Abhay (A Bereavement Story) - Last Part books and stories free download online pdf in Gujarati

અભય ( A Bereavement Story ) - Last Part

હજી બધા બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યાં જ હોય છે ત્યાં જ એક ભયંકર ધડાકા સાથે બૉમ્બ ફૂટે છે.ધડાકો એટલો ભયંકર હતો કે આખી સ્કુલ ધ્વસ્ત થઇ જાય છે.


ચારે બાજુ ધુમાડો ધુમાડો થઇ જાય છે.


જો સ્કૂલમાં બૉમ્બ છે એ વાતની ખબર જ ન પડી હોત તો?જો બાળકો સ્કુલમાં જ હોત તો?જો બધા બાળકોને સેફલી બાજુની સ્કુલમાં ખસેડવામાં ન આવ્યાં હોત તો?આ વિચાર માત્રથી જ એસીપી બગ્ગા કાંપી ઉઠે છે.


એસીપી બગ્ગાએ પહેલેથી જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. તેથી ડોક્ટરે અભયને એમ્બ્યુલન્સમાં લઇ લોહી ખુબ વહી ગયું હોવાથી ત્યાં જ સારવાર શરૂ કરી.


ઇમરાન અને રામુને સીઆઇડી ઑફિસે પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો.એસીપીએ આજુબાજુની બિલ્ડીંગો કે અન્ય જગ્યાએ તો કંઇ નુકશાન થયું છે કે નહીં તે જોવા માટે બે ઑફિસરોને મોકલ્યા.પછી પોતે એમ્બ્યુલન્સ પાસે ગયાં.અભયે ધીમે ધીમે પોતાની આંખો ખોલી.


બેટા,તે એ લોકોનો વિડિઓ ઉતાર્યો ત્યારે તને જરા પણ બીક ન લાગી.


અભયનું ઘણું લોહી વહી ગયું હતું.તેને બોલવામાં મુશ્કેલી પડતી હતી. તેથી તેણે નકારમાં માથું હલાવ્યું.


એસીપીએ અભયનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું,“તારા માતા- પિતા ખુબ ભાગ્યશાળી છે કે તું એમનો દીકરો છે.”


અભયે હસવાનો પ્રયત્ન કર્યોં.


તું ચિંતા ન કર બેટા. તે કેટલાંય બાળકો નો જીવ બચાવ્યો છે.તો પછી તને કેવી રીતે કંઇ થઇ શકે.


સર મા..રો ઘાવ બ…બ.. બહું જ ઉંડો છે ને…..અભયે પૂછ્યું.
અભય બેટા,તું બહુ જ બહાદુર છો.એસીપી મેમે તેની સામે પ્રેમથી જોઈને કહ્યું.


હે મેમ, હું…હું…સાચે જ બ..હા.. “બહાદુર” છું. અભયે પૂછ્યું.


હા અભય.એસીપી બગ્ગાએ કહ્યું.


અને અભયે પોતાની માસૂમ આંખો હંમેશા માટે બંધ કરી દીધી.એસીપી બગ્ગાએ પોતાની આંખોમાં આવેલાં આસું લૂછયાં.


….

દિલ્હી 2018

માનવીની આંખોમાં આંસુ આવી ગયાં. કેમ અભય કેમ ?તું મને મુકીને કેમ જતો રહ્યો.તે મને કહ્યું હતુંને કે હું હોસ્પિટલેથી આવીશ એટલે તું મને મળવા આવીશ. તો પછી તું કેમ ન આવ્યો.તું જૂઠો છે.એટલું બોલતાં માનવી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી.


થોડા સમય બાદ તેના ફોનની રિંગ વાગે છે.
મમ્મી કોલિંગ..


માનવીએ થોડું પાણી પીધું અને શાંત થઇ.પછી તેણે ફોન ઉપાડ્યો.
હાઇ મમ્મી. કેમ છો?


હું મઝામાં છું. તું?


હું પણ.


કેમ બેટા આજે તે ફોન ન કર્યો?


ઓહ સોરી મમ્મી,આજે બહુ કામ હતું. એમાં હું ભુલી ગઇ.


કંઇ વાંધો નહીં બેટા.તું ઠીક તો છો ને. કેમ તારો અવાજ ઢીલો ઢીલો લાગે છે.


અરે કંઇ નહીં મમ્મી,એ તો જરાક કામનો લોડ વધી ગયો હતો એટલે.


ઓકે બેટા વાંધો નહિ. તું આરામ કર.જય શ્રી કૃષ્ણ.


જય શ્રી કૃષ્ણ.


માનવીએ પોતાની આંખમાંથી આસું વહી જવા દીધાં.



બીજે દિવસે માનવી ઑફિસે પહોંચી.
બગગમેમને કોઈકનો ફોન આવ્યો. તેઓએ ફોન ઉપાડ્યો.
હેલો

વોટ,ક્યારે?

કંઈ હોસ્પિટલ

ઓકે. હું મારા બે ઓફિસરને મોકલું છું. એ બંને એની સાથે જ રહેજે. એની ટ્રીટમેન્ટ ચાલુ હશે તો પણ.એસીપીએ ફોન કટ કર્યો.


શુ થયું મેડમ?પ્રતીકે પુછ્યું.


ઇમરાનને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું છે. તેને સારવાર માટે સાક્ષી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તું અને માનવી ફટાફટ ત્યાં પહોંચો. યાદ રહે, કઇ પણ થઈ જાય તેને એક સેકન્ડ માટે પણ એકલો ન છોડતાં..

ઓકે મેમ.


સાક્ષી હોસ્પિટલ

પ્રતીક અને માનવી સાક્ષી હોસ્પિટલ પહોંચ્યા.ઇમરાનને સેકન્ડ ફ્લોર પર રૂમ નંબર 37માં રાખવામાં આવ્યો હતો. તે બંને રૂમ નંબર 37માં આવ્યાં. સામેના બેડ પર ઇમરાન સુઈ રહ્યો હતો. થોડી વાર બાદ તેણે આંખો ખોલી.તેનું ધ્યાનપ્રતીક અને માનવી ઉપર પડ્યું.


અચ્છા તો તમે છો બગ્ગાના ચમચા.


થોડી રિસ્પેક્ટથી વાત કર. એ તારાં કરતાં ઉંમર અને દરજ્જા,બંનેમાં મોટા છે.પ્રતીકે કડકાઇથી કહ્યું.પ્રતીકને કોઈકનો ફોન આવતાં તે રૂમની બહાર જાય છે .


હવે રૂમમાં માત્ર માનવી અને ઇમરાન જ હોય છે.ઇમરાન માનવી સામે જુએ છે. મેડમ મને થોડુંક પાણી આપશો?


માનવી ઉભી થઇ તેને પાણીનો ગ્લાસ આપે છે. ઇમરાન માનવીનું કાંડુ પકડી લે છે. માનવી બીજા હાથના નખ ઇમરાનના હાથમાં ભરાવે છે.તેથી તેના હાથમાં લોહીના ટશિયા ફૂટી નીકળે છે.ઇમરાન દર્દથી કણસી ઉઠે છે અને માનવીનો હાથ મૂકી દે છે.


ડોન્ટ યુ ડેર ટૂ ટચ મી.માનવીએ ગુસ્સેથી કહ્યું અને પોતાની જગ્યા પર બેસી ગઇ. થોડી વાર બાદ પ્રતીક બે ડોક્ટરને લઇને અંદર આવે છે.ઇમરાન વોશરૂમમાં જાય છે.તે થોડી વાર બાદ બહાર નીકળે છે અને દરવાજો બંધ કર્યા વગર જ પોતાના બેડ પર બેસે છે.ડોક્ટર ઇમરાનની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે.


બેડની એક તરફ વોશરૂમ હોય છે અને બીજી તરફ સોફો.જેના પર પ્રતીક અને માનવી બેઠાં હોય છે.


અચાનક જ ઇમરાન એક ડોક્ટરનું ગાળું પકડી લે છે અને પ્રતીક અને માનવી તેની પાસે પહોંચે એ પહેલાં તો ખુલ્લાં વોશરૂમમાં જઇ બારણું અંદરથી બંધ કરી દે છે.
પ્રતીક અને માનવી જોશથી દરવાજો ખાટખટાવે છે.


ઇમરાન જો તને લાગતું હોય કે આ બધું કરીને તું અહીંથી નીકળી જઈશ તો એ તારો ભ્રમ છે. દરવાજો ખોલ.પ્રતીકે કહ્યું.

ઇમરાન દરવાજો ખોલે છે.
પ્રતીક તેને કોલરથી પકડી રૂમમાં લઇ આવે છે. માનવી વોશરૂમમાં જાય છે. ત્યાં ડોક્ટર પોતાનું ગળું પકડીને બેઠો હોય છે. માનવી તેને ઉભા કરવા માટે હાથ લંબાવે છે.


નો થેંક્સ. તે ગભરાઇને બોલ્યો અને વોશરૂમની બહાર નીકળ્યો.


બસ આ જ,આ જ ડર જોવું છે મારે તમારી બધાની આંખોમાં. એટલું કહી ઇમરાન હસવા લાગે છે અને ફરીથી પેલા ડોક્ટર સામે જુએ છે. પેલો ડોક્ટર ગભરાઇને ઉલ્ટા પગે બહાર નીકળી જાય છે.


પ્રતીક ઇમરાનનાં ગાલ પર જોશથી તમાચો મારે છે.ઇમરાન પોતાનો જમણો હાથ પોતાના ગાલ પર ફેરવે છે.માનવીનું ધ્યાન ઇમરાનના હાથ પર પડે છે.


ઇમરાન તને હું નહીં છોડું. માનવી ગુસ્સાથી બોલી અને પ્રતીક સામે જોતા કહ્યું, પ્રતીક ચાલ મારી સાથે.


પણ માનવી આને એકલો કેમ છોડવો?


હું બહાર જે ઑફિસર ઉભા છે તેને અંદર બોલાવી લવ છું.
માનવી પ્રતીકને લાઇ રૂમની બહાર આવી.


પ્રતીક કેમેરારૂમમાં ચાલ.


પણ શું થયું?


મને શક છે કે રૂમમાં જે છે એ ઇમરાન નથી.


વોટ, એ તું કંઈ રીતે કહી શકે?


આજે સવારે ઇમરાને મારી સામે બતમીજી કરી ત્યારે તેના જમણા હાથમાં મેં નખ માર્યા હતા. જેમાંથી એને થોડું લોહી પણ નીકળ્યું હતું.અત્યારે જ્યારે તે વોશરૂમમાંથી બહાર આવ્યો ત્યાર બાદ તેના હાથમાંથી એ નિશાન ગાયબ હતાં.

એટલે તું એમ કહે છે કે પેલો ડોક્ટર જે ડોક્ટરના વેશમાં બહાર ગયો એ ઇમરાન હતો.


યસ.માનવીએ કહ્યું .


તો પછી જે રૂમમાં છે એ કોણ છે.


લગભગ ઇમરાન સુધી પહોંચવાની ચાવી.બંને કેમરારૂમમાં પહોંચ્યા.


તેઓને રૂમ નમ્બર 37ની સામેનો કેમેરો
ધ્યાનપૂર્વક ચેક કર્યો. તેઓના આશ્ચર્ય વચ્ચે માત્ર રૂમ નંબર37 જ નહીં પરંતુ આખા સેકન્ડ ફ્લોરના કેમેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી.


ઓહ શીટ. હવે આપડે કેવી રીતે ઇમરાનને પકડીશું. માનવીએ ગુસ્સાથી કહ્યું.


પ્રતીકે કેમેરા પર નજર રાખનાર સામે જોઈને પૂછ્યું,આ કેમેરામાં કેમ ગડબડ છે.


સાહબ,મને..


તું એવી રીતે નહીં બોલે. માનવી તેની પાસે પહોંચી એ પહેલાં તે માનવીને ધક્કો દઈ ભાગી ગયો. માનવી સીધી પ્રતીક પર પડી. પ્રતીકે માનવીને ઉભી કરી.તે બંને પણ તેની પાછળ ગયાં. પ્રતીક અને માનવી સીડી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં એ એક માળ ઉતરી ગયો હતો. માનવીએ સીધો સીડીએથી કૂદકો માર્યો અને પેલા પર પડી. માનવીએ તેને કોલરથી પકડીને ઉભો કર્યો અને બે તમાચા મારી દીધાં. ત્યાં સુધીમાં પ્રતીક ત્યાં આવી ગયો. પેલા વોચમેન પાસેથી બધી માહિતી જાણી લીધી અને તેને પોલીસનાં હવાલે કરી દીધો.


ઇમરાન તું ગમે એટલી કોશિશ કર. પણ આજે તો હું તને નહીં જ છોડું. માનવી ગુસ્સાથી બોલી ઉઠી.


માનવી, આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ. પાગલ થઇ ગઇ છે તું. એવી રીતે કોણ ઉપરથી કૂદે. તને કઇ થઇ જાય તો.તે કેમ એવું કર્યું.


કારણકે એણે મારા અભયને મારાથી છીનવી લીધો છે.


“ મારો અભય” ખબર નહીં કેમ પણ પ્રતીકને એ શબ્દો બહુજ ખુચ્યા. તેણે કહ્યું, માનવી પાર્કિંગમાં ચાલ એ પહેલાં કે એ છટકી જાય.


હમ્મ.


માનવી અને પ્રતીક પાર્કિંગમાં પહોંચ્યા. તેઓએ પાર્કિંગની તલાશી લેવાનું ચાલુ કર્યું .ત્યાં અચાનક જ પ્રતિકના માથાં પર સામે ઉભેલા ઇમરાને લાકડી મારી. પ્રતીકને અચાનક લાગેલા ઘાથી તમ્મર આવી ગયા.


માનવીએ ઇમરાન સામે ગન તાકી.તેટલી ઇમરાને પણ સામે ગન તાકી .


ઇમરાન ગન નીચે રાખ.


જવાબમાં ઇમરાન હસ્યો અને પ્રતીક પર ગોળી ચલાવી. પ્રતીક સહેજ ખસી ગયો તેથી ગોળી તેના હાથમાં લાગી.
પ્રતીકને બચાવવા માનવીએ ઇમરાન પર ગોળી ચલાવી જે ઇમરાનની છાતીની આરપાર નીકળી ગઈ અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો .


આજે અભયનાં નામે સ્કૂલનું ઉદ્દઘાટન હતું. જે વિરો અને વિરંગનાઓ એ પોતાના દેશ માટે બલિદાન આપ્યું તેઓના બાળકોને ફ્રી માં ભણતર મળે એ માટે આ સ્કૂલ બનાવવામાં આવી હતી તેનું ઉદ્દઘાટન માનવીનાં હસ્તક કરવાનું હતું.

માનવીએ પ્રતીકને પોતાની બાજુમાં બોલાવ્યો અને કહ્યું, તે મારો લક્ષ્ય પૂરો કરવામાં મારો સાથ આપ્યો છે. તેથી હું ઈચ્છું છું કે આપડે બંને મળીને આ સ્કૂલનું ઉદ્દઘાટન કરીએ.


માનવી મેં જેમ તારું લક્ષ્ય પૂરું કરવામાં તારો સાથ આપ્યો એમ શું તું જીવનભર મારો સાથ આપીશ.


માનવીએ પોતાની માસૂમ આંખોથી સંમતિ આપી અને બંનેએ મળીને અભયનાં સ્કૂલ અને પોતાના નવા જીવનની રિબન કાપી.....


....


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED