મોનીકા - ૨ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોનીકા - ૨

આમ ને આમ હસી મજાક માં આ સાંજ પૂરી થઈ જાય છે. અને મોનિકા ના લગ્ન માટે અલગ અલગ છોકરાઓ જોવા આવવા લાગે છે. અને મોનિકા પણ પોતાની ગમતી નોકરી માટે તૈયારી મા લાગી જાય છે. અથાક પરિશ્રમ અને મહેનત બાદ મોનિકા ને પોતાની ગમતી નોકરી મળી જાય છે. અને તેનું પોસ્ટીંગ ગાંધીનગર માં આવેલ સરકારી ફોરેન્સિક બ્યુરો માં થાય છે.

એક બાજુ જગદીશભાઈ ને ચિંતા વધતી જતી હોય છે. કારણકે જે લોકો મોનિકા ને જોવા આવતા હતા તેમને બધા ને મૈત્રી ગમી જતી હતી. અને મૈત્રી લગ્ન માટે ના પાડતી હતી અને જીદ પકડી ને બેઠી હોય છે કે મોની નું થાય પછી જ હું કરીશ.

મોનિકા દેખાવે માંસલ ઉજળો વાન અને આકર્ષક હતી પરંતુ મૈત્રી રૂપ રૂપ નો અંબાર, ઘાટીલું શરીર દૂધ જેવો વાન મૃગલી જેવા નેણ, આખ નો પલકારો મારે ત્યાં સુધી જાણે સમય જ રોકાઈ જાય તેવી સુંદર હતી. જેથી જે છોકરાઓ મોનિકા ને જોવા આવતા તે લોકો ને મૈત્રી પહેલી જ નજરે ગમી જતી હતી. મોનિકા પણ ઓછી સુંદર ન હતી પરંતુ મૈત્રી ની સાપેક્ષે મોનિકા થોડી જાખી પડતી હતી. આમ ને આમ દિવસો અને મહિનાઓ જતા રહ્યા. પણ કોઈ પણ છોકરો મોનિકા ને હા પડતો નથી હોતો બધા ને માત્ર મૈત્રી સાથે જ લગ્ન કરવા હોય છે. પરંતુ મૈત્રી એ જગદીશભાઈ ને કહી દીધું હોય છે કે તે પોતે જ્યારે ઈચ્છે ત્યારે જ લગ્ન કરશે તેને કોઈ એ બળજબરી કરી તો પોતે આજીવન કુંવારી રહેશે. જેથી પોતાની જિદ્દી દીકરી ને સારી રીતે ઓળખતા જગદીશભાઈ તેની સાથે લગ્ન વિષયક વાત કરવાનું બંધ કરી દે છે.

એકદિવસ અચાનક જગદીશભાઈ ને ફોન આવે છે અને સામે થી કહે છે કે અમે તમારી મોટી દીકરી ને જોવા આવી છીએ.
જગદીશભાઈ હવે કંટાળ્યા હોય છે માટે તે ખૂબ વિચાર બાદ એક તારણ પર આવે છે અને મોનિકા ને જોવા આવવા ના સમય એ મૈત્રી ને હજાર ન રહેવા નું જણાવે છે. અને જગદીશભાઈ નો આ વિચાર સફળ પણ થાય છે. અને મોનિકા ની સગાઈ નક્કી થાય છે. છોકરો અમદાવાદ માં બેંક મેનેજર હોય છે. જગદીશભાઈ પણ ઉતાવળ થી મોનિકા ના લગ્ન કરાવી દે છે. મોનિકા ના સાસરિયાં ખૂબ સારા હોય છે અને તેને ખૂબ સારી રીતે સાચવતા હોય છે. અને સાથે મોનિકા ને તે લોકો એ નોકરી કરવા ની પણ પરવાનગી આપી હોય છે. મોનિકા નો ઘરસંસાર ખૂબ સારો ચાલતો હોય છે.

એકદિવસ મોનિકા તેના પતિ નૈતિક ને સારા સમાચાર આપે છે અને કહે છે કે તે માતા બનવાની છે. નૈતિક ખૂબ ખુશ થાય છે અને પરિવાર માં એક ખુશી નું મોજું ફરી વળે છે. દિવસો જતા જાય છે અને મોનિકા નોકરી પર થી મેટરનિટી લીવ પર ઉતરી જાય છે. રોજ કોલેજ પતાવ્યા બાદ મૈત્રી મોનિકા ની ખબર કાઢવા જતી હોય છે
મૈત્રી રોજ મોનિકા ને મળવા જતી હોય છે. નૈતિક પણ મોનિકા નું ખૂબ ધ્યાન રાખતો હોય છે. સાળી અને જીજાજી વચ્ચે પણ ખૂબ સારા લાગણી ના સંબંધ હોય છે. મજાક મસ્તી સાથે મૈત્રી અને નૈતિક ના પવિત્ર સંબંધ થી મોનિકા પણ ખુશ હતી. મોનિકા ને મન થી સંતોષ હતો કે તેનો જીવન સાથી ખૂબ સરસ મળ્યો છે.

આ ખુશી વધારે સમય સુધી ટકતી નથી અને એકદિવસ અચાનક મોનિકા ને ખૂબ દુખાવો થાય છે. નૈતિક તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. તમામ પરિવાર ના સદસ્યો પણ હોસ્પિટલ પહોંચી જાય છે. ડોક્ટર તમામ તપાસ બાદ નિરાકરણ પર આવે છે કે 7 મહિના નું બાળક તેના ગર્ભ માં જ મૃત્યુ પામ્યું છે અને તેના લીધે મોનિકા ના શરીર માં પણ વિષ ફેલાવવા લાગ્યું છે. જેથી ઑપરેશન કરી ને તાત્કાલિક બાળક ને બહાર કાઢવું પડશે તો જ તેની માતા નો જીવ બચી શકશે.