એક પૂનમની રાત - પ્રકરણ-29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-29

એક પૂનમની રાત
પ્રકરણ-29
વ્યોમાને એનાં ઘરે ઉતારીને દેવાંશુ ઘરે પાછા જવાની જગ્યાએ પોલીસસ્ટેશન ગયો. ત્યાં, પહોંચી સિધ્ધાર્થ અંકલને પૂછ્યું પાપા નથી ? સિધ્ધાર્થે જવાબ આપવાની જગ્યાએ પૂછ્યું દેવાંશ તું અહીં ? અત્યારે ? આટલો લેટ કેમ અહીં આવ્યો ? ઘરે નથી જવાનું ? આજે ઘરે બધું... તારે તારી મંમી સાથે રહેવું જોઇએ.
સિધ્ધાર્થે દેવાંસને ઘણાં બધાં પ્રશ્નો એક સાથે પૂછી લીધાં. દેવાંશે કહ્યું અંકલ અહીથી ઘરેજ જઊં છું પણ આજેજ થયું એ કહ્યાં વિના મારે ઘરે જવું નહોતું હું તમને અને પાપાને એક ખાસ વાત કહેવા આવ્યો છું.
સિધ્ધાર્થે કહ્યું પાપા કલેક્ટર ઓફીસ ગયા છે ત્યાં કલેક્ટર અને બીજા ઓફીસરો સાથે મીટીંગ છે. હવે નવરાત્રી આવવાની એનાં અંગે વાતચીત છે. એમને કદાચ મોડું થશે પણ વાત શું છે ? મીલીંદનાં અંગે કહેવા આવ્યો છું ?
દેવાંશ કહ્યું ઓહ નવરાત્રી આવવાની હવે પણ હજીતો ઘણીવાર છે. હજીતો શ્રાવણ માસ ચાલે છે. હજીતો 2-3 માસની વાર છે. અને તમને કેવી રીતે ખબર કે હું મીલીંદનીજ વાત કરવા આવ્યો છું ?
સિધ્ધાર્થે કહ્યું નવરાત્રીને ભલે 2-3 મહીના બાકી પરંતુ વ્યવસ્થાતંત્રએ અને બીજી ઘણી વાતો ધ્યાનમાં રાખીને અગોતરી તૈયારીઓ કરવી પડે છે. પુર આવે ત્યારે પાળના બંધાય અને મીલીંદની શું વાત કરવા આવ્યો છું ?
દેવાંશે કહ્યું અંકલ આજે ઘરેથી પછી હું અને વ્યોમાં બંન્ને મીલીંદના ઘરે ગયાં હતાં. ત્યાં ગયાં પછી એવું લાગ્યું ત્યાં જવા જેવું નહોતું ખોટાંજ ગયાં.
સિધ્ધાર્થે કહ્યું પણ એવું શું થયું ? કેમ જવા જેવું નહોતું એટલે ? દેવાંશે સિધ્ધાર્થ અંકલ સાથે એ લોકો ગયા ત્યાં મળ્યાં જે થયું એ વાતચીત ત્યાંથી બહાર નીકળ્યા બધીજ ઇતિથી અંત સુધીની વાત સિધ્ધાર્થ અંકલને કહી અને બોલ્યો અંકલ તમારી શંકા સાચીજ છે કંઇક તો ગરબડ છે અને આંટીએ મને દીદી પાસે જવા ના પાડી એટલે હું અટક્યો જબરજસ્તી તો હું કરી ના શકું.. પણ પછી ફરી ક્યારેક જઇશ બધુજ જાણી લઇશ. દેવાંશને સાંભળીને સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો. અને બોલ્યો મને વ્હેમ તો હતોજ પણ તેં આવું કીધુ પછી મારી શંકા મજબૂત થઇ છે. કંઇ નહીં હવે તું જાય તો મને કીધા વિના ના જઇશ પ્લીઝ આપણે કોઇ પ્લાન સાથેજ બનાવીશું. પણ હમણાં તું ઘરે જા અને તારી જોબ પર ધ્યાન આપ. આ કામ હવે અમારુ છે. હું તારાં પાપા આઇ મીન સર સાથે બધો પ્લાન બનાવીશ.
દેવાંશે કહ્યું ભલે અંકલ હું ઘરે જઉં પાપા પણ ત્યાં સુધીમાં આવી જશે. તમે પ્લાન બનાવો ત્યારે કહેજો. કાલથી તો અમારાં પ્રોજેક્ટનાં કામ પાછળજ લાગીશું. એમાં કંઇ તમારી હેલ્પની જરૂર પડી તો કહીશ.
સિધ્ધાર્થે કહ્યું ગમે ત્યારે જે હેલ્પની જરૂર પડે કહેજે. હવે તો અમારું ડીપાર્ટમેન્ટને કાયદેસર તમને હેલ્પ કરવાની સૂચના છે એટલે અગવડ નથી પણ તું અમારાં બોસનો દીકરો છે અને મારો પણ ચહીતો છું એટલે ખાસ પ્રાયોરીટી મળશે એમ કહીને હસવા લાગ્યો.
દેવાંશે કહ્યું થેંક્સ અંકલ હું ઘરે જવા નીકળું છું કહીને તો વ્યોમા સાથે વાવ અને જંગલતરફ જવાનાં છીએ જરૂર પડે ચોક્કસ જણાવીશ. બાય અંકલ કહીને ઘરે જવા નીકળી ગયો.
********
બીજે દિવસે સવારે દેવાંશ હજી ઉઠ્યો નહોતો તો વિક્રમસિંહ એનાં બેડરૂમમાં જઇને એને ઉઠાડ્યો. અને બોલ્યાં દીકરા હજી નથી ઉઠ્યો ? 8.00 વાગી ગયાં. કેમ ખૂબ થાક્યો છે ? આ તો તારો જોબ પર જવાનું લેટ ના થાય એટલે ઉઠાડ્યો.
દેવાંશે કહ્યું ના ના પાપા થેંક્સ બહુ નીંદર આવી ગઇ હું ફટાફટ નાહીને નીકળુંજ છું. વિક્રમસિંહે કહ્યું કંઇ નહીં આમ હાંફળો ફાંફળો ના થા. થાય કોઇ વાર લેટ કંઇ નહીં સિધ્ધાર્થે મને મીલીંદનાં ઘરની વાત કરી... કંઇ નહીં ગરબડ તો ચોક્કસ છે પણ હવે શાંતિથી વિચારીશું તપાસ ફરીથી કેવી રીતે શરૂ કરવી એ નક્કી કરવું પડશે. એનાં બધાં રીપોર્ટ છે અગ્નિદાહ દેવાઇ ગયો છે. કેસ ઓકે કરીને બંધ કરી દીધો છે. આપધાતનું કારણ આપી બધુ ફાઇલમાંજ મૂકાઇ ગયું છે... જોઇએ હવે... તું તારી જોબ પર જા શાંતિથી કંઇ એવી જરૂર પડશે તને જણાવીશું પેલા દિવસે અઘોરીજી પણ પૂરા વિશ્વાસ સાથે કીધેલું કે એ છોકરાએ આપધાત નથી કર્યો કંઇક બીજુજ કારણ છે. એમણે પણ આગળ કંઇ કીધું નહીં આવી વિદ્યાઓ પણ ખૂબ કામ લાગતી હોય છે.
દેવાંશે કહ્યું હાં પાપા અને મને પણ બે વાત ખૂબ સ્પષ્ટ લાગતી હતી કે મીલીંદનાં મૃત્યુ પાછળ મારી બહેન અંગારી નથી નથી મીલીંદે આપધાત કર્યો.. હવે જોઇએ સાચું કારણ શું બહાર આવે છે.
ત્યાં તરુબહેને બૂમ પાડીને કહ્યું આમ સવાર સવારમાં બાપ દીકરો કોકનાં કેસની ચર્ચા કરો તમારો ચા નાસ્તો તૈયાર છે આવી જાઓ ઠંડો થઇ જશે.
વિક્રમસિહે કહ્યું હાં હા આવીએ જા દીકરા તું તૈયાર થઇને તરત આવ હું રાહ જોઊં છું.
દેવાંશ ફટાફટ નાહી ધોઇ પરવારીને ડાઇનીંગ ટેબલ પર આવી ગયો. માં એ કહ્યું કેટલી વાર કરી ? બધુજ ઠંડુ થઇ ગયું કંઇ નહીં બધુ ફરીથી ગરમ કરી આપું છું. આવું ભેજવાળું વાતાવરણ છે ગરમજ પીવાનું તબીયત સારી રહે.
તરુબહેને ચા-નાસ્તો બંન્ને માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરીને આપ્યાં અને ત્યાંજ વ્યોમાં એક્ટીવા લઇને ઘરે આવી ગઇ. દેવાંશ વ્યોમાને આવકારતાં કહ્યું આવીજા બસ જો હવે અમે ચાલુ કરીએ છીએ ગરમાં ગરમ ચા અને તીખી પુરીઓ મજા આવી જશે.
તરુબહેન કહે આવીજા દીકરા ચલ ગરમા ગરમ છે બધુજ. વ્યોમાએ કહ્યું ના આન્ટી હું ચા નાસ્તો કરીનેજ આવી છું કંઇ નહીં હું વેઇટ કરુ છું બહાર બેઠી છું.
દેવાંશ અને વિક્રમસિહે ફટાફટ ચા નાસ્તો કરી લીધો અને વિક્રમસિહ કહ્યું ચાલો હું જાઊ છું બાય એમ કહીને નીકળી ગયાં. દેવાંશે એની બેગ થેલો છત્રી કેપ બધુ લીધુ અને માંને કહ્યું મોડું વ્હેલુ થાય ચિંતા ના કરીશ. માંએ નાસ્તો ભરેલો ડબ્બો અને ચા ભરેલો થરમોસ આપતાં કહ્યું પણ વેળાસર ચા નાસ્તો કરી લેજો. દેવાંશે કહ્યું ઓકે માં... બાય. એમ કહીને વ્યોમા અને દેવાંશ જીપમાં વાવ તરફ જવા નીકળ્યાં.
જીપ સ્ટાર્ટ કરતાં કહ્યું માં કાયમ યાદ કરાવ્યા કરે. વ્યોમાએ કહ્યું બધી માં એવીજ હોય છેક નીકળતાં સુધી કહ્યા કરે સમયસર જમી લેજો સાંજે વેળાસર આવી જજો.
દેવાંશે હસતાં હસતાં કહ્યું હાં સાચી વાત છે બરાબર આવાંજ ડાયલોગ્સ હોય બધાં ઘરમાં કોમન હોય. વ્યોમાએ કહ્યું કેપ્ટન આજે તો સીધા પ્રોજક્ટ પર જઇએ છીએ ને ? કે કોઇ ક્રાઇમ સ્ટોરી માટે જઇએ છીએ.
દેવાંશે કહ્યું બસ હવે ખોટી ખેંચ નહીં કાલે તો મનમાં વિચારો હતાં એટલે ગયેલાં રોજ રોજ શું છે ? નોકરી નથી કરવાની ? બોસને રીપોર્ટ કરવાનાં છે આજે તો રીપોર્ટ કરવોજ પડશે. આપણે વાવ તરફ જઇએ છીએ જો ત્યાંથી વહેલાં પરવારી ગયાં તો ત્યાંથી સીધા જંગલમાં જીર્ણશીર્ણ મ્હેલ તરફ જઇશું જેટલું કામ થાય એટલું પણ આપણી પાસે સમગ્ર રીપોર્ટ બનાવવા માટે ત્રણજ મહીના છે.
વ્યોમાએ કહ્યું પૂરતો સમય છે ચિંતા શું કરે છે ? જે બધી પ્રોપર્ટી જોવાની છે એનાં ફોટા લેવાનાં એમનો ઇતિહાસ કેટલો જૂનો છે એનો અભ્યાસ કરવાનો એમને ક્યાં ક્યાં કેટલા સમારકામની જરૂર છે એ બતાવવાનું છે એની અગત્યતા એમનો ભવ્ય ભૂતકાળ લોકો સમક્ષ લાવવાનો કેવી બાંધણી કારીગરી છે ક્યાં વંશજની છે એ બધોજ ઇતિહાસ ભૂગોળ શોધીને રીપોર્ટ બનાવવાનો છે અરે બધુજ સમયસર કરી લઇશું. સાચુ કહુ મને પણ ખૂબ રસ છે જાણવાનો ખૂબ ગમે એટલે જ આ લાઇન પસંદ કરી હતી પહેલાંનાં લોકોનો ઇતિહાસ કેવો ભવ્ય ? કેવી રહેણી કરણી કેવી બાંધણી નક્શીની સંસ્કૃતિની જાણકારી એમનાંથી લેવાયેલી કાળજી સંસ્કૃતિનું સન્માન જાળવણી કહેવું પડે અને આજની પ્રજાને કોઇ કિંમત નથી બધાં મોબાઇલમાંથી ટીક ટોકમાંથી ઊંચા નથી આવતાં -દેવાંશ હસી પડ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ - 30