શુભારંભ - ભાગ-૨ Papa Ni Dhingali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

શુભારંભ - ભાગ-૨

અમદાવાદ ની પટેલ પાકૅમા લક્ષ્મી નિવાસ માં સવાર સવારમાં મમતા બેન ની બુમો સંભળાય છે.ગગનભાઈ મોનિગ વોક કરીને ઘરે આવે છે.ગગનભાઈ અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરાં ચલાવતા હતા ખુબ સરળ અને લાગણીશીલ.ગગનભાઈ અને મમતાબેન જાણે સારસ બેલડી ની જોડ.સુખી સંપન્ન દાંપત્ય જીવન નું ફળ એટલે મોટી દિકરી રિતિકા અને નાની દિકરી પંક્તિ.રિતિકા અને પંક્તિ કહેવામાં તો બંને સગી બહેનો છે પણ વિચારો તદ્દન અલગ પંક્તિ શાંત અને વિનયી બધાનું માન-સન્માન રાખનારી જ્યારે રિતિકા ગુસ્સાવાળી અને જિદી પોતાના સપના પુરા કરવા ગમે તે હદે જઈ શકે તેવી.પંક્તિને નાનપણથી જ પારંપરિક સંગીત નો શોખ જ્યારે રિતિકા ને હિરોઇન બનવાના સ્વપ્ન.

ગગનભાઈ : શું ધમાચકડી છે ઘરમાં?? મમતા શું થયું કેમ બૂમાબૂમ છે??

મમતાબેન: શું કહું હું તમને આ રિતિકા!!પંક્તિ સવારની જાગીને રસોડામાં નાસ્તો બનાવે છે અને આ રિતિકા દસ વાગ્યા તો પણ જાગી નથી.આજે નવીન અને એના પરિવાર વાળા જોવા આવવાના છે એને‌.

ગગનભાઈ: હા તેને જગાડી તૈયાર કરો એ લોકો હમણાં આવતા જ હશે.

પંક્તિ : મમ્મી પપ્પા તમે ચિંતા ના કરો હુ દિ ને તૈયાર કરી નીચે લઇ આવીશ સમયસર ‌.

મમતાબેન: હા મારી પરી તું છે એટલે જ ચિંતા ઓછી છે નહીંતર આ રિતિકા નું શું થાત.

ગગનભાઈ: હા પણ પહેલા ૨૦ છોકરાને રિતિકા ના પાડી ચુકી છે હવે નહીં.

મમતા બેન: તમે ચિંતા ના કરો બધુ ઠીક થશે તમે તૈયાર થઈ જાવ તે લોકો આવતા હશે.પંક્તિ તું પણ રિતિકા ને તૈયાર કર.

પંક્તિ : હા મમ્મી

પંક્તિ ઉપર પોતાના રૂમમાં જાય છે અને રિતિકા ને ઊઠાડીને નાવા મોકલે છે.પોતે રિતિકા ના કપડા અને જ્વેલરી તૈયાર કરી રાખે છે.રિતિકા નાથને બહાર આવતા પંક્તિ એને તૈયાર કરવા લાગે છે.

પંક્તિ : દિ આ વખતે હા પાડી દેજો મમ્મી પપ્પા ચિંતા માં છે.

રિતિકા: ના હો .મારે મારા સપનાં પુરા કરવા છે.એક બેડરૂમમા હું મારુ જીવન ના ગુજારી શકું.મારે તો બોવ પૈસાદાર યુવાન સાથે લગ્ન કરવા છે.

પંક્તિ : પણ દિ મમ્મી પપ્પા વિશે પણ વિચારવુ પડે ને??

રિતિકા: તો શું પોતાના સપના પુરા નહીં કરવાના.

પંક્તિ: ના દી.

રિતિકા: તો??

પંક્તિ : શું સપના પરિવાર કરતા સંસ્કાર કરતા વધારે મોટા છે??

અચાનક મમતાબેન બંને બહેનો ને લેવા આવે છે.બને નીચે જાય છે અને નવીન અને એના પરિવાર ને મળે છે.થોડાક સમય પછી નવીન અને રિતિકા એકબીજા સાથે વાત કરવા ટેરેસ પર જાય છે.

નવીન : હું એમ બી એ કરેલો છું બેંકમાં નોકરી કરુ છુ. લગ્ન પછી તારે નોકરી નહીં કરવી પડે આમ પણ મારી પત્ની નોકરી કરે. એ મને પસંદ નથી.

રિતિકા: બીજુ કંઇ??

નવીન : હા તમે ઘરની બહાર નીકળી નહીં શકો કારણ વગર.મારા તરફથી હા છે તમારી તરફથી??

રિતિકા: હું મારો જવાબ નીચે બધા સામે આપીશ.

નવીન : ઓકે નીચે જઈએ?

રિતિકા : હા

નવીન અને રિતિકા નીચે આવે છે રિતિકા બધા સામે નવીન સાથે લગ્ન કરવા માટે ના પાડે છે અને એના વિશે ખરાબ બોલી એટલે નવીન અને એનો પરિવાર વાત કર્યા વગર જ જતો રહે છે.

ગગનભાઈ: આ શું કર્યું તે રિતિકા??

રિતિકા: પપ્પા એ બસ પોતાના ઘરે કામવાળી બાઈ લેવા આવ્યો હતો.

ગગનભાઈ : બસ‌ હવે બહુ થયું તમે બંને અત્યારે જ પોતાના બાયોડેટા વેબસાઇટ પર મુકો.

પંક્તિ : પણ પપ્પા??

ગગનભાઈ: બસ‌ હવે મારે કાંઈ જ નથી સાંભળવુ.

ગગનભાઈ પંક્તિ અને રિતિકા ના બાયોડેટા વેબસાઇટ પર મુકે છે.રિતિકા આ જોઈ ને ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહે છે.

###########(ક્રમશ)############

(શું થશે હવે??અંશ અને વિહાન અને પંક્તિ રિતિકા ની મુલાકાત કેવી હશે?શું વિહાન લગ્ન કરશે? કોની સાથે??પંક્તિ કે રિતિકા??અંશની જીવનસંગિની કોણ બનશે??શુ હશે શાહ પરિવાર નું ભવિષ્ય??)

Thank you for reading...
Please comment like and share
Read ek navi disha and adyay-2...
Communt who is wife of ansh and vishan.....