રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર બંધન નો તહેવાર રક્ષા કરજે ..હો વીરા... તારી બેનની.... કુંતા અભિમન્યુને બાંધી છે અમર રાખડી.... રક્ષાબંધન ઉપર તો ઘણા બધા કે ગીત પણ છે એમાંનો એક મનપસંદ ગીત એટલે.....
કોણ હલાવે ....લીમડીને કોણ જુલાવે પીપડી ....ભાઈની બેની લાડકી ને ભયલુ ઝુલાવે ડાળખી.....
દુનિયામાં લાગણીના સંબંધો ની વાત કરીએ તો એક ભાઈ-બહેનનો સંબંધ એટલે કે લાગણીઓના સમુદાયનો ઉભરાતો સંબંધ ભાઈ- બહેન નો પવિત્ર સંબંધ એટલે દિલના આરજુ વચ્ચેનો સંબંધ.
જે ભાઈને બેન મળી હશે એ દુનિયાનો નસીબદાર માણસ માનું છું. અને જે બેનને ભાઈ મળ્યો હોય એ પણ નસીબદાર છે એવું નથી કે સગોભાઈ જ બેનને પ્રેમ આપે છે પણ ધર્મનો બનાવેલો ભાઈ પણ લોહીના સંબંધ કરતાં પણ આગળ નિકળી જાય છે કે ધર્મની બાનવેલી બહેન નો પ્રેમ પણ ઓછો નથી હોતો!!
ભાઈ અને બેન મુખ માંથી નીકળતા પવિત્ર શબ્દો એટલે ,હેતનું વાત્સલ્ય, દિલ નો દરિયો સુસવાટા ભરતી આંખની પાપણમાંથી વહેતી પ્રેમની અશ્રુધારા માં ઉભરાતો વીરાનો સ્નેહ ભર્યો બગીચો...
ભાઈ -બેન ની તો વાત જ થઈ શકે એમ નથી નાનપણમાં એક ખાટલામાં બેસીને જમવું રમવું અને પ્રેમ ભર્યા ઝઘડા કરવા એતો ભાઈ બેનની સચવાયેલી યાદો છે.
ઘણી વખત મા-બાપ હયાત ના હોય ત્યારે એક ભાઈ પિતાની ગરજ સારે છે. ભાઈ નાનો હોય અને બહેન મોટી હોય છતાં પણ ભાઈ પપ્પાની ગેરહાજરીમાં જાણે કેટલો મોટો થઈ ગયો હોય એવું એનું વર્તનમાં ફેરફાર આવી જાય છે .એના મને એવું જ હોય છે કે મારી બેનને મારા પિતાજીની બિલકુલ યાદ ન આવે ,ખુશ રહે. પિતાની જેમ નાનોભાઈ બેનની દરેક ખુશીમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે .જે પિતાની હાજરીમાં બેનનું છીનવીને ઝઘડીને લઈલે તો ભાઈ જ્યારે પિતાની ગેરહાજરી હોય ત્યારે એ ખુશી ખુશીથી બેનને હાથમાં ધરી દે છે અને બેનને સહેજ પણ પિતાની લાગણીથી વંચિત રહેવા દેતો નથી જો માતા ન હોય કુદરતી રીતે ભાઈ -બહેન એકલા હોય અને બહેન મોટી હોય તો બહેન પણ એક માતા ની ગરજ સારે છે .
દિલથી સાચી વાત કહુંતો બેનનું કાળજું તો ભાઈ માટે નિરંતર આશા અને આશીર્વાદ અને યાદો થી ભરેલું જ હોય છે. એને એવું નથી હોતું કે ભાઈને ભૂલી ગઈ હોય, કારણ કે ભાઈ ને યાદ કરવાનો જ ન હોય કારણ કે તો યાદોમાં કોતરાયેલો જ હોય છે. યાદ તો એને કરવાનું હોય કે જેને ભૂલી ગયા હોય!! અને ભાઈને તો કેવી રીતે ભૂલી જવાય..
હેત અને પ્રેમ બધું ભાઈ -બેનના પાવિત સંબંધમાં સમાયેલું છે.
ઘણી વખત અનુભવ્યું છે કે નાના નાના ભુલકા પણ પોતાના ભાઈ-બહેન માટે અતિશય લાગણી ધરાવતા હોય છે. કોઈને નાની અમથી ચોકલેટ આપી હોય તો બંને ભાઈ બહેનો એવું જ વિચારે છે કે ભાઈ ને એમ કહું બેન માટે લઈ જાઓ અને બેન ને એવું થાય કે હું ભાઈ માટે લઈ જવું એકબીજાને મૂકીને ખાવાનું એમને પસંદ આવતું નથી એવો તો ભાઈ-બહેનના લાગણીનો સંબંધ હોય છે.
બહેન મોટી થાય એટલે જ્યારે સાસરે વળાવવા નો થાય ત્યારે સૌથી વધારે દુઃખ ભાઈને થાય છે માતા-પિતાને તો ઘણી બધી લાગણીઓ વહે છે પણ ભાઈ ને બેન નું દુઃખતી હોય છે, કારણકે ઘરમાં જે હસતી ખેલતી, રમતી અને એની બેન કાયમને માટે ઘરમાંથી વિદાય લઈને બીજાના ઘરમાં જવાની હોય છે એટલે એને મન ફાવે ત્યારે બેનની પાસે થોડું જવાય,અને ઘરે હોય તો આખો દિવસ બહેન જોડે માથા કુટ કરવાની બહુ મજા પડી જાય, પરંતુ જ્યારે બેન સાસરે જાય છે ત્યારે ભાઈ અતિશય આંસુએ રડે છે, અને બહેનની તો કલ્પના જ કરવી અઘરી પડે છે..
બહેન સાસરે જતાં વળી -વળીને ભાઈ સામુ નજર કરતી રહે છે.એક બાજુ આંખોમાંથી અશ્રુધારા વહેતી હોય છે અને મનમાં સવાલો ની વણઝાર ઊભી થાય છે કે, મારો ભાઈ એકલો શું કરશે? મારા ભાઈને મારા વિના ફાવશે? મારો ભાઈ મારા માટે તો આંખોનો તારો હતો ,હવે હું ,એને ક્યારે જોઈ શકીશ !એની આંખોમાં ભાઈ માટે દરિયા જેવડા આંસુ ટપકી ને વહી જતા હોય છે અને અહીં ભાઈને પણ એક નદી વહી રહી હોય એટલા દિલના ખૂણે થી આંસુ વહેતા જોવા મળી રહે છે..
બહેન સાસરે જતા, ભાઇના જીવનમાં પરિવર્તન આવી જાય છે. જ્યારે સાસરે થી બહેન આવે ત્યારે નાનો ભાઈ જાણે મોટો થઈ ગયો હોય એવો અહેસાસ બહેનને થઈ જાય છે.. અને ભાઈને પણ સાસરેથી આવેલી બહેનમાં ઘણું બધું પરિવર્તન જોવા મળી જાય છે .
એક ભાઈના અંદર પિતાજીની છબી દેખાય છે અને બહેનની અંદર એક માતાની છબી ના દર્શન થાય છે. બંને જણા એકબીજાને મળે પછી તો એક અલગ પ્રકારની અંદરથી લાગણી ઊભી થઈ જાય છે .અને એકબીજાના વિચારો શરૂ થાય છે એક બીજાની ચિંતા ભાઈ અને બહેનને થાય છે ભાઈ- બહેનના હેત એટલા ભરાઈ જાય છે કે ,દુનિયાની આજુબાજુની લીલોતરી પણ ખુશ થઈને બોલી ઊઠે છે.. વાહ.... કુદરત તારી કરામત.... ભાઈ- બહેનના હેતની તોલે તો આ દુનિયામાં કોઈ ના આવી ન શકે !!!
એટલે તો વર્ષમાં આવતો આ પવિત્ર તહેવારની ભાઈ - બહેન રાહ જોતા હોય છે. આપણો
ભારત દેશ તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે.એમાં રક્ષાબંધન તો પ્રેમ અને હેતથી એટલો સરસ રીતે ઉજવાય છે કે દૂર રહે તો ભાઈ હોય તો પણ એના હાથે રાખડી પહોંચી જાય છે બહેન ગમે તે કરીને ભાઈને રાખડી મોકલાવી દે છે અરે રક્ષાબંધનના અગાઉથી જ એને રાખડી ખરીદવા ની શરૂઆત થઈ જાય છે ઘણી બહેનો તો જાતે જ રાખડી બનાવે છે અને ભાઈના કાંડે શોભે એવી રાખડી બનાવી દે છે ભાઈ પણ બહેનને ભેટ આપવા માટે વિચારીને જ રાખે છે એને પણ ખબર હોય છે કે મારી બેન ને કઈ ભેટ આપવાથી એ ખુશ થશે!આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. અને બહેન ભાઈના સુખી જીવવાના આશીર્વાદ આપે છે અને ભાઈ- બહેનને વીરપસલી આપે છે એટલે કે અન્ય હતું આંખના શકાય એવી ભેટ બહેન ને આપે છે.
રક્ષા કરજે હો વીરા બહેનની...
બહેન પુકારે તો આવજે વીરા વહેલો.
જન્મની યાદો વીરા રડાવે તારી બેનડી ને..
ખમ્મા .. મારા વીરા લઉં ઓવારણાં હેતથી...
મારા માડી જાયા જુગ જુગ જીવો પ્રેમથી..
સુખી થી જીવજો....અને નામ રહે અમર રે...
બસ
આભાર
🏵️Happy rakshabandhan🏵️