ચલ મન ફરી જીવી લે (નાટક ) - 3 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 3

ચલ મન ફરી જીવી લે ભાગ ૩


ACT I

Scene 2

[ fade in ત્રણે મિત્રો મેહફીલ જમાવી બેઠા છે હાથ મા ગ્લાસ છે]

સુરેશ - કોન હે જીસ ને મે નહિં પી હે [૨] કોન જુઠી કસમ ઉઠાતા હે [૨] મેકદે સે જો બચ નિકલતા હે તેરી આંખો મે ડુબ જાતા હે .

વિનોદ - વાહ.. ક્યા બાત હે .

સુરેશ - સાલુ વિશ્વાસ નથી થતો આપણે ખરેખર બધુ છોડી ને આવિ ગયા . આ સાચુ છે કે સપનું ?દિન્યા ચુટલો ખણ તો ... આ... સાચુ છે આતો.

દિનેશ - હા યાર વિશ્વાસ તો મને પણ નથી થતો કે હું... મારુ ઘર છોડી ને આવી ગયો . વિનોદ ના લિધે આ શ્ક્ય બન્યુ થેંક્યુ દોસ્ત. મને ખબર નહોતી મારા જીવન મા મને આ દિવસ જોવા મળશે. મારા નસિબ મા આ ક્ષણ લખ્યુ છે માનવા મા નથી આવ્તુ .આખી જીંદગી બધુ ભેગુ કર કર કર્યુ ને જરા પણ ખુશ ના થયોને આજે બધુજ છોડી ખુશ ખુશ થઈ ગયો .

સુરેશ - થેંક્સ વિન્યા થેંક્સ યારા લવ યુ.

વિનોદ - તાળી એક હાથે ના પળે તમે સાથ આપ્યો એટ્લે આ શ્ક્ય થયુ .મારો તો ફ્કત આઇડિયા હતો .

સુરેશ - એક આઇડિયા જો બદલદે આપકી જીદગી.. હેં...

દિનેશ - આ આઇડિયા તને આટ્લા વર્ષે આવ્યો કયાં થી હે .આપણે સ્કુલ સાથે ગયા કોલેજ પણ સાથે ભણ્યા અને પછી પોત પોતાના સંસાર મા ખોવાઇ ગયા. કેટ્લા વર્ષો પછી મળ્યા આટલા વર્ષો તુ ક્યાં હતો . શું કર્યુ શું? તે હે ?પૈસા તો ખુબ કમાયો છે .

વિનોદ - હા આટલા વર્ષો ફક્ત પૈસા જ કમાવ્તો હતો.નાનપણ મા જોયેલી ગરિબી એ મને પૈસા પાછ્ળ ગાંડો કર્યો હતો .ખુબ મેહનત કરી ખુબ કમાયો . નામ પુરતા લગ્ન કર્યા. લગ્ન શું એ પણ એક સોદો હતો . દિકરા નો જન્મ થયો એ બે વર્ષ નો થયો ત્યાં સુધી હું બે દિવસ પણ એની સાથે નહતો રહયો. મને પૈસા સિવાય બીજુ કાંઇજ દેખાતુ નહતુ .પત્ની કંટાળી ગઈ ને છુટા છેડા લઈ લીધા છોકરા ને લઈ અમેરિકા ચાલી ગઈ ત્યાં એણે બીજા લગ્ન કરી લીધા ને સુખેથી સંસાર કરે છે. મને લાગતુ સારુ થયુ છુટયા બંધન માંથી. પણ સમય બદલાય છે દોસ્ત .પૈસા કમાવી થાક્યો એટલે સમજાયુ આ બધુ કોના માટે શા માટે.હું સાવ એકલો પડી ગયો છુ એ સમજાયુ ત્યારે ગણુ મોડુ થઈ ગયુ .શાંત થઈ ગયો ને ખુશી ની તલાસ મા નિક્ળ્યો . એક દિવસ એક બુક વાંચી રહયો હતો એમા એક વાક્ય લખ્યુ હતુ " સમજો કે આજે તમારા જીવન નો છિલ્લો દિવસ છે તમે ખાટ્લા મા બિમાર પડયા છો બિલકુલ હલી ચાલી શકતા નથી અને તમને તમારી જીવેલી જીંદગી યાદ આવી રહી છે ત્યારે ખુદ ને એક સવાલ કરો કે શું નકરવાનો તમને અફસોસ છે" જવાબ શોધવા બેઠો તો મેં તો પૈસા કમાવ્વા સિવાય બીજુ કાંઇજ કર્યુ નથી ...મને તો કેટલી બધી વાતો નો અફસોસ હતો. પછી સવાલ થયો હું જીવન મા કયારે વધારે ખુશ હતો જવાબ મા મને તમે મારા મિત્રો દેખાયા. મને સમજાયુ હું સૈથી વધારે આનંદ મા તમારી સાથે હતો. સ્કુલ ના કોલેજ ના દિવસો યાદ આવ્યા એટ્લે તમારી પાસે આવ્યો અને તમને પણ મારી જેમ એકલા જોઇ વિચાર આવ્યો કે બચેલુ જીવન મિત્રો સાથે જીવીએ જ્યાં કોઇજ અપેક્ષા નથી માન અપ્માન નથી મોકળા મને વાતો થાય અને આવી પાર્ટી ઓ થાય.

દિનેશ - હા યાર જીવન ના બધાજ સંબધો મા જો મિત્રતા હોય તો કેટલુ સારુ .ગણી વાર આપણ ને જ ખબર નથી હોતી કે આપણ ને શું જોઇએ છે . મશીન ની જેમ જીવી એ છીએ . સુરેશ તે લગ્ન કેમ ન કર્યા ?

સુરેશ - તો હવે મારી વાર્તા પણ સાંભણો. તમને ખબર છે હું ફોટોગ્રાફર છુ ગણા લગ્નો મા ફોટા પાડ્યા એવા એક લગ્ન મા મારી મુલાકાત એક છોકરી પ્રિયા સાથે થઈ .એને ફોટોગ્રાફીનો શોખ હતો અમે મિત્ર બન્યા ને પછી એ મિત્રતા પ્રેમ મા ફેરવાઇ લગ્ન ની વાત આવી તો એના મા બાપ ને મારી જ્ઞનાતી નડી. પ્રિયા એ મા બાપ ની ઇછછા વિરુધ જવા ની નાપાડી અને મારો પ્રેમ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો .બસ પછી તો લોકો ના લગ્ન ના ફોટા પાડ્યા પૈસા કમાવ્યા એક ફોટો સ્ટુડિયો ખરિદયો ને જીવી રહ્યો છુ .

વિનોદ - શું યાર એક છોકરી એ ના પાડી એમા દુનિયા ખતમ થઈ ગઈ ?

સુરેશ - ના એવુ નથી પણ ઇચ્છા જ મરી ગઈ. અને એવા એવા કિસ્સા જોયા કે લગ્ન નો વિચાર આવ્તોજ બંદ થઈ ગયો.

દિનેશ - કેવા કેવા કિસ્સા ?

સુરેશ - અરે તમે માનશો નહિં પણ મારી હિસાબ ની ડાયરી કાઠુ તો હજી એ ૫૦ એવા લગ્ન મળ્શે જેમણે મને પૈસા આપ્યા નથી .

વિનોદ - કાંઈ સમજાયુ નહિં .

સુરેશ - આજે લગ્ન થયા મહિના પછી આલબમ આપવા ગયો તો ખબર પડે કે છુટા છેડા થઈ ગયા છે .

દિનેશ - મહિના મા છુટા છેડા ?

સુરેશ - હા... અને કારણ શું તો છોકરો હાથ થી ઢોસો ખાય છે એને કાંટા છુરી થી ઢોસો ખાતા નથી આવળતુ એટલે છુટા છેડા.

દિનેશ - આ કેવુ કારણ ?

સુરેશ - દુનીયા ભરેલી છે અજુબા ઓથી દોસ્ત .આ બધુ જોઇ નક્કી કર્યુ કે લગ્ન કરવાજ નથી.

વિનોદ - તારા માતા પિતા એ ફોર્સ ના કર્યો ?

સુરેશ - કોશીશ કરી હતી પણ મારી મકકમતા જોઇ સમજી ગયા અને મારા ભાઇ એ તો લગ્ન કર્યા હતા એટ્લે વંશ તો ચાલશે એવા સંતોષ સાથે ઇશ્વરના ઘરે પોહચી ગયા.

દિનેશ - લગ્ન ના કર્યા તો તારી પુરુષ તરિકે ની જરૂરત...મત્લબ......

સુરેશ - દોસ્ત આપ્ણે દિવાળી એક પણ ઉજવી નથી પણ ફટાકડા ગણા ફોડયા છે . [ ત્રણે હસે ]

વિનોદ - આ લગ્નની વાત મા દિનેશ નસિબ વાળો નિક્ળ્યો. સાલા હજી તો ભણતર પણ પુરુ નહોતુ થયુ ને ૨૧ વર્ષે લગ્ન થઈ ગયા. બે છોકરા થયા બ્ન્ને ને પરણાવ્યા ૫૦ વર્ષે દાદો બન્યો એક સંપુર્ણ સાંસારીક જીવન જીવ્યો .

દિનેશ - પત્ની વધારે ભણેલી ના હોય તો એના ગણા ફાયદા હોય છે.અમારા લગ્ન થયા ત્યારે હું ૨૧ વર્ષ નો હતો ને એ માત્ર ૧૯ વર્ષ ની હતી. સાવ ભોળી... આખી જીંદગી મને કયારેય કોઇ ફરિયાદ કરી નહિં .પપ્પા ની ઓણખાણ થી એક સરકારી ગુજરાતી શાળા મા નોકરી મળી ગઈ અને એક મિડલ ક્લ્લાસ જીવન જીવ્યો આમ તો મને એ વાત નો કોઇ અફસોસ નથી પણ પૈસા ના અભાવ ને લીધે મન મારવુ પડ્તુ ..

વિનોદ - પૈસા પાછળ જાઓ તો પરિવાર રહિ જાય ને પરિવાર સાથે રહો તો પૈસા ઓછા પળી જાય આ બન્ને નુ સમતુલન જાળવુ જરુરી છે.

સુરેશ - દિન્યા તુ કેહતો હતો તારી દિકરી તારી સાથે વાત નથી કરતી એ શું વાત છે.

દિનેશ - મારી દિકરી ને વધારે ભણવુ હતુ નોકરી કરવી હતી.મારી પાસે એટ્લા પૈસા નહોતા ને એના લગ્ન ની જવાબ્દારી પણ હતી. એની ઇચ્છા વિરુધ એનુ ભણવાનું બંદ કરાવ્યુ ને એને પરણાવી દિધી. અમદાવાદ મા રહે છે .એની માં જોડે વાત કરતી મારાથી રિસાયેલી છે .મારી જોડે વાત ન કરવાની જાણે એને કસમ ખાધી છે.

સુરેશ - કિતના ભી કરો સાલા કમ પડ હી જાતા હે .વિન્યા તારા છુટાછેડા થયા પછી તારી પત્ની જોડે કોઇ વાત મુલાકાત...

વિનોદ - ના કોઇ વાત નહિં એણે છુટાછેડા માંગ્યા મે આપ્યા એણે દિકરો માંગ્યો મે આપ્યો . મારે કોઇ જવાબદારી લેવીજ નહોતી. એણે જે કર્યુ બરાબર કર્યુ. હા ઇચ્છા છે મરતા પેહલા એક વાર મળે તો માંફી માંગવી છે . મેં ખરેખર એની સાથે અન્યાય કર્યો હતો.

દિનેશ - તારી પાસે એનો ફોન નંબર છે ?

વિનોદ - હા છે ઘણી વાર કોશિશ કરી પણ ફોન લગાળવા ની હિંમત થઈ નહિં.

દિનેશ - તો લગાળ ફોન ને માફી માંગી લે . કાલની રાહ ના જોઇશ.સવારે તુ જ મને સમજાવતો હતો કે બોલી નાખવાનું મન મા નહિં રાખ્વાનું.

સુરેશ - અરે અત્યારે અળધી રાતે ફોન ન થાય.

દિનેશ - અમેરિકા મા અત્યારે દિવસ હશે તુ ફોન આપ વિનોદ ફોન લગાળ .

સુરેશ - લગાળ દોસ્ત ફોન લગાળ જીવન નો નવો દાવ શરુ કરતા પેહલા મનના બધાજ બોજ ઉતારી નાખો .

વિનોદ - લગાળીશ પણ એક શરતે તુ પણ કાલે તારી દિકરી ને ફોન કરી માફી માંગીશ.

દિનેશ - મંજુર છે .ફોન લગાળ .

[વિનોદ ફોન લગાળે રિંગ વાગે ]

માયા - હેલ્લો... હેલ્લો..who's there ?

વિનોદ - માયા હું બોલુ છું વિનોદ .

માયા - વિનોદ...?

વિનોદ - વિનોદ તારો x husband

માયા - હાઇ વિનોદ how are you ? આટલા વર્ષો પછી મે તો તારો અવાજ પણ ન ઓળ્ખ્યો.

વિનોદ - જેટલા વર્ષો આપણે પતિ પત્ની તરીકે રહ્યા મે તારી સાથે શાંતી થી કયારેય વાત કરી નથી. તને મારો અવાજ કયાંથી યાદ હોય .

માયા - after so many years . everything is fine ?

વિનોદ - yaa... everythig is fine મે ફોન કર્યો ..તારી માફી માંગવા માટે..મે તારી ને યશ જોડે જે અન્યાય કર્યો છે એ માફી ને લાયક તો નથી પણ શક્ય હોય તો મને માફ કરજે.i am really sorry .

માયા - it's ok vinod જે થયુ એમા કોઇનો વાંક નહતો. આપણી priorites અલગ હતી જે થયુ સારુ થયુ મને તારા પ્ર્ત્યે કોઇ જ નારાજગી નથી.

વિનોદ - થેંક્સ યશ કેમ છે ?

માયા - મજામા છે ઓફિસે ગયો છે.

વિનોદ - એને મારી યાદ આપ્જે .

માયા - you call him. i give you his number.

વિનોદ - ના રેહવાદે હું એને disterb નથી કરવા માંગતો. તુ ગઈ ત્યારે એ માત્ર પ વર્ષ નો હતો પિતા તરીકે મે કોઇ ફરજ નિભાવી નથી મારો એના પર કોઇ અધિકાર નથી . તારો ગુનેગાર છુ માફ કરજે take care bye..

માયા - બાય વિનોદ..

વિનોદ - thank you friends તમે હિંમત આપી તો...

સુરેશ - અમને હિંમત આ દારુએ આપી.

વિનોદ - ભુલ મારી હતી એ જાણતો હોવા છતા માફી માંગવા મા ખચકાતો હતો થેંક્સ .

દેનેશ - હવે કેવુ લાગે છે ?

વિનોદ - relax મન હળવુ થઈ ગયુ .

સુરેશ - relax થઈ ગયો ને હવે મજા આવ્શે .આ નવી સફર મા ભાર જેટ્લો ઓછો હશે એટલી સફર ની મજા આવ્શે.

દિનેશ - તો આજ વાત પર થઈ જાય એક એક ઓર જામ .

વિનોદ - માસ્તર બગળ્યો છે બાપુ .

સુરેશ - આપણી યારી સોથી ભારી તેલ લેવા જાય દુનિયા આખી ચેસ...

[ મ્યુઝિક blackout )

ક્રમશઃ