શુભારંભ - ભાગ-૧ Papa Ni Dhingali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુભારંભ - ભાગ-૧

અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે કારણ છે આ શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ના પોત્રો અમેરિકા થી ભણીને પાછા વતન આવ્યા છે.મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને અમદાવાદ ના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે.એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડ નું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગન નો પડછાયો.એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહ નું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન.અંશ અને વિહાન આજે અમેરિકા થી આવવા ના હતા .

યુનાઈટેડ સ્ટેટ્સ થી આવતી ફ્લાઈટ લેન્ડ થતાં જ બંને ના પિતા એ રાહત નો શ્વાસ લીધો.મંદાકિની શાહ ના પરિવાર નો પરિચય કેળવયે.મંદાકિની શાહ ના મોટા દિકરા અવિનાશ ભાઈ અને વહુ નિહારિકા બેન એમનો દિકરો અંશ અને દિકરી મહેક.નાના દિકરા દિપ ભાઈ અને વહુ કાજલ બેન એમનો દિકરો વિહાન અને નાનો દિકરો રિયાન.મંદાકિની શાહનો પરિવાર સુખી સંપન્ન હતો અને એમના સંપ અને સંસ્કાર ના ઉદાહરણ આપતા લોકો પણ કાજલ બેન ને મનમાં મનમાં એક અસંતોષ હતો કે અંશના હોવાથી વિહાન શાહ ડાયમંડ નો CEO નહીં બની શકે વળી મંદાકિની શાહ ને અંશ બધા કરતાં વધારે વહાલો હતો હોય પણ કેમ નહીં અંશ હતો જ એવો જે વડિલોને સન્માન આપે અને એને પોતાની જવાબદારી નું સાચું ભાન હતું.પણ તેના કાકા-કાકીને આ પસંદ નહોતું એમને એમના દિકરા વિહાનને CEO બનાવવો હોય છે પણ અંશ અને વિહાન એ રામ અને લક્ષ્મણ ની જોડી છે.બનેને એકબીજા વગરના ચાલે એક સેકન્ડ પણ..

અંશ અને વિહાન ફ્લાઈટ લેન્ડ થતાં જ પોતાના પરિવાર પાસે આવે છે અને મોટા બધાના આશીર્વાદ લે છે અને પોતાના દાદી મંદાકિની શાહ ને મળવા ઉત્સુક છે.અંશ અને વિહાન સોહામણા યુવાન છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનુ દિલ ખોઈ બેસે.અંશ અને વિહાન કારમાં બેસી પોતાના ઘરે કૃષ્ણ નિવાસ પહોંચે છે.
કૃષ્ણ નિવાસ જાણે એક પેલેસ સમાન.જેને મંદાકિની શાહ એ પોતાના પ્રેમ અને સંસ્કાર થી સિંચયો છે જ્યાં માત્ર મંદાકિની શાહ નું જ શાસન છે.

અંશ અને વિહાન કૃષ્ણ નિવાસ માં આવતા જ એક અલગ રોનક છવાઈ જાય છે.બને સીધા પોતાના દાદી ના રૂમ માં જાય છે.પગે લાગી આશીવાદ લે છે.

અંશ : દાદી જયશ્રી કૃષ્ણ કેમ છો??

વિહાન: જયશ્રી કૃષ્ણ દાદી

મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ ઠિક છું તમને જોયા એટલે ખુશ છું.

વિહાન : હા દાદી હવે ક્યાંય નથી જવાના અમે તેને ભાઈ

અંશ : હા ભાઈ .

મંદાકિની શાહ: હું જવા પણ નહીં દેવ તમને.હવે મારા પોત્રો જે મારું અભિમાન છે તેમના માટે યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી શાહ પરિવાર ને નવી વહુ આપીશ.

અંશ : સારૂ દાદી

વિહાન:પણ દાદી

મંદાકિની શાહ: શું વિહાન??હું મિડિયા આગળ તમારા લગ્ન ની વાત કરી ચુકી છું.

અંશ ઈશારામાં વિહાનને ચુપ થવા કહ્યું.

અંશ : દાદી કાંઈ નહીં.

મંદાકિની શાહ: અંશ સમજાવી દે જે આને કે મંદાકિની શાહ ના આદેશ નું પાલન ન કરનારને શું સજા મળે છે.

અંશ : હા દાદી

અંશ વિહાનને બીજા રુમમાં લઈ જાય છે.

અંશ : હવે બોલ ભાઈ

વિહાન : ભાઈ આ શું જબરદસ્તી છે??મારે અત્યારે લગ્ન નથી કરવા.

અંશ : હા‌‌ હું સમજાવીશ દાદીને.

વિહાન :લવ યુ

અંશ :લવ યુ ટુ

#############(ક્રમશ)#############

(શું વિહાન લગ્ન કરશે?કોની સાથે? કોણ હશે શાહ પરિવાર ની નવી વહુ??શું અંશ જેવા રામ માટે સીતા મળશે?)

Thank you for your support this is my second novel read Frist novel ek navi disha and ek navi disha adyay-2....

🙏🙏

##