Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-6


"હાય,હું કિઆરા શેખાવત.ફરીથી આવી ગઇ તમારી સાથે વાતો કરવા માટે.તો આ છે મારી કોલેજ ' ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ, મુંબઇ' .તમને લાગતું હશે કે હું અહીં શું ભણવા આવું છું?

મે બારમાં ધોરણ પછી ગુજરાત યુનીવર્સીટીમાંથી બેચલર ડિગ્રી કોર્સ (ફોરેન્સિક સાયન્સ અને ક્રિમીનોલોજી) કરવાનું શરૂ કર્યું પણ મારે અહીં આગળ મુંબઇમાં રહીને ભણવું હતું.તો મે અહીં આ કોલેજમાં બદલી લઇ લીધી. અત્યારે હું બીજા વર્ષમાં છું.

તમે હવે એમ વિચારતા હશો કે આ કોર્સ કરીને હું શું કરવા માંગુ છું ?આ ડિગ્રી મેળ્વયા પછી હું ફોરેન્સિક વિભાગ, પોલીસ, સંશોધન ક્ષેત્ર, તબીબી હોસ્પિટલો, સીબીઆઈ, કોર્ટ, એફબીઆઇ, ક્રાઇમ લેબોરેટરીઝ, ખાનગી હોસ્પિટલો, કોલેજો, સંસ્થાઓ, એમએનસી (કાનૂની બાબતો) જેવા વિવિધ ક્ષેત્રોમાં નોકરી પસંદ કરી શકું છું.

મારું ગોલ તો એક જ છે.હું આઇ.પી.એસ ઓફિસર બનવા માંગુ છું.એટલે જ તો મે આ શાખા એટલે પસંદ કરી કે હું ગુનેગારો અને ગુના વિશે જેટલી વિગતમાં જાણી શકું તેટલી વધારે સારી હું પોલીસ ઓફિસર બની શકીશ.

મારા આદર્શ મારા કિનારા મોમ છે.હું પણ તેમની જેમ દબંગ લેડી પોલીસ ઓફિસર બનવા માંગુ છું.આ તો મે તમને મારા ભણતર વિશે માહિતી આપી.મે તમને કહ્યું હતું ને કે મારી એકમાત્ર સખી છે કોલેજમાં.તે આ છે અહાના, હા થોડી હાસ્યાસ્પદ છે પણ હ્રદયની ખૂબ જ સારી છે.

હું તમને કહેતી હતી કે મને પ્રેમ અને લગ્ન પર વિશ્વાસ નથી.તેનું પણ એક ચોક્કસ કારણ છે.મે મારી નજરો સમક્ષ પ્રેમ અને લગ્નને તુટી પડતા જોયા છે.લગ્નજીવનમાં વિશ્વાસની હત્યા થતી જોઇ છે.સમજદારી અને પ્રેમને ગાયબ થતાં જોયા છે.

હવે તમે જ કહો કે હું આમા પ્રેમ અને લગ્ન પર વિશ્વાસ કેવીરીતે કરી શકું?મે નિર્ણય લીધો છે કે હું મારું બાકીનું જીવન પોલીસ ઓફિસર બની ગુનેગારો અને ગુનાને ખતમ કરવા વિતાવીશ.

મારું માનવું છે કે તેમને સુધારી શકાય કે જે પહેલીવાર ગુનો કરેને તે પણ કોઇ તકલીફ કે દબાણમાં આવીને કરે પરંતુ જે જાણીજોઇને વારંવાર ગુનો કરે તેમને ક્યારેય ના સુધારી ના શકાય.મને ગુનાથી અને તેવા ગુનેગારોથી નફરત છે."

"અને કિઆરા તું સાવ ખોટી છે.મારું એવું માનવું છે કે માણસ ખરાબ નથી હોતો તેની પરિસ્થિતિ ખરાબ હોય છે."અહાનાએ આવીને કિઅારાને કહ્યું.

"અચ્છા,તો તું આ આતંકવાદી ,અંડરવર્લ્ડ ડોન,ડ્રગ માફિયા,છોકરીઓને વેપાર કરતા ગુંડાઓ તથાં પૈસા અને સત્તાની લાલચમાં વારંવાર એકનો એક ગુનો કરતા લોકોને શું કહીશ?તેમને આ ગુના કઇ ખરાબ પરિસ્થિતિમાં કરવા પડે છે?"કિઆરાએ ખૂબ જ ધારદાર દલીલ કરી.

અહાનાએ બે હાથ જોડ્યા અને કહ્યું,"તારાથી આ દલીલમાં કોઇના જીતી શકે."જવાબમાં કિઆરાએ માત્ર સ્મિત ફરકાવ્યું.તેટલાંમાં બે ખૂબ જ સ્માર્ટ અને પૈસાદાર ઘરના લાગતા છોકરાઓ આવ્યાં.તેમાંથી એક આવીને કિઆરા પાસે આવ્યો.

"હાય કિઆરા,મારી સાથે ડેટ પર આવીશ?"તેણે કિઆરાનો હાથ પકડીને પુછ્યું.

તેની આ વાત સાંભળીને કિઆરાને ગુસ્સો આવ્યો.તેણે ઝટકા સાથે પોતાનો હાથ છોડાવ્યો.
"આયાન,તને એકની એક વાત કેટલી વાર સમજાવવાની કે મારું એક જ લક્ષ્ય છે અને તે છે અાઇ.પી.એસ બનવાનું.મને પ્રેમમાં વિશ્વાસ નથી.મારે પ્રેમ નથી કરવો."કિઆરાએ ગુસ્સામાં કહ્યું.

"આયાનની એક વાત યાદ રાખજે ડાર્લિંગ અાજે નહીં તો કાલે તું આયાનના આલિંગનમાં હોઇશ.રહી વાત પ્રેમની જોઇએ કે ક્યાં સુધી તું પ્રેમથી ભાગે છે.એક દિવસ તને પ્રેમ થશે અને એ પણ એટલો ગાઢ કે તું દુનિયા સામે લડીશ તારા પ્રેમ માટે.મને ખબર છે કે તારો તે પ્રેમ હું જ હોઇશ."આયાન આટલું કહીને હસતા હસતા જતો રહ્યો.

"યાર,કેટલો હેન્ડસમ છે.અને ક્યારનો તારી પાછળ પડ્યો છે.એવું પણ નથી કે તે પૈસાદાર ઘરનો બગડેલો છોકરો હોય.તું તેને એક તક કેમ નથી આપતી?સારો છોકરો છે કિઆરા."અહાનાએ કહ્યું.

"હા, તો તું જતી રહેને.મને રસ નથી."કિઆરાએ કહ્યું.

"કાશ મને પુછતો પાક્કુ જતી રહેત.તારા જેવી છોકરીઓ હોયને જે બોલતી હોય હું લગ્ન નહીં કરું પ્રેમ નહીં કરું.તે સૌથી પહેલા પરણે અને પ્રેમમાં પડે.યાદ રાખજે મારી વાત જ્યારે તને કોઇ એવા પુરુષનો સ્પર્શ થશે કે તેની સાથે મુલાકાત થશે,ત્યારે તું તેના જ વિશે વિચાર્યા કરીશ તેના સ્પર્શને યાદ કર્યા કરીશ.તો સમજી લેજે કે તું પ્રેમમાં પડવાના રસ્તા પર છો."અહાનાએ કહ્યું.

અહાનાની વાતથી તેને થોડા સમય પહેલા બનેલી ઘટના યાદ આવી કેવીરીતે પોતાના હોઠે તેના ગાલને અનાયાસે સ્પર્શયા હતા.તેના હાથ પોતાની પાતળી કમર ફરતે વિંટળાયા હતા.જેનો તેણે વિરોધ પણ નહતો કર્યો.

કિઆરા એલ્વિસના વિશે વિચારવા લાગી,"તે કેટલો હેન્ડસમ અને ડેશિંગ હતો.કેમ તેના સ્પર્શની યાદ તાજી થતાં મારા રૂંવાટા ઊભા થઇ ગયા.મને આ શું થાય છે?તે કોણ હતો જે આમ અચાનક તોફાનની જેમ આવીને મારા અંતરને હચમચાવી ગયો."

કિઆરાને વિચારોમાંથી બહાર કાઢતા અહાના બોલી,"ઓ મેડમ,ક્લ‍ાસમાં નથી જવું?"કિઆરાએ હકારમાં માથું હલાવ્યું.

*****


અકીરા પોતાના મેકઅપ રૂમમાં નેક્સ્ટ શોટ માટે તૈયાર થઇ રહી હતી.તેની સાથે તેના મેકઅપ અને હેયર આર્ટીસ્ટ હતા.તેની મમ્મી સદાય તેની સાથે રહેતી.

મેકઅપ અને હેર આર્ટીસ્ટ અકીરાને તૈયાર કરીને જતા રહ્યા.
"વાહ,મને તો હજી વિશ્વાસ નથી થતો કે આટલા મોટા બેનરની મૂવીથી અને આટલા મોટા સ્ટાર સાથે તું ડેબ્યુ કરી રહી છો.હવે તને સ્ટાર બનતા કોઇ નહી રોકી શકે."અકીરાની મમ્મી મધુબાલાએ કહ્યું.જવાબમાં અકીરાએ માત્ર સ્મિત ફરકાવ્યું.

તેણે વિચાર્યું,"ઓહ મોમ,તારું મારા માટે સપનું હતું ને કે હું મોટી હિરોઇન બનું.તેના માટે તે મને ડાન્સ શીખવ્યો,એકટીંગ શિખવી અને હંમેશાં મારી સુંદરતાનું ધ્યાન રાખ્યું.તે મને ખૂબ જ ટેલેન્ટેડ બનાવી.તું તો એકસ્ટ્રા બનીને રહી ગઇ તારામાં ભરપૂર ટેલેન્ટ હોવા છતા.

હું નહતી ઇચ્છતી કે હું પણ તારી જેમ એકસ્ટ્રા બનીને રહી જઉં.તને શું ખબર કે મે આ રોલ માટે કેટલા એડજસ્ટમેન્ટ કર્યા છે?કોમ્પ્રોમાઇઝ કર્યું છે."તે હસી.

"શું થયું ? શું વિચારીને હસે છે?"મધુબાલાએ પુછ્યું.

"કશુંજ નહીં."અકીરા ફરીથી વિચારમાં પડી ગઇ.
"આ ઇન્ડસ્ટ્રીમાં આગળ આવવા કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે.તે પણ અજયકુમાર જેવા હેન્ડસમ સ્ટાર સાથે."
"હું કેટલી ખુશ છું.તને ખબર નથી મે કેટલો સંઘર્ષ કર્યો છતાપણ એક સારી ફિલ્મના મેળવી શકી.ગઇકાલે તો હું ખુબજ ડરી ગઇ હતી.જે રીતે સુપરસ્ટાર અજયકુમાર અને ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ વચ્ચે ઇગોક્લેશ થયો પણ આ એલ્વિસ કેટલો સારો છે નહીં?"મધુબાલાએ કહ્યું.

"હા મમ્મી,એલ્વિસ ખુબજ સારા છે.તને ખબર છે કે તે વર્લ્ડના બેસ્ટ કોરિયોગ્રાફરમાં એક છે.અઢળક સંપત્તિ છે તેમની પાસે પણ અભિમાની નથી.એક વાત કહું મને તે ગમવા લાગ્યાં છે."અકીરા આટલું બોલીને થોડું શરમાઇ.તેટલાંમાં દરવાજો ખખડ્યો,સામે અજયકુમારનો મેનેજર હતો.તેણે અકીરાને કહ્યું કે સરે તેમને અત્યારે જ બોલાવી છે.
"પણ મારો શોટ રેડી છે.બસ દસ મીનીટનું કામ છે."અકીરાએ કહ્યું.

"અકીરા મેડમ,શોટ ત્યારે લેવાશે જ્યારે તમે ફિલ્મમાં હશો.અજયસરને અત્યારે જ ના મળ્યાને તો ફિલ્મમાંથી હકાલપટ્ટી થઇ જશે."મેનેજરે કહ્યું.

"બેબી,તું જઇ આવ.હું ડાયરેક્ટરને કહી દઉં છું કે તને અજયકુમારે બોલાવી છે તો વાર લાગશે.બની શકે કે અજયકુમારજીને તમારા નેક્સ્ટ સીન માટે રીહર્સલ કરવું હોય.જા."મધુબાલાએ કહ્યું.

"માય ફુટ,મને ખબર છે તેને શું રીહર્સલ કરવું છે?એક વાર મે ધાર્યું છે તે થઇ જાયને બસ પછી આવા કોઇના આધારિત નહીં રહેવું પડે."મનોમન આટલું બોલીને તે અજયકુમારની વેનીટીવેનમાં ગઇ.અજયકુમાર તેના બેડ પર શોર્ટ્સ પહેરીને બેઠો હતો.

"અકીરા બેબી,લેટ્સ હેવ અ ડ્રિન્ક.તારે મારું એક કામ કરવાનું છે."અજયકુમારે કહ્યું.

"નહીં અજયજી,મારો શોટ છે અત્યારે મને ડ્રિન્ક નથી કરવું.શું કામ કરવાનું છે મારે?"અકીરાએ ડરતા પુછ્યું.જવાબમાં અજયકુમારે પોતાનો ગ્લાસ સાઇડમાં મુકીને તેને પોતાની તરફ ખેંચી.તેના હોઠ પર હોઠ મુકી દીધાં.

થોડીક વાર પછી અકીરા પોતાના વાળ અને મેકઅપ સરખો કરી રહી હતી.તેના ચહેરા પર જે બની ગયું તેનો સ્પષ્ટ અણગમો હતો.

"બસ આ જ કામ હતું?"તેણે નારાજગી સાથે પુછ્યું.

"ના,બસ થોડીક જ વારમાં એલ્વિસ આવતો હશે.તારે તેની વેનીટીવેનમાં જવાનું છે અને."અજયકુમારે તેનો પ્લાન જણાવ્યો.જે સાંભળીને અકીરાને આઘાત લાગ્યો.

"હું આ નહીં કરી શકું.સર પ્લીઝ તમે મારો કેટલો ફાયદો ઉઠાવશો?"અકીરાએ રડતા રડતા કહ્યું.

"જો તારે આ ફિલ્મમાં ટકી રહેવું હોય તો આ કરવું જ પડશે.નહીંતર મારા દોસ્ત પકંજની દિકરી તૈયાર જ ડેબ્યુ માટે."અજયકુમારે કહ્યું.અકીરાએ હકારમાં માથું હલાવ્યુ.

"ગુડ ગર્લ,પણ આ એલ્વિસ તો ક્યારેય લેટ નથી આવતો આજે શું થયું તેને? તેણે તો એક કલાક પહેલા આવી જવું જોઇતું હતું."અજયકુમારે કહ્યું.

ક્યાં હશે એલ્વિસ?હંમેશાં સમયસર આવવાવાળો એલ્વિસ આજે કેમ મોડો થયો?
શું અકીરા અજયકુમારનો પ્લાન પાર પાડી શકશે?
કિઆરા અને એલ્વિસ ફરીથી ક્યારે મળશે?
જાણવા વાંચતા રહો.