Dashing Superstar - 11 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-11


( એલ્વિસે કિઆરાને તેની ગાડીમાં કોલેજ સુધી લિફ્ટ આપી.તેણે વાત વાતમાં જાણ્યું કે કિઆરાને પુસ્તકો વાંચવાનો ખૂબજ શોખ છે.જેના પરથી એલ્વિસે ગપ્પુ માર્યું કે તેના ઘરે મોટી લાઇબ્રેરી છે.કિઆરા તેને જોવા ઘરે આવશે તેણે તેવું પ્રોમિસ આપ્યું.અહાના કિઆરાથી જેલસ થાય છે કેમકે આયાન અને એલ્વિસ જેવા બે હેન્ડસમ કિઆરાની પાછળ છે.અહીં કિઆરા અને એલ્વિસ બંને અનાયાસે આયાનની બર્થ ડે પાર્ટીમાં આવી ગયાં.)

અપૂર્વ અગ્રવાલ ,સ્મિતા અગ્રવાલ અને આયાન એલ્વિસનું સ્વાગત કરવા ગયાં.તેમણે એલ્વિસને ગળે લગાવીને તેનું સ્વાગત કર્યું.એલ્વિસે તેની સાથે લાવેલી મોંઘી ગિફ્ટ અને ફુલોનો બુકે આયાનને આપીને તેને બર્થડે વિશ કરી.

"હેપી બર્થ ડે આયાન."એલ્વિસે અને આયાને એકબીજા સાથે હાથ મિલાવ્યો.એલ્વિસને આયાનને મળીને એક અજીબ અનુભૂતિ થઇ.તે બંને એકબીજા સામે અલગ રીતે જોઇ રહ્યા હતાં.

એલ્વિસને જોઇને પાર્ટીમાં આવેલા લોકો ખુશ થઇ ગયા.બધાં તેને મળીને તેની સાથે સેલ્ફી ખેંચાવવા લાગ્યાં.

એલ્વિસ ત્યાંથી વહેલી તકે જવા માંગતો હતો જ્યારે અપૂર્વ અગ્રવાલે તેને રોકવા માંગતા હતા.

"એલ્વિસ,પ્લીઝ રોકાઇ જાને.મારા એકમાત્ર દિકરાની બર્થ ડે પાર્ટી છે.આપણે આટલા વર્ષોથી સાથે કામ કરીએ છીએ.થોડીક વારમાં કેક કટ થશે."અપૂર્વે કહ્યું.એલ્વિસે નાછુટકે હા પાડી.

અહીં કિઆરા પણ બોર થઇ રહી હતી.જાનકીદેવી આયાનના ઘર અને તેના પરિવારથી ખૂબજ પ્રભાવિત થઇ ગયા.આયાન કિઆરાની આસપાસ જ હતો.
"કિઆરા,તું ખૂબજ સુંદર લાગી રહી છો.આ અંદાજમાં તને પહેલી વાર જોઇ.તું આજે તારા પરિવાર સાથે અહીં આવી તે મારા માટે બેસ્ટ બર્થડે ગિફ્ટ છે.માની જાને હવે.હું તને એમ નથી કહેતો કે આજેને આજે મને તારો બોયફ્રેન્ડ બનાવ પણ તું મારા વિશે વિચાર તો ખરાં."આયાને કિઆરાને પાર્ટીમાં સાઇડમાં લઇ જઇને કહ્યું.

કિઆરા સખત કટાંળા સાથે બોલી,"આયાન,પ્લીઝ સમજતો કેમ નથી?ના નો મતલબ ના જ હોય.હું એમ નથી કહેતી કે તું ખરાબ છોકરો છે.તું ખૂબ સારો છોકરો છે.તું દેખાવડો પણ છે તને કોઇપણ સારી છોકરી હા પાડી દેશે.

મને ફોર્સના કર.મારા જીવનનો મકસદ પ્રેમ નહીં પરંતુ મારો એઇમ છે.આઇ.પી.એસ બનવાનું.તારો જન્મદિવસ છે તારા મિત્રો અને સગાંસંબંધી સાથે એન્જોય કર.મારી પાછળ સમય બરબાદ કરીને તને કશુંજ નહીં મળે."

"કિઆરા,તારી પાસે મને આપવા ભલે પ્રેમ ના હોય,પણ મારી પાસે ખૂબજ પ્રેમ છે.તું એકવાર હા પાડ હું તારા માટે આ દુનિયાની ખુશીઓ તારા ખોળામાં લાવીને મુકી દઇશ.તને પ્રેમ પણ થશે અને પ્રેમ પણ વિશ્વાસ પણ.

સારું એ બધી વાત છોડ.મારી એક વિનંતી માનીશ?પ્લીઝ આજે હું તારી સાથે મળીને કેક કટ કરવા માંગુ છું.તું મારી બાજુમાં ઊભી રહેજે."આયાન આટલું કહીને જતો રહ્યો.
"હે ભગવાન,શું ત્રાસ છે આ છોકરાનો!હું શું કરું?પાર્ટી છોડીને પણ નહીં જઇ શકું.અહીં રહીશ તો તે મારો હાથ પકડીને કેક કાપશે."કિઆરા આટલું કહેતા પોતાના નખ ચાવવા લાગી.અચાનક તેને વિચાર આવ્યો.

"હા,આ બરાબર રહેશે.આ બંગલો દરિયાકિનારે છે અને તેનું ગાર્ડન ખૂબજ મોટું છે.ઘણાબધા લોકો પણ છે.તો હું કોઇક શાંત અને એવી જગ્યાએ જઇને બેસું કે મને કોઇ શોધી જ ના શકે.કેક કટ થયા પછી જઇશ અને બહાનું બનાવી દઇશ.

અત્યાર માટે તો આ યુક્તિ બરાબર છે પણ હવે આના નાટકો બહુ થયા.જો પ્રેમથી નહીં માને તો મારે મારી કિનુમોમની જેમ દબંગ અંદાજમાં આવીને તેને સમજાવવું પડશે.આખરે મારે પણ તેમની જેમ પોલીસ ઓફિસર થવાનું છે."આટલું કહીને કિઆરા ધીમેધીમે ત્યાંથી સરકીને બંગલાની પાછળની બાજુએ આવેલા ગાર્ડનથી દરિયાકિનારે જતી રહી.

અહીં એલ્વિસ પણ કંટાળી ગયો હતો.
"આ શું છે?આટલા મોટા બાબાની બર્થડે પાર્ટી.અરે યાર તારા ફ્રેન્ડ્સ સાથે જઇને ક્લબ કે પબમાં જઇને પાર્ટી કરને.આમ બધાંને બોલાવીને શું નાના છોકરા જેવી બર્થડે પાર્ટી રાખે છે.

એક તો આ લોકો હવે વધારે સેલ્ફી પડાવશેને તો મારું મોઢું દુખી જશે.ક્યાંક સંતાઇ જઉ કેક કટ થાય ત્યાં સુધી પછી તેમને મોઢું બતાવીને જતો રહીશ.હા આ બરાબર રહેશે."આટલું મનોમન બોલીને એલ્વિસ પણ બંગલાના પાછળની ભાગના ગાર્ડનમાં થઇને દરિયાકિનારે જતો રહ્યો.

"હાશ."તેના મોંઢામાંથી નિકળ્યું.દરિયાકિનારે આવવું એલ્વિસને ખૂબજ પસંદ હતું.તેથી જ તેણે તેનું ઘર દરિયાકિનારે લીધું હતું.

દરિયાકિનારે ખૂબ આહલાદક વાતાવરણ હતું.દરિયાની લહેરની સાથે ઠંડો પવન આવી રહ્યો હતો.આ સુંદર વાતાવરણ મનને ખૂબજ શાંતિ આપતું હતું.
"કાશ આ વાતાવરણમાં કિઆરા મારી સાથે હોત."એલ્વિસે વિચાર્યું.તે ત્યાં ચાલી રહ્યો હતો.તેટલાંમાં બ્લેક કલરના સ્લિવલેસ ગાઉનમાં એક છોકરી પાણીમાં કુદી રહી હતી.તેણે બંને હાથેથી તેનું લાંબુ ગાઉન પકડ્યું હતું.એલ્વિસ આશ્ચર્યસહ તેની પાસે ગયો.
"કિઆરા."તે સુખદ આશ્ચર્ય પામ્યો.

કિઆરા એલ્વિસને જોઇને કુદતી બંધ થઇ તે ક્ષોભ પામી અને પાણીમાંથી બહાર આવીને ઊભી રહી.
"એક્ચયુલી,હું માંડવીમાં મોટી થઇ છું.મારા ઘરથી દરિયાકિનારો ખૂબજ નજીક હતો.તો હું દરિયો જોઇને નાની બાળકી બની જાઉં છું."કિઆરાએ કહ્યું.

એલ્વિસને વિશ્વાસ નહતો આવતો કે આ બોરીંગ પાર્ટીના આહલાદક દરિયાકિનારે તેને તેની પ્રેમિકા મળી જશે.તેણે કિઆરાના હાથને અડીને ખાત્રી કરી કે તે સાચે છે.કિઆરાને હસવું આવ્યું.

"મિ.સુપરસ્ટાર,હું સાચેમાં છું.તમે અહીં ?"કિઆરાએ હસીને કહ્યું

"હા,અપૂર્વ અગ્રવાલ મારી સાથે વર્ષોથી કામ કરે છે.તો તેમના મોટા બાબાની બોરીંગ બર્થડે પાર્ટીમાં આવવું પડ્યું.તમે અહીંયા?"એલ્વિસે કહ્યું.

"તે મોટો બાબો આયાન મારો ક્લાસમેટ છે.ના છુટકે તે ચિપકુની પાર્ટીમાં વિથ ફેમિલી આવવું પડ્યું."કિઆરા મોઢું બગાડીને બોલી.

"હેય કિઆરા,તમને વાંધો ના હોય તો આપણે એકસાથે વોક કરી શકિએ તે પણ વાતો કરતા કરતા?"એલ્વિસ કિઆરા સાથે સમય પસાર કરવાની તક ગુમાવવા નહતો માંગતો.

"ઓ.કે.નો પ્રોબ્લેમ."કિઆરા આટલું કહીને ચાલવા લાગી.

"તમે આયાનને ચિપકુ કેમ કહ્યો?શું તે તમને પરેશાન કરે છે?"એલ્વિસે પુછ્યું

"ના એવું નથી પણ તે મારી પાછળ પડ્યો છે.તે પહેલા તો મારો બોયફ્રેન્ડ બનવા માંગે છે અને પછી પતિ.જે મને મંજૂર નથી.મે તેને હજાર વખત ના પાડી છે છતાપણ સમજતો નથી પણ હવે મે નક્કી કરી લીધું છે કે આ વખતે જો તે નહીં સમજેને તો તેને મારી સ્ટાઇલથી સમજાવીશ."કિઆરા ગુસ્સામાં દાંત ભિસતા બોલી.

એલ્વિસ આશ્ચર્ય પામ્યો તેને આયાન પર ગુસ્સો આવ્યો.
"તમારી સ્ટાઇલ?"તેણે પુછ્યું

"એટલે કે લાતો કે ભૂત બાતોસે નહીં માનતે.હું આઇ.પી.એસ બનવા માંગુ છું.બહુ સ્ટ્રોંગ છું મને માર્શલ આર્ટસ આવડે છે.હું પ્રેમ અને તેના વ્હેમમાં વિશ્વાસ નથી કરતી.હજાર વાર કહ્યા પછી પણ તે આ વાત નથી સમજતો."કિઆરાની વાત સાંભળી એલ્વિસને દુખ થયું.તેને જાણીને ખુશી થઇ કે કિઆરા એક પોલીસ ઓફિસર બનવા માંગે છે.

"ઓહ જીસસ,તે તો પ્રેમમાં વિશ્વાસ જ નથી કરતી.તેના વિચારો અને મારા વિચારોમાં આસમાન જમીનનો ફરક લાગે છે.તે કેવીરીતે મારા પ્રેમમાં પડશે" એલ્વિસ દુખી થઇને વિચારવા લાગ્યો.

એલ્વિસને વિચારોમાં ખોવાયેલો જોઈ કિઆરાએ તેની આંખો આગળ ચપટી વગાડી અને કહ્યું,"હેય મિ.સુપરસ્ટાર,ક્યાં ખોવાઇ ગયાં?"

એલ્વિસ તેના ચહેરાને જોઇને પાછો ખોવાઇ ગયો અને પોતાની જાતને કહ્યું,"મિસ.બ્યુટીફુલ,તારો પ્રેમ પર વિશ્વાસ હું કરાવીશ.યસ હું અા કરીને જ બતાવીશ.આ મારી ચેલેન્જ છે કે તું પ્રેમમાં વિશ્વાસ પણ કરીશ અને મારા પ્રેમમાં પણ પડીશ."

"કિઆરા,ફ્રેન્ડ્સ?"અચાનક એલ્વિસે કિઆરા સામે દોસ્તીનો હાથ લંબાવતા કહ્યું.કિઆરાએ આશ્ચર્ય સાથે તે હાથ પકડ્યો અને હસી.
"કિઆરા,હવે મને મિ.સુપરસ્ટારની જગ્યાએ એલ કહીશ તો મને ગમશે."એલ્વિસે કહ્યું.

"હા પણ તું પણ મને તું કહીશ."કિઆરા હસીને બોલી.
એક નવી દોસ્તી,નવી સફર અને નવા સમયની શરૂઆત કિઆરા અને એલ્વિસના જીવનમાં થઇ ગઇ હતી.તે બંને ખૂબજ ખુશ હતા.કિઆરા અને એલ્વિસે એકબીજા વિશે ઘણું જાણ્યું.

દરિયાની આવતી લહેરોમાં મસ્તી કરી એકબીજા પર પાણી ઉડાડ્યું.કિઆરા સાથે વાત કરીને એલ્વિસ જાણી શક્યો કે તે ખૂબજ ગંભીર અને શાંત તથાં સમજદાર છોકરી છે.

"હેય એલ,તારી લાઇબ્રેરી જોવા ક્યારે આવી શકું છું?"કિઆરાના અચાનક આવેલા પ્રશ્નથી એલ્વિસ ક્લિન બોલ્ડ થઇ ગયો.

"અમ્મ હા,એ તો એમા વાત એવી છે કે મારે બે દિવસ શુટીંગ છે.તો હું તમને તૈયાર થાય એટલે બોલાવું."એલ્વિસ ખચકાતા ખચકાતા બોલ્યો પણ તેણે ફરીથી બાફ્યું.

"તૈયાર થઇ જાય?"

"એટલે મારું કામ રેડી થઇ જાય મતલબ પતી જાય એટલે."એલ્વિસે પરસેવો લુછતા કહ્યું.
કિઆરા રહસ્યમય રીતે હસી અને તેણે પુછ્યું,"એલ,તમારા ફેવરિટ ઓથર કયા છે? હિન્દી બુકસ વાંચો છો કે ઇંગ્લીશ ?"

એલ્વિસનું ગળું સુકાઇ ગયું.અંતે તેનું ગપ્પું પકડાઇ જવાની તૈયારીમાં હતું.તેણે ખોટી ખોટી ખાંસી ખાવાની એકટીંગ કરી.

"બીજી વાત પુછવી હતી.તમારું શુટીંગ તો વેસ્ટમાં ચાલતું હતું તો તમે મને એમ કેમ કહ્યું કે મારે શુટીંગમાં તે બાજુ જવાનું છે?સોરી,ડોન્ટ માઇન્ડ પણ શું કરું પોલીસ ઓફિસર બનવું છે તો શંકા કરવાની,પ્રશ્નો પુછવાની આદત તો પાડવી પડશેને."કિઆરાએ બે બોલમાં એલ્વિસની વિકેટ લઇ લીધી.

શું કિઅારાના પ્રશ્નોના યોગ્ય જવાબ એલ્વિસ આપી શકશે કે પકડાઇ જશે?
આયાન કિઆરાને અને એલ્વિસને જોઇ જશે?
શું લાઇબ્રેરી બની શકશે કે તે પહેલા એલ્વિસનો ભાંડો ફુટી જશે?
જાણવા વાંચતા રહો.વાર્તા પસંદ આવે તો પ્રતિભાવ જરૂર આપજો.🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED