Love Revenge -2 Spin Off - 20 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 20

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-20

કરણભાઉ...! કેમનું છે રાગુને..!?” હોસ્પિટલમાં આવી પહોંચેલાં સુરેશસિંઘે ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘને પૂછ્યું.

ડૉક્ટર કેછે બાળક ઊંધું છે..!” કરણસિંઘ ચિંતાતુર નજરે બોલ્યાં “સિઝેરીયન કરવું પડશે...!”

“ઓહ...! કેટલાં વાગે લેબર પેઈન ઉપડયો...!?” સુરેશસિંઘએ પૂછ્યું.

કલ્લાકે પેલ્લાં....!” કરણસિંઘની જોડે ઉભેલાં તેમનાં નાનાં ભાઈ વિક્રમસિંહ બોલ્યાં “ભાભીને બપોરે થોડું-થોડું પેન થતુંતું....! પણ પછી સાંજ સુધીમાં દુ:ખાવો વધી ગયો....!”

વિક્રમસિંહ સિવાય તેમનાં પત્ની અને ઘરના અન્ય બે-ત્રણ ઉંમર લાયક લેડિઝ પણ ત્યાં હાજર હતાં.

“હમ્મ...!” સુરેશસિંઘે હકારો ભર્યો અને ઓપરેશન થિયેટર સામે જોવાં લાગ્યાં.

જલ્દી ખસો...જલ્દી ખસો...!” થોડીવાર પછી હોસ્પિટલના કોરિડોરમાં કોલાહલ સંભળાયો.

ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘ, સુરેશસિંઘે તેમજ અન્ય ઘરના લોકોએ અવાજની દિશામાં જોયું.

સ્ટ્રેચર ઉપર સૂવાડીને ગંભીરરીતે ઘાયલ એક મહિલાને હોસ્પિટલનો સ્ટાફ લાવી રહ્યો હતો. તે મહિલાને લોહીની બોટલ ચઢાવાઈ હતી અને એક વૉર્ડબોય લોહીની બોટલ હાથમાં પકડીને સ્ટ્રેચર જોડે દોડી રહ્યો હતો.

“અરે આ તો...! રોહિણી છે...!”

હોસ્પિટલનો સ્ટાફ કરણસિંઘ અને સુરેશસિંઘની આગળથી પસાર થઈ રહ્યો હતો ત્યાંજ સ્ટ્રેચરમાં બેભાન અવસ્થામાં સૂતેલી તે મહિલાને ઓળખી જઈ કરણસિંઘ બોલ્યાં અને ધિમાં પગલે તેમની પાછળ જવાં લાગ્યાં.

તે મહિલાને ઓળખી ગયેલાં સુરેશસિંઘ અને વિક્રમસિંઘ પણ કરણસિંઘની પાછળ-પાછળ જવાં લાગ્યાં. ઘરની અન્ય લેડિઝ પણ અંદર-અંદર ગણગણાટ કરવાં લાગી.

હોસ્પિટલનો સ્ટાફ તે મહિલાને સીધો ICUમાં લઈ ગયો.

કરણસિંઘ, સુરેશસિંઘ અને વિક્રમસિંહ હજીતો ICU રૂમ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો રૂમનો દરવાજો બંધ થઈ ગયો.

ICU રૂમના દરવાજે પહોંચીને ત્રણેય ત્યાં ઊભાં રહ્યાં. થોડીવાર પછી કોરિડોરમાંથી બીજો એક વૉર્ડબોય હાથમાં દવાઓ અને ઈંજેક્શન્સ મૂકેલી ટ્રે લઈને દોડતો આવ્યો.

અરે ભાઈ...!” ICU રૂમમાં જઈ રહેલાં તે વૉર્ડ બોયને ટોકીને કરણસિંઘે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું “આ જે બેનને અંદર લઈ ગ્યાં...! એમને શું થયું...!?”

“અરે તમે નીચે રિસેપ્શન ઉપર પૂછીલોને....!” વૉર્ડબોય બોલ્યો “મારે અંદર જવાની ઉતાવળ છે..!”

એટલું બોલીને તે વૉર્ડબોય ICU રૂમમાં દાખલ થઈ ગયો.

કરણસિંઘે જોડે ઉભેલાં તેમનાં નાનાં ભાઈ વિક્રમસિંહ સામે જોયું.

હું પૂછી આવું છું...!” કરણસિંઘનો ઈશારો સમજી ગયેલાં વિક્રમસિંહ ત્યાંથી લિફ્ટ તરફ જવાં લાગ્યાં.

ચિંતાતુર નજરે કરણસિંઘ ICU રૂમના દરવાજા સામે જોઈ રહ્યાં.

“જેઠજી...! પેડાં ખવડાવો...!” થોડીવાર પછી વિક્રમસિંહનાં પત્ની સૂચીત્રાબેને ICU રૂમની બહાર ઉભેલાં કરણસિંઘ અને સુરેશસિંઘને આવીને કહ્યું.

રાગિણીભાભીને છોકરો આયો છે...!” સૂચીત્રાબેન ખુશખુશાલ ચેહરે બોલ્યાં.

અરે વાહ..!” સુરેશસિંઘ પોતાની બહેન વિષેનાં એ ગૂડ ન્યૂઝ સાંભળીને ખુશ થઈ ગયાં અને પછી કરણસિંઘ સામે જોઈને બોલ્યાં “ભાઉ...! ચલો ચલો...!”

ખુશ થઈ ગયેલાં કરણસિંઘે સ્મિત કર્યું અને હકારમાં માથું ધૂણાવી રાગિણીબહેનનાં રૂમ તરફ ચાલવા માંડ્યુ. જતાં-જતાં તેમણે તે મહિલા રોહિણીને એડમિટ કરાયેલાં ICU રૂમ તરફ જોઈ લીધું.

વિક્રમને ફોન કરીને કઈદે...! હોસ્પિટલનાં સ્ટાફ માટે પેંડા લઈ આવે..!” ચાલતાં-ચાલતાં કરણસિંઘે સુરેશસિંઘને કહ્યું.

સ્મિત કરીને સુરેશસિંઘે હકારમાં માથું ધૂણાવ્યું અને પોતાનાં પેન્ટનાં ખીસ્સાંમાંથી મોબાઈલ કાઢવાં માંડ્યો.

***

“વિક્રમભાઈ આઈ ગ્યાં...!” લિફ્ટ તરફથી કોરિડોરમાં હાથમાં મીઠાઈનાં બોક્સ લઈને આવી રહેલાં વિક્રમસિંહને જોઈને કરણસિંઘની જોડે ઉભેલાં સુરેશસિંઘ બોલ્યાં.

કરણસિંઘ સહિત બીજાં બધાંએ પણ તેમની બાજુ જોયું. તેમનાં મોઢા ઉપર રહેલાં ચિંતાનાં ભાવ કરણસિંઘ પારખી ગયાં.

લે સુરેશ..!” સુરેશસિંઘથી ઉમ્મરમાં મોટાં વિક્રમસિંહે પોતાનાં બંને હાથમાં રહેલાં મીઠાઈનાં બોક્સની બેગ્સ સુરેશસિંઘને આપી.

મીઠાઈનાં બોક્સની બેગ્સ આપતાં-આપતાં વિક્રમસિંહે કરણસિંઘ સામે ચિંતાતુર નજરે જોયે રાખ્યું.

વિક્રમસિંહનો ઈશારો સમજી ગયેલાં કરણસિંઘ બધાંથી સહેજ છેટે જઈને ઊભાં રહ્યાં.

“હોસ્પિટલનાં સ્ટાફમાં વેંચી દેજે....!” વિક્રમસિંહે સુરેશસિંઘને કહ્યું અને કરણસિંઘ જોડે જવાં લાગ્યાં.

***

શું થયું....!?” કરણસિંઘે ઉચાટભર્યા સ્વરમાં વિક્રમસિંહને પૂછ્યું.

બવ ખરાબ થયું ભાઉ...!” વિક્રમસિંહ ચિંતાતુર નજરે જોઈ રહીને બોલ્યાં “આજે સવારે પાવાગઢની રૉપ-વે તૂટી પડ્યાની દુર્ઘટનાંમાં રુદ્રરાજસિંહ અને તેમનાં આખાં ફેમિલીની ડેથ થઈ ગઈ..!”

“અરે બાપરે...!” કરણસિંઘ હતપ્રભ થઈ ગયાં અને ચિંતાતુર નજરે કોરિડોરનાં સામેનાં છેડે ICU રૂમ તરફ જોવાં લાગ્યાં.

રોહિણી અને શિવાયસિંઘ પણ ગંભીરરીતે ઘવાયાં તાં...!” વિક્રમસિંઘ આગળ બોલ્યાં “બેયને પાવાગઢની નજીક હોસ્પિટલમાં દાખલ કરાયાતા...! શિવાયસિંઘની ત્યાં ડેથ થઈ ગઈ અને પ્રેગનેંન્ટ રોહિણીની હાલત ક્રિટિકલ હતી..! એટ્લે એને અહિયાં ઈમરજન્સીમાં લાયાં...!”

“આ તો બવ ખરાબ થયું...!” ICUના દરવાજા સામે જોઈ રહીને ચિંતાતુર સ્વરમાં બોલ્યાં. \

પણ આ લોકો આખું ફેમિલી પાવાગઢ શું કામ ગ્યાં તાં.!?” થોડીવાર પછી કરણસિંઘ સહેજ ચિડાઈને બોલ્યાં.

રોહિણીને બે મહિના પહેલાંજ છોકરો આયોને..!” વિક્રમસિંહ યાદ અપાવીને બોલ્યાં “એટ્લે કુળદેવીને નૈવેધ કરવાં ગ્યાં હશે..! સવાં મહિને સૂતક ઉતરી ગ્યાં પછી..!”

“અરે બાપરે...! તો પછી બાળક..!?” કરણસિંઘે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

નીચેના ફ્લોર ઉપર છે..! બીજાં બાળકો માટેનાં ICUમાં...!” વિક્રમસિંહ બોલ્યાં “એની હાલત પણ ગંભીર છે..!”

“ઓહો...!” કરણસિંઘે નિરાશામાં માથું ધૂણાવ્યું.

મેં કલા બાને ફોન કર્યો તો..! ગામડે...!” વિક્રમસિંહ કરૂણ સ્વરમાં બોલ્યાં “ હજી તો એનું નામકરણ પણ નઈ થયું...! નૈવેધ પછી નામકરણ કરવાનું હતું..!”

નિરાશામાં માથું ધૂણાવતાં- ધૂણાવતાં કરણસિંઘ ICU રૂમના દરવાજા તરફ જોઈ રહ્યાં. થોડીવાર પછી છેવટે તેઓ પાછાં પોતાનાં પત્નીના રૂમ તરફ જવાં લાગ્યાં.

***

સાહેબ...! બાળકનું નામ અને માતા-પિતાનું નામ રિસેપ્શન ઉપર આવીને લખાઈદોને...!”

બધાં રૂમની બહાર બેઠાં હતાં ત્યાંજ એક નર્સે આવીને કરણસિંઘ અને વિક્રમસિંહ સામે જોઈને કહ્યું “બર્થ સર્ટિફિકેટ માટે કાગળ બનાવાનાં છે...!”

કરણસિંઘે હકારમાં માથું ધૂણાવ્યું અને બેઠકમાંથી ઊભા થયાં. સુરેશસિંહ પણ જોડે ઊભા થયાં.

શું નામ રાખશું...!?” સૂચીત્રાબેને પૂછ્યું.

નીચે જતાં-જતાં વિચારીએ..!” કરણસિંઘ બોલ્યાં અને ગ્રાઉંડ ફ્લોર પર જવાં માટે લિફ્ટ તરફ જવાં લાગ્યાં.

પેશન્ટનું ડેથ સર્ટિફિકેટ મારાં ડેસ્ક ઉપર સિગ્નેચર માટે મોકલીદો...!” કરણસિંઘ અને સુરેશસિંઘ લિફ્ટ આગળ ઊભાં હતાં ત્યાં લિફ્ટ પાસે પહેલેથી ઉભેલાં ડૉક્ટર તેમની જોડે ઊભેલી નર્સને ઇન્સટ્રક્શન્સ આપી રહ્યાં હતાં.

તેમની વાતો સાંભળી રહેલાં કરણસિંઘ અને સુરેશસિંઘે એકબીજાંનાં મોઢા તાકયાં. કરણસિંઘ તે ડૉક્ટરનો ફેસ ઓળખી ગયાં.

આ એજ ડૉક્ટર હતાં જેઓ રોહિણીબેનને જેમને ઈમરજન્સીમાં ICUમાં દાખલ કરાયાં હતાં તેમનું ઓપરેશન કર્યું હતું.

અ...! માફ કરજો ડૉક્ટર...!” કરણસિંઘ બોલ્યાં “પણ..! કયાં પેશન્ટની ડેથ થઈ ગઈ...!?”

“રોહિણીબેન ક્ષત્રિય...!” ડૉક્ટર બોલ્યાં અને પાછું નર્સ સામે જોઈને વાત કરવાં લાગ્યાં.

“રોહિણીબેન ક્ષત્રિય...! રોહિણીબેન ક્ષત્રિય...!” ડૉક્ટરનાં શબ્દો કરણસિંઘને જાણે કાનમાં પડઘાવા લાગ્યાં અને કરણસિંઘે જોડે ઉભેલાં વિક્રમસિંહ સામે જોયું.

કરણસિંઘની જેમ તેમનાં મોઢા ઉપર ચોંકવાંનાં અને દુ:ખનાં બંને ભાવો હતાં.

અને રાગિણીબેનનાં બાળકની કસ્ટડી માટે વિશ્વેત ફાઉન્ડેશનને કૉલ કરીદો...!” લિફ્ટની રાહ જોતાં ડૉક્ટર લિફ્ટનાં બંધ દરવાજા સામે જોઈને બોલ્યાં.

“વિશ્વેત ફાઉન્ડેશન...!?” કરણસિંઘ હવે વધુ ચોંકયાં અને મનમાં બબડયાં “એ તો અનાથ બાળકનોની સંસ્થા છે...!?”

અ ડૉક્ટર...! વિશ્વેત ફાઉન્ડેશન કેમ....!?” હવે વિક્રમસિંઘે પૂછ્યું.

“રાગિણીબેનનાં ફેમિલીમાં બધાંજ લોકોની ડેથ થઈ ગઈ...!” ડૉક્ટર બોલ્યાં “અહિયાં સુધી કે મોસાળ પક્ષમાં ફક્ત એમનાં મામાં હયાત હતાં...! એમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ચૂક્યું છે...!”

“હાં...! તો ખબર છે...!” વિક્રમસિંહ ધીરેથી બબડયાં.

એટ્લે બાળકની કસ્ટડી વિશ્વેત ફાઉન્ડેશનને સોંપવી પડશે...!” ડૉક્ટર બોલ્યાં અને લિફ્ટનો દરવાજો ખૂલતાંજ તેમાં દાખલ થઈ ગયાં.

નર્સ પણ તેમની પાછળ લિફ્ટમાં દાખલ થઈ ગઈ.

આઘાત પામી ગયેલાં કરણસિંઘ વિચારે ચઢી ગયાં અને ત્યાંજ ઊભાં રહ્યાં. વિક્રમસિંહ પણ તેમની જોડે ઊભાં રહ્યાં.

કરણભાઉ...!” થોડીવાર પછી વિક્રમસિંહ કરણસિંઘનાં વિચારોને ભંગ કરતાં બોલ્યાં “રુદ્રરાજસિંહ જેવાં આપડા કુળનાં અને ગામનાં સૌથી ઉચ્ચ ફેમિલીનો એકમાત્ર વારસદાર....! આ રીતે...અ...! એક અનાથ બાળકોની સંસ્થાને સોંપી દેવાય એ...”

“સારી વાત નથી...!” શૂન્યમનસ્ક તાકી રહેલાં કરણસિંઘ વચ્ચે બોલી પડ્યાં અને પછી થોડીવાર વિચારે ચઢી ગયાં.

“તું ડૉક્ટરને મલ...!” ઝડપથી નિર્ણય લઈ કરણસિંઘ પોતાનો સ્વર સ્વસ્થ કરીને બોલ્યાં “આપડે એ બાળકને એડોપ્ટ કરીશું...!”

***

મેડમ...! બર્થ સર્ટિફિકેટ માટે ડિટેલ લખાવાની છે...!” હોસ્પિટલનાં રિસેપ્શન ટેબલ ઉપર બેઠેલી યુવતીને વિક્રમસિંહે કહ્યું.

હોસ્પિટલનાં મેઈન ડૉક્ટર જોડે ચર્ચા પછી કરણસિંઘે રોહિણીબેનનાં બાળકને એડોપ્ટ કરવાની પ્રોસેસ એજ દિવસે શરૂ કરી દીધી. પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી બાળકની કસ્ટડી પણ તેમને સોંપવામાં આવી હતી.

પેશન્ટનું નામ બોલો..!?” તે યુવતીએ પૂછ્યું.

રાગિણી કરણસિંઘ રાજપૂત...!” વિવેકસિંહ બોલ્યાં.

બાળકનું નામ પાડી દીધું છે...!?” તે યુવતીએ કરણસિંઘ અને વિવેકસિંહ સામે જોઈને પૂછ્યું “તો અહિયાં લખી દવ...! નઈ તો કોર્પોરેશનમાં બર્થ સર્ટિફિકેટમાં લખાવી દેજો...!”

“આરવ....!” કરણસિંઘ શાંતથી ભારે સ્વરમાં બોલ્યાં “આરવ કરણસિંઘ રાજપૂત...!”

“અંગ્રેજીમાં સ્પેલિંગ પણ લખાઈ દો...!” તે યુવતી ટાઈપ કરતાં-કરતાં બોલી.

ડબલ એ...!” વિક્રમસિંહ બોલવા લાગ્યાં.

કરણસિંઘ રોહિણીબેન વિષે વિચારી રહ્યાં.

ચોકડી કરી છે ત્યાં સિગ્નેચર કરો...!” લાલ પુંઠાવાળું રજીસ્ટર તેમની સામે ધરીને પેન રજીસ્ટરમાં મૂકતાં રિસેપ્શનિસ્ટ બોલી.

કરણસિંઘે રજીસ્ટરમાં સાઈન કરી.

અને મેડમ...! રોહિણીબેનના બાળકની કસ્ટડી પણ અમારેજ લેવાની છે...!” વિક્રમસિંહ બોલ્યા.

જેમની હમણાં ડેથ થઈ છે ને...!?” રિસેપ્શનિસ્ટે પૂછ્યું.

વિક્રમસિંહે હકારમાં માથું ધૂણાવ્યું.

હાં...! ડોક્ટર સાહેબનો ફોન આઈ ગ્યો છે..!” રિસ્પેશનિસ્ટ બોલી અને પાછું કોમ્પ્યુટરમાં જોવા લાગી “એ બાળકના ડોક્યુમેન્ટ્સ પણ અહિયાંથી બનવાના છે..!”

કી-બોર્ડમાં ફટાફટ ટાઈપ કરીને રિસેપ્શનિસ્ટે ફરીવાર તેમની સામે જોયું.

આ બાળકનું નામ વિચાર્યું છે...!? તો લખી દવ...!”

વિક્રમસિંહે શાંત ઉભેલા કરણસિંઘ સામે જોયું.

સિદ્ધાર્થ કરણસિંઘ રાજપૂત...!” એવાંજ શાંત અને સત્તાવહી સ્વરમાં કરણસિંઘ બોલી ગયાં.

***

સિદ્ધાર્થ કરણસિંઘ રાજપૂત...!”

ભીની આંખે સિદ્ધાર્થ બોલ્યો.

આરવ અને ઝીલ હજીપણ એવાંજ આઘાતથી સિદ્ધાર્થ સામે જોઈ રહીને તેણે કહેલી વાત સાંભળી રહ્યાં હતાં. પોતાનાં જન્મ વિષે બધીજ વાત સિદ્ધાર્થે બંનેને કહી સંભળાવી હતી.

આઘાતથી મૌન થઈને બંને સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહ્યાં હતાં.

તને ક્યારે ખબર પડી....!?” થોડીવાર પછી આરવે માંડ પોતાનો સ્વર સ્વસ્થ કરતાં પૂછ્યું.

પેલ્લાં ધોરણમાં હતો ત્યારે...!” સિદ્ધાર્થે પણ પોતાનો સ્વર સ્વસ્થ કર્યો.

what..!?” આરવ અને ઝીલે ચોંકીને એકબીજાં સામે જોયું “એનો મતલબ એ કે’…! તું...તું...આટલાં વર્ષોથી આ વાત જાણતો તો...!?”

જવાબમાં સિદ્ધાર્થે માત્ર આરવ સામે જોયું.

તો...તો...તે કોઈ દિવસ મને કે ઝીલને...! ક...કોઈને કેમ કીધું નઈ...!?” આરવને હવે વધુ નવાઈ લાગી.

હું મારું પોતાનું ફેમિલી ઓલરેડી ખોઈ બેઠો તો આરવ....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “જે નવું ફેમિલી મને મલ્યું...! એ ખોઈ બેસવાનો ડર હતો...! કદાચ તમે બેય મને એક્સસેપ્ટ ના કરત...!”

ઝીલ ભાવુક થઈને સિદ્ધાર્થને વળગી પડી.

ક..કોઈ ગમે તે કે….! સિદ્ધાર્થને વળગીને રડતાં-રડતાં બોલી “તું મારાં માટે તો એજ સિદ્ધાર્થ છે...! મને કોઈ ફેર નઈ પડતો...!”

સિદ્ધાર્થની આંખ સહેજ ભીની થતાં તેણે મોઢું બાલ્કની બાજુ ફેરવી દીધું.

તને કોણે કીધુંતું...!?” થોડીવાર પછી આરવે પૂછ્યું.

થોડીવાર સુધી સિદ્ધાર્થે આરવ સામે જોયે રાખ્યું જાણે તે આરવના એ સવાલનો જવાબ ના આપાવાં માંગતો હોય.

“નીચે બધાં રાહ જોવે છે...!” સિદ્ધાર્થ જવાબ ટાળતો હોય એમ બોલ્યો અને વૉશરૂમ તરફ જવાં લાગ્યો “જલદી તૈયાર થા...!”

“મમ્મીએ કીધુંને...!?” પાછાં ફરીને આરવે સિદ્ધાર્થ સામે જોયું અને પૂછ્યું.

વૉશરૂમના દરવાજા પાસે સિદ્ધાર્થ અટક્યો.

મમ્મી તને નતી ગમાડતી...!” આરવ ગળગળા સ્વરમાં બોલ્યો “પેલ્લેથીજ...! પણ મને નતી ખબર આ રીઝન હશે...! અને..મેં કેટલીયવાર એને પૂછ્યુંતું...! પણ એ કદી નતી કેતી..!”

“રાગિણીમાંની જગ્યાએ કોઈ બીજું હોત....!” સહેજ પાછું જોઈને સિદ્ધાર્થ બોલ્યો “તો એમને પણ ના જ ગમત...! ઇટ્સ નેચરલ આરવ...!”

સિદ્ધાર્થની વાત સાંભળીને આરવ વિચારી રહ્યો.

“ હવે તૈયાર થા...!”

એટલું બોલીને સિદ્ધાર્થે વૉશરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર જઈ દરવાજો બંધ કર્યો.

ઝીલ રડતી આંખે સિદ્ધાર્થને ત્યાં ઉભેલો કલ્પી રહી. વિચારે ચઢી ગયેલો આરવ આખી વાતને હજમ કરવાં મથી રહ્યો.

અરે...! છોકરાં...!” ત્યાંજ રાગિણીબેન રૂમમાં આવ્યાં “શું કરે છે તું...! તૈયાર થાને...! રાહ જોવે છે બધાં...!”

આરવે સહેજ ચિડાયેલાં નજરે રાગિણીબેન તરફ જોયું. જોકે રાગિણીબેન ઝીલ સાથે વાત કરવાં લાગ્યાં.

ઝીલ..! તું અહિયાં શું કરે છે..!? નીચે ચલ..! મારે કામમાં મદદ જોઈએ છે..!”

ઝીલ જેમતેમ પોતાની આંખો લૂંછીને જવાં લાગી.

જલ્દી આવજે આરવ..!” જતાં-જતાં ઝીલ બોલી અને પછી રૂમમાંથી નીકળી ગઈ.

અરે આમ શું ઊભો છે તું..!?” રાગિણીબેન બોલ્યા “તૈયાર થાને જલ્દી...!”

એટલું કહીને રાગિણીબેન રૂમમાંથી જતાં રહ્યાં.

ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ આરવના ફોનની રિંગ વાગી.

“હેલ્લો...!” શૂન્ય મનસ્ક તાકી રહીને આરવે મોબાઈલમાં નંબર જોયા વગરજ કૉલ રિસીવ કર્યો.

ઓય..! ઓલી તને ગોતતી લાગે છે...!” સામેથી અક્ષયનો અવાજ આવ્યો “અહિયાં એકલી બેઠી છે...! ઓપન થિયેટરમાં...! ઉદાસ-ઉદાસ...!”

“હું પછી વાત કરું...!” આરવ બોલ્યો અને કૉલ કટ કર્યો.

મોબાઈલ ખીસ્સાંમાં નાંખીને આરવ સિદ્ધાર્થના રૂમમાંથી બહાર નીકળ્યો. ડ્રૉઇંગરૂમમાં નીચે જતી સીડીઓના પ્લેટફોર્મ ઉપર ઊભાં રહીને આરવે નીચે જોયું. આખો ડ્રૉઇંગરૂમ મહેમાનોથી ભરેલો હતો. નેહા સહિત બધાંજ લોકો કોલાહલ કરી રહ્યાં હતાં.

સિદ્ધાર્થની જેમ આરવનો રૂમ પણ સિદ્ધાર્થના રૂમની સામે કિચનની ઉપર હતો. પોતાનાં રૂમમાં જવાં પેસેજમાં ચાલતો-ચાલતો આરવ જવાં લાગ્યો. પેસેજની લોખંડની પેરાપેટ ઉપર હાથ ફેરવતો-ફેરવતો આરવ સોફામાં બેઠેલી નેહા સામે જોતો-જોતો સામેની બાજુ જવાં લાગ્યો.

છેવટે પોતાનાં રૂમમાં આવીને આરવે કપડાં બદલી લીધાં. શેરવાની વગેરે પહેરીને આરવ ડ્રેસિંગ મીરર સામે ઊભાં-ઊભાં પોતાને જોઈ રહ્યો.

લાવણ્યા અને સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં આરવનું મન ફરીવાર ઉદાસ થઈ ગયું.

જે થશે...! જોયું જશે...!” મિરરમાં પોતાને જોતાં-જોતાં આરવે વિચાર્યું અને ઊંડો નિ:શ્વાસ નાંખ્યો.

કાંચમાં થોડી વધુવાર પોતાને જોઈ રહીને આરવ છેવટે પોતાનાં રૂમમાંથી નીકળી ગયો.

***

બધાંજ રીતિરિવાજો મુજબ આરવ અને નેહાની સગાઈ થઈ ગઈ. આખું ફંકશન ખૂબ ધામધૂમથી થયું. કરણસિંઘ સહિત, નેહા, સુરેશસિંઘ, વિજયસિંહ વગેરે તેમજ અન્ય સગાં-વ્હાલાંએ પણ બંનેની જોડીને વધાવી લીધાં.

પોતાનાં રૂમની બહાર સીડીનાં પ્લેટફોર્મ ઉપર ઊભાં-ઊભાં સિદ્ધાર્થ નેહા અને આરવને સગાઈની વીંટીઓ એકબીજાંનાં હાથમાં પહેરવાતાં ભીની આંખે જોઈ રહ્યો.

ત્યાર પછીનાં નવરાત્રિનાં દિવસોમાં કરણસિંઘે અગાઉથી નક્કી કરી રાખેલાં પ્રોગ્રામ મુજબ આખું ફેમિલી ચોટીલા,પાવાગઢ વગેરે શક્તિપીઠોનાં દર્શન માટે જઈ આવ્યું.

આઠમનાં નોરતે, કુળદેવીનાં નૈવેધ ધરાવાનાં પ્રસંગમાં પણ નેહા અને તેણીનાં ફેમિલીએ હાજરી આપી. ખુશખુશાલ થઈ ગયેલી નેહાએ પોતાનાં સ્વભાવથી બધાંનું દિલ જીતી લીધું.

વિજયસિંઘને જમીનને લગતું કામ હોવાથી નવરાત્રિ પછી પણ લગભગ પંદરેક દિવસ વિજયસિંઘ એન્ડ ફેમિલી બરોડાં કરણસિંઘનાં ઘરે રોકાયું. નેહા માટે તો આ દિવસો મિનિ વેકેશન જેવાં થઈ ગયાં.

આરવ કમને પોતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. લાવણ્યા વિષે વિચારી-વિચારીને તેનું મગજ જાણે બહેર મારી ગયું હતું. તે મોટેભાગે ફોન સ્વિચ ઑફ રાખતો અને જો ચાલું પણ કરતો તો પણ કોઇની જોડે કૉલ કે મેસેજ કરવાનું એવોઈડ કરતો.

સૌથી ખરાબ હાલત સિદ્ધાર્થની થઈ ગઈ. ખુશખુશાલ નેહાને ઘરમાં આમતેમ ફરતી જોઈ કે પછી આરવ સાથે વાતચિત કરતાં જોઈને સિદ્ધાર્થનું મન વધુને વધુ ઉદાસ થતું જતું.

સિદ્ધાર્થે કહેલી વાત પછી આરવ અને સિદ્ધાર્થ વચ્ચે અજાણતાંજ ડિસ્ટન્સ આવી ગયું હતું. કરણસિંઘ પણ મોટેભાગે સિદ્ધાર્થ સાથે વાત કરવાનું ટાળતા. પોતાને આખો દિવસ કામમાં લગાડી રાખી ધ્યાન ડાઇવર્ટ કરવાં સિદ્ધાર્થ શક્ય હોય ત્યાં સુધી તેમની ઓફિસે કે પછી જતો રહેતો કે પછી ઘરની બહાર રહેતો.

જોકે પાવાગઢ વગેરે જગ્યાએ જતાં વખતે સિદ્ધાર્થજ નેહા અને આરવની જોડે રહ્યો હતો.

આ પિક મસ્ત આયો છેને..!?”

ડ્રૉઇંગરૂમમાંથી ચાલતા-ચાલતા પોતાનાં રૂમ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થે સોફામાં બેઠા-બેઠા આરવને પોતાનાં મોબાઈલમાં પાવાગઢ વગેરે જગ્યાનાં અને સગાઈનાં ફંકશનનાં ફોટોઝ બતાવતી નેહાને જોઈ.

યાર તું તો સહેજપણ સ્માઈલ નઈ કરતો...!” નેહા નારાજ થવાનું નાટક કરતી હોય એમ મોઢું મચકોડીને બોલી.

સિદ્ધાર્થને ત્યાંથી પસાર થતાં જોઈને આરવે એક નજર તેની સામે જોયું અને પરાણે સ્મિત કર્યું. પ્રતીભાવમાં સિદ્ધાર્થે પણ પરાણે માથું હલાવ્યું અને પોતાનાં રૂમમાં જવાં સીડીઓ ચઢવાં લાગ્યો.

આમ હસને....આમ. હસ..!” નેહાએ આરવનાં બંને ગાલ ખેંચ્યા અને જબરદસ્તી તેને હસાવાંનો પ્રયત્ન કરવાં લાગી.

પોતાનાં રૂમ આગળ સીડીનાં પ્લેટફોર્મ ઉપર સિદ્ધાર્થ અટક્યો અને નેહાને આરવ જોડે મજાક કરતાં જોઈ રહ્યો.

એક ઊંડો નિ:શ્વાસ ભરી સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાં કૉન્ટૅક્ટ લિસ્ટ ઓપન કર્યું અને નામ સર્ચ કર્યું

વિકટ શેઠ...!”

નંબર સર્ચ કરી સિદ્ધાર્થે ડાયલ કર્યો.

હાં બોલ...!” પહેલીજ રીંગે સામેથી સિદ્ધાર્થનાં બેસ્ટ ફ્રેન્ડ વિકટે ફોન ઉઠાવીને ઉતાવળા સ્વરમાં કહ્યું.

મગજ ખરાબ થયું છે...!” નીચે સોફામાં બેઠેલાં નેહા અને આરવ તરફ પીઠ ફેરવીને સિદ્ધાર્થ બોલ્યો.

તો હાલો...! ડાકોરનાં ઠાકોરને મલવા...!” વિકટ તેની આદત મુજબ મજાકીયા સ્વરમાં બોલ્યો.

હી...હી.!” ગમે તેવાં ટેન્શનમાં પણ પોતાનો જૉલી સ્વભાવ જાળવી રાખતાં વિકટનો એવો સ્વર સાંભળીને સિદ્ધાર્થથી પરાણે હળવું હસાઈ ગયું.

જોયું..!? ડાકોરનાં ઠાકોરનું નામ સાંભળીનેજ ખુશ થઈ જવાયુંને...!” વિકટ ફરીવાર એજરીતે બોલ્યો.

એ તો છે હોં ભાઈ..!” સિદ્ધાર્થનું મન જાણે હળવું થયું હોય એમ તે સ્મિત કરીને બોલ્યો.

તો પછી બોલ..! ક્યારે નીકળવું છે..!?”

સવારે નિકળીએ...! ચાર વાગે...!” સિદ્ધાર્થ બોલ્યો.

ઓકે...! ડન..!” કોઈ જાતની માથાકૂટ કર્યા વિના વિકટે તરતજ હાં પાડી દીધી.

પણ એન્ફિલ્ડ લઈને જઈશું..!” સિદ્ધાર્થ ચેતવણી આપતો હોય એમ બોલ્યો.

એ ના હોં ભાઈ...!” વિકટ મોટેથી બોલ્યો “મારી કમરનાં મણકા તૂટી જાય છે....! તારે તો બોલવું છે..!”

“અરે પણ મારે ચલાવાનું છેને..!?” સિદ્ધાર્થ દલીલ કરતો હોય એમ બોલ્યો “અને ઉમરેઠ તારાં ઘરે રેસ્ટ કરવાં રોકાઈશુંને...! તું તારું ગામ મને બતાવાંનું કેતો તોને...! તો બતાઈ દેજે...!”

“હમ્મ...! તો ઠીક..! પણ વરસાદ...!?”

આપડને છોકરાંઓને શું વરસાદ નડે યાર...!?”

“સારું..! સવારે ચાર વાગ્યે...! હું ડ્રાઈવ કરું છું....! ચલ...! બાય...!”

“બાય...!”

સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

સિદ્ધાર્થ...!” પોતાનાં રૂમમાં સિદ્ધાર્થ એન્ટર થવાં જતોજ હતો ત્યાંજ નેહાએ નીચે છેલ્લાં પગથિયે ઊભાં રહીને તેને બોલાવ્યો.

સિદ્ધાર્થ તેણી તરફ ફર્યો.

અગાશી ઉપર આવને મારે વાત કરવી છે...! હમ્મ….!”

સિદ્ધાર્થનાં પ્રતીભાવની રાહ જોયાં વિના એટલું કહીને નેહા ત્યાંથી જતી રહી.

હવે શું વાત કરવી હશે...!?” સિદ્ધાર્થને નવાઈ લાગી અને ત્યાંજ ઊભાં-ઊભાં તે વિચારી રહ્યો.

***

સ્પેશિયલ થેન્ક યુ ટુ વિકટ શેઠ-જેમણે મને તેમનું પાત્ર તેમની રિયલ identity સાથે આ નવલકથામાં મૂકવા દીધું.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED