લઘુ કથાઓ - 15 - The Passenger Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુ કથાઓ - 15 - The Passenger

લઘુકથા 15
The Passenger

ઇસ. 1954 જુલાઈ...
હેનેડા એરપોર્ટ , ટોકિયો, જાપાન. 12:30 PM..

હેનેડા એરપોર્ટ ના રનવે ઉપર યુરોપ થી ઉડેલી ફલાઈટ ઘરઘરાટી ભર્યા અવાજે ઉતરે છે. અને થોડીક વાર માં એ પ્લેન માં થી એક પછી એક મુસાફરો ઉતરતા જાય છે.
દરેક વ્યક્તિ પોતાનો સમાન લેવા માટે લગેજ બેલ્ટ પાસે પહોંચે છે અને પોતાના લગેજ ની આવવા ની રાહ જોવે છે.

લગેજ લીધા પછી દરેક વ્યક્તિ ઇમિગ્રેશન કાઉન્ટર પર એક પછી એક પોતાના પાસપોર્ટ , વિઝા અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ ઇમિગ્રેશન વિન્ડો ઉપર સબમિટ કરે છે અને ઇમિગ્રેશન ઓફિસર સુ હેંગ ચુ દરેક ડોક્યુમેન્ટ્સ ને બારીકાય થી ચેક કરી ને ઇમિગ્રેશન ક્લિયરન્સ સ્ટેમ્પ મારે છે અને યાત્રી ઓ ને છુટા કરે છે.

આમ લગભગ રોજ ના હજારો યાત્રી ઓ ના ઇમિગ્રેશન ક્લિયરન્સ થી ટેવાયેલ હેંગ ચુ ની આંખો ની સામે એક વિસ્મય અને આશ્ચર્ય જનક ડોક્યુમેન્ટ્સ આવે છે.

એની સામે મેજન્ટા કલર નો અલગ જ ચિન્હ દોરેલો પાસપોર્ટ આવે છે. એ જોઈ એ પાસપોર્ટ અને વિઝા મુકનાર વ્યક્તિ સમક્ષ એ નજર ફેરવી ને જોવે છે એ જોઈ ને એક સેકન્ડ એનો સ્વાસ અધર થઈ જાય છે. સાવ સફેદ પુની જેવો ચેહરો અને નીચે થી લાલાશ પડતી રંગ વાળું ગળું ધરાવતો વ્યક્તિ બ્લેક બ્લેઝર માં ઉભો હતો.

પછી સ્વસ્થ થઈ ને ફરી થી એના પાસપોર્ટ તરફ નજર નાખી અને ખોલી ને ચેક કર્યું અને એમાં જોઈ ને નવાઈ નો બીજો ડોઝ મળ્યો. એને જે દેશ નું નામ વાંચ્યું એ એને પોતાની ઇમિગ્રેશન ની 15 વર્ષ ની કારકીર્દી માં ક્યારેય નહોતું સાંભળ્યું. એને કંરફર્મ કરવા માટે એ વ્યક્તિ ને પૂછ્યું કે આ કયા દેશ નો પાસપોર્ટ છે તો જવાબ માં એને કહ્યું " ટોરેડ.. એ થિંક અંદર મેનશન છે જ".

" હા મેનશન તો છે જ પણ આ દેશ વિશે મેં ક્યારેય સાંભળ્યું નથી. " હેંગ ચુ એ કહ્યું.

" so what can I do in that case sir? આજ દેશ નો પાસપોર્ટ છે. અને હું હમણાં યુરોપ થી આવ્યો છું એના વિઝા સ્ટેમ્પ પણ છે જ. પ્લીઝ ચેક કરો"

હેન ચુ ઓલરેડી એ જોઈ અને ચેક કરી ચુક્યો હતો. એ વિઝા ઓરીજીનલ હતા તેમ છતાં એની કોપી કાઢી ને સ્કેન કરી ને પોતા ના સુપીરીયર ને આપવા માટે એને પોતાની પાસે કાઢી રાખી હતી.

પણ એને આ દેશ વિશે કાંઈક ખટકતું હતું. એ છેલ્લા 15 વર્ષો થી આજ ઓફીસ માં કામ કરતો હતો, દુનિયા ના ખૂણે ખૂણે થી લોકો આવતા હતા , આફ્રિકન, નોર્ધન, સાઈડ ના વર્લ્ડ મેપ માં નાનકડા ટપકા જેવડા દેશ માંથી આવતા હતા અને એના વિશે એને પૂરતી જાણકારી મેળવી રાખી હતી. એ કનફર્મ હતો કે ટોરેડ નામ નો કોઈ દેશ છેજ નહીં. છતાં એને એ પાસપોર્ટ અને વિઝા ને એના સુપિરિયર ને હેન્ડ ઓવર કર્યો ડબલચેક માટે.

એ ચેક થઈ ને આવે ત્યાં સુધી માં એને બીજી પૂછપરછ કરી.
" ટોક્યો આવવા માટે નું કારણ?"
" એક બિઝનેસ ડીલ માટે આવ્યો છું. યાટાનોકો કમ્પની ના માર્કેટીંગ હેડ સાથે મિટિંગ છે." કહી ને એ યાત્રી એ એ કમ્પની ના માર્કેટિંગ હેડ સાથે ની મિટિંગ એપોઇન્ટમેન્ટ ની કોપી જે એને પોસ્ટ મેલ દ્વારા મળી હતી એ સબમિટ કરી અને સાથે જ એનું 3 દિવસ નું "હયાત હોટેલ " નું કનફર્મ બુકીંગ રિસપ્ટ જે એણે પોસ્ટ મેલ દ્વારા મેળવી હતી એ સબમિટ કરી. બને ઉપર જેતે કમ્પની અને હોટેલ નું નામ ,એડ્રેસ અને નંબર લખેલ હતા . હેંગ ચુ એ એ પણ ચેક કરાવવા મોકલી આપ્યા.

જ્યાં સુધી કનફર્મ ન થાય ત્યાં સુધી એ યાત્રી ને એરપોર્ટ પર ના સિક્યુરિટી ચેકીંગ રૂમ માં બેસાડી રાખ્યા.

ત્યાં થોડી વાર માં એરપોર્ટ ઓથોરિટી ના હેડ ઓફિસર આવ્યા અને એમને તરત જ એ યાત્રી સાથે વાત કરી.

" એઝ હેંગ ચુ એ કહ્યું એમ તમારો પાસપોર્ટ જે દેશ નો છે ટોરેડ , એ અમારા નોલેજ પ્રમાણે એક્ઝીટ નથી કરતો . સ્ટીલ જો અમે તમને world map તમારી સામે મૂકીએ તો તમે અમને બતાવશો કે તમારો દેશ ક્યાં આવ્યો છે. ? "

"યા શ્યોર". યાત્રી એ કહ્યું.

સિક્યુરિટી હેડ એ વર્લ્ડ મેપ એની સામે મુકેલ ટેબલ પર મુક્યો અને પાથર્યો અને પૂછ્યું.

એ યાત્રી એ નજર નાખી અને તરત જ વિના સંકોચે એણે આંગળી મૂકી ને ચીંધ્યું..

ત્યાં જોયું અને દેશ નું નામ વાંચ્યું .. દેશ નું નામ હતું "એન્ડોરા".

સિક્યુરિટી હેડ એ તરત જ કહ્યું ," તમે જે દેશ પર આંગળી મૂકી છે અને કહો છે કે તમે એ દેશ થી આવ્યા છો એ અહીં "એન્ડોરા" નામ નો દેશ છે. જયારે તમે જે પાસપોર્ટ લઈ ને આવ્યા છો એ ટોરેડ નો છે. ટોરેડ દેશ ક્યાં આવ્યો એ બતાવો સર. "

" શુ એન્ડોરા?? આ જ તો ટોરેડ છે. આનું નામ એન્ડોરા ક્યારે પડ્યું. આજ જગ્યા એ થી હું આવુ છું. મને નથી ખબર આ એન્ડોરા કયો દેશ છે".

સિક્યોરીટી હેડ ને એના ઉપર સનદેહ થયો કે આ કોઈ પ્રોફેશનલ ફરોડસ્ટર હોવો જોઈએ . એટલે પેલી કંપની અને હોટેલ માં થી કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી એને એરપોર્ટ ઓથોરિટી ની હોટેલ માં વિથ સ્કીયુરિટી ગાર્ડસ મોકલવા માં આવ્યો.

એ ને હોટેલ ના 6th ફ્લોર ના એક સાવ બારી બારણાં વગર ના સ્ટોર રૂમ ટાઈપ ના રૂમ માં એકોમોડેટ કર્યા અને એની સાથે માત્ર એક સૂટકેસ રાખવા માં આવી જેમાં એના કપડાં હતા.
બાકી ના એની આઈડી પૃફ્સ, પાસપોર્ટ ,વિઝા બીજા કાગળિયા એરપોર્ટ ની લોકર માં સિક્યોરીટી હેડ એ ત્રણ જણ ની હાજરી માં મૂકી ને લોક કરી અને એની એક માત્ર ચાવી જે હેડ પાસે જ હતી એ એને પોતાની પાસે રાખી.

થોડાક સમય માં એ કંપની અને હોટેલ માં થી એક જ જવાબ આવ્યો.." અમે આ વ્યક્તિ ને ઓળખતા નથી, અમારે કોઈ જ મિટિંગ કે ડિલ્સ નથી, કોઈ બુકિંગ નથી. અમારા રેકોર્ડ માં પણ ક્યાંય આ ની ડિટેલ્સ નથી. "

એ જ વર્ષે જાપાન ની જ ટોશિબા કંપની એ ડિજિટલ કોમ્પ્યુટરસ બનાવ્યા હતા અને એનો ઉપયોગ એરપોર્ટ અને હોટેલ્સ ,મિલ્સ માં થતા હતા. એટલે રરકોર્ડસ શોધવા માં વધુ મહેનત ન લાગી.

એરપોર્ટ ઓથોરિટી ના સિક્યોરીટી ડીપાર્ટમેન્ટ ના અમુક ઓફિરસ એ કંપની અને હોટેલ્સ ની કોમ્પ્યુટર્સ માં તામાંમ જરૂરી રેકોર્ડસ ચેક કર્યા તેમજ હેન્ડ બુક્સ અને ફાઇલ પણ ચેક કરી , પણ કોઈજ ડિટેલ્સ ના મળી.

હોટેલ અને કંપની ના લોકો પણ હેરાન થઈ ગયા કે આપણા સહી સિકકા સાથે ની પોસ્ટ મેલ આ વ્યક્તિ પાસે કઈ રીતે પહોંચી. જેથી એ પોસ્ટમેલ નો ડેટા કઢાવવા પોસ્ટ મેલ ઓફીસ માં જાણકારી આપવા માં આવી .

બીજા કલાક ની મેહનત બાદ જાણકારી મળી કે આ તારીખે આ કંપની કે હોટેલ તરફ થી ટોરેડ કે એન્ડોરા નામક દેશ માં આ યાત્રી ને કોઈ પોસ્ટ મેલ કરવા માં નથી આવી.

આ જાણકારી તમામ લોકો માટે આશ્ચર્ય જનક અને શોકિંગ હતી.

આ બધી પ્રોસીજર માં સાંજ પડી જતા એરપોર્ટ સિક્યોરીટી ઓથોરિટી એ સવારે એ વ્યક્તિ સાથે બીજી પૂછપરછ કરવા નું વિચાર્યું .. અને નકકી કર્યું .

આ વ્યક્તિ ખૂબ જ સંદેહપૂર્ણ લાગતો હોવા થી એને જે હોટેલ ના રૂમ માં રાખ્યો હતો એ રૂમ અને હોટેલ ના દરેક એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર સિક્યોરીટી એડ કરી દેવા માં આવી. કોઈ ટેરેરિસ્ટ ને રાખ્યો હોય એવી પરિસ્થિતિ હતી.

આખી રાત કોઈજ હલન ચલન ન થઈ. રાત્રે જમવા નું પણ એને એ જ રૂમ માં આપવા માં આવ્યું. પછી રૂમ બંધ નો બંધ હતો.

બીજા દિવસે સવારે ગાર્ડસ ને કેહવા માં આવ્યું કે પેલા યાત્રી ને એરપોર્ટ સિક્યોરીટી ચેકીંગ રૂમમાં મા લાવવો.

ગાર્ડસ એ દરવાજો ખોલ્યો... અને જોયું... રૂમ ખાલી. કોઈજ નહોતું. ન એ યાત્રી ન એની સૂટકેસ.

ગાર્ડસ હેરાન થઈ ગયા . કારણકે એ રૂમ ની ચાવી એમની પાસે હતી અને એને રાત્રે જમવાનું આપી ને છેલ્લે દરવાજો બન્ધ કરી ને પોતેજ લોક માર્યું હતું. બીજું કે એ રૂમ માં કોઈ જ પ્રકાર ની બારી કે કશું જ નહોતું. તો એ યાત્રી ગયો કયા. અને કઈ રીતે?

ગાર્ડસ એ તરતજ એરપોર્ટ સિક્યોરીટી ને જાણ કરી. અને એક સેકન્ડ ના વિલંબ વગર હેડ એ પોતાની પાસે રહેલી એક માત્ર લોકર ની ચાવી ખોલી ને એના ડોક્યુમેન્ટ્સ જોવા માટે લોકર ખોલ્યું અને.... બધા ડોક્યુમેન્ટ્સ ગાયબ.

એ ટોરેડ નામ ના દેશ નો પાસપોર્ટ, યુરોપ ના અસલી વિઝા સ્ટેમ્પ સાથે નો વિઝા અને અન્ય બીજા ડોક્યુમેન્ટ્સ.. બધુજ ગાયબ.

એરપોર્ટ ઓથોરિટી ની હોટેલ થી સિક્યોરીટી લોકર રૂમ માં ઝડપી દોડી ને પહોંચતા પણ 20 મિનીટ લાગે.

જ્યારે એ યાત્રી ને હોટેલ ના છઠ્ઠા મળે રાખ્યો હયો અને એને રૂમ માં રાખ્યા પછી બહાર થી રૂમ ને લોક મારવા માં આવ્યું હતું. કોઈ બારી બારણાં કે વેન્ટીલેશન વિન્ડો કે OTS જેવું એ રૂમ માં નહોતું..

હોટેલ અને એરપોર્ટ ના દરેક એન્ટ્રી એક્સીટ સાઈટ પર તમામ ગાર્ડ હતા અને એમને આ યાત્રી ને આવતા કે ભાગતા જોયા નહોતા.

તો શું થયું એ વ્યક્તિ નું..? ક્યાં ગયો એ વ્યક્તિ?. ક્યાંથી આવ્યો હતો એ વ્યક્તિ..? શુ એ એન્ડોરા થી જ હતો કે ટોરેડ જેવો કોઈ દેશ પણ હતો.?? શુ એ ટાઈમ ટ્રાવેલ ની ઘટના હતી કે બીજુ કાંઈ?

પાછળ થી બીજી ઘણી તપાસ થઈ , પોસીબલ એવી તમામ તપાસ થઈ પણ કોઈ પુખતા જાણકારી ન મળી શકી.

આજે 67 વર્ષે પણ આ રહસ્ય અકબંધ છે..


*******************************************

નોંધ: આ વાર્તા સત્ય હકીકત ઘટના પર થી પ્રેરિત છે. તમામ કિરદાર ના નામ તેમજ કંપની નું નામ (ટોશિબા ને બાદ કરતાં) કાલ્પનિક છે..

રેફરેન્સ: આજ તક ની "ક્રાઈમ તક" સિરીઝ નો એપિસોડ નમ્બર 793..

ધન્યવાદ..