ચલ મન ફરી જીવી લે (નાટક ) - 6 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 6

ચલ મન ફરી જીવી લે ભાગ ૬


ACT 2

Scene 1

[ fade in સુરેશ જોગિંગ સુટ મા તૈયાર છે કસરત કરી રહ્યો છે ઘડી ઘડી દરવાજા સામે જોવે ને ઘળીયાલ સામે જોવે વિનોદ તૈયાર થઈ આવે ]

વિનોદ - ઓ હરક પદુડા હજી ૭ વાગ્યા નથી . દિપીકાને આવ્વાદે પછી કસરત કરજે નહિંતો ઉત્સાહ મા પેહલાજ થાકી જઇશ.

સુરેશ - થાક્વાની વાત છોડ competition ની વાત કર જે ફિટ હશે તે હિટ થશે.

[ માથુ સુકાવતો દિનેશ આવે ]

દિનેશ - કાલે ૯ વાગે પણ ઉઠવા તૈયાર નહોતો ને આજે તો ૬ વાગ્યાનો તૈયાર થઇ ગયો છે.

વિનોદ - મને તો લાગે છે રાતે ઉંગ્યો પણ નથી.

સુરેશ - મુજે નિંદ ના આયે મુજે ચેન ન આયે કોઇ જાકે જરા ઠુંઠ કે લાયે ન જાને કહાં દિલ ખોગયા ન જાને કહાં દિલ ખોગયા...

દિનેશ - આતો કામથી ગયો ગાંડૉ થયો છે .

વિનોદ - સુરેશ ભાઇ તમારી ભાવનાઓ ઉપર થોડો કાબુ રાખો . આજે પેહલો દિવસ છે એવુ કાંઇ ના કરતો આજે જ ભાગી જાય .

સુરેશ - મને ખબર છે uncle don't worry હું ધીરે ધીરે મારી અદાઓથી એને મારા પ્રેમ મા પાડીશ . ધીરે ધીરે સે મેરી જીંદગી મે આના ધીરે ધીરે સે દિલ કો ચુરાના....

દિનેશ - કુદકા ઓછા માર નહિં તો એ પ્રેમ મા પડે ના પડે તુ પડીશ ને ટાંટિયા ભાગીશ.

સુરેશ - shut up uncle .

દિનેશ - ઓ uncle વાળી તુ મારા કરતા બે મહિના મોટો છે હું uncle તો તુ મોટો uncle. દિપીકા સામે uncle uncle કરતો નહિં . નહિં તો.

સુરેશ -uncle uncle કરિશ તો શું કરી લઈશ માસ્તર ?

દિનેશ - વગર દિવાળી એ કેટ્લા ફટાકડા ફોડયા છે એ કહિ દઇશ.

સુરેશ - માસ્તર ....

વિનોદ - ઓ..ઓ... ભાઇઓ છુટા પડો ને મારી વાત શાંતિ થી સાંભળો . મે કાલેજ કહ્યુ હતુ કાંઇ પણ થાય આપણી દોસ્તી પર અસર થવી જોઇએ નહિં .બીજી વાત એકબીજાની બુરાઇ કરીને દિપીકા સામે આપણિ ઇજ્જત ઉતારવાની જરુર નથી .ત્રિજી વાત દિપીકા એકલી રહે છે એના સિવાય આપણે એના વીશે બીજુ કાંઇજ જાણતા નથી . આપણે ઘરેથી છોકરીઓ પટાવ્વા નહિં પણ બચેલી લાઇફ એનજોય કરવા નિકળ્યા છિએ. દિપીકા ને બધાએ પોતપોતાના ગુણો ના આધારે impress કરવાની . બીજા ને ખરાબ બતાવ્વા થી આપણે સારા સાબિત થતા નથી .આવો હાથ મિલાવો ને વચન આપો અને કાલે તુ શું બોલ્તો તો આપણિ યારિ..

સુરેશ - આપણી યારી સોથી ભારી તેલ લેવા જાય દુનિયાદારી.

[ ત્રણે ભેટે ડૉરબેલ વાગે ]

સુરેશ - આવી ગઈ હું દરવાજો ખોલુ છુ .

વિનોદ - હા તુજ ખોલ તુ. બધાથી વેહલો જાગ્યો છે .

સુરેશ - on time exact ૭ વાગે આવી ગઈ.

દિનેશ - થોડી ગરમા ગરમ ચા મળી જાત તો મજા આવી જાત .

વિનોદ - આજ્થી રાત્રે દુધ ની એક થેલી રાખી મુકશુ જાતે ચા બનાવી લેશુ .

દિનેશ - એમજ કરશું.

[ દિપીકા ને સુરેશ આવે ]

દિપીકા - good morning boys.

દિનેશ - boys અમે boys ...

દિપીકા - yes of course મને તો લાગતુ હતુ કે ચાર પાંચ બેલ મારવી પડશે પછિ ઉઠશો ને તૈયાર થશો પણ તમેતો before time ready i am impressed .

સુરેશ - કોનાથી ?

દિપીકા - બધાથી.. બધાજ ready છે ને .

વિનોદ - yes yes we are ready સાદુ પાણિ લેશો ?

દિનેશ - ચા હજી આવી નથી .

દિપિકા - પાણિ હું સાથે લઈ ને આવી છુ અને મે કાલેજ કહ્યુ હતુ હું ચા નથી પિતી .

સુરેશ - તમે આટલી સવારે રિક્ષામા આવ્યા ?

દિપીકા - no...no..મારી પાસે સ્કુટી છે . રિક્ષા ની રાહ જોવા બેશુ તો કયાંય ટાઇમ પર પોહચી ના શકુ .

દિનેશ - અરે વાહ તમારી પાસે સ્કુટર છે ?

દિપીકા - હા...

દિનેશ - યોગા થઈ જાય પછિ જતા જતા મને શાક ભાજી માર્કેટ પાસે ઉતારી દેસો સવાર મા તાજુ શાક મળે છે .

દિપીકા - જરુર મુકી દઇશ . હું પણ ત્યાંથીજ શાક લઊ છુ .

સુરેશ - આજે શાક લાવ્વાને વારો મારો છે કાલે તુ લાવેલો ને .

વિનોદ - હા આજે સુરેશ નો વારો ને કાલે મારો વારો .

દિપીકા - તમે શાક ભાજી ની વાત કરવા કયાં બેશી ગયા હું તમને યોગા શિખ્વાળવા આવી છુ તો without westing anytime we should start .

સુરેશ - હા.. હા.. let's start .

દિપિકા - તો પેહલા આપણે બહાર એક રાઉન્ડ મારી એ . થોડા હાથ પગ છુટા થાય પછિ અહિંજ યોગા કરિ એ. ઓ કે .

વિનોદ - ઓ કે .

દિપીકા - then let's go boys come on...

[ music chak de india black out ]

ક્રમશ:

રેટ કરો અને રિવ્યુ આપો

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા

Pradyumn

Pradyumn 2 વર્ષ પહેલા

Jagruti Upadhyay

Jagruti Upadhyay 2 વર્ષ પહેલા