એવું નથી કે મોનાર્ક મેન્શન માં બધા જ વેજિટેરિયન હતા. અથવા બધા જ નોન વેજિટેરિયન હતા પરંતુ કેટલાક સંકી રાજવંશીઓ ગૌમાંસના અતિભક્ષક પણ હતા. જેમનાજ દિમાગમાંથી ખાલિસ્તાની મુમેન્ટ જેવું ષડયંત્ર જન્મ્યું હતું.અને તેની જ અંદર પ્રાઈમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી ની હત્યા પણ ઈનબીલ્ટ હતી.
શાસ્ત્રોક્ત મંતવ્ય છે કે જેનુ દુગ્ધપાન થતું હોય, તેના માંસભક્ષણો ક્યારેય ના કરાય અને જો તેમ છતાં પણ આમ થાય છે તો તે પરમ વિકૃતિ આપનાર સિદ્ધ થાય છે.
આ ત્રણ ભાગના ખંડનો અનુક્રમે એક તો ચીરત્કાલિન રાજદ્વારીઓ બીજા અજાણ રાજદ્વારીઓ અને ત્રીજા ભ્રષ્ટ રાજદ્વારીઓ.
એક બાજુ પાકિસ્તાનના ફંડિંગો રેગ્યુલર થવા લાગ્યા અને પછી ભારતમાં બીજી બાજુ ડિપ્લોમાં માંથી ઇન્ટીગ્રીટી નામનું એલિમેન્ટ અદ્રશ્ય થવા લાગ્યુ.
મિત્રો, હજુ પાત્રોની સૂચિ તૈયાર નથી થઈ તેના માટે ક્ષમા ચાહું છું પરંતુ બહુ જ જલ્દી કથા તેના પાત્રો સાથે જ આગળ વધવા લાગશે તેવી ખાતરી આપું છું.
સત્ય તો એ પણ હતું કે યુરોપીયન અને અમેરિકન આર્મસ મલ્ટિનેશનલ ને ટેરેરિઝમ પ્રમોટ કરાવાનો આઇડિયા પણ મોનાર્ક મેન્શને જ આપ્યો હતો.
ઇન્દિરા સોની તેમની વિન્ડો લેસ ચેમ્બરમાં બેઠા છે અને રૉ બ્યૂરો નો એક શાર્ક ઓફિસર શમશીર બાટા અનુમતી વગર જ ચેમ્બર માં પ્રવેશી જાય છે.
જય હિન્દ ના નાદ સાથે જ તે અર્ધ સાવધાની ની મુદ્રામાં ઇન્દિરા સોની ની સામે ઊભો રહીને કશુંક કહેવાની ચેષ્ટા ના ભાવ પ્રદર્શિત કરે છે.
પ્રજાતંત્ર થી કોષો દૂર windows less ચેમ્બર બેઠેલા ઇન્દિરા સોની ને ગણ્યા ગાઠ્યા લોકો છે ઓરિજિનલી જાણતા હતા. તેમાંના એક સમશેર બાટા પણ છે.
ઇન્દિરા સોનીએ થોડીક દેહાતી ઉતાવળમાં પૂછ્યું શું ખબર છે.
બાટા એ તરત જ તેની સાવધાની મુદ્રા નો ત્યાગ કર્યો અને બંને હાથ ખુરશી પર ટેકવીને બોલ્યો મેમ ખબર બહુ જ બુરી છે.
ઇન્દિરા સોનીએ ફરીથી તે જ દેહાતી ઉતાવળમાં પૂછ્યું, જેમકે!!
બાટા બોલ્યાં કે મારી ઇન્ફોર્મેશન અને ગડ્સ ક્યારેય ખોટા ના હોઈ શકે મેમ. ટેરેરિઝમ અત્યારે એક માત્ર ભારતમાં જ છે. બીજે ક્યાંય નહીં.
ઇન્દિરા સોનીએ કહ્યું તો પછી પેલા બ્લાસ્ટ કયા!!
બાટાએ કહ્યું મેય બી એક્સપરિમેન્ટલ હોય!!
ઇન્દિરા સોની થોડાક અકળાયા અને બોલ્યા વૉટ એક્સપરિમેન્ટલ? એક્સપરિમેન્ટલ જ હોય તો તે ત્યાં શું કામ હોય, એશિયામાં ક્યાંક હોય! stop યોર રબીશ,બાટા . મને કન્ફયુઝ ના કર.
બાટા એ આજીજી ના સ્વરમાં કહ્યું મેડમ મારી ઇન્ફોર્મેશન ફાઈનલ છે.
ઇન્દિરા સોની એ કહ્યું એ બી તો શક્ય છે કે તમને એ લોકો એ જ મીસગાઈડ કરતા હોય.
બાટા બોલયા પણ મને તેનુ કોઈ મોટીવ જડતું નથી.
ઇન્દિરા સોની એ હાથના ઇશારાથી કહ્યું ઠીક છે હું વિચાર કરીશ you may go.
સમશીર બાટા બહાર નીકળીને ચાલી રહ્યા છે અને થોડા કદમ ચાલીને લેન્ડલાઈન ડેસ્ક પરથી એક નંબર ડાયલ કરે છે.
સામેથી તરત જ અવાજ આવે છે, હા બતાવો ક્યા કહા?
સમશીરે કહ્યું અગર યહી બાત ઉસ સે ગુજર કર આતી હૈ તો શાયદ મેડમ માન જાયે.
સામેથી અવાજ આવ્યો એસી ગલતી ભુલ કર ભી મત કરના ,જો હો રહા હૈ ઉસે હોને દો હમ ઔર કોઇ ઔર રાસ્તા નિકાલ લેંગે.
સમશીરે ફોન મુક્યો અને સહાનુભૂતિથી ચેમ્બર ને જોવા લાગ્યા.
સમશીર નો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે આજ વાત વિદેશ અથવા સુરક્ષા મંત્રાલયના વાયા થી ઇન્દીરા સોની સુધી પહોંચે તો તેની અસર કંઈક જુદી જ હોય પરંતુ તેના સિનિયરે તેને સાફ ના પાડી દીધી.એટલા માટે કે હવે સાબિતી વગર ઈન્દિરા સોની ને convince કરવા એટલે ઇન્ટરનેશનલ લેવલ પર એક એલિગેશન ક્રિએટ કરાવવા બરાબર થાય જે ઠીક ના કહેવાય.