Rakshash - 13 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 13

દ્રશ્ય ૧૩ -
" કાળી અંધારી રાત અમારા માટે લાંબી થતી જતી હતી. મારા દાદા નું સબ ગાડી માં હતું તેમાંથી સતત લોહી નીકળતું હતું અને ધીમે ધીમે તે ગાડી ની અંદર ફેલાતું જતું અમારા પગ નીચે આવા લાગ્યું હતું. કાચ ના તૂટેલા ટુકડા એમના ચેહરા પર હતા જેને જોઈ ને વારંવાર હું ડર તો હતો. મારી મમ્મી મારા સાદા ની બાજુમાં જ બેસી હતી તેને મારા નાના ભાઈ ને પોતાના દુપટ્ટા ની મદદથી માથા પર અને આંખો પર ઓઢાડી ને તેને આ ક્રૂર દ્રશ્ય થી બચાવતી હતી. મારા દાદાની હાથ ની ઘડિયાળ ના કાંટા નો અવાજ ટક ટક સાફ સાંભળી શકાતો હતો. એક પણ સેકંડ એવી નહતી જેને અમને ડરાવી ના હોય. હવે મારો વારો હતો અમારી બાજુ વાળા દરવાજા પર જોર થી એ કાળા પડછાયા ને મારવાનુ શરૂ કર્યું અને તેના કારણે ગાડી રોડથી ધક્કા સાથે નીચે જવા લાગી. રોડ ની બાજુ માં ખાડો હતો જેમાં અમારી ગાડી પડી ગઈ અને એમાં મારી મમ્મી અને નાનો ભાઈ ગાડી ની સીટ નીચે ફસાઇ ગયા. ત્યાંથી એમને બહાર લાવવા મારા અને મારી વૃદ્ધ દાદી માટે મુશ્કેલ હતું જ્યારે અમે ત્યાંથી સરળતા થી બહાર તો આવી ગયા હતા. પણ મમ્મી અને ભાઈ ને બહાર કેવી રીતે નીકાળવા એ સમસ્યા હજુ ઊભી હતી. મારી દાદી ને મને ત્યાંથી ભાગી જવા કહ્યું પણ હું એમને ત્યાં એકલા મૂકીને ભાગવા માગતો ના હતો. એમને મને સમજાવતા કહ્યું કે તું તારી મમ્મી અને ભાઈ ને બચાવવા માટે અમારા માટે મદદ લઇ ને આવ. તું પાછળ જોયા વિના દોડતો રસ્તા ની સાથે આગળ વધતો જજે જ્યાં સુધી તને અમારા માટે મદદ ના મળે ત્યાંસુધી પાછળ જોયા વિના આગળ દોડ્યા કરજે. હું એમની વાત ને સમજી ગયો અને ત્યાંથી દોટ મૂકી ને દોડવા લાગ્યો. એકાએક એ કાળો પડછાયો જે ઘણો વિશાળ અને કરૂપો હતો. લાંબા અને અણીદાર એના નખ અને લાંબા વાળ કાળા રંગ નું શરીર સાથે લાલ મોટી આંખો મારી સામે આવી ને ઉભી હતી. મારી દાદી તેને જોઈ ને મારી પાસે આવી ગઈ હું ત્યાં એક બરફ ની જેમ ચોટી ગયો અને ડર થી ફફડવા લાગ્યો. મારી દાદી ને મને બચાવા માટે એ રાક્ષસ ને રોકવાનો પ્રયત્ન કર્યો. એ જેવો પંજાથી મને મારવા આવ્યો મારી દાદી ને એનો હાથ પકડી ને મને ત્યાંથી ભાગી ને દૂર જવાનું કહ્યું તેના બદ્ધા ક્રૂર અને ઘાતક માર એમને મારા માટે શહન કર્યા. તેમને બૂમો પડી ને મને કહ્યું વળી ને પાછો ક્યારે ના આવતો. હું ડરી ને ત્યાંથી ભાગવા લાગ્યો મારી દાદી ની વેદનાભરી બૂમો દૂર સુધી આવતી હતી પણ મને બચાવવા તેમને છેલ્લા શ્વાસ સુધી લડાઈ કરી...."
" શું થયું પછી.... તારી મમ્મી અને ભાઈ તો બચી ગયા હસે ને તું એમની જોડે સમયસર મદદ લઇ ને પોહચ્યો હતો."
" ના પ્રાચી હું જ્યાં સુધી ત્યાં પોહચું ત્યાં સુધી તો કોઈ પણ બચ્યું ના હતું. મારા ભાઈ ને જ્યારે ગાડી નીચે પડી ત્યારે માથા પર વધારે વાગ્યું હોવાથી ત્યાજ મૃત્યુ પામ્યો અને મારી મમ્મી પણ એ રાક્ષસ ની ક્રૂરતાથી બચી ના શકી. તેમને પણ એને ઘણી ભયાનક મોત આપી હતી તેનું શરીર એક ઝાડની ઉપર હતું. એમનું લોહી આખ્ખા ઝાડ ના થડ પર ફેલાયું હતું એમને શોધવામાં મોડું થયું જેના કારણે લોહી સુકાઈ ગયું હતું. મારા માટે એમને એ સ્થિતિ માં જોવા એ અશકય હતું મે સાપને નહતું વિચારું કે હું કોઈ ને પણ બચાવી નઈ શકું."
" હું સમજી શકું છું જ્યારે આપડા કોઈ નજીક ના પરિવાર ના વ્યક્તિ ને આવી ભયાનક રીતે મોત મળે ત્યારે કેવી વેદના નો અનુભવ થાય છે."
" હું પોતાને એ દિવસ થી ઘણો કમ નસીબ સમજતો હતો. મને લાગ્યું કે એનાથી ભયાનક મોત કોઈ વ્યક્તિ ને નઈ મળી હોય મારા પરીવાર સાથે થયું એવું તો કોઈ ના સાથે નઈ થયું હોય. પણ હું ખોટું સમાજ તો હતો જે વેદના સહન કરી એનાથી દસ ઘણી વધારે વેદના એ રાક્ષસ ને શહન કરી હતી એના જીવન વિશે જાણી મારા શરીર ના રૂંવાટા ઊભા થયી ગયા."
" રાક્ષસ ને શી વેદના હોય એતો બીજાને વેદના આપવાનુ
કામ કરે છે. અત્યાર સુધી તો કેટલા પરિવાર ને તેને મારી નાખ્યાં."
" હારીકા જેવો રાક્ષસ આપડે જોયો એનાથી સો ઘણો સારો વ્યક્તિ તે પોતાના જૂના જીવન માં હતો. એની જીવન ની એ એક ઘટના જેને એની જીવન નર્ક બનાવ્યું અને આજ સુધી તે ઘટના એને દુઃખ આપે છે."
" તારું માનવું છે કે રાક્ષસ સારો વ્યક્તિ હતો. તે જે કઈ કરે છે તે પોતાની મરજીથી નથી કરતો પણ કોઈ કારણ વશ કરે છે. એ ઘટના ના કારણે તેનું આવું જીવન થયી ગયું."
" હા તે શ્રાપિત છે તેને પણ મુક્ત થવું છે પણ તેને મુક્તિ અપાવવી ઘણી મુશ્કેલ છે મુક્તિ પછીજ આપડે જીવતા આ જંગલ થી બચી ને નીકળી શકીશું અને હવે ધીમે ધીમે તે વધુ ક્રૂર બનતો જાય છે."
"પ્રાચી તું આ બધી વાત પર વિશ્વાસ કરે છે. ભૂલીશ નઈ કે તે એક રાક્ષસ છે અને એની પર દયા કે સહાનુભૂતિ રાખવાની કોઈ જરૂર નથી કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે પણ એની વૃત્તિ બદલી ના શકે."
" હારીકા સહાનુભૂતિ કે દયા ની વાત નથી વાત આપડા જીવ બચાવવા ની અને અહીથી જીવતા નીકળવાની છે. અને એની વૃત્તિ બદલવાની નથી એ હું જાણું છું પણ તું ભૂલીશ નઈ હું તમારાથી ઘણું વધારે જાણું છું."
" તું ભૂલીશ નઈ કે તું હજુ અમારા માટે એક અજાણ વ્યક્તિ છે. ભલે બધા તારા ઉપર વિશ્વાસ કરે પણ હું કોઈ પણ સંજોગોમાં તારી પર વિશ્વાસ કરવાની નથી.... જાણ્યા વિના તમે આની પાછળ ચાલી નીકળ્યા છો શું ખબર આપણને ક્યાં લઈને જાય છે."
" હું તો ત્યાં જ લઈ ને આવ્યો છું જ્યાં તમે જવા ઈચ્છતા હતા. એક વાર આગળ જોઈલો...."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED