Comfort Zone books and stories free download online pdf in Gujarati

Comfort Zone

"challenge yourself
to
change yourself."

(Comfort zone)

"બંધનોની બેડીઓ તોડી, હામની મેં ભરીઓ હોડી,
સિદ્ધાંતોની બનાવી જોડી,જાવું સાગર પાર દોડી."

જેમ જહાજ લંગર(બંધન) થી છૂટી બંદર માંથી (કમ્ફર્ટઝોન) બહાર નીકળે ત્યારે તેની સાચી કિંમત થાય છે એવી જ રીતે આપણે પણ કમ્ફર્ટ ઝોન રૂપી બંદર માંથી બંધનો તોડીને જ્યારે બહાર નિકળશુ ત્યારે જ આપણી સાચી કિંમત થશે.

જેમ પ્લેનની એરપોર્ટમાં, ફળોની ફ્રીઝમાં, લાગણીઓની દિલમાં પડ્યા રહેવાથી કાઈ કિંમત રહેતી નથી એમ જ આપણી પણ એક જગ્યાને સુરક્ષિત માનીને એમાં જિંદગીભર પડ્યા રહેવાથી કાઈ કિંમત રહેતી નથી.

ફ્રીઝ માં રહેલા ફળોને એમ હોય કે એ એમાં સુરક્ષિત છે પણ એમાં પડ્યા જ રહેવાથી એ કોઈનાં પણ ઉપયોગ માં આવી શકતા નથી એવી જ રીતે આપણે પણ કમ્ફર્ટ ઝોન રૂપી ફ્રીઝ માં પડી રહીએ તો આપણી કાઈ કિંમત રહે નહીં.

જો બહાર સડી જવાની બીકે ફળો ફ્રીઝની અંદર પડ્યા રહે તો એ કશા કામના રહેતા નથી, એવી જ રીતે કમ્ફર્ટ ઝોનની બહાર રહેલા પ્રોબ્લેમ્સ ની બીકે આપણે અંદર ને અંદર પડ્યા રહીએ તો જીવનમાં આપણે કાઈ પ્રાપ્ત કરી શકવાના નથી.

આપણે આપણી જાતને બહાર આ દુનિયા માં એડજસ્ટ કરતા શીખવી જ પડશે, નેગેટિવ વિચારો અને લોકો સામે અડીખમ ઉભા રહેવા માટે પોઝિટિવ વિચારોરૂપી કવચને મજબૂત કરવું જ પડશે. આપણે પરિવાર અને સમાજ તરફથી મળેલા સારા સંસ્કારોની મૂડીરૂપી ઠંડક જાળવી રાખીશું તો જ જીવનમાં ખૂબ મોટા શિખરો સર કરી શકીશું.

આપણે પોઝિટિવ વિચારો અને આત્મબળ થી મજબૂત બની કોઈપણ પરિસ્થિતિ સામે લડી લેવાની તાકાત રાખવી પડશે. બધાને સારી બાબત કરતા નબળી બાબતની બહુ વહેલી અસર થતી હોય છે, તો આપણે એમાંથી બચવા માટે આપણે આપણી પોઝિટિવ વિચારો અને સંસ્કારોરૂપી ઠંડક સ્ટ્રોંગ રાખવી પડશે જેથી આપણને નેગેટિવ વાતાવરણની બહુ અસર ના થાય અને આ દુનિયામા અડીખમ ઉભા રહી શકીએ.

સારા પુસ્તકો, સારા મિત્રો અને સારા પ્રવચનો થી આપણે આપણું કવચ મજબૂત બનાવવું જેથી કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા આપણે સક્ષમ બની શકીએ.

બાળપણથી એક ગધેડા અને ખેડૂતની વાર્તા સાંભળતા આવીએ છીએ, જે આપને મજબૂતાઈ પ્રેરશે માટે અહીં તમારી સાથે શેર કરું છું.

એક ખેડૂત પોતાના ગધેડા ને ઘરડો થવાથી છૂટો મૂકી દે છે, ગધેડો આમતેમ ફરતા ફરતા એક અવાવરુ કૂવામાં પડી જાય છે. એના માલિક ને ખબર પડે છે, ખેડૂત ને એમ વિચાર આવે છે એમેય આ ગધેડો ઘરડો છે આપણે કાઈ કામ આવવાનો નથી તો એને માથે માટી નાખીને એને દાટી દઉં એટલે કાઈ માથાકૂટ જ નહી.

ખેડૂત કૂવામાં ગધેડા પર માટી નાખવાનું શરૂ કરે છે. ગધેડા એ વિચાર્યું હોત કે કાંઈ મહેનત કરવાની જરૂર નથી આમને આમ પડ્યો રહુ, જે થવાનું હશે એ થશે, તો ગધેડાનું મૃત્યુ નિશ્ચિત જ હતું. પણ ગધેડા એ શાંત કમ્ફર્ટઝોન માં પડી રહેવાને બદલે જેમ જેમ ખેડૂત મુશ્કેલી રૂપી માટી માથે નાખતો જાય એમ એમ ગધેડો પોતાના પોઝિટિવ વિચારો રૂપી કવચ થી એને ખેરતો જાય. ધીમે ધીમે એ અને માટીનો ઢગલો બને ઉપર આવતા ગયા અને ગધેડો માટીના ઢગલા ઉપર થઈને બહાર નીકળી ગયો અને જીવતો બચી ગયો.જો એણે કમ્ફર્ટઝોન માં પડી રહીને બહાર નીકળવાનો કંઈજ પ્રયત્ન ના કર્યો હોત તો એ જરૂરથી મોતને ભેટ્યો હોત.

માટે આપણે પણ આપણા સ્વવિચારો થી સમૃદ્ધ બની, કમ્ફર્ટઝોનનો ત્યાગ કરી ને આપણી મંઝીલ તરફ આગળ વધવું જોઈએ.

પોતાના સારા વિચારો થી સમૃદ્ધ લોકો જીવનમાં કોઈ દિવસ ક્યાંય પાછા પડતા નથી. એનામાં રહેલા સારા વિચારો જ એને જીવનમાં આગળ લઇ જાય છે. માટે જ આપણે સ્વવિકાસ પર વધારે ધ્યાન દેવું જોઈએ અને કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવો જોઈએ.

"જેટલો સંઘર્ષ હશે જાનદાર એટલી જ જીત હશે શાનદાર."
- સાગર 🌊


બીજા રસપ્રદ વિકલ્પો