ક્રૂર ઉપહાસ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

ક્રૂર ઉપહાસ - 1


"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે થતાં કહ્યું.

"હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું.

"હા, એવું જ છે ને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી.

"એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો.

"જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!" રિચા એ દાંત ભીંસતા કહ્યું.

"જસ્ટ લીવ માય હેન્ડ, જસ્ટ લીવ માય હેન્ડ આઈ સેડ!" રિચા ને હવે ગુસ્સો આવા લાગ્યો હતો.

"ઓ મેડમ, હાથ છોડવા માટે નહિ પકડ્યો, ઓકે!" પાર્થે કહ્યું અને એણે ખેંચીને ખુદની થોડી વધારે નજીક લાવી દીધી.

"જસ્ટ લુક એટ માય આઇઝ, મારી આંખોમાં જો! તને ખરેખર લાગે છે કે હું મોનિકાને પ્યાર કરું છું!" પાર્થે કહ્યું તો રિચા બીજી તરફ જોવા લાગી.

"દત્ત..." પાર્થે અકળાઈને રિચાને ફેરવીને બાંકડે બેસાડી દીધી. રિચા ને તો લાગ્યું કે આ એક પળમાં શું થઈ ગયું!

"જો આ બધા, નાટક ના કર! આઈ નો કે તું હવે મોનિકાને પ્યાર કરવા લાગ્યો છે!" રિચા એ કહ્યું.

"જો મોનિકા અને હું અમારી વચ્ચે એવું કઈ જ નહિ!" પાર્થે કહ્યું તો એનાથી હસી જવાયું!

"ઓ, એમાં હસે છે કેમ?! એટલે જ હસે છે ને કે હું તો પાગલ છું, મને તો કઈ ખબર જ નહિ હોય! લિસન મિસ્ટર! આજે તું કહી જ દે કે તું મને પ્યાર કરે છે કે મોનિકા ને!" રિચા એ આંગળી બતાવતા પૂછ્યું.

"અને હું કહું કે બંનેને તો?!" પાર્થે કહ્યું તો જાણે કે રિચા ને કોઈએ ચાલુ ટ્રેન પરથી ફેંકી ના દીધી હોય, એવું લાગ્યું!

"ઓ શું મતલબ?! તું મને નહિ પ્યાર કરતો?!" રિચા એ તુરંત જ કહ્યું.

"હા, મેં ક્યારે ના પાડી, પણ મોનિકા પણ..." પાર્થની વાતને અડધેથી જ કાપતા રિચા એ કહ્યું - "બસ તો! આઈ લિવ, તમે ખુશ રહેજો; તમારી મોનિકા સાથે!"

"ઓ પાગલ! એક વાત સાંભળીને જા!" જવા માટે ઊભી થઈ ગયેલી રિચાનો હાથ ફરી પાર્થે પકડી લીધો.

"હવે કઈ જ નહિ રહ્યું, કહેવાનું! સોરી! હું મારા પ્યારને તારી પર થોપુ છું! મને ગલતફેમી હતી કે તું પણ..." પાર્થે એની વાતને અડધેથી જ કાપતા કહ્યું - "જો એક વાર તારા દિલને પૂછ... શું હું મોનિકાને પ્યાર કરી શકું છું?!"

"દિલને શું પૂછવાનું હવે, તેં જાતે જ તો કહી દીધું કે તું મોનિકા અને મને બંનેને પ્યાર કરે છે!" રીચાએ યાદ કરાવ્યું.

"હા, કીધેલું તો ખરું! અને હું તો હજી પણ કહું છું! હું મોનિકાને પ્યાર કરું છું!" પાર્થે કહ્યું તો તુરંત જ રિચા બોલી - "એકઝેટલી! તો બસ, મને જવા દે ને! ગુડ બાય!"

"આઈ લવ યુ, રિચા! આઈ રીયલી લવ યુ!" પાર્થે સિરિયસ થતાં કહ્યું.

"બધી વાતોમાં મજાક! આ છોકરો ક્યારે સુધરવાનો છે?! મસ્તી મજાક પછી પણ એક વાસ્તવિક દુનિયા હોય છે, મિસ્ટર!" રિચા એ અકળાઈને કહ્યું.

"અરે, બાબા! આઈ જેન્યુઅલી લવ યુ! હું મજાક નહિ કરતો!" જે વધારે મજાક કરતા હોય એમની સિરિયસ વાતને પણ લોકો મજાક જ ગણાતા હોય છે!

બંને ભેટી પડ્યાં.

"હું તો મજાક કરું છું!" પાર્થે કહ્યું તો જાણે કે ઉપરથી મધ દેખાતાં, કોઈ દ્રવ્યમાં કોઈએ ઝેર રીચાને ના આપી દીધું હોય, એવું એણે લાગી રહ્યું હતું!

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "બસ તો પાગલ! હું તો મજાક કરતો હતો! આઈ લવ યુ!" કહેતાં પાર્થે એણે બાહોમાં લઇ લીધી.

"તું ગમે તેવો મજાક કરીશ તો ચાલશે, બટ પ્લીઝ! આપના પ્યારને લઈને તું કોઈ જ મજાક ના કર, ઓકે!" રિચા એ તાકીદ કરી.

"ઓકે બાબા, સોરી!" પાર્થે માફી માંગી લીધી.

"સોરી ના બોલ." રિચા એ કહ્યું.