jajbaat no jugar - 23 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 23

આગોતરી જાણ કર્યા વગર જ વિરાજ એમનાં બધાં મિત્રોને લઈને ઘરે આવ્યો. બધાં મિત્રો કપલમા હતાં. એક રૂમમાં બધાં સાથે બેસી શકે એટલી બેસવાની વ્યવસ્થા ન હોવાથી એક રૂમમાં પુરુષો અને એક રૂમમાં બધી સ્ત્રીઓને બેસાડી. વાત વાતમાં એક મિત્રની વાઈફે પુછ્યું પેકિંગ થઇ ગયું. કલ્પના તો એકદમ અંચભીત થઈ ટૂટી ગઈ કે આ શું વિરાજ ઘરની વાત બહાર કરે છે. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ 'બાંધી મુઠ્ઠી લાખની' પોતાના મનને શાંત રાખીને પેલા બહેનને જવાબ આપ્યો. ' ના ' પેલા બહેન ફરીથી કંઈ પુછે તે પહેલા જ કલ્પના બોલી શું લેશો 'ઠંડું કે ગરમ' બધાંએ ના પાડતા કહ્યું અત્યારે નહીં. અત્યારે ચલો બધાં સાથે જઈને નાસ્તાનાં પેકિંગ કરાવી લઈએ. કલ્પના આશ્ચર્ય ભરી નજરે જોઈ રહી કંઈ સમજાયું નહીં. તેણે બાજુમાં બેસેલા બેનને ધીમે થી પૂછી લીધું કે શેના નાસ્તા ને શેનું પેકિંગ!? "લાગે છે વિરાજભાઈએ તમોને જાણ નથી કરી, બરાબરને" પેલા બેને બોલ્યા. વિરાજભાઈ તમને સરપ્રાઈઝ આપવા માંગતા હશે. "કદાચ" કલ્પનાએ મનોમન વિચાર્યું.
બે લોકો વચ્ચે સ્પષ્ટીકરણ નથી થતાં જ્યારે ત્રીજી વ્યક્તિના ખુલાસાથી ઘણીવખત વિનાશ સર્જાય શકે છે તો ક્યારેક સુલહ પણ.
કલ્પના મનોમન બધું સમજી ગઈ કે વિરાજ તેમને સરપ્રાઈઝ આપવા માટે જાણ નથી કરી. એટલામાં વિરાજે કહ્યું, બધાંને નાસ્તાપેકિંગ માટે જવું જરૂરી નથી કોઈ બે વ્યક્તિ જઈને કરાવી લો. બધાંએ હકારાત્મક પ્રત્યુતર આપ્યો. ટાઈમ ટેબલ પ્રમાણે નીકળવાનું નક્કી થયું.
કલ્પનાએ મનોમન નક્કી કર્યું કે વિરાજના પ્લાન મુજબ પોતાને કંઇ જાણ નથી એવું નાટક શરૂ રાખવું જોઈએ. બીજી તરફ વિરાજને પણ એમ જ હતું કે કલ્પનાને કંઈ જાણ નથી. "સાંજે જમવાનું વહેલું બનાવી તૈયાર થઇ જજે" વિરાજ બહાર જતાં જતાં બોલ્યો. કલ્પનાએ પણ ટીખળ કરતાં કહ્યું નહીં હોં મારે કંયાય નથી જવું.
સાંજના સુમારે સમય અનુસાર બધું તૈયાર કરી કલ્પના વિરાજના આગમનની પ્રતિક્ષા કરવા લાગી. "વિરાજ ટ્રાફિકમાં અટવાયો લાગે છે" કલ્પના મનોમન બબડી. એટલામાં તે ઓટો રીક્ષા લઈને આવ્યો. કલ્પના ફરી ટીખળ કરતાં બોલી 'તમને એક વખત કહ્યું ને કે મારે નથી જવું'. પણ કલ્પનાની આંખોએ કલ્પનાના શબ્દોને સાથ ન આપ્યો. તેને હસવું આવી ગયું ને કાન પકડતા બોલી મને તમારો પ્લાન ખબર પડી ગઈ સોરી.
ઠંડીના સુસવાટા કરતી પવન વેગે દોડતી બસ નીકળી પડી. રસ્તો વિંધતી માઉન્ટ એવરેસ્ટ પર પ્રેમીઓની સપનાની વેલ વગર આધારે રજની માણવા. આલ્હાદાયક શીતળતા શીતલ ઠંડી અંગોના રોમેરોમમાં રોમાંચક પળોની કેદ કરી આંખો માં ભરી. હ્રદયના તારોને ઝંઝોળતી એકમેકમાં ખોવાઈ જવાનો આનંદ માણવા આતુરની પળો વિંધાય જતાં એક એકનું હૈયું ઉછળાટના આનંદને મહેંક પ્રસરાવવા આતુરતાથી આંખો ખોલી પોતાના માં પોતાને જ ખોઈ જવાનો આનંદ માણવા પહોંચી ગયા માઉન્ટ આબુ.
હોટલમાં રૂમ બુક કરાવી. બધાં પોતપોતાના ફેમિલીને કોલ કરવા એસી.ટી.ડી. લેન્ડ લાઈન બુથ પર જાય છે અને ફેમિલીને જણાવે છે કે અમો આરામથી પહોંચી ગયા છીએ અમારી ચિંતા ન કરતા.
ત્યાર બાદ આબુની સૈર કરવા નીકળી પડ્યા પોતપોતાની રીતે બજારમાં. અલગ અલગ વસ્તુઓની નાની મોટી ખરીદી કરી બધાં જમવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા. જમીને બધાં હોટલ પરત ફર્યા. ખૂબ મસ્તી, મજાક કરી જેને જે ગેમ આવડતી હોય તે રમ્યા. દિવસો તો ઠીક રાતો પણ કેમ નીકળી જતી મસ્તીમાં ખ્યાલ ન રહેતો. ન કોઈ સમય મર્યાદા ન કોઈ રોકટોક ઓન્લી મસ્તી.
હનીમૂનનુ મહત્વ એ હોય છે કે એકાંતમાં એકબીજાને જાણવા એકબીજાના સ્વભાવને અનુરૂપ થવું. ફેમિલી સાથે હોય ત્યારે તો એમને દેખાડો કરવા પણ એકબીજાને માનથી બોલાવતા હોય છે. પરંતુ એકાંતમાં સ્વભાવોના પરખા થતાં હોય છે.તો એકબીજાને સમજવાનો સમય મળે છે.
આખરે સાત દિવસનાં પ્રવાસ બાદ ઘરે જવાનો દિવસ આવી ગયો. ખૂબ એન્જોય કર્યું એ બધાની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું. યાદોને સાચવવા કેટલીક યાદોને કેમેરામાં કૈદ કરી. તો કોઈકે પોતપોતાની ઓફિસના નંબરની આપ-લે કરી. યાદોનો પટારો સાથે લઈ ફરી બધાં નીકળી પડ્યા પોતપોતાની મંઝીલ તરફ.
ઘરે પહોંચી કલ્પના સાસુ સસરાના આશિર્વાદ લઈ જીવનની સફરની શરૂઆત થઈ. વિરાજને પણ સરસ જોબ મળી ગઈ. આશરે બે મહિના જેવો સમય થયો હશે ત્યાં એક દિવસ અચાનક કલ્પનાને પેટમાં અસહ્ય દુખાવો થયો. વિરાજને કોલ કરી ઘરે બોલાવ્યો. વિરાજ હોસ્પિટલ લઈ ગયો. જ્યાં કલ્પનાની ટ્રીટમેન્ટ પહેલા થઇ હતી તે જ હોસ્પિટલ લઈ આવવાનું કહ્યું હતું ડોક્ટરે.
ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી આરામ કરવાનું કહ્યું. વિરાજે ડૉક્ટરને સવાલ કર્યો કે શું કલ્પના માઁ બની શકશે. ડૉક્ટર આ સવાલ સાંભળી સ્તબ્ધ રહી ગયા. વિરાજનો આ સવાલ બંનેનાં જીવનમાં તીરાડ પાડી શકે. છતાં ડૉક્ટરે પોઝિટિવ રહેવા કહ્યું કે તમારાં મેરેજને કેટલો સમય થયો!? વિરાજે ઉત્તર આપતા કહ્યું બે મહિના. ડૉક્ટરે કહ્યું લોકોને બાર વર્ષ પણ લાગે છે. તમારે તો માત્ર બે મહિના થયા છે. ફીકર ન કરો હજુ તો ઉંમર પણ નાની છે. લોકો ચાલીશ વર્ષ પછી પણ આઈ.વી.એફ. કરાવે છે.

વિરાજ કલ્પનાને માઁ ના બનવાને કારણે છુટાછેડા આપશે કે!? કલ્પના માઁ બની શકશે.!?

આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED