લવ બાયચાન્સ - 11 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાયચાન્સ - 11

( અરમાન ઝંખનાને એક surprise આપે છે. એ ઝંખનાને એક children home માં લઈ જાય છે. ઝંખના એના આ surprise ને જોઈને ખૂબ ખુશ થાય છે. તેઓ ત્યાના બાળકો સાથે ખૂબ સારો સમય પસાર કરે છે. અને પછી ત્યાંથી વિદા લે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. )

ઝંખના : તો હવે ઘરે જઈશું ?

અરમાન : અરે હજી ક્યાં ઘરે !! હજી તો બીજી surprise બાકી છે.

ઝંખના : શું !!! હજી એક surprise..?

અરમાન : હા હવે તુ સવાલ ના કર બસ જોતી રહે..

ઝંખના કંઈ જ બોલતી નથી. એ બસ surprise વિશે જ વિચાર્યા કરે છે. લગભગ એકાદ કલાક પછી તેઓ એક જગ્યા પર પહોંચે છે. ઝંખનાને એક ભીનો ભીનો સ્પર્શ મેહસુસ થાય છે અને પાણીનો ઘૂંઘવાટ સંભળાય છે. ઝંખના અરમાનની બાજુ પકડીને ઉછળી પડે છે. અને કહે છે.

ઝંખના : શું હુ જે વિચારી રહી છું તે સાચુ છે ? શું અહીં આસપાસ દરિયો છે ?

અરમાન : હા તુ સાચુ વિચારી રહી છે. અહી પાસે જ દરિયો છે.

અને એ ઝંખનાનો હાથ પકડી એને સામેની તરફ લઈ જાય છે. થોડે દૂર ચાલ્યા પછી એમની સામે અફાટ દરિયો દેખાય છે. દરિયાના ઉછાળા મારતા મોજાની જેમ ઝંખનાનુ મન પણ હિલોળે ચઢ્યુ હોય છે. એ ખૂબ જ ખુશ થઈ જાય છે. અને બે હાથ ફેલાવીને દોડતા દોડતા અરમાન ને કહે છે.

ઝંખના : wow.. Armaan it's so beautiful.. ખરેખર તે તો મારો આજનો દિવસ એકદમ યાદગાર બનાવી દીધો. અને એ સેન્ડલ કાઢીને દરિયાના પાણીમાં પહોંચી ગઈ. અરમાન પણ એની પાછળ પાછળ ગયો. થોડીવાર આમ જ પાણીમાં રમ્યા પછી એ લોકો બહાર આવ્યા અને એક કોરી જગ્યા પર બેઠા.

ઝંખના : આ તો કેટલો સુંદર દરિયાકિનારે છે. અને શહેરની ભીડભાડથી દૂર પણ છે. આ કયો વિસ્તાર છે ?

અરમાન : આ મુંબઈનો આપણી તરફનો વિસ્તાર છે. મતલબ સુરત ગુજરાત તરફ આવતો વિસ્તાર છે. વસઈ પાસે ભૂઈગાવ છે. ત્યાનો આ દરિયા કિનારો છે. અહી હજુ શહેરીકરણ નથી થયુ એટલે અહીનુ વાતાવરણ આટલુ સુંદર છે. અને દરિયો પણ આટલો ચોખ્ખો છે. અહી તને કોઈ ગામડામાં આવ્યા હોય એવુ જ લાગશે. દરિયા કિનારાનો વિસ્તાર પૂરો થતા ખેતરો અને વાડીઓ જોવા મળશે. Actually અહીના લોકો મોટેભાગે NRI છે. એટલે લોકલ પબ્લિક પણ ઓછુ આવે. અને બધાને જુહુ ચોપાટી અને બાન્દ્રા નો વધારે ક્રેજ છે એટલે આ જગ્યા હજી સુરક્ષિત છે. સારુ છે બહારના લોકોને આના વિશે વધારે જાણ નથી બાકી પબ્લિક તો બીજા બીચની જેમ આને પણ ગંદો કરી મૂકે.

અરમાન : તો તને કેવી રીતે ખબર પડી આ જગ્યાની ?

અરમાન : અમારી બેંકમાં એક પટાવાળા ભાઈ આ બાજુથી જ આવે છે. એના દ્વારા જ મને આના વિશે ખબર પડી. અને થોડા સમય પહેલા હું ઑફિસના સ્ટાફ સાથે અહી આવેલો. તને એ દિવસે દરિયા માટે પાગલ જોઈને મે ત્યારે જ નક્કી કરેલુ કે તને એકવાર તો અહી લાવીશ.

ઝંખના : Ohh so sweet.. મારા માટે આટલુ વિચારવા માટે ખૂબ ખૂબ આભાર..

અરમાન : અરે આ તુ વાત વાતમાં આભાર નો જે ભાર નાખે છે મારી પર એ મને નથી ગમતુ. મે ખાલી ટાઈમપાસ માટે દોસ્તી નથી કરી. હું તને સાચે એક દોસ્ત માનુ છું. હા માનુ છું કે આપણે પહેલા એકબીજાને નોહતા જાણતા અને મે શરૂઆત પણ એવી રીતે કરેલી કે તને એવુ લાગ્યુ હોય કે હું કોઈ દિલફેક યુવક હોઈશ. અને સાચુ કહુ તો હુ ખૂબ આસાનીથી દોસ્ત બનાવી લઉ છું. કોઈની પણ સાથે જલ્દી મિક્સ થઈ જાવ છું. પણ તારી સાથે જે attachment છે એ બીજા કોઈ સાથે નથી. અરે મે હજી કોઈની પર્સનલ લાઈફ માં આટલો involved પણ નથી થયો. પણ ખબર નઈ તારી સાથે કેવી લાગણી બંધાઈ ગઈ છે તુ મને અજનબી લાગતી જ નથી.

ઝંખના અચાનક અરમાન ને hug કરી લે છે. ઝંખનાના આમ અચાનક hug કરવાથી અરમાન પહેલા તો ચોંકી જાય છે. પણ પછી એ પણ એને friendly hug કરે છે. પરિસ્થિતિનું ભાન થતા ઝંખના તરત પોતાને અરમાનથી દૂર કરે છે. એની આંખોમાં પાણી હોય છે. અરમાન એ જુએ છે અને ગભરાઈ જાય છે.

અરમાન : અરે તુ રડે છે ? સોરી અગર મારી કોઈ વાતથી તને ખોટુ લાગ્યુ હોય તો. પણ મારો એવો કોઈ intention નોહતો.

ઝંખના એના મોઢા પર હાથ રાખીને કહે છે.

ઝંખના : શશશશશ તુ કેટલુ બોલે છે. અને તારે માફી માંગવાની જરૂર નથી. આ તો ખુશીના આંસુ છે. હુ ખુશ છુ કે મને તારા જેવો દોસ્ત મળ્યો. હા પણ તુ પણ નસીબદાર છે હો કે તને મારા જેવી દોસ્ત મળી.

અરમાન : ઓહઓઓ પોતાને મોઢે પોતાની જ તારીફ. હા મને દોસ્ત તો મળી પણ એ પણ રોતડુ એમ કહી અરમાન એના નીચેના હોથને બહાર કાઢી દુઃખી દેખાવાનુ નાટક કરે છે.

ઝંખના : હે.. મે રોતડુ છું. હમણા બતાવુ તને કે કોન રોતડુ છે. અને એ એને મારવા દોડે છે અરમાન પણ એ એની તરફ આવે એ પહેલા દોડવા લાગે છે. ઝંખના એની પાછળ દોડે છે. થોડીવાર પછીના પકડદાવ પછી ઝંખના શ્વાસ ફૂલાવતી ઊભી રહી જાય છે.

અરમાન એની પાસે આવે છે અને એના હાથમા એક છીપ મૂકે છે. ઝંખના એ જોઈ ને ખુશ થઈ જાય છે અને બંને છીપ વણવા લાગી જાય છે. ઘણા બધા છીપ, કોડી અને શંખ ભેગા કરીને તેઓ એક જગ્યાએ ભેગા કરીને તેઓ ત્યા બેસે છે. ઝંખના એ બધા છીપ અને શંખથી એના અક્ષરનો પેહલો અક્ષર બનાવે છે. અરમાન પણ એની નકલ કરતો એની બાજુમાં એના નામનો પેહલો અક્ષર બનાવે છે. અચાનક એક મોજુ આવે છે અને બંને નામ સાથે ટકરાઈને પાછું વળી જાય છે. બંનેના છીપ અને શંખ એકબીજમાં ભળી જાય છે.

ઝંખના : અરે આ મોજાએ તો આપણા બંનેના નામ મિટાવી દીધા.

અરમાન : ના મિટાવ્યા નથી એકબીજામાં સમાવી દીધા છે.

ઝંખના : એટલે ?

અરમાન : અરમાન અઅમમ્મ કંઈ નહી. હુ એમ કહુ છું કે તારા ને મારા છીપ એકબીજાના નામમાં ભળી ગયા.

ઝંખના : હમ્મ

અરમાન : (મનમાં શુ કરે છે અરમાન કેમ આવી વાતો કરે છે. ઝંખના શું વિચારશે તારા માટે) એટલામાં એક ભેલવાળો ત્યા ઘંટડી વગાડતો આવે છે. અરમાન ઝંખનાને કહે છે ચાલ ભેલ ખાઈએ. અને એ ભેલવાલાને બે ભેલ બનાવવાનુ કહે છે.

બંને જણા ભેલ ખાતા હોય છે. ઝંખનાના વાળ વારંવાર એના ચેહરા પર આવી જાય છે જેના કારણે એ ભેલને એન્જોય નથી કરી શકતી. અચાનક અરમાન એના હાથ ઝંખનાના ચેહરા પાસે લઈ જાય છે અને એના વાળને કાન પાછળ રાખે છે. બંનેની નજર એકબીજાની નજર સાથે ટકરાઈ છે. થોડીવાર માટે સમય જાણે ત્યાં જ થંભી ગયો હોય એમ બંને જણા એકબીજાને અપલક જોયે રાખે છે. એમા અચાનક વાદળનો ગડગડાટ થયો. અને બંને જણા વાસ્તવિક દુનિયામાં આવે છે. અરમાન જલ્દીથી સ્વસ્થ થાય છે અને એના વાળને પકડી રાખીને કહે છે. હવે આ તને હેરાન નહી કરે. ઝંખના પણ નીચી નજર કરીને ભેલ ખાવા લાગે છે.

બંને જણા ફરીથી પાણીમાં પગ નાંખીને કિનારે કિનારે ચાલે છે. એવામાં ફરીથી વાદળોનો ગડગડાટ સંભળાય છે. અને અરમાન કહે છે.

અરમાન : લાગે છે વરસાદ આવશે ચાલ જલ્દી પાછા જઈએ.

ઝંખના : હા ચાલ પછી વરસાદ ચાલુ થશે તો મુસીબત થશે. અને બંને ગાડી તરફ જાય છે.

થોડી દૂર જતા ઝંખનાને ઊંઘ આવવા લાગે છે. એ ઘણો પ્રયત્ન કરે છે જાગવા માટે પણ છેલ્લે એને ઊંઘ આવી જ જાય છે અને એ ઊંઘમાં જ અરમાનના ખભા પર માથુ નાખી દે છે. અરમાન એને જ જોઈ રહે છે. એ મનમાં પોતાની સાથે વાત કરે છે.

" આજે મને કેમ અલગ એહસાસ થાય છે. ઝંખનાને જોઈને અલગ જ અનુભૂતિ થાય છે. કેમ મારુ મન હંમેશા એને હસતી જોવા ઈચ્છે છે. કેમ હું એને દુઃખી નથી જોઈ શકતો. શુ હુ એને પસંદ તો નથી કરવા લાગ્યો !! શુ મને એની સાથે લવ તો નથી થઈ ગયો ને.."

અને એની નજર સામે બાળકો સાથે રમતી, પછી દરિયામાં કૂદાકૂદ કરતી, ભેલ ખાતી વખતે વારંવાર વાળને પાછળ કરતી ઝંખના તરી આવે છે.

હા કદાચ તો મને એની સાથે પ્રેમ થઈ ગયો છે. પણ શું એ પણ મારા વિશે આવુ જ વિચારતી હશે !! શું મારે એને મારા emotions વિશે કહેવુ જોઈએ ? ના ના જો હું એના માટે ખાલી એક ફ્રેન્ડ જ હોઈશ તો હું એક સારી દોસ્ત પણ ગુમાવી દઈશ. એણે મારી પર કેટલો વિશ્વાસ કર્યો છે. આટલો વિશ્વાસ રાખીને તો એ એક અજનબી પાસે ડર્યા વગર આવી છે. અને હુ મારી ફીલીંગ વિશે એને જણાવીને એનો વિશ્વાસ નથી તોડવા માંગતો. પછી તો એ એવુ જ વિચારશે કે મારા ઈરાદા પેહલેથી જ ખોટા હશે. મે એને ફસાવવા માટે જ એની સાથે દોસ્તીનુ નાટક કર્યુ. ના હુ એને મારી ફીલીંગ વિશે નહી કહું. પણ હવે મારે બહુ ધ્યાન રાખવુ પડશે કે મારા ઈમોશન એની સામે છતા ના થાય.

આટલી લાંબી ગડમથલ પછી અરમાન એ નિર્ણય પર આવે છે કે ઝંખનાને એના પ્રેમ વિશે કંઈ નહી કહે અને એનો સારો દોસ્ત બનીને રેહશે.

થોડીવાર પછી ઝંખના જાગે છે. એ પૂછે છે ' આપણે ક્યાં પહોંચ્યા ?

અરમાન : બસ હવે એકાદ કલાક મા પહોંચી જઈશુ. તને ભૂખ લાગી હશે પેહલા આપણે એક સારી હોટલ પર જમી લઈએ.

ઝંખના : હમ્મ એમ કહીને એ એના વાળ બાંધવા લાગે છે.

આગળ જતા ડ્રાઈવર એક હોટલ પર ગાડી ઊભી રાખે છે. અને બંને જન અંદર રેસ્ટોરન્ટમાં જાય છે. તેઓ ડ્રાઈવર ને પણ સાથે આવવા કહે છે.

અરમાન : બોલ આજે શું ખાવાની ઈચ્છા છે.

ઝંખના : અમ્મ.. આજે તો સાઉથ ઇન્ડિયન ડીશ ખાવાની ઈચ્છા છે.

અરમાન બંને માટે ઢોસા, ઈડલી, અને મેંદુવડા મંગાવે છે. અને ડ્રાઈવરને પોતાની ઈચ્છા પ્રમાણે જમવાનુ કહે છે. જમીને એ લોકો ફરી ગાડીમાં ગોઠવાઈ છે. અને ડ્રાઈવર ગાડી એમના ઘરની દિશા તરફ લઈ લે છે.

અરમાન ની બિલ્ડીંગના લગભગ એકાદ કિલોમીટર દૂર હોય છે. ને ગાડી બંધ પડી જાય છે. ડ્રાઈવર બહાર નીકળીને ચેક કરે છે. પણ કોઈ ફોલ્ટ નથી મળતો. ઘણા પ્રયત્ન પછી પણ ગાડી ચાલુ નથી થતી.

અરમાન : એક કામ કરો અમને અહી જ ઉતારી દો. અહી ઘર નજીક જ છે તો અમે ચાલતા નીકળી જઈએ. અને એ ડ્રાઈવરને પેમેન્ટ કરીને ઝંખના સાથે એના ઘર તરફ ચાલવા લાગે છે.

બંને જણા વાતો કરતા કરતા ચાલ્યા જાય છે.

અરમાન : ઝંખના તારા ત્યા કોઈ ફ્રેન્ડ નથી.

ઝંખના : ના મારા કોઈ ક્લોઝ ફ્રેન્ડ નથી. હા ઓફિસમાં છે એક બે ફ્રેન્ડ છે. જેની સાથે હું થોડી હસી મજાક કરી લઉ છું. હા પણ હું મારા દિલની વાત કોઈની સાથે શેર નથી કરતી.

અરમાન : મારા તો કૉલેજમાં ઘણા ફ્રેન્ડ હતા. અમે ખૂબ જ મસ્તી કરતા.

ઝંખના : હમ્મ.. એ તો સમજાય જ છે. અને એ હસવા લાગે છે.

અરમાન એકટશ એને જોયે રાખે છે. અને ઘરની થોડે દૂર પહોંચતા જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ જાય છે. એ ઝંખનાનો હાથ પકડીને ભાગવા લાગે છે.

ઝંખના : અરે ભાગે છે કેમ ? આટલો મસ્ત વરસાદ છે ને તુ ભાગે છે.

અરમાન : મને લાગ્યુ તને પાણીમાં પલળવાનુ નઈ ગમતુ હશે એટલે બાકી મને તો વરસાદ બહુ ગમે.

ઝંખના : મને પણ વરસાદમાં પલળવાનુ બહુ ગમે.

અરમાન : અરે વાહ એ તો સારુ કહેવાય..

બંને જણા જ ભીંજાતા ભીંજાતા વાતો કરતા જાય છે. અને વરસાદ પણ એની ગતિ વધારતો જાય છે. પછી તો એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. બંને જણા હાથ પકડીને દોડે છે. થોડીવારમાં અરમાનના ઘરે પહોંચે છે.

ઘરે પહોંચીને બંને જણા જોરથી હસવા લાગે છે.

અરમાન : ચાલ તુ ચેન્જ કરીને ફ્રેશ થઈ જા.

ઝંખના ફ્રેશ થઈને બેડરૂમમાં ચેન્જ કરીને જાય છે. આ બાજુ અરમાન પણ ચેન્જ કરી લે છે. ઝંખના બહાર આવે છે તો વરસાદમાં પલળવાને કારણે થરથર ઘ્રુજી રહી હોય છે.

અરમાન : અરે તને તો ઠંડી લાગે ચાલ બેડરૂમ જઈને આરામ કર. હું તારા માટે મસાલાવાળી ચા બનાવી લાવુ છું.

ઝંખના રૂમમાં જઈ બેડ પર આડી પડે છે. થોડીવારમાં અરમાન બે કપમાં ચા લઈને આવે છે. બંને જણા ચાની લિજ્જત માણે છે.

ઝંખના : અરમાન હું શું કહુ છું તુ આજે બેડરૂમમાં સૂઈ જાજે.. હુ બહાર સોફા પર સૂઈ જઈશ.

અરમાન : અરે કેમ શું થયુ તને અહી નથી ફાવતુ ?

ઝંખના : મને તો ફાવે છે પણ તને ત્યાં નથી ફાવતુ. કાલે આખી રાત પડખા ફેરતા જોયો છે તને.

અરમાન : અરે એમા શું છે હું રિતિક રોશન જેવો હેન્ડસમ છું અને મારી હાઈટ પણ એના જેવી છે એટલે.

ઝંખના : હાહાહા.. very funny.. પણ સાચે મને સોફા પર ફાવશે.

અરમાન : ના સોફો તો મારો જ હો.. એના પર બીજા કોઈનો અધિકાર નથી.

અરમાનની આ બધી વાત સાંભળીને ઝંખના હસવા લાગે છે. બહાર હજી પણ વરસાદ ચાલુ જ હોય છે. બારી માંથી વાંછટ આવતી હોય છે. ઝંખના બારી બંધ કરવા જાય છે. એના ચેહરા પર પાણીની ઝીણી ઝીણી બૂંદ આવવાથી એ એક અનેરો રોમાંચ અનુભવે છે. અરમાન પણ એને મદદ કરે છે. એટલામાં જોરથી વિજળી ચમકે છે અને વાદળોનો ગડગડાટ સંભળાય છે. ઝંખના ડરીને અરમાનને વળગી પડે છે. અરમાન બે ડગલા પાછળ ઘસડાઈ છે.

ઝંખનાના સ્પર્શથી અરમાનના રોમેરોમમાં વિજ્ળી દોડવા લાગે છે. એ પણ ઝંખનાને બાહૂપાશમાં ઝકડી લે છે. ઝંખના પ્રત્યેની એની લાગણીઓ અને ઉપરથી વરસાદી રોમેન્ટિક વાતાવરણમાં અરમાન બધુ ભૂલી જાય છે. એ ઝંખના પર પોતાની પકડ વધુ મજબૂત કરે છે.

થોડી ક્ષણો બાદ બંને અલગ થાય છે. પણ પ્રેમનો નશો હજી અરમાન ના મનમાંથી ઉતર્યો નોહતો. અને એ ઝંખનાના ચેહરાને પોતાની હથેળીમાં સમાવી એના હોઠો પર એક તસતસતુ ચૂંબન કરે છે.

** ** ** ** **

બે મહિના પછી....

એક સાંજે અરમાન એના રૂમની બાલ્કનીમાં બેસેલો હોય છે. હવે એને બે બેડરૂમ વાળો મોટો ફ્લેટ બેંક તરફથી મળ્યો હોય છે. બાલ્કનીમાં ખુરશી નાખીને બેસેલો એ દૂર આકાશમાં જોયા કરે છે. જાણે કશુ શોધતો હોય.

અરમાન : ક્યાં ચાલી ગઈ તુ ઝંખના.. તને શોધવાની કેટલી કોશિશ કરી. પણ તુ તો જાણે કોઈ બીજી જ દુનિયામાં ચાલી ગઈ હોય. મને માફી માંગવાનો એક મોકો તો આપવો જોઈએ. હા જાણુ છું મારી ભૂલ થઈ ગઈ હતી. પણ મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો બિલકુલ નોહતો. અને એ એ દિવસની યાદોમાં ખોવાઈ જાય છે.

મિત્રો એવુ તો શું થયુ હશે અરમાન અને ઝંખના વચ્ચે ? ઝંખના ક્યાં ગઈ છે ? શું આ જ એમની દોસ્તીનો અંત હશે ? કે પછી કોઈ નવા સબંધની શરૂઆત. આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો વાર્તાના આગળના ભાગ..

Tinu Rathod - Tamanna