લવ બાયચાન્સ - 5 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાયચાન્સ - 5

( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખના મુંબઈથી આવ્યા પછી ખુશ હોય છે. પણ એની ફોઈના આવવાથી એની જીંદગી ફરીથી એક વળાંક પર આવીને ઊભી રહે છે. ફોઈ એને મેરેજ ના કરવા માટે અને એ પણ એના પપ્પા જેમ જ સંબંધો નિભાવવામાં નિષ્ફળ જશે એમ મહેણા મારે છે. ફોઈના કડવા વેણ સાંભળી એ એક બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. જેને અરમાન પણ સમર્થન આપે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. )

બીજે દિવસે ઝંખનાનુ મિશન અનાથાશ્રમ ચાલુ થઈ ગયુ. સવારમા વહેલા ઊઠી રોજ ઓફિસ પહેલા એક અનાથાશ્રમની મુલાકાત લેવાનું એ નક્કી કરે છે. આજે પણ એ જલ્દી જલ્દી તૈયાર થઈને અનાથાશ્રમ જવા નિકળે છે. આજે એ ખૂૂબ જ ઉત્સાહિત હોય છે. એ અનાથાશ્રમના દરવાજે પ્રવેશેે છે. એક વિશાળ ઈમારતમા સમાયેલુ એ અનાથાશ્રમ ખૂબ જ સારુ દેખાય રહ્યું હોય છે. એ મેનેજરની ઓફિસમાં જાય છે. ત્યા એક આધેડ ઉંમરના એક બહેન રજીસ્ટર મા કંઈક લખ્યા કરતા હોય છે. ઝંખના એમની પાસે જઈને એનો પરિચય આપે છે. અને એનો ત્યાં આવવાનો આશય કહે છે.

પેલા બહેન એના વિશે વિસ્તારથી બધુ પૂછે છે ઝંખના એમને બધુ સાચુ કહે છે. ત્યારે એ બહેન કહે છે માફ કરશો મીસ ઝંખના પણ અમારા અનાથાશ્રમનો એક નિયમ છે. અમે અપરિણત વ્યકિતને બાળક દત્તક નથી આપતા.

ઝંખના : પણ કેમ ?

મેનેજરબેન : અમારા ટ્રસ્ટીઓનુ માનવુ છે કે એક એકલુ વ્યકિત ક્યારેય મા અને બાપનો પ્રેમ એકસાથે ના આપી શકે. અને આ બાળકો તો બિચારા પેહલેથી જ મા - બાપના પ્રેમથી વંચિત છે. તો જ્યારે જો એમના નસીબમાં મા બાપ બંનેનો પ્રેમ લખેલો હોય તો અમે એ બાળકને બંનેનો પ્રેમ મળી રહે એવો પ્રયત્ન કરવા માંગીએ છીએ.

ઝંખના : પણ મેડમ i promise હું એ બાળકને મા બાપ બંનેનો પ્રેમ આપીશ. હુ એના ઉછેરમાં કોઈ કચાશ નહી રાખું. હું financially capable છું કોઈ પણ બાળકની પરવરીશ માટે.

મેડમ ? અહી જ તો તમે આજકાલની પેઢી માર ખાય જાય છે. તમે આજકાલના યુવાનો સમજે છે કે પૈસાથી બધી વસ્તુ ખરીદી શકાય છે. પણ મીસ ઝંખના એક બાળક માટે માતાનો પ્રેમ જેટલો જરૂરી છે એટલો જ એક પિતાનો છાયો પણ જરૂરી છે. જ્યારે માતા એને પ્રેમ અને હૂંફ આપી આ દુનિયાથી બચાવે છે. ત્યારે પિતા એની ઢાળ બની આ દુનિયા સામે એને લડતા શીખવે છે. બાળકના ઉછેરમાં પૈસો જરૂરી છે પણ એના કરતા પણ વધારે જરૂર છે માતા પિતાનો સાથ.

ઝંખના : સોરી મેડમ મારો કહેવાનો મતલબ એ નોહતો. હું તો બસ..

અને મેડમ એને વચ્ચેથી જ રોકી લે છે.

મેડમ : સોરી મીસ ઝંખના આ અમારો નિયમ છે. એમા કોઈ બાંધછોડ ના થાય.

ઝંખના ઉદાસ થઈને ઓફિસમાથી બહાર નીકળે છે. અને એની ઓફિસ તરફ જવા લાગે છે. આજે એનુ કામમાં પણ મન નથી લાગતુ. બપોરે લંચ પણ એણે બરાબર ના લીધું. અને બસ આમ જ એનુ કામ પતાવીને સાંજે ઘરે જાય છે.

ઘરે જઈને એની મમ્મી પણ એના ઉદાસ ચહેરાને જોઈને એને કંઈ પૂંછતી નથી. રાતે જમીને બધુ કામ પૂરુ કરીને એ ફરી ડાયરી લઈને બેસે છે. અને આજના અનાથાશ્રમના નામ પર ચોકડી મારે છે. અને બીજા આશ્રમનુ નામ અને એડ્રેસ જોઈ બીજા દિવસે સવારે ત્યા જવાનુ વિચારે છે.

ઝંખના આમ જ મોબાઈલ મચેડ્યા કરતી હોય છે. અને અરમાનનો મેસેજ આવે છે.

અરમાન : hii

ઝંખના : hello

અરમાન : શુ કરે છે ? કેવો રહ્યો આજનો દિવસ ?

ઝંખના : બસ તારી સાથે વાત કરુ છું. અને દિવસનુ તો તુ પૂછ જ ના.

અરમાન : કેમ શુ થયુ ? આજે તો તુ અનાથાશ્રમમાં તપાસ કરવા જવાની હતી ને !!

ઝંખના : અરે જવા દે ને.. આ અનાથાશ્રમવાળા પણ અજીબ અજીબ નિયમ બનાવી બેસે છે.

અરમાન : અરે પણ કંઈ કહે તો સમજ પડે ને !!

ઝંખના : (અરમાનને આજના દિવસ ની બધી વાત કહે છે.) મને સમજ નથી પડતી કેમ કોઈ એકલી સ્ત્રી એક બાળકને દત્તક નથી લઈ શકતી. કેમ એક બાળકને પ્રેમ અને હૂંફ આપવા માટે એનુ મેરીડ હોવુ જરૂરી છે ? શુ એક યુવતી એકલી રહીને એની પરવરીશ સારી રીતે ના કરી શકે ? તુ જ કહે એટલી capable નથી કે એક બાળકનો ઉછેર કરી શકું ?

અરમાન : તુ છે જ. હા તુ એટલી સક્ષમ તો છે કે એક બાળકની બધી જરૂરિયાત પૂરી કરી શકે અને એને સારા સંસ્કાર પણ આપી શકે. પણ એ મેડમની વાત પણ સાવ ખોટી નથી.

ઝંખના : હા હુ સમજુ છુ એ વાત. અને મારાથી વધારે સારી રીતે કોણ આ વાતને સમજી શકે. પણ હું દુનિયાને બતાવી દેવા માંગુ છું કે એક પિતા વગર પણ એક બાળક સારી રીતે પરવરીશ પામીને એક સારો વ્યકિત બની શકે છે.

અરમાન : હા તો કર ને તુ પ્રયત્ન. એકવાર નિષ્ફળ ગઈ તો શુ થયુ હજી તારી પાસે ઘણી તક છે. ત્યા ફરીથી પ્રયાસ કરજે.

ઝંખના : thank you અરમાન.. મને સમજવા માટે અને સમજાવવા માટે..

અરમાન : u r always welcome..😊😊

અને બંને એકબીજાને ગુડ નાઈટ વીશ કરી સૂઈ જાય છે.

સવારે ઊઠી ઝંખના ફરીથી નવા જોશ અને ઉમંગ સાથે એના મિશન પર નીકળી જાય છે. પણ ત્યા પણ એને આ જ પ્રકારના જવાબો મળે છે. આમ જ કેટલા દિવસો નીકળી જાય છે. પણ એક પણ જગ્યા પર કોઈ સારો હકારાત્મક ઉત્તર ના મળ્યો. દરેક જગ્યા પર કોઈક ને કોઈક કારણસર વાત બનતી જ નોહતી. ઝંખનાની આશા હવે છૂટતી જતી હતી. અરમાન એને રોજ હિમ્મત આપતો. એની મમ્મી પણ એને ધીરજ રાખવાનુ કેહતી. અને ઝંખના પણ એમની વાત સાંભળીને પોતાને નવેસરથી તૈયાર કરતી.

આમ જ ઝંખનાના પ્રયાસો ચાલુ રેહતા પણ હજી એને એની ખુશી નથી મળી. એમા આજે કંઈક એવુ બન્યુ કે એનુ દિમાગ કોલસાની જેમ તપી જાય છે. એ એટલી ગુસ્સામાં હોય છે કે શુ કરવુ શું ના કરવુ એને કંઈ સમજ જ નથી પડતી. ઘરે આવીને એ એની મમ્મીને વળગી જાય છે અને એની આંખોમાંથી પાણી નીકળી જાય છે એ એની મમ્મીને બધુ કહે છે. એના મમ્મી એને બેસાડે છે એના આંસુ સાફ કરે છે અને પછી કહે છે.

લતાબેન : દિકરા હું તને એ જ સમજાવવા માંગતી હતી. પણ તુ તારી જીદની આગળ કંઈ સમજવા જ તૈયાર નોહતી. બેટા આ કોઈ રમકડું નથી કે દુકાનમાં જઈએ અને જે ગમે એ ખરીદી લાવીએ. બેટા આ લોકો આટલી મોટી સંસ્થા લઈને બેસેલા હોય છે તો એમની પણ કોઈ જીમ્મેદારી હોય છે. આ બાળકો એમની પર કોઈ બોજ નથી હોતા. ઉલટાનુ એ લોકો તો આવા તરછોડાયેલા બાળકોને આશરો આપે છે. તો એ બાળકને કોઈને સોંપતા પહેલાં એ લોકો એમના તરફથી બધી સાવચેતી રાખે એ ખોટુ નથી.

ઝંખના : પણ મમ્મી આ તો કેવા નિયમો !!

લતાબેન : બેટા તે હજી દુનિયા જોઈ જ ક્યાં છે.. આ તો શરૂઆત છે. આનાથી પણ અચરજવાળી વાતો તારી સામે આવશે. બસ તારે તારા પરથી ભરોસો ના છોડવાનો. અને પોતાનો પ્રયત્ન કરતા રહેવાના.

ઝંખના એની મમ્મીના સમજાવવાથી થોડી શાંત થાય છે. અને શાંતિથી એમની વાતો સમજવાની કોશિશ કરે છે. રાતે જમી પરવારીને એ અરમાનને મેસેજ કરે છે.

ઝંખના : hii

થોડીવાર રહીને અરમાન ઓનલાઈન આવે છે અને ઝંખનાને મેસેજ કરે છે.

અરમાન : શું વાત છે !! આજે મેડમે સામેથી મેસેજ કર્યો !! ચોક્કસ કોઈ ગુડ ન્યુઝ આપવાના હશે..

ઝંખના : ક્યાં ગુડ ન્યુઝ.. મને તો લાગે છે મારા અને ખુશીની વચ્ચે 36 નો આંકડો હશે. એટલે હું જેટલી એની નજીક જવા માંગુ છું એટલી જ એ મારાથી દૂર જાય છે.

અરમાન : કેમ શું થયું ? હજી કોઈ મેળ ના પડ્યો ?

ઝંખના : ના આજે પણ કંઈ ના થયું. અને એ સવારની વાત કરે છે. આજે મે જે સંસ્થામાં ગઈ ત્યાં મારી સાથે ખૂબ સારી રીતે વાતચીત થઈ. પણ પછી એમણે મને એમના child adoption નું ફોર્મ આપ્યુ એમા જે rules હતા એ વાંચીને તો હું થોડીવાર શોક્ડ થઈ ગઈ.

અરમાન : કેમ એવા તે કેવા રુલ્સ હતા ?

ઝંખના : એમા એવુ હતુ કે એ લોકો પહેલા પતિ પત્નીને પ્રીફર કરે છે. અને એમા પણ પતિ કે પત્ની બંનેમાંથી એક પણમાં માતા કે પિતા બનવાની ક્ષમતા ના હોવી જોઈએ. મતલબ કે બંનેમાંથી એકમાં ખામી હોવી જોઈએ કે એ લોકો મા અથવા બાપ ના બની શકતા હોય. અને એ પણ એમના મેડીકલ રિપોર્ટ સાથે. અને ઉપરથી એ રિપોર્ટ પણ એમની સંસ્થાની લેબોરેટરીના ટેસ્ટેડ હોવા જોઈએ.

અરમાન : ઓહ આવા પણ નિયમ હોય છે. મને તો ખબર જ નોહતી. આપણે તો મુવીમાં જોઈએ ત્યારે તો કેટલુ ઈઝીલી બધુ થઈ જાય.

ઝંખના : હા એ જ તો.

અરમાન : તો અહી પણ તારુ કામ ના થયું.

ઝંખના : હા પણ ત્યાંના મેનેજર થોડા સારા છે. એમણે મને કહ્યુ કે જો તમે જીવનમાં ક્યારેય મેરેજ ના કરવાના હોય એવી બાંહેધરી લખી આપો અને તમારા રિપોર્ટ નેગેટીવ આવે તો અમે તમારા વિશે વિચારી શકીએ.

અરમાન : મતલબ ??

ઝંખના : મતલબ કે જો મારા રિપોર્ટમાં ખામી હોય અને હું ક્યારેય મા ના બની શકું એમ હોય તો એ લોકો મને બાળક દત્તક આપી શકે. હું મેરેજ માટેની બાંહેધરી તો આપી દઉ પણ માતા ના બનવું એ કંઈ મારા હાથમાં થોડુ છે.

અરમાન : ઝંખના if u don't mind ..શું આપણે કોલ પર વાત કરી શકીએ.

ઝંખના : હા હા.. ofcourse..

અને અરમાન ઝંખનાને ફોન લગાવે છે. ઝંખના એક જ રીંગમાં ફોન ઊંચકી લે છે.

અરમાન : ઝંખના હવે મારા સવાલનો એકદમ honestly જવાબ આપજે.

ઝંખના : હા હું એકદમ honestly જવાબ આપીશ.

અરમાન : શું તુ સાચે જ એક બાળક દત્તક લેવાની ઈચ્છા રાખે છે ?

ઝંખના : એટલે ? મને કંઈ સમજાયુ નહી..

અરમાન : હું એ કહેવા માંગુ છું કે શું તારા મનમાં પેહલેથી આ ખ્યાલ હતો કે ફોઈ ના કહેવાથી મનમાં આવ્યો.. ?

ઝંખના : હમ્મ

અરમાન : આમા વિચારવાનુ ના હોય મને ખબર જ છે કે ફોઈએ જે કહ્યુ એના પછી જ તારા મનમાં આ વિચાર આવ્યો છે.

ઝંખના : હા અરમાન તુ સાચું કહે છે. ફોઈએ કહ્યુ પછી જ મે આના વિશે વિચાર્યુ.

અરમાન : yess.. હું આ જ તને કહેવા માંગુ છું. તુ ફોઈ ને બતાવી દેવાના આવેશમાં આવીને આ પગલું ભરે છે. હું તને પહેલાં પણ આ વિશે કહેવાનો જ હતો પણ તુ એટલી ઉત્સાહિત હતી કે ત્યારે તને એ કહેવુ મને યોગ્ય ના લાગ્યુ. પછી મે વિચાર્યુ કે તને પહેલા પૂરા પ્રયાસ કરી લેવા દે. હવે તુ જ વિચાર આમ આવેશમાં લીધેલ નિર્ણય કેટલા યોગ્ય હોય છે ? માન કે તુ કોઈ બાળકને દત્તક લઈ પણ લે. અને થોડા સમય પછી તારો આવેશ ઓછો થઈ જશે પછી પણ શું તુ એ બાળકને એવો જ પ્રેમ આપી શકશે જેનો એ હકદાર હોય છે.

ઝંખના : એ તો..

અરમાન : તારે જવાબ આપવાની જરૂર નથી કેમ કે મને ખબર છે કે એ જવાબ ના જ હશે. કારણકે તે એ બાળકને દિલથી નથી ઈચ્છ્યુ. એટલે તારુ દિલ એને જલ્દી સ્વીકારી ના શકે. હું એ નથી કેહતો કે તુ એને પ્રેમ ના આપી શકીશ કે એની પરવરીશ ના કરી શકે. પણ જ્યાં સુધી તુ દિલથી વિચારીને પોતાની ઈચ્છાથી આ નિર્ણય ના લે ત્યાં સુધી તુ એને મનથી સ્વીકારી જ ના શકે અને ત્યારે આ બધુ ખોટુ જ બને. અને ખરેખર તો ત્યારે એ બાળકને તુ અન્યાય જ કરશે.

ઝંખના : તારી બધી વાત બરાબર. હવે તુ જ કહે હું શું કરું. કરી લઉં કોઈ ની પણ સાથે મેરેજ જેથી ફોઈ અને બીજા સગાઓના મોઢાં બંધ થઈ જાય.

અરમાન : ના બિલકુલ નહી. હું એવું બિલકુલ નથી કેહતો. હું તો બસ એટલું કહું છું કે આમ ઉતાવળુ પગલું ના ભર. જ્યારે તારુ મન જાતે કેહશે કે તારે બાળકની જરૂરિયાત છે. તુ એને એના હિસ્સાનો પ્રેમ આપવા સક્ષમ છે ત્યાં સુધી રોકાઈ જા. બસ પોતાના અંતરમનની વાત માન.

ઝંખના : હા તે સાચુ કહ્યું હું પહેલાં શાંતિથી વિચારીશ કે મને આખરે જોઈએ શું છે પછી જ કંઈ નક્કી કરીશ.

અરમાન : that's like a good girl.. ચાલ હવે સૂઈ જા અને દિલ અને દિમાગને થોડો આરામ આપ.. good night.. take care..

ઝંખના good night.. take care u too nd thank you very much..

અરમાન સાથે વાત કરીને ઝંખનાનું મન હળવું થઈ જાય છે.અને એ શાંતિથી સૂઈ જાય છે.

** ** ** ** **

વધુ આગળના ભાગમાં...

(મિત્રો અહી અનાથાશ્રમ અને એડોપ્શનનો ટૉપિક જરૂરી હતો મારી વાર્તાને આગળ એક અલગ વળાંક આપવા માટે. અહી કોઈની લાગણીને ઠેસ પહોંચડવાનો મારો બિલકુલ પણ ઈરાદો નથી. અને બાળકના પરવરીશ વિશે પણ હું કોઈ ટિપ્પણી ના આપી શકું. પણ વાર્તાની માંગના કારણે અહીં લખ્યુ છે. આ સાથે એડોપ્શનના નિયમોની પણ મને વધુ જાણ નથી. આ તો કહાનીની માંગ પ્રમાણે મે વર્ણન કર્યુ છે. તો એનુ અસલ જીંદગીમાં કંઈ લાગતુ વળગતું નથી. એ છતાં પણ અજાણતા જો કોઈને મનદુઃખ થયુ હોય તો હું દિલથી માફી માંગુ છું. તો આવતા ભાગમાં મળીએ એક નવા મોડ સાથે જો મારા ખુરાફાતી દિમાગમાં જો કોઈ નવો વિચાર ના આવે તો 😄😄)

Tinu Rathod - તમન્ના