મનની Immunity Dr. Sagar Vekariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનની Immunity

( મનની Immunity )

"Health is a state of physical, mental and social well-being in which disease and infirmity are absent." -WHO

WHO ની વ્યાખ્યા મુજબ માણસ સંપૂર્ણ તંદુરસ્ત ત્યારે જ ગણાય જયારે એ શારીરિક,માનસિક,અને સામાજિક રીતે સ્વસ્થ હોય.

તનની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે.
તનને તંદુરસ્ત રાખવા જેમ યોગ્ય આહાર, કસરત અને પરેજી ની જરૂર છે એ જ રીતે મનને તંદુરસ્ત રાખવા પણ એને યોગ્ય આહાર(પોઝિટિવ વિચારો), કસરત(યોગા,મેડિટેશન) પરેજી ની જરૂર હોય છે.
આ કપરા સમયમાં અત્યારે સૌથી વધુ જો કોઈપણ જરૂરિયાત હોય તો એ છે પુરેપુરા precaution રાખી તન અને મનની immunity વધારવાની.
બધા તનની immunity(રોગપ્રતિકારક શક્તિ) ના ઉપાયો તો સૂચવે જ છે, આજે હું તમને મનની immunity વધારવા માટેના કેટલાક ઉપાયો સુચવું છું.

૧) મનની કસરત

જેમ તનને તંદુરસ્ત રાખવા કસરત, વોકિંગ,રનીંગ કે સાયકલિંગ કરીએ છીએ એવી જ રીતે મનને તંદુરસ્ત રાખવા આપણે શું કરીએ છીએ??
મનને તંદુરસ્ત રાખવા આ નવરાશના સમયમાં ધ્યાન, યોગ, પ્રાણાયમ શીખવા, દરરોજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે પ્રેક્ટિસ કરવી. કોઈપણ વસ્તુ શીખવી અઘરી નથી ,જરૂર છે તો માત્ર એ દિશામાં એક ડગલું મૂકી આગળ વધવાની.

૨) મનના ડોકટર

- જ્યારે શરીર માંદુ પડે ત્યારે જેમ એના ડોકટર પાસે જઈએ છીએ , એ જ રીતે જ્યારે મન માંદુ પડે(ખોટા નકામા વિચારો આવ્યે રાખે, મુંઝારો આવે,કાઈ કામ કરવાનું મન જ ના થાય, બધાથી દૂર ભાગી જવું એવું થયે રાખે વગેરે વગેરે..)
ત્યારે એના માટે યોગ્ય ડોકટરની સલાહ લેવી.

આપણા કુટુંબ કે મિત્રસર્કલ માં કોઈ મોટીવેટ કરનારું હોય તો એની યોગ્ય સલાહ લેવી. સલાહ લેવામાં શરમાવું નહીં, જો શરમાશો તો એ પરિસ્થિતિનો કોઈ યોગ્ય ઉકેલ આવવાને બદલે પરિસ્થિતિ વધારે વણસતી જશે.

૩) - સારા પુસ્તકોનું વાંચન

શ્રેષ્ઠ જીવન જીવવા અને મનને મજબૂત બનાવવા સારા પુસ્તકો અને સજ્જનોના સાથ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
ઘરમાં એવા કેટલાયે પુસ્તકો હશે જે વંચાયા વગર ધૂળ ખાતા હશે એ વાંચવા બાકી , નવા ઓનલાઈન મંગાવી એ વાંચવા કે પછી ઓનલાઈન સોફ્ટ કોપી વાંચવી.
પણ નવરા ના બેસવું.
" ખાલી દિમાગ શેતાન કા ઘર" કે પછી " નવરા નખોદ વાળે" જેવી કહેવતની જેમ નવરા રહેવા કરતા પુસ્તક વાંચન કે નવું શીખવા માં વ્યસ્ત રહેવું જેથી મનની તંદુરસ્તી જળવાઈ રહે.
બુક સજેશન;
જય હો,
Jsk,
નોર્થપોલ,
ધ રામભાઈ,
મરો ત્યાં સુધી જીવો,
ડોકટરની ડાયરી,

૪)પરિવારના સભ્યો સાથે ઘરસભા.

ગમે તે પરિસ્થિતિમાં સૌથી નજીક આપણો પરિવાર જ હોય છે. આપણને કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો એ પરિવાર સાથે વહેંચી યોગ્ય ઉકેલ લાવવો કે પરિવારના કોઈ સભ્યને કાઈ પ્રશ્ન હોય તો એ વ્યવસ્થિત રીતે સમજી એનો યોગ્ય ઉકેલ લાવવો.
ગામમાં બીજા લોકો શુ કરે છે એ ધ્યાન રાખવા કરતા પહેલા પરિવારમાં કોઈ મૂંઝાય છે કે નહિ, કોને શુ પ્રશ્ન છે એ ધ્યાન રાખવું અને ઉકેલ લાવવો વધુ જરૂરી છે.
આના માટે ઘરસભા અત્યંત જરૂરી છે. જો બધા ભેગા બેસશે, સારી વાતો કે સત્સંગ કરશે તો અવશ્ય બધા વચ્ચે મનમેળ વધશે અને પરિવારના બધા સભ્યો મનથી મજબૂત બનશે.

૫) યુ ટ્યુબ, સોશિયલ મીડિયામાં કે ટીવીમાં સારા પ્રવચનોનું શ્રવણ

ટીવીમાં સંતો, મહંતો કે સજ્જનોના પ્રવચનો સાંભળવા, યોગ શીખવા કે histry, discovery જેવી ચેનલો માંથી નવું નવું શીખવું, જાણવું ને માણવું જોઈએ.
યુટ્યુબમાં સાંભળવા જેવા ગુજરાતી સજ્જનોના પ્રવચનો.
(આ બધા વ્યક્તિઓ અને ચેનલો માં આવતા મોટીવેશનલ વીડિયો હું જોઉં છું, મને લાગ્યું તમને ઉપયોગી થશે એટલે આપની સાથે વહેશું છું.

જય વસાવડા,
જ્ઞાનવત્સલ સ્વામી,
અપૂર્વમુનિસ્વામી,
Y A S (યુવા અભ્યુદય સેમિનાર) ના વક્તાઓ
on surat gurukul channel
સાંઈરામ દવે,
ડો.હંસલ ભચેચ,
સવજીભાઈ ધોળકિયા,
ગોવિંદભાઈ ધોળકિયા ,
સંજય રાવલ,
અંકિત ત્રિવેદી,
સફીન હસન,
ભીખુદાન ગઢવી કે
ઇશરદાન ગઢવીની
લોકવાર્તાઓ,


મારી પાસે યુટ્યુબની કેટલીક ચેનલોનું લિસ્ટ છે જે તમને જીવનમાં કોઈને કોઈ રીતે પ્રેરણદાયક બની રહેશે એમ સમજીને તમારી બધા સાથે એ લિસ્ટ વહેંશુ છું.

Ted talk,
Josh talk,
Sandeep maheshwari,
Vivek bindra(bada business)
Himeesh madaan,
Civil beings(sagar dodeja),
Dr.ujjval patni,
Gaur gopal das
Sadhguru,
BK shivani,
coolmytra,
App- Quora,
પ્રતિલિપિ,
જલસો,

૬) મ્યુઝિક

જીવનમાં સંગીતનો બહુ મોટો રોલ રહેલો છે, તમે ક્યારેક મંદિરો,હોસ્પિટલો કે રેસ્ટોરાં એ જાવ ત્યારે ત્યાં અમુક પ્રકારનું સંગીત સાંભળવા મળતું હોય છે.
મ્યુઝિક મનને શાંત કરવામાં ખૂબ મદદરૂપ છે.
યુટ્યુબમાં સર્ચ કરજો બધી પ્રકારના મ્યુઝિક મળી જશે.
music for meditation,
sleep, avoid stress
concentration, focus,
classical music,
Instrumental music,
Binaural beats,
Alpha wave music,
Peaceful kirtan, prabhatiya

૭) મનની તંદુરસ્તી જળવાઈ એવી આદતો પાડવી

-ઘર બેઠા નવરાશના સમયે અવનવા કોર્ષ કરવા,
ડિઝાઇનિંગ, કમ્પ્યુટર વર્ક, ઓનલાઈન વહીવટ,
ઈંગ્લીશ લર્નિંગ,ટાઈપિંગ, લેખન,વાંચન,ઘરકામ,સિલાઈ,
નવી ટેક્નોલોજીની જાણકારી વગેરે વગેરે .
- જીવનમાં કોઈને કોઈ ક્ષેત્રે મદદરૂપ થાય એવું કોઈપણ કાર્ય શીખવું. સાવ પડ્યા રહેવા કરતા કઈક નવું જાણવું આવશ્યક છે.

૮) નો નેગેટિવ ન્યુઝ

ન્યૂઝમાં કે સોશિયલ મીડિયામાં આવતા કોરોના કેસના આકડાઓ કે નેગેટિવ ન્યુઝ જોવાને બદલે મનને બીજી પોઝિટિવ દિશામાં વાળવું.
જો આપણે પૂરતા precaution(કાળજી) રાખતા હોઈશું તો આપણે મૂંઝાવાની કાઈ જરૂરત જ નથી. બસ તન સાથે મનને તંદુરસ્ત રાખવાની જ જરૂરત છે.
નબળા વિચારો અને નબળા વિચારો વાળા વ્યક્તિઓથી હમેશા દૂર જ રહેવું.
- say no to negatives
- Distract your distractions before they distract you.

- ડો.સાગર વેકરીયા.
"વિશાળ ભુમંડળમાં ઘૂઘવતો સાગર છું હું,
બહારથી અશાંત દેખાતો હું મથું છું ભીતરથી શાંત થવા."