન અને મિસ.બયુટી કોનસટૅ છે.


રિતિકા: ઓહ


નિયાન : જો રિતિકા મારી કહેવાની ફરજ છે નિર્ણય તારો છે હુ બસ‌ એટલુ જ કહીશ કે તુ એક સુપરસ્ટાર બની શકીશ આ સ્પર્ધામાં તુ જ જીતીશ.


રિતિકા: સારૂ હું આવીશ‌.


નિયાન : ગુડ .


રિતિકા: બાય


નિયાન : બાય


થોડી વાર‌ પછી નિયાન કાજલને ફોન કરે છે.


કાજલ : હલ્લો


નિયાન: મેડમ રિતિકા માની ગઈ.


કાજલ: ગુડ તે લગ્ન ના દિવસે મંડપ સુધી ના આવી જોઈએ.


નિયાન: જી મેડમ આપ ચિંતા ના કરો.


કાજલ : બાય


નિયાન : બાય


નિયાન સાથે વાત કર્યા પછી કાજલ ઉંડા વિચારમાં પડી જાય છે કે રિતિકા તે દિવસે લગ્ન ના મંડપ સુધી ના પહોચે તો મંદાકિની શાહ ની ઈજ્જત ના ધજાગરા ઉડે અને આ વાત થી નારાજ થઈ મંદાકિની શાહ અંશને બદલે વિહાનને CEO બનાવે.શુ કાજલનો આ પ્લાન કામ કરશે??શુ રિતિકા ના લગ્ન અંશ સાથે થશે? જો હા તો કેવી રીતે?જો ના તો શુ થશે??



રિતિકા નીચે આવી જાય છે અને પંક્તિ ગાયને ડાન્સ શરું કરે છે.ગગનભાઈ બહાર કાંઈક કામ થી બહાર ગયા હોવાથી લગ્ન ની શરત જે મંદાકિની શાહ એ ગગનભાઈ સામે મુકી હતી કે લગ્નમાં ડાન્સ કે ગીત-સંગીત નહીં થાય એ વિસરાય જાય છે ‌.કાજલ મંદાકિની શાહ ને મહેંદી ના પ્રસંગ ના સ્થળ પર બોલાવે છે.મંદાકિની શાહ ગુસ્સા અને અભિમાન સાથે આવે છે અને પંક્તિ ના ગાલ પર એક તમાચો મારી ને બધુ અટકાવી દે છે.વાતાવરણ ગંભીર બની જાય છે.અચાનક ગગનભાઈ આવે છે.


મંદાકિની શાહ : એય છોકરી તારી આ હીંમત!! હવે આ લગ્ન નહીં થાય કાલે કોઈ જાન નહીં આવે અહિયાં


પંક્તિ (મંદાકિની શાહ ના પગે પડીને): મને માફ કરો


મંદાકિની શાહ : માફી અને એ પણ તને ક્યારેય નહીં.આખુ અમદાવાદ જાણે છે કે મંદાકિની શાહ ગાનાર અને નાચનાર ને કેટલી નફરત કરે છે.


ગગનભાઈ વચ્ચે આવી માફી માંગે છે.


ગગનભાઈ: માફ કરો એને.હવે આ ભુલ નહીં થાય માફ કરો


મમતાબેન: માફ કરો


પંક્તિ : માફ કરો હવે આ ભૂલ નહીં થાય.


રિતિકા : હા દાદીમા નથી મને ગાવાનું ગમતુ કે નથી નાચવાનું


ગગનભાઈ: હા એક ની સજા બીજા ને ન આપો.માફ કરો.


ગગનભાઈ પોતાની પાઘડી મંદાકિની શાહ ના પગમાં મુકે છે અને માફી માગે છે . કરુણા ભયું દશ્ય સજાય છે.


મંદાકિની શાહ: સારુ પણ મારી એક શરત છે


ગગનભાઈ અને મમતા બેન: શુ ?? આપ જણાવો..


મંદાકિની શાહ : આપની નાની દિકરી પંક્તિ કાલે ના તો મંડપની આસપાસ હોવી જોઈએ ના તો લગ્નની કોઈ વિધિમાં.


ગગનભાઈ એક નજર પંક્તિ પર નાખે છે પંક્તિ ઈશારાથી હા પાડી દેવા કહે છે.


ગગનભાઈ: હા‌ મજુર છે અમને..


#############(ક્રમશ)#############


(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)


Thank you for reading...

Please comment like and share ...


Read ek navi disha and adyay-2...

Communt who is wife of ansh and vishan.....