એલ્વિસને રનબીર સાથે જોઇને કાયનાના ગળામાં કોળિયો અટકી ગયો.કાયના અને રનબીર એલ્વિસ સાથે તેની એકેડેમીમાં કામકરતા હતા.જે વાત કાયનાના ઘરે કોઇને ખબર નહતી.એટલે એલ્વિસને અહીં જોઇને તે ડરી ગઇ.
"રનબીર,આ કોણ છે?ચલ બેસી જાઓ નાસ્તો કરવા."કિનારાએ પુછ્યું.
"આ મારો ફ્રેન્ડ છે તેનું નામ એલ્વિસ છે.મને જીમમાં મળ્યો હતો."રનબીરે ગપ્પું માર્યું
"હા,હું ઓળખું છું તેમને.તે ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન છે.ઓહ વાઉ હું તમારી ખૂબ જ મોટી ફેન છું."શિવાનીએ કહ્યું
"અરે વાહ,આજે તો આપણા ઘરમાં સેલિબ્રીટીના કદમ પડ્યાં.થેંક યુ રનબીર,તારા સુપરસ્ટાર મિત્રને અહીં ઘરે લઇને આવવા માટે."કિનારાએ કહ્યું.
"અરે હું કોઇ સુપરસ્ટાર નથી.આ તો બસ લોકોનો પ્રેમ છે.બાકી તો હું તો સાવ એકલો છું.તમારું ફેમિલી ખૂબ જ મોટું લાગે છે."એલ્વિસે કહ્યું.
"હા એલ્વિસ,હું ઓળખ કરાવું.મારું નામ શ્રીરામ શેખાવત,આ મારા પત્ની જાનકીદેવી શેખાવત."શ્રીરામ શેખાવતે પોતાના પરિવારની ઓળખ આપી.એલ્વિસ ઘરેથી નાસ્તો કરીને આવ્યો હતો પણ ઘરનો માઁના હાથનો બનેલો નાસ્તો કરતા પોતાની જાતને રોકીના શક્યો.
કિનારા અને શિવાનીએ તેને ખૂબ જ પ્રેમથી નાસ્તો કરાવ્યો.અાજે તે તેનું ડાયેટ ભુલી ગયો.
"ઓહ ગોડ,કિનારાજી તમે ખુબજ ખવડાવી દીધું.મારે એક શુટીંગ માટે જવાનું છે હવે હું ડાન્સ નહીં કરી શકું પણ તમે ઓસમ ફુડ બનાવો છો."એલ્વિસે કહ્યું.
"યુ આર મોસ્ટ વેલકમ.જ્યારે પણ મન થાય ત્યારે આવી જજે."કિનારાએ કહ્યું.
જાનકીદેવીને તે એલ્વિસ બહુ ખાસ પસંદ ના આવ્યો.તેમને અંદરથી એક અણગમો ઉપજી અાવ્યો.
"વાઉ,તો તો હું ગમે ત્યારે ટપકી પડીશ.ચલો હું રજા લઉં."એલ્વિસે કહ્યું.તે બધાને બાય કહીને બહાર નિકળ્યો.
તેના જતા જ જાનકીદેવી બોલ્યા,"આ કિઆરા ક્યાં રહી ગઇ?"
એલ્વિસ આજે આટલા મોટા અને પ્રેમાળ પરિવારને મળીને ખૂબ જ ખુશ હતો.તેને આ પરિવાર સાથે એક અનોખું બંધન અનુભવાતું હતું.તે વિચારોમાં ખોવાઇને બહાર નિકળ્યો.બરાબર તે જ સમયે હાથમાં પુસ્તકોનો મોટો થપ્પો લઇને કિઆરા આવી રહી હતી.એલ્વિસ અને કિઆરા બંને બેધ્યાન હતા.તે બંને એકબીજા સાથે અથડાયા.કિઆરાના હાથમાં રહેલો પુસ્તકોનો થપ્પો નીચે પડી ગયો.
કિઆરાનું બેલેન્સ ગયું અને તે એલ્વિસને લઇને નીચે જમીન પર પડી.કિઅારા એલ્વિસની ઊપર હતી.એલ્વિસ અચાનક આ શું બની ગયું તે સમજે કે વિચારે તે પહેલ તેણે રસ્તામાં જે કથ્થાઈ આંખો જોઈ હતી તે તેને દેખાઇ.તેણે કિઆરાને ધ્યાનથી જોઇ.તે કોઇ સ્વર્ગની અપ્સરા જેટલી સુંદર લાગી રહી હતી.
એલ્વિસ આજ સુધી દુનિયાની સૌથી સુંદર હિરોઇન અને મોડેલ્સ સાથે કામ કરી ચુક્યો હતો.આટલી સાદગીભરી સુંદરતા તેણે ક્યારેય નહતી જોઇ.સીમા પછી પહેલી વાર તેની ભુરી આંખો કોઇ બીજી આંખોમાં ખોવાઇ હતી.રનબીરની ભવિષ્યવાણી જાણે કે સાચી પડી.કિઆરા પણ એલ્વિસને જોતી જ રહી ગઇ.
તે કઇ બોલે કે ઊભી થવાની કોશીસ કરે તે પહેલા એલ્વિસે તેની ફરતે બે હાથ વિંટાળી દીધાં.કિઅારા તેને કઇ કહે તે પહેલા અંદરથી અવાજ આવ્યો.
"અરે બહાર કોણ પડ્યું."જાનકીદેવીએ પુછ્યું.
એલ્વિસને જાણે કે અચાનક ભાન આવ્યું.કિઆરા ઊભી થવા ગઇ પણ એલ્વિસની પકડને કારણે તે એલ્વિસ પર પડી અને તેના હોઠ એલ્વિસના ગાલ પર અડી ગયા.કિઆરાના કોમળ હોઠના સ્પર્શે બાકીનું કામ પણ કરી દીધું.
એલ્વિસનું જીવન એક જ ક્ષણમાં બદલાઇ ગયું.કિઅારા ઝટકા સાથે ઊભી થઇ.એલ્વિસ સામે જોયું પોતાની પુસ્તકો ઊપાડીને જતી રહી.
એલ્વિસે છુપાઇને પોતાના મોબાઇલમાં તેનો ફોટો પાડી લીધો અને બોલ્યો,"સો ક્યુટ."
"ઓહ જીસસ,આ શું થઇ રહ્યું છે મને? આટલા વર્ષો પછી મારું હ્રદય જાણે કે ફરીથી ધડક્યું.મને લાગ્યું હતું કે સીમા પછી આ હ્રદય ફરીથી કોઇને પ્રેમ નહીં કરે.
એલ..એલ..સ્ટોપ ઇટ.તે નહીં નહીં તો તારાથી દસ કે બાર વર્ષ નાની હશે પણ હું શું કરું મારું મન તેના જ વિશે વિચારે છે.મને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો છે.પણ તેનું નામ શું છે?
ઓહ ગોડ,નામ જાણવા લાગે છે કે ફરીથી જાનકીવિલા આવવું પડશે."આટલું કહી એલ્વિસ તે ફોટાને ચુમીને જતો રહ્યો.
કિઆરાએ અંદર આવતા આવતા પાછળ જોયું.તેણે એલ્વિસને જતા જોયો.કિઅારાની લાઇફ એકદમ બોરીંગ હતી.તેણે આજસુધી કોઇ છોકરા સાથે દોસ્તી તો દુર વાત પણ નહતી કરી.તેણે અનાયાસે અકસ્માતે તે હેન્ડસમ ના ગાલ ચુમી લીધાં હતા.તેને કઇંક અલગ અનુભવાયું.તેને યાદ આવ્યું કે જ્યારે તે હેન્ડસમે તેની ફરતે હાથ વિંટાળ્યા ત્યારે તેને ઝણઝણાટી વ્યાપી ગઇ હતી શરીરમાં.
તેણે આ બધા વિચારો ખંખેરીને પુસ્તકો પોતાના રૂમમાં મુકીને કોલેજ જવા નિકળી ગઇ.ડ્રાઇવર તેને ઉતારીને ગયો.ત્યાં તે તેની ખાસ અને એકમાત્ર કોલેજની સહેલી અહાનાની રાહ જોઇ રહી હતી.
અચાનક બસસ્ટોપ પર એક બસ આવીને ઊભી રહી.તેમાંથી એક યુવતી ઉતરી.તેનું ધ્યાન બસમાં કોઇની સાથે ઝગડવામાં હતું જેથી તેનું ધ્યાન ઉતરવાનાં નહતું.તે એક પગલું ચુકી ગઇ અને ધડામ કરીને નીચે પડી.તે પડી ત્યાં કાદવનું ખાબોચીયું હતું.તે કાદવનાં ખાબોચીયામાં તેનું મોઢા પર નેચરલ માસ્ક લાગી ગયો હતો.દુર ઊભી રહીને આ જોઇ રહેલી કિઅારાને ખૂબ જ હસવું આવ્યું.તે અહાના હતી.તેણે પોતાની પાસે પાણીની બોટલ હતી તેના દ્રારા મોઢું ધોયું અને ગુસ્સામાં ધુઆંપુઆં થતી કિઆરા પાસે અાવી.
"ચલ હવે મારી સામે આમ ઘુરકીંયા ના કાઢ.લેકચરનો સમય થઇ ગયો છે."કિઆરા હસતા હસતા બોલી.
તે બંને તે કોલેજમાં દાખલ થયા.ઉપર બોર્ડ માર્યું હતું.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ મુંબઇ.
***********
અહીં તે ગીતના છેલ્લા સિકવન્સની શુટીંગ હતી.અજયકુમાર ખુશ હતો કે તેને બહુ ડાન્સ ના કરવો પડ્યો.તે શોટ માટે તૈયાર થઇ રહ્યો હતો.તેટલાંમાં તેનો મેનેજર અાવ્યો.
"જોયું,પેલો એલ્વિસ કેવો જુકી ગયો હતો મારી સામે?"અજયકુમારે ગર્વ સાથે કહ્યું.
"સર,ખોટું ના લગાડતા પણ તે એલ તમને ઉલ્લું બનાવી ગયો.સાંભળ્યું છે કે અકિરા તેની વેનીટીવેનમાં ગઇ હતી.ભગવાન જાણે શું વાત કરી અને એલ્વિસે તમને શું પાઠ ભણાવ્યો કે તમે તે બે બદામની અકિરા પાછળ નાચવા તૈયાર થઇ ગયા.સર,ડાયરેક્ટર ,પ્રોડ્યુસર અને તે કોરિયોગ્રાફરના કોચ બધાં તમારી પીઠ પાછળ તમારી પર હસે છે."મેનેજરે કહ્યું.
મેનેજરની વાત સાંભળીને અજયકુમારને ગુસ્સો આવ્યો તેણે પાણીનો ગ્લાસ ફેંકંયો.
"આટલો મોટો દગો.તેણે મને ઉલ્લું બનાવ્યો તે પણ પેલી અકિરાની માટે.તે અકિરા ઓડિશનનો સમય ભુલી ગઇ લાગે છે.તેને યાદ દેવડાવવો પડશે"અજયકુમાર ગુસ્સામાં બોલ્યો.
મેનેજરે તેને પાણી આપતા કહ્યું,"સર,ગુસ્સામાં તમારું જ નુકશાન છે.અકિરાનો ફરીથી ફાયદો ઉઠાવવાની કોશીશ કરશો તો નુકશાન તમારું જ છે.સ્માર્ટલી ગેમ રમો સર.કે સાઁપ ભી મર જાય અને લાઠી ભી ના તુટે."
અજયકુમાર વિચારમાં પડી ગયો.
"હા,મારી પાસે એક પ્લાન છે.આપણે એલ્વિસ અને અકિરાને બદનામ કરીશું અને તે બંનેને આ મુવીમાંથી બહાર ફેંકીશું અને પછી હું મારા ખાસ દોસ્ત સુપરસ્ટાર પંકજની દિકરી ઇશીકાને તેની જગ્યાએ લાવીશ."અજય કુમારે કહ્યું.
"સર,તે ઇશીકા તમારા કરતા દસ કે બાર વર્ષ નાની હશે."
"તો શું ફરક પડે છે?હિરોની ઊંમર ના જોવાની હોય.આમપણ તે રૂ જેવી નરમનરમ છે.અને આ મુવીમાં ઇન્ટીમેટ સીન પણ છે."આટલું કહીને અજયકુમાર ખંધુ હસ્યો.તેના મેનેજર સામે આંખ મારી.
"સર,આ મુવીને યુ.એ નું સર્ટિફિકેટ લેવાનું છે ના કે એડલ્ટનું."મેનેજરે કહ્યું.
"હા તો એડીટીંગમાં તે સીન કાઢી નાખીશું.જા અકિરાને કહે કે સુપરસ્ટાર અજયકુમારને તેની સાથે વાત કરવી છે.તો અહીં અાવે."અજયકુમારે તેના મેનેજરને કહ્યું.
મેનેજર માથું હલાવીને અકિરાના મેકઅપ રૂમ તરફ ગયો.
શું પ્લાન હશે અજયકુમારનો?
શું અકિરા એલ્વિસ વિરુદ્ધ આ પ્લાનમાં સામેલ થશે?
કિઅારા શેનું સ્ટડી કરે છે?શું છે તેના જીવનનું લક્ષ્ય?
જાણવા વાંચતા રહો.