મોનીકા - ૧ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

મોનીકા - ૧

વર્ષ ૨૦૦૯ અમદાવાદ ની એક એમ.એસસી. કોલેજના માઇક્રો- બાયોલોજી વિભાગ ના નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ ની ભીડ જામેલી હતી. આ ભીડ નોટિસ બોર્ડ ઉપર લગાવેલ એક કાગળ માં પોતાનું ભવિષ્ય જોઈ રહી હતી. કોઈ ના ચહેરા પર ખુશી હતી તો કોઈ ના ચહેરા પર હતાશા હતી. એવા મા ત્યાં મૈત્રી પણ ભીડ મા થોડી ધક્કામુક્કી કરી ને આગળ પોતાનું પરિણામ જોવા પહોંચી જાય છે. પરિણામ જોઈ ને તે બહાર આવે છે જ્યાં મોનિકા ઊભી હોય છે. મૈત્રી મોનિકા ની પાસે જઈ ને ખુશી થી તેને ભેટે છે અને તેની પીઠ પર જોર થી એક ધબ્બો મારે છે અને કહે છે..

મૈત્રી: મોની ફરી એકવાર તમે બાજી મારી લીધી. નોટિસ બોર્ડ પર મે નોટિસ જોઈ એમ.એસસી માં પ્રથમ ક્રમાંક સાથે ઉતીર્ણ મોનિકા જગદીશભાઈ મહેતા. અને હંમેશા ની જેમ દ્વિતીય ક્રમાંક પર મૈત્રી જગદીશભાઈ મહેતા નું નામ છે.

મોનિકા: (મુખ પર હાસ્ય સાથે)હા હું તારાથી મોટી છું માટે હંમેશા આગળ જ રહું ને…

મૈત્રી: હા મોટી બહેન પણ તું એ ના ભૂલ કે તું મારા કરતા માત્ર સાત મિનિટ જ મોટી છે.

મોનિકા: હા સાત મિનિટ તો સાત મિનિટ પણ મોટી એ મોટી જ કહેવાય.

મૈત્રી: હા મોટી બહેન ચલ હવે ઘરે જઈએ અને મમ્મી પપ્પા ને આ સારા સમાચાર આપીએ અને હા મારી પાર્ટી બાકી.

મોનિકા: હા, તારે જ્યાં પાર્ટી જોઈએ ત્યાં તેને મળી જશે.

મોનિકા અને મૈત્રી ઘરે જાય છે અને તેના માતાપિતા ને આ સારા સમાચાર આપે છે. અને સારી હોટેલ માં જઈ ને બંને બહેનો ની આ સિદ્ધિ ને ખૂબ સારી રીતે ઉજવે છે. સાથે જ જગદીશભાઈ બંને ની ભવિષ્ય ની ઈચ્છાઓ જાણે છે. મૈત્રી કહે છે કે માટે અમારા ડિપાર્ટમેન્ટ ના હેડ સાથે વાત થઈ છે તેમને મને નવા સત્ર થી અમારી કોલેજ માં જ પ્રોફેસર ની નોકરી ની તક આપી છે. જગદીશભાઈ મોનિકા ને જુએ છે તે થોડી વિચારો માં ખોવાયેલી હોય છે. માટે જગદીશભાઈ થોડી ટીખળ કરતા કહે છે કે શું વાત છે મારી નાની દીકરી ને બીજો નંબર આવ્યો તો પણ નોકરી મળી ગઈ અને મોટી પ્રથમ છે તો પણ તેને નોકરી ના મળી?

મોનિકા: ના , પપ્પા એવું કશું જ નથી મને પણ અમારા સાહેબ એ આ પ્રસ્તાવ મૂક્યો હતો. પણ મારે ફોરેન્સિક સાયન્સ માં આગળ વધવું છે માટે મે આ પ્રસ્તાવ નો અસ્વીકાર કર્યો છે તો હવે હું સરકારી નોકરી માટે તૈયારી કરીશ. પણ મને એ વિચાર આવે છે કે શું મે આ પ્રોફેસર ની નોકરી નો અસ્વીકાર કરી ને ભૂલ તો નથી કરી ને?

જગદીશભાઈ: જો બેટા સંસાર નો નિયમ છે કે કઈ પામવું હોય તો સામે કંઇક દાવ પર લગાવવું જ પડે છે. માટે જો તું મન થી મક્કમ હોય તો તૈયારી કર અને તેને અવશ્ય સફળતા મળશે. પણ હા સાથે સાથે હવે તમારી બંને ની ઉંમર થઈ ગઈ હોવાથી લગ્ન નું પણ વિચારવું પડશે.

મૈત્રી: હા બરાબર છે પણ મોની મારા કરતા મોટી હોવાથી પહેલા તેના લગ્ન નક્કી કરજો ત્યાર બાદ જ હું કરીશ.

મોનિકા: આપણે બંને સરખા જ છીએ તો બંને સાથે જ લગ્ન કરીશું.

મૈત્રી: ના જ્યારે તને લાભ મળતો હોય ત્યારે તું મારા કરતા મોટી અને આવી બાબત મા મારા જેવડી થઈ જાય છે…આને તો ચિટિંગ કહેવાય.

ક્રમશઃ