પ્રસ્તાવના
વાચક મિત્રોને નમ્ર વિનંતી કે કથા માં દર્શાવેલ કલ્પનાઓ મૂળ વાસ્તવો થી બિલકુલ અલગ અને ભિન્ન જ છે. જેની પાછળનો હેતુ આપની બુદ્ધિમત્તા કે આધુનિકતાને નજર અંદાજ કરવા નો નહીં બલ્કે ઉશ્કેરણીજનક કોઈ ઘટના બને એટલો જ છે .જેથી કરીને વાચક મિત્રો, વાસ્તવિકો ને અતિ કલ્પનામાં ઢાળવા બદલ અમો ને ક્ષમા કરશો.
લીખીતન નીરવ વંશાવલ્ય.
ઈતિ આરભ્યતે
બાર વાગ્યા નો રાત્રિ નો ધગધગતો નર્ક જેવો અંધકાર અને તેમાં એકથી શરૂ થઈને બાર ટકોરા વાગવાના શરૂ થાય છે. છેલ્લા ટકોરે પોતાની કર્મઠતા ને વશ થઇને બેઠેલા એક આધેડ થી સહેજ ઉપર ની મહિલા તેમની ચેર પર બેઠેલા દેખાય છે. અને તેની સામે એક વિશાળ અને જાણે તે અંતહીન એવું મોટું ટેબલ!
નાઈટ લેમ્પ ચાલુ છે અને મહિલા તેમના કામમાં મગન છે.
ટેબલ પર પડેલા કેટલાય કાગળોમાં તેમનું મન એકાગ્ર છે છતાં પણ તેમને જોતા તો એમ જ લાગે છે કે તેમનું મગજ સહસ્ત્ર કોણો માં વ્યાપીને કશુંક વિચારી રહ્યું છે.
આવી કોણિય એકાગ્રતા પર જાણે કે કોઈએ જોરથી ફટકો માર્યો હોય તેમ અચાનક જ તેમની પલક ઝબકાય છે અને સહસ્ત્ર કોણો નો વ્યાપ્ત ભંગ થાય છે.
થોડીવાર પછી એક કલાક પૂરો થાય છે અને દીવાલ પર લાગેલ ઘડિયાળ તેના ડંકા ની ભાષામાં એક વાગ્યા નું સૂચન કરે છે.
અડધી મિનિટ પછી તે મહિલા ચશ્મા ઉતારે છે અને પાછા ચડાવીને કામે વળગે છે.
આ એકાગ્રતા સળંગ બે કલાક સુધી ચાલે છે અને ફરીથી ત્રણ ના ટકોરા વાગે છે. ત્રણ નો સુમાર પણ પૂરો થાય છે અને પાંચ ની પરોઢ પણ. પરંતુ, આ મહિલા ના કામ નો અંત નથી આવતો.
છેવટે સવારે સાડા છ વાગ્યે લગભગ સવા કિલોમીટર દૂર આર્મી પરેડ ગ્રાઉન્ડમાં આર્મીની પરેડ શરુ થાય છે. જેનો આછો અવાજ મહિલાના કાન સુધી પહોંચે છે.
પરેડ નો અવાજ સંભળાતા ની સાથે જ મહિલા અડધું બગાસું ખાય છે અને ઇન્ટરકોમ થી કોઈકને આદેશ આપે છે. લાઈટ ઓન થાય છે અને ટેબલ પર પડેલી મધ્યાતિ મધ્ય તખ્તિ દેખાય છે, જેના ઉપર લખ્યું છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા મિસિસ ઇન્દિરા સોની.
દોસ્તો આપણે સહુ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ની હત્યા થઈ હતી અને આ ઘટનાના સત્ય નું ઘન(solid) પણ આપણે જાણીએ છીએ કે તેમની હત્યા ખાલિસ્તાની આતંકવાદીઓએ કરી હતી.
પરંતુ સત્ય આ ઘન જેટલું પણ પૂર્ણ દેખાતુ હોય, તે વાસ્તવમાં અપૂર્ણ જ છે. અર્થાત, પૂર્ણ સત્ય જાણવા માટે આઝાદી પહેલા ના મુળો માં ઉતરવું પડે કે જેમાં એક બાજુ 500 600 વર્ષ પહેલા ભારતમાં લોહીયાળ યોદ્ધાઓ વિદ્યમાન હતા, અને અચાનક જ 400 500 વર્ષમાં ગાંધી જેવા અહિંસક મહાત્માએ જન્મ લીધો.
ઘટના શાસ્ત્રીઓ માટે આ કેવળ એક ઇતિહાસ માત્ર જ હતો પરંતુ જેમના માટે તેમના શાસન અને શૃંગારો ના વલયો અલાયદા ન હતા. તેમના માટે આ ભેદી અસમાનતા તજજ્ઞતા નો વિષય બની ગયો હતો.અને આવી અસમાનતા માં થી જ કેટલાક લોકોને પોતાની સુરક્ષા નો ભાવ અનુભવ થતો હતો.
એ વાત સુસંગત છે કે ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલા લોહિયાળ યોદ્ધાઓની જ જરૂર હતી અને ,એ વાત પણ સુસંગત જ છે કે સો વર્ષ પહેલા એટલે કે લોકતંત્રના લગભગ આરંભ પહેલા ગાંધી જેવા મહાત્માની જ જરૂર હતી.પરંતુ જેમની આંખો પર લાલચ અને શાસનના કાળા પડદા લાગી ગયા હોય છે તેમને આ વાત સુસંગત ઓછી અને અસમાન વધુ લાગતી હોય છે.અને એટલે જ આ સુરક્ષા ના ભાવમાં ચડીને કોઈની હત્યા ના પાશ ગોઠવી દે છે.
એ વાત સત્ય છે કે 600 700 વર્ષ પહેલા અંગ્રેજો નું આગમન થયું હોત તો કદાચ ભારતના એ લોહિયાળ યોદ્ધાઓ એ જ અંગ્રેજોને મસળી નાખ્યા હોત.અને કદાચ એટલે પણ અંગ્રેજોએ એ કાળમાં હિંમત દાખવી ના હોય.પરંતુ ઈ.સ.નો આંક જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ભારતના આ યોદ્ધાઓ ની પેઢીઓ તેમનું હીર ગુમાવવા લાગી અને અંગ્રેજોને એક અદ્ભુત આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો.
એક વાત સાચી હતી કે બ્રિટિશરો ભારતમાં એ લોહિયાળ યોદ્ધાઓની ગણતરી કરીને જ આવ્યા હતા અને તેમના પ્લાનિંગો પણ એ અનુસાર જ હતા પરંતુ બ્રિટિશરોએ સપને નહોતું વિચાર્યું કે એક દિવસ તેમનો પાલો અહીંસા સાથે પણ પડશે અને આખેઆખું બ્રિટિશ એમ્પાયર સ્તબ્ધ થઈને એક વિચાર વિવશ થઇ જશે .