ચલ મન ફરી જીવી લે (નાટક ) - 5 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 5

ચલ મન ફરી જીવી લે ભાગ પ


[ દિનેશ યોગા ટિચર સાથે આવે જે લગ ભગ ૪૦ વર્ષની દેખાવળી સ્ત્રી છે . ટ્રેક પેન્ટ, ટિ સર્ટ ને ગોગલ્સ પેહરયાછે સુરેશ એને જોતો જ રહિ જાય -સોંગ તુને મારી એન્ટ્રીયા ઓર દિલ મે બજી ...]

દિપીકા - વેલ તમારા માથી વિનોદ સતરા કોણ છે?

વિનોદ - હાય i am vinod satraa તમે ?

દિપીકા - હાય i am dipika. તમે એક યોગા instructer માટે enquiry કરી હતી .

વિનોદ - હા બિલકુલ આવો બેસો .

દિપીકા - થેંક્યુ.

વિનોદ - આ માર મિત્રો છે દિનેશ રાવલ અને સુરેશ યાદવ અમે અહિં હવા ફેર માટે આવ્યા છીએ બે મહિના રોકાશું.

સુરેશ - તમે જ યોગા instructer છો કે પછિ કંપની તરફથી આવ્યા છો ?

દિપીકા - હુંજ યોગા instructer છું .મારુ કંપની સાથે ટાઇઅપ છે એટ્લે આ એરિયા મા કોઇ પણ જરુરત હોય તો એલોકો મને મોકલે છે. લાગે છે આજે તમારો પેહલો દિવસ છે .

વિનોદ - હા.. આ લોકોને હમણા હુ એજ કહિ રહયો હતો કે જલદી તૈયાર થઈ જાઓ યોગા ટિચર આવતાજ હશે.

દિનેશ - તમારા માટે પાણી લાવુ ?

દિપીકા - yes please સાદુ પાણી ચાલશે .

સુરેશ - ચા ..કોફી... નાસ્તો કાંઇ લેશો ?

દિપીકા - no thank you હું ચા કોફી કાંઇજ પિતી નથી સાદુ પાણિ બસ .

સુરેશ - તમે ગુજરાતી છો ?

દિપીકા - હા મારી માત્રુ ભાષા ગુજરાતી છે અને મરાઠી પણ બોલી લઊ છુ. વીસ વર્ષ થી નાશિકમા રહુ છુ.

સુરેશ - પેહલા ક્યાં રેહતા હતા ?

દિપિકા - વલસાડ .

સુરેશ - તમારુ પુરુ ફેમેલી અહિંયા રહે છે ?

દિપિકા - ના હું અહિ એકલીજ રહુ છુ.

સુરેશ - તમારા લગ્ન થઈ ગયા છે ?

દિપિકા - i think આપણે કામની વાત કરીએ ?

વિનોદ - yes..yes..બોલો ક્યારથી શરુ કરશુ ?

દિપીકા - વેલ ફિસ તો તમને ખબર છે .તમે ઓનલાઇન પેમેંટ કરી દેજો ને કાલે સવારે ૬ વાગ્યાથી આપણે શરુ કરીએ ? હું ૬ વાગે આવી જઈશ .

[ દિનેશ પાણિ લઈને આવે ]

સુરેશ - ૬ વાગે ! જલ્દી ન કેહવાય એટ્લે તમે નાશિક થી આવો છો ૬ વાગે તો પુરુ અજ્વાળુ પણ હોતુ નથી.

દિપીકા - તો ૭ વાગે ૭ થી ૮ એક કલાક ?

સુરેશ - ૭ વાગે ?

દિપીકા - શું છે હું actually physio therapy પણ કરુ છુ તો ૮:૩૦ ની મારી બીજે appointment હોય છે તમને ૭ વાગે ના ફાવેતો હું બીજા કોઇ યોગા instructer ની વ્યવસથા કરી આપુ.

સુરેશ - ના...ના... ૭ વાગે ચાલશે અમે તૈયાર હશુ .

દિપીકા - well then i take your leave કાલે ૭ વાગે મળ્શુ અને બને તો હલકા ને લુઝ કપડા પેહરજો jogging suit type આપણે થોળી exercise કરશું ને પછી યોગા કરશું.

વિનોદ - ઓ કે કાલે ૭ વાગે અમે તૈયાર હશુ .

દિપીકા - bye everyone see you tomorrow .

[ સુરેશ દરવાજા સુધી મુકવા જાય મ્યુઝિક ડાન્સ કરતો આવે ]

વિનોદ - ઓ ભાઇ રંગીન સપનાઓ ની દુનિયા માથી પાછો આવ.

સુરેશ - i love you વિન્યા શું છોકરી હતી યાર આવી યોગા ટિચર હોય તો...

દિનેશ - ઓ ભાઇલા એ ટિચર છે આપણને યોગા શિખ્વાળશે તારા મનમા કેવા લાડવા ફુટે છે મને સમજાય છે .શાંતી રાખ.

સુરેશ - સાલા બુઠાઓ આટ્લી સુંદર સ્ત્રીને જોઇ તમને કાંઇ થતુ નથી. કોઇજ ભાવના ઓ જાગતી નથી . બેટરી એકદમ ડેડ થઈ ગઈ છે ?

વિનોદ ‌- એ વુ નથી પણ આ ઉંમરે આવુ ના શોભે .લોકો શું કે ..

સુરેશ - દુનિયા કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ . માણસ ઉંમર થી નહિ મનથી બુઢો થઈ જાય છે . મન જવાન તો આપણે પણ જવાન .અરે વિચારો ભગવાને આપણને યોગા ટિચર ના રુપ મા કોઇ બુઢો નઈ પણ એક રુપાડી સ્ત્રી કેમ મોકલાવી અને એ પણ એકલી રહે છે કુદરત નો સંકેત સમજો મિત્રો.

વિનોદ - ખોટુ નહિં કહું પણ એને જોઇ મને પણ કુછ કુછ હુઆ.

દિનેશ - તુ પણ આની સાથે ગાંડૉ થયો છે .

વિનોદ - સુરેશની વાત ખોટી નથી. આપણે નક્કી કર્યુ છે કે બાકીની જીંદગી એનજોય કરશું. મનને ગમે એ કરશું. સમાજ , દુનિયા કે પરિવારના ડરથી ઇચ્છાઓ મારશુ નહિં.દિપીકા સુંદર લાગી તો લાગી.

સુરેશ - ઓ ભાઇ બેટરી એટલી પણ ચાર્જ ના કર કે મારુ પતુ કપાઇ જાય . આજ થી એ તમારા બન્ને ની ભાભી છે.

વિનોદ - તને એ ગમી બરાબર પણ એને પણ તુ પસંદ પડવો જોઇએ . એ કદાચ મને પસંદ કરતી હોય .

દિનેશ - ઓ લોઠાઓ આ ખયાલી પુલાવ બનાવ્વાનુ બંદ કરો ગાડી ઊંધા પાટે જાય છે .

સુરેશ - હું એને પટાવી નેજ રહિશ.

વિનોદ - હું પણ કોશિશ કરિશ .

સુરેશ - ઓ કે તો આપણે બન્ને કોશિશ કરશું અને દિપીકા એક ને પસંદ કરે એટલે બીજા એ ખશી જવાનું બોલ મંજુર ?

વિનોદ - મંજુર દિપીકા જેને પસંદ કરે દિપીકા એની.

સુરેશ - તો કાલ થી ગેમ શરુ કોન બનેગા દિપીકાપતિ.

દિનેશ - તમે ગેમ રમો અને મારે શું થર્ડ અંપાયરની જેમ જોયા કરવાનું ? હું પણ ભાગ લઇશ ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટ્મા ને જે જીતશે એ હોટ સિટ પર .

સુરેશ - માસ્તર તુ પણ ?

દિનેશ - આપળી બેટરી ડાઉન થઈ છે ડેડ નથી થઈ .

વિનોદ - તો મિલાવો હાથ પરિણામ જે પણ આવે આપણી દોસ્તી પર અસર ના થવી જોઇએ.

સુરેશ - નહિં થાય દોસ્ત.તો કાલ થી ખેલ શરુ . ખેલ મોહબ્તનો, ખેલ રોમાંચ નો , ખેલ ખરાખરીનો .જોઇએ કોણ મારે છે દિલ ની બાજી .

[ મ્યુઝિક - black out ]

ક્રમશઃ