પ્રેમ અને આઘાત - તૂટેલ દિલને જોડાવું Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અને આઘાત - તૂટેલ દિલને જોડાવું

જેના સપના તૂટી જાય છે એ માણસ એની આંખોમાંથી આંસુ નથી ટપકવા દેતો ,પરંતુ એ અંદરથી આખેઆખો તૂટી જતો હોય છે માણસ આંખોથી નથી રડતો પણ એનું દિલ લોહીના આંસુથી રડતું હોય છે.

જ્યારે સપના તૂટે છે ત્યારે તો લાગે છે કે દરિયાના મોજાંઓ ભયંકર તોફાન એના જીવનમાં પ્રવેશી ગયું હોય એવું એને લાગે છે મનુષ્ય જીવનમાં સપનાં જોવાનો અધિકાર અને હક ધરાવે છે અને સપના પણ જોઈ શકે છે સપનામાં એનો મનગમતો સારો મિત્ર પણ મળી જાય છે એ મિત્ર સાથે દોસ્તી પણ થવા લાગે છે ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમે છે અને એ પ્રેમ જ્યારે જિંદગીના છેલ્લા પડાવ માં સફળ થવાની આવે છે ત્યારે એ સપના તૂટી જાય છે ત્યારે એ માણસ અંધકારમય બની જાય છે કે જાણે કે ખૂબ દરિયામાં એનું મન ભરાઈ ગયું હોય. અને એનું મન કાયમને માટે બહારના નીકળવાનું ના હોય એવો લાચાર બની જાય છે. માણસનું દિલ નાજુક બની જાય છે .

સપના તોડ વાળો વ્યક્તિ ને દિલમાં કોઈ અસર હોતી નથી કારણ કે એ તો સપના તોડવા માટે જ જીવન જીવી રહ્યો હોય છે. ઘણાં લોકો એવા હોય છે કે સામેવાળાના દિલને તોડતા પહેલા વિચાર પણ કરતા નથી સામેવાળાનું દિલ ખૂબ નાજુક હોય છે એને સંવેદનાઓને હોય છે પરંતુ જે સંવેદનાઓ જ્યારે બીજા પાત્ર દ્વારા તૂટે છે!! ત્યારે એના તો એવા હૃદયના ટૂકડે, ટૂકડા થાય છે કે એને જોડવા માટેની કોઈ પણ દવા કામે લાગતી નથી કુદરત પણ એમાં કંઈ પણ કરી શકતો નથી.

મનુષ્યના દિલ સાથે ખેલ ખેલવા વાળા લોકો આ ધરતી પર ઘણા બધા હોય છે .એવું નથી હોતું કે પુરુષ જ સ્ત્રીના સ્વપ્નાં તોડે છે.સ્ત્રી પણ પુરુષના સપના તોડે છે . સ્ત્રી અને પુરુષ સિક્કાની બંને બાજુ ગણીને તો પોતાના પ્રેમને એક સફળતાનું સ્વરૂપ આપે તો માનવીનું જીવન એક સુંદર ચહેરા સાથે જ ઊગી નીકળે છે.પરંતુ .આ જગતમાં સપનાના સોદાગરો સપના તોડવા માટે જ બન્યા હોય એવું લાગે છે!

ઘણા લોકોના સપના તૂટી ગયા હશે ,ઘણા લોકો દિલથી રડતા હશે, ઘણા ચહેરા પાછળ ઘણી વેદના અને દર્દ ભર્યા હશે ,હસતા ચહેરા પાછળ ઘણી બધી તૂટેલી વેદનાઓ ભરાઈ ગઈ હશે. ઘણી વખત આપણને લાગે છે કે એ માણસ ખૂબ ખુશ છે પરંતુ એ ખુશી ની પાછળ અઢળક બધી વેદનાઓ ,લાગણીઓ અને સંવેદના ભરાઈ ગઈ હોય છે. માનવી જીવે છે તો ખરા પરંતુ એક હાલતું ,ચાલતું રોબોટના મશીનની જેમ કામ કરતું હોય છે એના જીવનની દરેક અપેક્ષાઓ મરી પરવારી હોય છે .એને સુખ અને દુઃખ બંને ની મન પર કોઈ અસર થતી નથી .એના આંસુ સુકાઈ જાય છે ગમે તેવા સંજોગોમાં એને પોતાની જાત પર થયેલા અન્યાયને ભૂલી શકતો નથી! અને વારંવાર એને યાદ કરીને પોતાના જીવનના અડધા વર્ષો ઓછા કરી નાખે છે.

પરંતુ હું માનું છું ત્યાં સુધી સપના તોડનારની સામે તમારે નવું સપનું જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એક મિત્રના સંબંધ તૂટી જવાથી જિંદગી પૂરી થઈ શકતી નથી તમારે બીજા મીત્ર સાથે પણ તમે નજીક જઈ ને ફરીથી નવી જિંદગી શરૂ કરી શકો છો.

સામેની વ્યક્તિ તમને છોડીને બીજાને પ્રેમ કરી શકતી હોય તો, તમે એને છોડીને કેમ ના પ્રેમ કરી શકો! તમારા જીવનને એટલું બધું તો કોમળ ના જ બનાવો કે જીવવાનું અસહ્ય બની જાય... પ્રેમ કરવો એ ગુનો નથી! પ્રેમમાં નિષ્ફળતા મળે તો એમાં તમારે વિચલિત થવાની જરૂર નથી. પરંતુ પોતાના જાતને મક્કમ કરી, મનથી ખૂબ મક્કમ બની અને જિંદગી જીવો.... દરેક વખતે તમને કોઈ મળેલું બીજું પાત્ર તમારા સપનાને તોડશે, એવું વિચારશો નહીં ...

જીવનની દરેક હસ્તરેખાઓ માં કોઈ ને કોઈ નું નામ કોતરેલું જ હોય છે ,અને એ તમારી જિંદગીમાં આવીને સપ્તરંગી રંગ પણ પૂરી જતો હોય છે... માટે હંમેશા દિલ તૂટે તો ગભરાવું નહીં , પરંતુ ફરીથી દિલ જોડી શકાય છે એટલે દિલ જોડવનો પર્યન્ત કરવો. ફરીથી પ્રેમની ભાષામાં પાગલ થવું અને મોરના પીંછા રૂપી સુંદર જીંદગીને સજાવવી અને પોતાના જીવનમાં અપેક્ષાઓ હોય એ બધી જ પુરી કરવી, અને એ બધામાં સફળતા પણ મળી શકે છે

બસ આભાર
ભાનુબેન પ્રજાપતિ

ભાનુબેન પ્રજાપતિ