ક્રૂર ઉપહાસ - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રૂર ઉપહાસ - 2


"ઓ જા, હું તારી સાથે વાત જ નહિ કરવાની! આઈ જસ્ટ હેઇટ યુ!" રિચા જવા જ કરતી હતી કે પાર્થે ફરી એણે પકડી ને બેસાડી દીધી.

"બાપા! શું થશે તારું! બધી વાતમાં મજાક સારો ના હોય!" રિચા એ કહ્યું.

"મારી આંખોમાં જો, હું સિરિયસલી કહું છું કે મજાક કરું છું?!" પાર્થે એની આંખોમાં આંખો પરોવી કહ્યું.

"તું મને બહુ જ પ્યાર કરે છે!" રિચા એ કહ્યું.

"બસ તો પાગલ! હું તો મજાક કરતો હતો! આઈ લવ યુ!" કહેતાં પાર્થે એણે બાહોમાં લઇ લીધી.

"તું ગમે તેવો મજાક કરીશ તો ચાલશે, બટ પ્લીઝ! આપના પ્યારને લઈને તું કોઈ જ મજાક ના કર, ઓકે!" રિચા એ તાકીદ કરી.

"ઓકે બાબા, સોરી!" પાર્થે માફી માંગી લીધી.

"સોરી ના બોલ." રિચા એ કહ્યું.

"હા! તારા વિના લાઇફમાં મજા નહિ આવતી! તારી સાથે ફાઇટ કરવામાં બહુ જ મજા આવે છે!" પાર્થે કહ્યું.

🔵🔵🔵🔵🔵

"તું મારી સાથે વાત જ ના કર, ઓકે! હું તારો ચહેરો જોવા નહિ માગતી!" રિચા બહુ જ ગુસ્સામાં હતી. પાર્થે કામ જ એવું કરેલું કે ગમે તે ગુસ્સામાં આવી જાય; બનેલું એવું કે બધા દોસ્તો વચ્ચે પાર્થથી જ્યુસ રિચા પર પડી ગયું હતું.

"ઇડીયટ, આટલી મોટી હું ઊભી છું, તને દેખાતી જ નહિ!" શુરૂમાં તો એને એવું કહી જ દીધેલું, તેમ છત્તા પાર્થે તો એણે "હા, તો જોવા ગયો એટલે જ તો ઢોળાઇ ગયું!" એમ હળવેકથી કહી જ દીધું હતું!

એ પછી તો સમય જાતાં બંને વધારેને વધારે જ ક્લોઝ થતાં ગયા. બંને એટલા બધા ખાસ થઈ ગયા હતા કે હવે તો બંનેને એકમેક વિના જરાય ચાલે એવું હતું જ નહિ. બંને એકમેકને દિલથી પ્યાર કરવા લાગ્યાં હતાં!

🔵🔵🔵🔵🔵

"જો તું એ લોકો સાથે નહિ જા..." રિચા એ કોલ પર જ પાર્થને ધમકાવી જ દિધો.

"અરે બાબા, પણ બાકી બધા જ છે... હું એકલો નહિ. ઉપરથી તારી બેસ્ટ ફ્રેન્ડ ગીતા પણ તો આવે છે ને સાથે... આઈ પ્રોમિસ હું મજાકમાં પણ એણે પ્રપોઝ નહિ કરું!" હંમેશા મજાક કરતા પાર્થે આજે સિરિયસ શબ્દો કહ્યાં હતાં!

"પણ એવું તે શું જરૂરી છે એ લગ્નમાં, ના કહી દે ને તારા ફ્રેન્ડ ને... પ્લીઝ..." રિચા એ સાવ રડમસ રીતે કહેલું.

"અરે બાબા... ના કહી નહિ શકતો એટલે જ તો તારા વિના જવું પડે છે! આજ સુધી ક્યારેય તારી વિના ક્યાંય ગયો છું હું!" પાર્થ પણ એ જ લાચારી મહેસૂસ કરી રહ્યો હતો કે રિચા મહેસૂસ કરી રહી હતી.

"ઓકે, બટ લીસન... ગીતા સાથે સાથે રહેજે. અને તારું ધ્યાન રાખજે. મને તો મોનિકા પર જરાય ભરોસો નહિ." રિચા એ કહ્યું.

"યુ જસ્ટ ડોન્ટ વરી, આઈ લવ યુ એન્ડ ગોન્ના મિસ યુ સો મચ..." પાર્થે બહુ જ પ્યારથી અને લાડમાં કહ્યું.

"લવ યુ ટુ એન્ડ મિસ યુ ઓલસો!" રિચા એ પણ કહ્યું.

કોલ તો કટ થઈ ગયો હતો, પણ હજી રિચા ના વિચારોમાં તો ચિંતા જ ચાલી રહી હતી.

કાશ સેમ તારીખે જો એની માસીની છોકરીનું પણ લગ્ન ના આવ્યું હોત તો બંને સાથે પાર્થના ફ્રેન્ડનાં લગ્નમાં જઈ શકતાં! રિચા હજી પણ વિચારી રહી હતી.

"ઓય પાગલ, બહુ ચિંતા ના કર... હું તારો જ છું. મોનિકા મને તારાથી નહિ છીનવી શકે!" એક ટેક્સ્ટ મેસેજ પાર્થે એણે મોકલ્યો તો એણે તો એવું જ લાગ્યું જાણે કે એણે ખુદ એની સાથે વાત જ ના કરી હોય!

પાર્થ રિચા ને બરાબર જાણતો હતો અને એણે એ પણ ખબર હતી કે એ ચિંતા કરતી જ હશે અને એટલે જ તો એણે કોલ ઉપરાંત મેસેજ પણ કર્યો હતો.

આજે તો બંને બેફિકર થઈ ને ઊંઘી ગયા, પણ કાલે આવનાર એક આફતથી બંને હજી અણજાણ હતા.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઇમેકસ)માં જોશો: "બસ યાર, કઈ નહિ. તું મને પ્યાર ના જ કરતી હોય તો તું મને સચ્ચાઈ કહી શકે છે..." પાર્થે રડમસ રીતે કહ્યું.

"કઈ સચ્ચાઈ, કેવી સચ્ચાઈ?! યાર, હું તો બસ તને જ પ્યાર કરું છું! મેં તારી સિવાય કોઈનું નામ પણ નહિ લીધું યાર!" રિચા એ ભારપૂર્વક કહ્યું.

"મને મોનિકાએ બધું જ કહી દીધું છે..." પાર્થે કહ્યું તો રિચા ના આંસુઓ વહેવા લાગ્યાં!