Rakshash - 12 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 12

દ્રશ્ય ૧૨ -
" શું લાગે છે હું તને આમ એકલી જવા ની હા પાડીશ.....નથી જવાનું.....ચલ મારી સાથે..."
" શું કરે છે હારીકા મારો હાથ છોડ હું પ્રાચી ને એકલી મૂકવા નથી માગતી...હવે તે ક્યાં હસે સમય ઘણો પસાર થયી ગયો છે મને એની ચિંતા થાય છે."
" હું એની પાછળ જવું છું તું મારી રાહ જો હું એને શોધી ને આવું.....હું થોડા સમય માં પાછી ના આવું તો તું મારી પાછળ ના આવતી."
" તું મારી સાથે આવું કેમ કરે છે. હું તમને એકલા મૂકીને પાછી કેવી રીતે જવું."
જાનવી ને સમજાવ્યા છતાં તે હારીકા ની પાછળ છૂપાઇ ને આવે છે અને થોડા સમય પછી હારીકા પ્રાચી ને તે વ્યક્તિ સાથે ચાલતા જોઈ ને તેની પાસે જવાનો પ્રયત્ન કરે છે એટલા માં પ્રાચી તે વ્યક્તિ સાથે વાત પૂરી કરી ને પાછી હારીકા તરફ આવાનું શરૂ કરે છે. એની પાછળ એ વ્યક્તિ પોતાનો ચેહરો બતાવતા આવે છે અને તે સમયે હારીકા અને તેની પાછળ ઉભેલી જાનવી બંને તે વ્યક્તિ નો ચેહરો પ્રથમ વાર જોવે છે.
હારી કા તેને જોઈ ને એક વાર એવું અનુભવે છે કે " આવ્યક્તિ નો ચેહરો પેહલા ક્યાંક જોયો લાગે છે."
કઈ યાદ ના આવા ના કારણે તે એવું સમજે છે કે કદાચ તેનું વેહેમ હોય. પ્રાચી અને તે વ્યક્તિ હારીકા ને જોઈ ને એની પાસે જાય છે.
" જાનવી ત્યાં શું કરે છે...આમારી જોડે આવ હું તમને બંને ને ઘણું બધું કેહવા માગું છું અમતો આપડે બધું સાથે જ સાંભળીયે..હું પણ અજાણ છું પણ આ વ્યક્તિ જેનું નામ મનું છે તે રાક્ષસ વિશે ઘણું બધુ જાણે છે."
" પ્રાચી શું બોલે છે તું કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકે છે સાચે જાણે છે કોણ છે આ વ્યક્તિ. અહીંયા શું કરે છે ?"
" હારી કા એની વાત એકવાર સંભળીલે પછી એની પર વિશ્વાસ ના કરવો હોય તો ઠીક છે કઈ પણ જાણ્યા વિના આમ કોઈ નિર્ણય ના લઈશ."
" હારીકા પ્રાચી ની વાત સાચી છે એક વાર આ વ્યક્તિ ની વાત સાંભળી શકાય."
" મને ખબર છે હાલ કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો મુશ્કેલ છે.તમે ઘણી મુશ્કેલીઓ સહન કરી હસે અને મને તમારી પરિસ્થિતિ ની ખ્યાલ છે તમે તો છેલ્લા કેટલાક દિવસ થી આ મુશ્કેલીઓ જોઈ રહ્યા છો પણ મે મારું બાળપણ આ જંગલ ના કારણે ખોયું છે. માત્ર બાળપણ નઈ પણ પરિવાર અને ખુશીયો બધુજ ખોયું. જંગલ વિશે જાણ્યા પેહલા હું મારી જીવન ની એક ઘટના કેહવા માગું છું.... એનાથી તમને મારા પર વિશ્વાસ આવશે."
" અમે સાંભળીયે છીએ તું બધું કહી શકે છે."
" આભાર જાનવી તે મને સાંભળવાનું વિચાર્યું..... લગભગ પંદર વર્ષ પેહલા પોષ મહિના નો હતો અને તારીખ માં કહું તો 15 ફેબ્રઆરી આસપાસ હસે તે દિવસ એ ગ્રહણ હતું જે ઘણું ભારે હતું આ જંગલ ના રસ્તા થી અમારું પરિવાર એક ટ્રીપ પર જતું હતું જેમાં હું મારો નાનો ભાઈ દાદા દાદી મમ્મી એને પપ્પા પણ હતા. મુસાફરી ની શરૂઆત અમે સાંજ થી કરી મારી દાદી ના પાડતી હતી કે કમૃતા છે. અને આજે છેલ્લો દિવસ છે કાલે ફરવા જવું જોયીયે પણ મારા પપ્પા આવા કોઈ અંધવિશ્વાસ માં માનવા વાડા વ્યક્તિ નાહતા. જ્યારે રસ્તા માં જંગલ આવ્યું ને સાંજ રાત થવા લાગી ત્યારે પણ મારી દાદી નો જીવ આગળ જવાની ના પાડતો હતો તેમનું મન કહેતું હતું કે કઈક ભયાનક થવાનું છે. થોડી આગળ જતા અમારી ગાડી નું પંચર પડી ગયું અને મારા પપ્પા ગાડી ને જોવા માટે બહાર ગયા. બોનેટ નો દરવાજો ખોલ્યો અને ગાડી ડેકી માંથી સમાન લઈ ને પાછળ ના દરવાજા ની બાજુ આવ્યા જંગલ ની અંદર થી અવાજ આવ્યો તે ત્યાજ ઊભા રહી ને એ બાજુ જોવા લાગ્યા માત્ર એક ક્ષણ માં એક કાળો પડછાયો આવ્યો અને અમારી સામે મારા પપ્પા ને લોહીલોહાણ કરી મારી નાખ્યાં. એમનું લોહી ગાડી ની અડધા ખુલ્લા કાચ માંથી મારા અને મારી દાદી ના ચેહરા પર આવ્યું. મારી દાદી ને જલ્દી થી કાચ બંદ કર્યો એને બધાને ગાડી માંથી બહાર જવાની ના પાડી. અમે બધા ત્યાં ડરી ગયા આ ઘટના અમારી સમજ માં ના આવી. જેમ મિનિટો પસાર થતી હતી એમ અમારા હ્રદય ના ધબકારા વધતા જતા હતા. દૂર સુધી કોઈ અવાજ નઈ કોઈ પ્રકાશ નઈ કોઈ વ્યક્તિ નઈ. ખાલી રસ્તો અને જંગલ માં ની શાંતિ મારા માટે ડર વધારતી હતી. આગળ કે પાછળ જવા માટે કોઈ રસ્તો નહતો. મારી મમ્મી એકલી ડ્રાઇવર સીટ ની બાજુ માં હતી અને પછી તે અમારી જોડે આવી ગઈ. હું મારી દાદી ના ખોળામાં એજ જગ્યા પર બેસ્યો હતો જ્યાં મારા પિતાનું લોહી હતું. હજુ એમનું લોહી મારા ચેહરા પર હતું જેને મારી દાદી ને રડતા એમના સાડી ના પાલવથી લુંછ્યું. મારો નાનો ભાઈ મારી મમ્મી ના ખોળા માં બેસ્યો હતો અને એમની બાજુ માં મારા દાદા હતા. મારા પાપા ના દુઃખ ને સહન કરીએ એની પેહલા એ કાળા પડછાયા ને ગાડીની પાછળ ની બારી નો કાચ તોડી અને મારા દાદા પર હુમલો કર્યો એ ત્યાજ બૂમો પાડવા લાગ્યાં અને અમે તેમને છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેના પંજામાંથી નીકળવું અશકય હતું અને છેલ્લે તેમનુ શરીર લોહી થી ભરાઈ ગયું અને મૃત્યુ પામ્યા. અમે ગાડી માં પણ સુરક્ષિત ના હતા એ હવે નક્કી હતું. એમનું સબ ત્યાજ અમારી બાજુ માં લોહીથી ભીંજાઈ ને પડ્યું હતું અને એમને જોઈ ને આંખો માંથી પાણી આવતું હતું સાથે ડર અમારી સહન શકતી ની બહાર હતો. એક પછી એક મારા પરીવાર જનો મારી સામે ભયાનક અને વેદના ભરી મોત જોઈ ને અમારો વિશ્વાસ જીવન સાથે છૂટવા લાગ્યો હતો....."
To be continu

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED