મોનીકા - ૪ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 1

    જીવન એ કોઈ પરીકથા નથી ( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મ...

  • એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

    ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન કંપની પીક્સેલના યુઝર્સ માટે એન્ડ્...

  • કર્મ

    કર્મ   गर पग चले नित सत पथ , और सच बोले मुख ।  हस्त करे सत्क...

શ્રેણી
શેયર કરો

મોનીકા - ૪

મૈત્રી: ના, મોની મારે તારી સાથે એકલા માં વાત કરવી છે. તું એક કામ કર તું છૂટી ને આપડી કોલેજ ની બહાર વાળા કાફે માં આવી જજે.

મોનિકા : હા પણ તારે શું વાત કરવી છે તે તો જણાવ મને.

મૈત્રી: ના, ફોન પર નહિ મળી ને જ વાત કરીશું.

મોનિકા : ઓકે હું ત્યાં ૬ વાગે પહોંચી જઈશ.

૬ વાગે બંને બહેનો નક્કી કરેલ જગ્યા પર મળે છે.
મૈત્રી: મોની, મને એવું લાગે છે કે તું મારા થી કઈ છુપાવે છે.

મોનિકા: ના વ્હાલી હું તારા થી કશું જ નથી છુપાવવી તેને શા માટે એવું લાગે છે?

મૈત્રી: તો આના વિશે તારું શું કહેવું છે?

એમ કહી ને મૈત્રી એ એક નાની બોટલ ટેબલ પર મૂકી. એ જોઈ ને મોનિકા ને પરસેવો છૂટી ગયો પણ છતાં પણ જવાબ આપતા કહ્યું.

મોનિકા: આ શું છે? મને નથી ખબર.

મૈત્રી: પ્લીઝ મોની કેટલું જુઠ્ઠું બોલીશ તેને પણ ખબર છે કે હું કેટલી જિદ્દી છું. હું જ્યાં સુધી જાણી નહિ લઉં ત્યાં સુધી હું તને નહિ છોડુ. મને ખબર છે કે આની પાછળ તું જ છે. તારા બેડરૂમ ના ડ્રોવર માં Thallium (ખૂબ ઝેરી કેમિકલ) શા માટે રાખેલું હતું તે?

મોનિકા: હું તારા થી છુપાવું છું ચલ તે સાચું છે…પણ તે જે છુપાવ્યું તે શું યોગ્ય છે? અને ચાલ તને ખબર પડી જ ગઈ છે તો આપણે આ વાતો અહીં બેસી ને કરીએ તે હિતાવહ નથી ચાલ કોઈ શાંત જગ્યા જ્યાં કોઈ જ ન હોય ત્યાં જઈએ.

(બંને બહેનો કેફે માં થી નીકળી ને બંને ને કોઈ સાંભળી ન શકે તેવી જગ્યા એ જતા રહે છે અને સંવાદ ચાલુ રાખે છે)

મૈત્રી: મને લાગ્યું કે તને ખબર પડશે તો તારો સંસાર બગડશે અને તું એકલી પડી જઈશ. પણ હા આ વાત ની તેને શી રીતે ખબર પડી?

મોનિકા: હા હું તને બધું જ કહીશ પણ તું મને તે દિવસ તારી સાથે બનેલી ઘટના મને જણાવ.

મૈત્રી: પ્લીઝ મુક ને તું આ બધું જે થઈ ગયું તે થઈ ગયું શા માટે તું જૂનું બધું યાદ કરે છે.

મોનિકા: તારે મને કહેવું જ પડશે

મૈત્રી: (રડતા રડતા) તો સાંભળ, હું તારા પતિ નૈતિક ને રોજ ટિફિન આપવા જતી હતી. જમવાનું પીરસવાની મદદ ના બહાને તારો પતિ મને ગેરવ્યાજબી સ્પર્શ કરતો હતો. પહેલા તો મને એવું લાગ્યું કે ભૂલ થી થઇ ગયો હશે. હું પણ સાવ પાગલ મે ત્યારે તેને કઈ જ કહ્યું નહિ એટલે તેની હિંમત વધી અને પછી તે મને ગંદી રીતે સ્પર્શ કરતો હતો. મે એક વાર તેને લાફો પણ માર્યો તો તારો પતિ મને કહે કે તું આટલી સુંદર છે મે તને મારી સગાઈ માં જોઈ ત્યાર થી જ તારા પર ફિદા થઈ ગયો છું. એમ પણ સાળી અડધી ઘરવાળી જ હોય છે ને બસ એક વાર મારી સાથે એકાંત માણ પછી હું તને હેરાન નહિ કરું. અને જો તું મારી વાત નહિ માને તો હું તારી દીદી ને છુટા છેડા આપી દઈશ. તારી જિંદગી અને સંસાર માટે મે એક વાર તો મારી ઈજ્જત દાવ પર લગાવવાનું વિચારી પણ લીધું. પણ પછી મને વિચાર આવ્યો કે એ પણ તારી સાથે દગો જ છે.અને આ હવસી માણસ બીજી વખત મને કોઈ ગેરવ્યાજબી માગણી નહિ કરે તેની શું ખાતરી? માટે મે ત્યાં થી નીકળી જવાનું નક્કી કર્યું પણ તેને મારી સાથે બળજબરી કરી અને મારા કપડા ફાડી નાખ્યાં. એ તો ભગવાન ની મહેરબાની કે આપણી મમ્મી ત્યાં એ સમય એ આવી ગઈ અને મારી ઈજ્જત બચી ગઈ. તે નાલાયક એ તો કશું જ કહેવાની ના પાડી અને કહ્યું કે ચૂપચાપ તારી દીદી ના કપડા પહેરી લે અને કોઈ પૂછે તો જમવાનું ઢોળાઇ ગયું હોવા થી બદલવા પડ્યા તેમ કહેજે. મે તેને જેમ કીધું તેમ જ કર્યું અને પછી થી ૪-૫ દિવસ સુધી હું મમ્મી ને સાથે લઈ ને ત્યાં જવા લાગી.

ક્રમશઃ