Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્રૂર ઉપહાસ - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)



કહાની અબ તક: રિચા પાર્થને બહુ જ લવ કરે છે. બંને બહુ જ કલોઝ છે. પાર્થ એણે મજાકમાં કહે છે કે પોતે મોનિકા ને પણ પ્યાર કરે છે અને રિચા ને પણ! રિચા ત્યાંથી જવા કરે છે તો એ કહે છે કે એ તો મજાક કરતો હતો. એ રિચા ને કહી દે છે કે પોતે પણ એણે બહુ જ પ્યાર કરે છે, પણ છેલ્લે કહે છે કે એ તો મજાક કરે છે! રિચા ના પગ નીચેથી તો જાણે કે જમીન જ સરકી જાય છે! પાર્થ રિચા ને વાસ્તવિકતા જણાવતા કહે છે કે એ રિચા ને ખરેખર પ્યાર કરે છે. બંને એ બે અલગ અલગ જગ્યાએ લગ્ન માં જવાનું થાય છે તો બંને બહુ જ લાચારી અનુભવે છે. રિચા પાર્થને મોનિકા થી સાવધાન રહેવા કહે છે. બંને આ પહેલાં ક્યારેય એકમેક વિના ક્યાંય નહીં ગયા. પણ એક આવનારી આફત બંને ના ઇન્તજાર માં જ છે.

હવે આગળ: "તને ખબર છે... આ રિચા ની વાત તો મારા જ મામાના છોકરાં સાથે પુછાઇ હતી; પણ એણે ના કહી લીધું." મોનિકા ગીતાની હાજરીમાં જ પાર્થને કહી રહી હતી.

"હા, તો એમાં શું? ના પાડી હશે..." પાર્થે કહ્યું.

🔵🔵🔵🔵🔵

"પણ યાર આમ અચાનક તને થયું છે શું?!" રિચા એ સામે રહેલ પાર્થને કહ્યું.

"બસ યાર, કઈ નહિ. તું મને પ્યાર ના જ કરતી હોય તો તું મને સચ્ચાઈ કહી શકે છે..." પાર્થે રડમસ રીતે કહ્યું.

"કઈ સચ્ચાઈ, કેવી સચ્ચાઈ?! યાર, હું તો બસ તને જ પ્યાર કરું છું! મેં તારી સિવાય કોઈનું નામ પણ નહિ લીધું યાર!" રિચા એ ભારપૂર્વક કહ્યું.

"મને મોનિકાએ બધું જ કહી દીધું છે..." પાર્થે કહ્યું તો રિચા ના આંસુઓ વહેવા લાગ્યાં!

"ના કહેલું ને એની સાથે ના જઈશ..." આંસુઓની વચ્ચે પણ એ બોલી રહી હતી, ગમે તે થાય પણ પાર્થ એણે આમ રડતાં તો ના જ જોઈ શકે.

પાર્થ એની પાસે ચાલ્યો ગયો અને એને બાહોમાં લઇ લીધી.

"રીચુ... રડીશ ના તું..." એણે બહુ જ પ્યારથી કહ્યું અને એક હળવી કિસ એનાં માથે કરી લીધી.

"જાતે જ રડાવે છે અને રડવા પણ નહિ દેતો!" રિચા એ આંસુઓ લૂંછી લીધા.

"મારી આંખોમાં જો તો તું..." પાર્થે એણે પોતાની આંખોમાં જોવા કહ્યું.

"તને ખરેખર લાગે છે કે હું કોઇની વાતોમાં આવી જઈશ..." પાર્થે કહ્યું તો બધું જ જાહેર હતું!

"ના... મને ખબર છે કે તું કોઈની પણ વાતોમાં આવ એવો તો છું જ નહિ... પણ મને એ પણ ખબર છે કે તારી આ મજાક કરવાની આદત જાય નહિ! અને એટલે જ તો હું રડતી હતી!" રિચા એ કહ્યું તો પાર્થને એક હળવો ઝટકો લાગ્યો!

"મતલબ તને ખબર છે કે હું મજાક કરું છું..." પાર્થે પૂછ્યું.

"હા... કેટલી વાર કહ્યું છે કે મજાક ના કર મારી લવ સાથે! પછી રડવું જ આવે ને!" રિચા એ રડમસ રીતે કહ્યું.

"સો સોરી યાર! મારે તો બસ એટલું જ જોવું હતું કે તું મારી પર કેટલો ટ્રસ્ટ કરે છે!" પાર્થે એણે બાહોમાં લઇ લીધી.

"તને તો ખબર જ હશે ને કે મેં મોનિકાના ભાઈ સાથે કેમ લગ્ન ના કર્યું..." રિચા બોલી.

"કેમ કે તું તો મને પ્યાર કરતી હતી ને..." પાર્થે કહ્યું અને ફરી એકવાર એનાં માથે એક હળવી કિસ કરી લીધી.

એમની જ જેમ બાકીના બધા જે પણ લોકો આ હોટેલમાં કેન્ડલ લાઈટ ડિનર કરવા આવેલા, એમના દિલ પણ પ્યાર અને વસંતના આ પવનથી આનંવિભોર થઈ ગયા!

(સમાપ્ત)