લવ બાયચાન્સ - 9 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાયચાન્સ - 9

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે ઝંખના મુંબઈ જાય છે. અને ડોક્ટરને મળે છે. પણ ત્યાં પણ તેને નિષ્ફળતા જ મળે છે. પણ એ બિલકુલ પણ નિરાશ થતી નથી. એ હવે બધુ ભગવાન પર છોડી દે છે. અરમાન પણ એના દરેક નિર્ણયમાં એનો સાથ આપે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )


સવારે ઝંખના વહેલી ઊઠી જાય છે. અને બહાર આવે છે તો જુએ છે કે અરમાનનો એક પગ અને એક હાથ નીચે લટકતો હોય છે. અને એ ઘસઘસાટ ઊંઘતો હોય છે. એને જોઈને ઝંખના હસવા લાગે છે. અને બેડરૂમમાંથી મોબાઈલ લઈને એનો ફોટો પાડે છે. પછી એના કાન પાસે જઈને જોરથી ભૂઉઉઉમ.. એવો અવાજ કરે છે.


ઝંખનાના જોરથી બોલવાથી અરમાન ઝબકીને જાગી જાય છે. અને સોફા પરથી નીચે પડી જાય છે. એ જોઈ ઝંખના જલ્દી જલ્દી એની પાસે જાય છે. અને એને ઊભા થવામાં મદદ કરે છે.


ઝંખના : અરે અરે .. ઊભો રહે હું મદદ કરુ છું. વાગ્યુ તો નથી ને.


અરમાન : ના નથી વાગ્યું. પણ યાર સવાર સવારમાં આટલા જોરથી કોણ ચિલ્લાય ! અરમાનના વાળ એકદમ વિખેરાઈ ગયા હોય છે. અને એના ચેહરા પર થાક, કંટાળો અને ઊંઘ સાફ સાફ દેખાય છે.


ઝંખના : સોરી.. પણ તારી હાલત એવી હતી કે મારાથી રહેવાયુ નહી.


અરમાન : હાહાહા very funny.. અહી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી ને તને મજા આવે છે.


ઝંખના : સોરી અરમાન.. મારા કારણે તારે હેરાન થવુ પડ્યુ. મે તો તને કહ્યુ હતુ કે હું અહીં સૂઈ જઈશ. પણ તુ જ નઈ માન્યો.


અરમાન : અરે મને એવી કંઈ વધારે તકલીફ નથી થઈ. તુ કોઈ ચિન્તા ના કર.


ઝંખના : સારુ હું નાહી લઉં અને નાસ્તો બનાવુ ત્યા સુધી તુ બેડરૂમમાં સૂઈ જા.


અરમાન : ના મને હવે ઊંઘ નથી આવતી.


ઝંખના : શું ઊંઘ નથી આવતી. જા ચેહરો જો તારો. કેટલો થાકેલો લાગે છે. જા થોડીવાર આરામ કરી લે.


અરમાન : સારુ હું થોડીવાર આરામ કરી લઉ છું.


અરમાન બેડરૂમમાં જઈ સૂઈ જાય છે. આ બાજુ ઝંખના બેગમાંથી કપડા લઈ બાથરૂમમાં જાય છે. નાહીને ફ્રેશ થઈ ને એ કિચનમાં આવે છે. અને વિચારે છે શું બનાવુ ? પછી ફ્રીજ ખોલીને શોધે છે કે શું છે જે નાસ્તામાં બનાવી શકાય. પણ ફ્રીજમાં બટર ચીજ બ્રેડ એવુ જ હોય છે. એ ફ્રીજ બંધ કરીને આજુબાજુ જુએ છે. તો પ્લેટફોર્મ પર પ્લાસ્ટિકના સ્ટેન્ડમાં બટાકા દેખાય છે. તો એ આલુપરાઠા બનાવવાનુ વિચારે છે. અને સામે રેક પર જુએ છે તો સ્ટીલના નાના મોટા ડબ્બાનો સેટ ગોઠવેલો હોય છે. એ એક ડબ્બો ઉતારે છે તો એમા જ ઘઉંનો લોટ હોય છે. એ ડબ્બો પ્લેટફોર્મ પર મૂકે છે. એ પહેલા બટાકા બાફવા મૂકે છે અને પછી લોટ બાંધે છે. બટાકા બફાય જતા એ મસાલો લાલ કરે છે.


ઝંખના : ચાલ હવે અરમાનને ઉઠાડું એ ન્હાય લે એટલી વારમાં પરોઠા પણ બની જશે. અને એ અરમાનને ઉઠાડવા જાય છે.


ઝંખના : અરમાન ચાલ હવે તુ ઉઠીને તૈયાર થઈ જા ત્યા સુધી હુ પણ નાસ્તો રેડી કરી દઉં.


અરમાન બગાસા ખાતો ખાતો ઉઠે છે. અને ઝંખના તરફ જુએ છે. ઝંખનાએ વાળ ઓળ્યા વગર જ અંબોડો બાંધી બટરફ્લાય લગાવેલુ હોય છે. જેમાથી ચાર પાંચ લટ એના કાન પાસે આવીને ચીપકી ગઈ હોય છે. જે એના ગોરા ગાલ પર કંઈ વધારે જ શોભી રહી છે. આગળના દિવસે કરેલુ કાજલ એની આંખોમાં હજી પણ ઝાંખુ ઝાંખુ ડોકાય રહ્યુ છે. જેનાથી એની આંખો વધારે પાણીદાર લાગે છે. કોઈ પણ જાતના ક્રીમ કે પાવડર લગાવ્યા વગરના એના ગોરા ગાલ કુદરતી ગુલાબી ઝાંય સાથે ચમકી રહ્યા હોય છે. જાણે હજી તાજુ ગુલાબ ડાળી પર ખીલ્યુ હોય એમ એનો ચેહરો ખીલી રહ્યો હોય છે. અને આ ખીલેલુ ગુલાબ જોઈને અરમાનની ઊંઘ પૂરી તરહ ઊડી જાય છે. અને એના ચેહરા પર પણ તાજગી આવી જાય છે. અને એ હાસ્ય સાથે ઝંખનાને ગુડ મોર્નિંગ વિશ કરે છે.


ઝંખના: ગુડ મોર્નિંગ.. ચાલ જલ્દી જલ્દી નાહવા જા અને રેડી થઈ જા. પછી આપણે ફરવા પણ જવાનુ છે.


અરમાન : અરે હા.. બસ હું હમણા ગયો ને હમણા આવ્યો એમ કહી એ ટૉવેલ લઈને બાથરૂમમાં ભાગે છે.


ત્યાં સુધી ઝંખના પરોઠા બનાવી લે છે. આ બાજુ અરમાન પણ એના ભીના વાળ પર ટૉવેલ ફેરવતો ફેરવતો બહાર આવે છે.


અરમાને લાઈટ બ્લ્યૂ જીન્સ અને બ્લેક શર્ટ પહેર્યો હોય છે. જેમા એ કોઈ હીરોથી કમ નોહતો લાગી રહ્યો. ટૉવેલ સ્ટેન્ડ પર સૂકવવા નાંખી એ કિચનમાં આવે છે. અને કહે છે.


અરમાન : અરે વાહ સુગંધ તો સુપર આવી રહી છે. શું બનાવ્યુ છે ? સુગંધથી જ ભૂખ લાગવા લાગી છે.


ઝંખના : આલુ પરોઠા બનાવ્યા છે. બસ હવે રેડી જ છે ખાલી ચા જ બાકી છે. બસ એ હમણા બનાવી દઉં.


અરમાન : આજે ચા હુ બનાવીશ.


ઝંખના : કેમ તને મારા હાથની ચા સારી નઈ લાગી ??


અરમાન : અરે ના ના તારી હાથની ચા તો વર્લ્ડ સેકન્ડ બેસ્ટ ચા છે.


ઝંખના : તો ફર્સ્ટ બેસ્ટ કોની છે !!


અરમાન : મારા મમ્મીના હાથની..


ઝંખના : હા મમ્મીના હાથનુ બધુ જ ખાવાનુ વર્લ્ડ બેસ્ટ હોય છે. તો પછી કેમ ના કહે છે !!


અરમાન : અરે હુ પણ કહી શકુને કે મને પણ કંઈક બનાવતા આવડે છે. અને તુ ક્યારની રસોડામાં છે. તો થાકી ગઈ હશે જા તુ આ બધુ બહાર ગોઠવતી થા ત્યા સુધી હું ચા બનાવી લઉ.


ઝંખના : સારુ બાબા.. તુ બનાવ ત્યારે.. અને ઝંખના પરોઠા અને સૉસ એવુ બહાર ટેબલ પર મૂકે છે. થોડીવારમાં અરમાન પણ બે મગમાં ચા લઈને આવે છે. અને બંને નાસ્તો કરવા બેસે છે. ચા ની ચૂસ્કી લેતા જ ઝંખના કહે છે.


ઝંખના : અરે વાહ અરમાન તુ તો સાચે જ બવ સારી ચા બનાવે છે. I'm impressed.


અરમાન : (એનો એક હાથ અને માથુ નીચે ઝૂકાવીને ) thank you.. thank you.. તારા પરોઠા કરતા સારી નઈ. શું ટેસ્ટી પરોઠા બનાવ્યા છે.


ઝંખના : બસ બસ હવે ખોટી ખોટી તારીફ કરીને ચણાના ઝાડ પર ના ચઢાવ..


અરમાન : સાચે યાર.. બવ જ મસ્ત બનાવ્યા છે.


ઝંખના પણ એની નકલ કરતા એક હાથ અને માથુ નીચુ કરીને આભાર.. આભાર.. કહે છે. અને પછી બંને એક સાથે હસવા લાગે છે.

હસતા હસતા અરમાનને અંતરસ આવે છે. અને એ ખાંસવા લાગે છે. ઝંખના જલ્દી જલ્દી ઊભી થઈને એને પાણી આપે છે અને એની પીઠ થપથપાવે છે. અરમાનને એક અજીબ પ્રકારની ફીલીંગ થાય છે. અને એ પાણી પીતા પીતા ઝંખના તરફ એકટક જોયા કરે છે.


ઝંખના : હવે તુ થીક છે ?


ઝંખનાના પૂછવાથી અરમાન હોશમાં આવે છે અને કહે છે. હા હવે હુ બિલકુલ થીક છું.


અરમાન : ઘણા સમય પછી ઘરનુ અને એ પણ આટલુ સ્વાદિષ્ટ જમવાનુ મળ્યુ એટલે મન કાબુમાં નઈ રહ્યુ અને લલચાય ગયું. અને એ હસવા લાગે છે.


ઝંખના : હા એ તો છે. ઘરનુ ખાવાનુ અને બહાર ટીફીનનુ ખાવાનુ ફર્ક તો પડે જ ને. પણ તારા રસોડામાં જમવાનુ બનાવવાનો સામાન તો છે !!


અરમાન : હા ક્યારેક ક્યારેક મન થાય તો બનાવી લઉ છુ જાતે. પણ એ સ્વાદિષ્ટ પણ હોવુ જોઈએ ને.


ઝંખના : બસ બસ હો. નહી તો હું ફૂલીને ફુગ્ગો બની જઈશ.


અરમાન : ચાલ હવે જલ્દી જલ્દી તૈયાર થઈ જા તારા માટે એક surprise છે.


ઝંખના : શું surprise..


અરમાન : એ કહી દઈશ તો surprise કેવી રીતે રહે. હવે જલ્દી કર નહી તો મોડુ થઈ જશે.


** ** ** ** **


વધુ આવતા ભાગમાં..


અરમાન અને ઝંખનાની દોસ્તી તો ખૂબ જ ગેહરી થતી જાય છે. શું લાગે છે. એમાં પ્રેમનો રંગ ભળશે કે પછી એ લોકો ફક્ત એક સારા દોસ્ત બનીને રેહશે.. એ જોઈશુ આપણે આગળના ભાગમાં.. ત્યા સુધી સ્વસ્થ રહો પોતાની અને પોતાના પરિવાર તેમજ સ્વજનોની કાળજી રાખજો.


જય શ્રી કૃષ્ણ..🙏


Tinu Rathod - Tamanna