ચલ મન ફરી જીવી લે (નાટક ) - 4 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 4

ચલ મન ફરી જીવી લે ભાગ ૪

ACT I

Scene 3

[ fade in morning music સુરેશ સોફા પર ચાદર ઓઠી સુતો છે , ટેબલ સાફ છે એના પર એક ટિફીન મુકેલુ છે, વિનોદ આળસ ખાતો બેડરુમ મા થી બહાર આવે છે , ચાદર હટાવી સુરેશ ને હલાવે ,સુરેશ પાછી ચાદર ઓઠી લે છે , કિચન મા ,નાના બેડરુમ મા જઈ દિનેશ ને ગોતે ]

વિનોદ - ઉઠ ભાઇ ઊઠ..

સુરેશ - સુવાદે ને યાર રજા ઓ ચાલે છે.

દિનેશ - રજા વાળા ઘડીયાલ સામે જો ૯ વાગ્યા ,આ કામવાળી નાસ્તો મુકી ગઈ છે , આ ટેબલ કોણે સાફ કર્યુ ? દિનેશ કયાં ગયો ?

સુરેશ - ઓ ભાઇ હું કુવારો માણસ છુ મને આટલા બધા સવાલો ના જવાબ આપ્વાની આદત નથી.

વિનોદ - આ દિનેશ ઘર મા દેખાતો નથી તને કાંઇ કહીને ગયો છે ?

સુરેશ - બધે જોયુ ? બાહર ગાર્ડન મા જોયુ ?

વિનોદ - ગાર્ડ્ન મા પણ નથી દેખાતો .

સુરેશ - તો તો ગયો .

વિનોદ - કયાં ગયો ?

સુરેશ - એના ઘરે પાછો ગયો હશે .

વિનોદ - આપણ ને કહયા વગર ?

સુરેશ - એમા હેરાન થવાની જરુર નથી કીધા વગર જવામા એની સ્પેસિયાલીટી છે . કાલે એના દિકરા ને કીધા વગર આપણી સાથે આવ્યો આજે આપણ ને કીધા વગર દિકરા પાસે ગયો .

વિનોદ - કાંઇ પણ બોલે છે લાગે છે રાત ની ઉતરી નથી.

સુરેશ - હા યાર કાલે થોડી વધારે થઈ ગઈ. માથુ ભારે લાગે છે .આ ટિફીન કોણે લીધુ ?

વિનોદ ‌- દિનેશ નુ કામ લાગે છે દરવાજો પણ ખુલ્લો હતો આ ટેબલ પણ એણે જ સાફ કર્યુ લાગે છે.

સુરેશ - તુ એને ફોન લગાડ એટ્લે ખબર પડી જશે અહિંયા હશે તો ફોન ઉપાડ્શે ને ના ઉપાડે તો સમજવાનુ રિસાઇ ગયો.

વિનોદ - હું ફોન લગાડુ છુ તુ ચાલ ઉભો થા મોં ધો ને બ્રશ કર પછી આપણે નાસ્તો કરીએ.[ રિંગ વાગે ફોન ઉપાડે નહિં ] આ ફોન ઉપાડ્તો નથી.

સુરેશ - ગયો મુંબઈ એના દિકરા ને ફોન લગાડ્ .

[ દિનેશ હાથ મા શાક ભાજી ની થેલી સાથે આવે ]

વિનોદ - આ આવ્યો.. ઓ ભાઇ તુ કીધા વગર કયાં ગયો તો ને ફોન કરુ છુ તો ઉપાડ્તો કેમ નથી?

દિનેશ - અરે રિંગ વાગી ત્યારે મેન ગેટ પર હતો ફોન ઉપાડ્વા નો કોઇ મતલબ ?

સુરેશ - કયાં ગયો તો ? આ હાથ મા શું છે ?

દિનેશ - અહિં બાજુ મા એક મોટી ભાજી માર્કેટ છે રોજ સવારે તાજુ શાક આવે છે ભાવ પણ સાવ ઓછા છે એટ્લે લઈ આવ્યો .

સુરેશ - તુ આટ્લો જલ્દી કેમ ઉઠી ગયો. બે વાગ્યા સુધી તો આપણી પાર્ટિ ચાલી.

દિનેશ - મારી તો આદત છે રાતે ગમે તેટલા વાગે સુવુ પણ સવારે ૬ વાગે ઉઠી જવાનુ ને ચાલવા જવાનુ .

વિનોદ - તારે જેટલા વાગે ઉઠ્વુ હોય ઉઠ .જ્યાં જવુ હોય ત્યાં જા પણ બે વાત નુ ધ્યાન રાખજે અમને કહિને જજે અને ફોન કરીએ તો ઉપાડ્જે ઇન કમિંગ ફ્રી હોય છે .

દિનેશ - ભલે .હું તો કહું છુ કાલથી તમે પણ વેહલા ઉઠો. સવારે ચાલવાની મજા આવ્શે બાહર એક્દમ ગુલાબી ઠંડી છે.

સુરેશ - ગુલાબી ઠંડી મા જો સાથે ગુલાબી છોકરી હોય તો ચાલવાની મજા આવે .બાકી એકલા એકલા તો લોટો લઈ ને જવાય.

દિનેશ - તો આપણે અહિંયા શું રોજ દારુ પિવાનો ને પાર્ટી કરવાની ? તબિયત નું ધ્યાન નહિં રાખવાનું રોજ આટલુ પિશુ તો ભારત ફરવાનુ તો બાજુ એ રહ્યુ અહિંયા ના બે મહિનાના પૈસા પણ માથે પડ્શે.

વિનોદ - હું સમજુ છુ તારી વાત આતો કાલે પેહલો દિવસ હતો એટ્લે.બાકી પિવાનો પ્રોગરામ હવે મહિના મા એકજ દિવસ રાખશુ .

સુરેશ - મહિના મા એકજ દિવસ દારુ એટ્લે મહિનામા એકજ દિવસ enjoyment ?

વિનોદ - હા એકજ દિવસ પાર્ટી.

સુરેશ - બાકિના દિવસ ભજન કરવાના ?

વિનોદ - જો સુરેશ રોજ દારુ સારો નહિં . કોઇ પણ ચીજ વધારે લેવાથી ઝેર બની જાય છે .આપણે ઘર લાઇફ એન્જોય કરવા છોડ્યુ છે લાઇફ ખતમ કરવા નહિં .આમ પણ આપણે દવાઓ ઉપર જીવીએ છિએ માસ્તર ને ડાયાબિટિસ છે મારિ angeoplasty થઈ છે તને તો ડાયાબિટિસ ને પ્રેસર બન્નેની તકલીફ છે .આપણે જીંદગી જીવવાની છે પુરી નથી કરવાની.

દિનશ - બરાબર કાલથી બધા સાથે ચાલવા જશુ .

સુરેશ - હે ભગવાન હું લુટાઇ ગયો બરબાદ થઈ ગયો ગઈ કાલે કેવા રંગિન સપનાઓ સાથે ઘરેથી નિક્ળ્યો તો અને આજે બધુ black and white થઈ ગયુ .હે ભગવાન ઉપર બોલાવીલે .. આ બ્ન્ને ને.


વિનોદ - ઓ બાબુરાવ નાટક નાકર જો મે એક યોગા ટિચર બોલાવ્યો છે આજે મળ્વા આવશે . કાલ સવારથી રોજ સવારે યોગા કરવાના પછિ નાસ્તો કરી ફ્રેશ થઈ ફરવા જવાનું આજુ બાજુ ગણુ જોવા જેવુ છે. બપોરે જમી ને આરામ કરવાનો સાંજે ગાર્ડન મા ચાલવા જવાનુ રાત્રે જમી ખુબ વાતો કરવાની ને સુઇ જવાનુ કયારેક મુવી જોવાનુ તો ક્યારે નાઇટ કલ્બમા જવાનુ.

દિનેશ - ખુબ સરસ પલાનિંગ છે .

સુરેશ - મને નથી લાગતુ હું અહિં વધારે ટકવાનો છું . આવુ બુઠાઓનુ જીવન જીવ્વુ હોય તો કોઇ વ્રુધાશ્રમ ભેગા થઈ જવાય.

વિનોદ - અરે તુ ટ્રાય તો કર મજા નહિં આવે તો કાંઇ બીજુ વિચાર શુ અને વચમા અઠવાળીયા માટે બેંગકોગ જઈ આવશુ .

સુરેશ - આપણે બેંગકોંગ જશુ ? વાહ મારા સપના પાછા રંગીન થઇ ગયા . [નાચ્વા લાગે ]

દિનેશ - બેંગકોંગ મા એવુ શું છે કે આ આટલો ખુશ થઈ ગયો ?

સુરેશ - એ તને નહિં સમજાય દિનુબાબા .

વિનોદ - એ પછી તને સમજાવીશ હમણા આપણે નાસ્તો કરી તૈયાર થઈ જઈએ યોગા ટિચર આવતા હશે .

દિનેશ - આ યોગા ટિચર તને કયાં મળી ગયા .

વિનોદ - ઓનલાઇન હવે બધુજ ઓનલાઇન મળે છે .કાલે મે મોબાઇલ થી બુક કરાવ્યા.

દિનેશ - આ મોબાઇલ પર પિચ્ચરની ટિકીટ મળે ,નાટકની ટિકીટ મળે એતો સાંભળ્યુ હતુ પણ યોગા ટિચર પણ મળે ?

સુરેશ - ડિજીટલ ઇન્ડીયા... મોબાઇલ પર બધુ મળે તારે બીજુ કાંઇ પણ જોઇતુ હોય તો એનો પણ બંદોબસ્ત થઈ જશે.

[શાંતાબાઇ ડાન્સ કરતી આવે ]

શાંતા - અરે ઓ શેઠલોક તમે અભિતક કપડા નથી કાઠ્યા . મે કપડા ધોનેકો આઇ હે.

સુરેશ - અરે હમને લોગને તો અભિતક નાસ્તા પણ નથી કરયા.

શાંતા - અરે દેવા.. દેખો શેઠ્લોક મેરેકો દુસરાભી કામ હોતા હે તમારે જેસે નવરી નહિં હે. ટાઇમ પે કપડા નઈ નિકાલા તો ખુદ ધોના પડેગા . આજ પેહલા દિન હે બોલ દેતી હું રોજ સાત બજે નાસ્તા લેકે આયેગી ફીર નો બજે કપડા ધોને આએગી બાદમે ગ્યારા બજે ખાના બનાએગી દુપારી ઝાડુ પોછા કરેગી ઓર શામ કો રાત કા ખાના પકાયેગી.

દિનેશ - બરતન કબ ધોઇગી ?

શાંતા - રાતકો સબ બરતન એક સાથ ધોએગી.ઓર મેરેકો લેટ હુઆ તો સવારે ધોએગી.

સુરેશ - ઠિક હે કલસે ધ્યાન રખેંગે આજ હમલોગ થોડા થક ગયાથા તો જ્યાદા સો ગયે.

શાંતા - મેં એક ધંટે મે આતી હે તબતક નાસ્તા કરલો ઓર કપડા નિકાલો .

દિનેશ - આપણે એને કામ પર રાખી છે કે ઍણે આપણને કામ પર રાખ્યા છે ?

વિનોદ - ચાલો હવે નાસ્તો કરો કલાકમા પાછી આવ્શે તૈયાર થઈ જઈએ યોગા ટિચર પણ આવ્શે.

[ બેશી ટિફીન ખોલે ત્યાં ડૉરબેલ વાગે ]

દિનેશ - હું જોઉ કોણ છે .

વિનોદ - સાલા બ્રશ તો કર .

સુરેશ - અરે બે દિવસ પેહલાજ કર્યો તો .વાધારે દાત ઘસવાની ડોકટરે ના પાડી છે.


[ દિનેશ યોગા ટિચર સાથે આવે જે લગ ભગ ૪૦ વર્ષની દેખાવળી સ્ત્રી છે . જીન્સ ટિ સર્ટ ને ગોગલ્સ પેહરયાછે સુરેશ એને જોતો જ રહી જાય -સોંગ તુને મારી એન્ટ્રીયા ઓર દિલ મે બજી ...]

ક્રમશ