માંનુ અનુકરણ SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંનુ અનુકરણ

"ભાભી! તું આખી સોનાની છે, પણ ઘર કેમ આટલું ગંદુ રાખે છે? કેમ ગમેં છે આટલા વેરવિખેર ઘરમાં રહેવું?!?"

"શૈલેજા બહેન, આમાં શું ગંદુ છે? આટલું તો ચાલે હવે."

જ્યારે શૈલેજા માંયકે જતી, તો એની ભારતી સાથે એક જ વાત ઉપર વડછળ થતી. આમ એની ભાભી લાખયાણી હતી. સ્વાભાવથી પ્રેમાળ અને શૈલેજાની બીમાર મમ્મીનું પૂરું ધ્યાન રાખતી, પણ ઘરકામમાં એકદમ વેતા વગરની હતી. રસોઈ થઈ છે કે નહીં, ઘર ચોખ્ખું છે કે નહીં, એની એને ક્યારેય ચીવટ નહોતી. બસ, ભારતીને સારું સારું પહેરવું ઓઢવું અને હરવાફરવામાં વધારે રસ હતો. એની બન્ને દીકરીઓ પણ આ જ બધુ શીખીને મોટી થઈ રહી હતી.

શૈલેજાનું લોહી ખૂબ ઉકડતું, એ વિચારીને કે એની બન્ને ભત્રીજીઓ પણ એની માંનું અનુકરણ કરી રહી હતી. આ બાબતે શૈલેજા હવે ચૂપ રહેવા નહોતી માંગતી, અને કાંઈક કરવાનું ઠાની લીધું.

"ભારતી, આજે મેં મારી ચાર પાંચ બહેનપણીઓને સાંજે નાસ્તો કરવા બોલાવી છે, તો પ્લીઝ કાંઈક બે ત્રણ સારી વાનગી બનાવી નાખજે ને. સોરી, હું તારી કાંઈ મદદ નહીં કરી શકું."
ભારતીને આ વાત જરા પણ ન ગમી.
"શૈલેજા બહેન તમે ક્યાં જાવ છો?"
"મારી થોડી શોપિંગ બાકી છે. સાસરે જતા પહેલા કરી નાખું, પછી ટાઈમ નહીં મળે. ચિંતા નહિ કર, મારી બહેનપણીઓના આવવા પહેલા હું આવી જઈશ."

થોડા દિવસ માટે આવતી નણંદને ક્યાં નારાજ કરવી, એ વિચારીને ભારતી ચૂપ રહી. શૈલેજાએ પહેલેથી એની સખીઓને સમજાવી રાખ્યું હતું. સાંજે જ્યારે બધી બહેનપણીઓ ભેગી થઈને ઠઠા મશ્કરી કરી રહી હતી, ત્યારે એક એ કહ્યું,
"સોરી ટુ સે શૈલેજા, પણ તારી ભાભીમાં જરા પણ વેતો નથી. મારુ ઘર જરા પણ અવ્યવસ્થિત હોય, તો મારી સાસુ મને બોલ્યા વગર ન રહે."
ત્યાં તો બીજી સખી બોલી,
"હાં શૈલેજા, આ તો તું આવી, એટલે અમેં આવ્યા, નહીંતર, મને આવા ઘરમાં આવવું ન ગમે."
શૈલેજાએ એની બહેનપણીઓને ઈશારો કર્યો,
"શ....હ....ધીમે બોલો, ભારતી સાંભળી જશે."
એને ખબર હતી કે એની ભાભી, દરવાજાની પાછળ ઉભી ઉભી બધું સાંભળી રહી હતી. એને આ જ જોઈતું પણ હતું.

"શૈલેજા બહેન, તમે શું તમારી બહેનપણીઓને મારુ અપમાન કરવા બોલાવ્યા હતા?"
મહેમાનના જતાની સાથે, ભારતીએ, ભીની આંખે શૈલેજાને ફરિયાદ કરી. હવે યોગ્ય સમય હતો સમજાવવાનો. શૈલેજાએ ભારતીને પાસે બેસાડીને પ્રેમથી કહ્યું.
"મારી વ્હાલી, લાડકી નાની ભાભી. મેં તને કહ્યું ને, તું આખી સોનાની છે. બસ બેદરકાર છે. ભગવાને તને બે દીકરી આપી છે. તને શું લાગે છે, એ તને જોઈને શું શીખતી હશે? બન્ને ફક્ત તારું જ અનુકરણ કરે છે. જેવી તું, એવી તારી પરછાઈ. કાલ સાસરે જશે, અને જો તારા જેવી આદત હશે, તો નામ કોનું ખરાબ થશે?"

ભારતીએ પોતાના આંસુ લૂછયા અને શૈલેજા સામે જોતી રહી. શૈલેજાએ હિંમત કરીને આગળ સમજાવ્યું,
"ભારતી, આપણા બચ્ચાઓ એ નથી કરતા, જે આપણે એમને કહીએ. બચ્ચાઓ એ કરે છે, જે આપણે કરીએ."
પછી માહોલ હળવો કરવા માટે શૈલેજાએ કહ્યું,
"આ તો મમ્મી બીમાર છે, નહિતર તને કેટલુએ વઢતી હોત."
બન્ને નણંદ ભોજાઈ હંસી પડયાં અને ભારતીએ શૈલેજાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું,
"થેંક યુ બહેન, હવે તમને ફરિયાદનો મોકો નહીં આપું."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
___________________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/