Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય પ્રેમ - (ભાગ 13) - છેલ્લો ભાગ

"સિધ્ધાર્થ ....." જીયા દરવાજા પર ઉભેલા છોકરા તરફ જોઈને બોલી રહી હતી....

સિધ્ધાર્થ પ્રિયા નો ભાઈ હતો.....

દસ ધોરણ સુધી શ્રેયા જીયા અને સિધ્ધાર્થ સાથે જ ભણતા હતા .....
દસ ધોરણ પછી સિધ્ધાર્થ ડિપ્લોમા , જીયા કોમર્સ ,અને શ્રેયા સાઈન્સ મા આ રીતે ત્રણેય વહેંચાઈ ગયા હતા અને એકબીજાના સંપર્ક પણ તૂટી ગયા હતા....આજે આ લગ્ન માં ત્રણેય પાછા મળ્યા હતા.....

સિધ્ધાર્થ નિહાર જેટલો જ ઊંચો હતો....તેની કથ્થઈ આંખો જોતા જ ગમી જાય એવી હતી....એના વાળ એની આંખો ની જેવા કથ્થઈ હતા....એના જમણા ગાલ માં ઊંડો ખાડો(ડિમ્પલ) પડતો હતો....ફોર્મલ કાળુ પેન્ટ અને પીળા શર્ટ માં સૂર્ય જેવો તેજસ્વી લાગતો હતો....

સિધ્ધાર્થ અને શ્રેયા સાથે ભણતા ત્યારે એકબીજાને પસંદ કરતા હતા પરંતુ એ વાત ની જાણ એકબીજાને થવા દીધી ન હતી.....જીયા આ વાત જાણતી હતી પરંતુ એને ક્યારેય આ વાત કહી ન હતી....

પરંતુ આજે એ વાત કહી દેવાનો સમય આવ્યો હોય એવું જીયા ને લાગી રહ્યું હતું....

શ્રેયા ની નજર સિધ્ધાર્થ ઉપર જ અટકી ગઈ હતી....સિધ્ધાર્થ એ શ્રેયા ને જોઈને એક નાની એવી સ્માઈલ કરી....

બંને ને આ રીતે જોઈને જીયા સમજી ગઈ હતી કે બંને એકબીજાને હજુ પસંદ કરે છે....

સિધ્ધાર્થ પછી નિહાર એક જ એવો હતો જે શ્રેયા ને પસંદ હતો....

નિહાર સાથે શ્રેયા ના લગ્ન ના થયા એનું દુઃખ તો શ્રેયા ને હતુ પરંતુ સિધ્ધાર્થ ને જોઈને એ બધું દુઃખ એક ખુશી માં બદલાઈ ગયુ....

શ્રેયા મન માં ને મન માં ભગવાનનો આભાર કરી રહી હતી....નિહાર એને ના મળ્યો પરંતુ સિધ્ધાર્થ ને એના જીવન માં પાછો મોકલી આપ્યો એના માટે....

પ્રિયા ને ખબર હતી કે જીયા અને નિહાર એકબીજાને પ્રેમ કરે છે એટલે શ્રેયા ના લગ્ન નહી જ થાય....
અને પ્રિયા એ પણ જાણતી હતી કે એનો ભાઈ શ્રેયા સાથે ભણતો ત્યારથી લઈને આજ સુધી એ શ્રેયા ને જ પસંદ કરે છે....
આજે શ્રેયા ના લગ્ન થવાના ન હતા એટલા માટે પ્રિયા એ એના ભાઈ ને બોલાવીને એના દિલ ની વાત કહી દેવાનું કહ્યું....

પરંતુ સિધ્ધાર્થ ને એક વાત નો જ ડર હતો કે શ્રેયા એને ના કહી ન દે.....

સિધ્ધાર્થ એટલું વિચારી રહ્યો ત્યાં જીયા એની પાસે આવી અને ધીમેથી બોલી....

"તું હજી શ્રેયા ને પસંદ કરે છે.....? "જીયા રમતભરી સ્માઈલ કરી રહી હતી અને બંને નેણ વારંવાર ઊંચા કરીને રમત કરી રહી હતી....

આ સાંભળીને સિધ્ધાર્થ ના ચહેરા ઉપર અલગ જ ચમક આવી ગઈ.....

આ જોઈને પ્રિયા શ્રેયા પાસે આવી અને બોલી.....

"મારો ભાઈ ખૂબ જ સારો છે અને એ તમે સાથે ભણતા ત્યારથી તને પસંદ કરે છે .... તું મારા ભાઈ સાથે ....."પ્રિયા એટલું બોલી ત્યાં જીયા વચ્ચે આવીને બોલી ઉઠી....

"અરે પ્રિયા તું એટલી બધી શું વિનંતી કરે છે ..... ચિનગારી તો દોનો તરફ સે હૈ સિર્ફ આગ લગના બાકી હે...." આટલું બોલીને જીયા અને પ્રિયા જોર જોરથી હસવા લાગી....

સિધ્ધાર્થ અને શ્રેયા ના ચેહરા જોઈને દેખાઈ આવતું હતું કે બંને શરમાઈ રહ્યા હતા....

નિહાર અને અખિલ સિધ્ધાર્થ પાસે આવ્યા અને બોલ્યા...

"અરે ભાઈ.....કોની રાહ જોવે છે જા જઈને કંઈ દે...."અને હસી રહ્યા હતા...

સિધ્ધાર્થ ધીમે ધીમે શ્રેયા પાસે ગયો....

બધા સિધ્ધાર્થ ના બોલવાની રાહ જોઈ રહ્યા હતા....

એક પગ વાળીને સિધ્ધાર્થ નીચે બેઠો અને એક હાથ ઉપર કરીને બોલ્યો....

" વીલ યુ બી માય લાઈફ પાર્ટનર ....?..."

હજી એનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ શ્રેયા એ એના હાથ માં હાથ મૂકી દીધો અને એ શરમાઈ ગઈ....

એને જોઈને બધા હસી પડ્યા....

____________________________________________

શ્રેયા ને સિધ્ધાર્થ મળી ગયો એટલા માટે નિહાર અને જીયા ખૂબ જ ખુશ હતા .....શ્રેયા ના લીધે એ બંને મળ્યા હતા અને એની જ લાગણી ને ઠેસ પહોંચે એવું નિહાર અને જીયા એ ક્યારેય ઇચ્છ્યું જ ન હતું ....

આજે શ્રેયા અને સિધ્ધાર્થ ને સાથે જોઈને એ બંને ખુબ જ ખુશ હતા....

શ્રેયા ના મમ્મી ને સિધ્ધાર્થ પસંદ આવ્યો હતો.....

શ્રેયા ના મમ્મી એ વિનોદભાઈ અને સારિકા બેન ની પાસે જઈને ફરીવાર માફી માંગી લીધી હતી....

સિધ્ધાર્થ ના પરિવાર પાસેથી મંજૂરી લઈને આ લગ્ન પૂરા થાય એના થોડાક દિવસો માં જ સિધ્ધાર્થ અને શ્રેયા ના લગ્ન કરી દેવાનું નક્કી થઈ ગયું હતું....

શ્રેયા અને સિધ્ધાર્થ ની વાત ચાલી રહી હતી એટલી વારમાં જીયા નિહાર ને બધા થી થોડે દૂર લઈ ગઈ....

એના મન માં થોડા સવાલો હતા જેના જવાબ જીયા ને નિહાર પાસેથી જાણવા હતા....

અખિલ અનાથ હતો પરંતુ અખિલ એ કહ્યું હતું કે નિહાર અનાથ છે આ વાત ની જાણ મુસ્કાન ને હતી પરંતુ એણે ક્યારેય કોઈને કહી ન હતી.....પરંતુ આ વાત જીયા ને હજી યાદ હતી.....ત્યારે જીયા ને નિહાર એ જણાવ્યું કે......અખિલ ને પણ એની જાણ ન હતી કે એ અનાથ છે જ્યારે પણ આ વાત બહાર આવે ત્યારે એને કહી દેવામાં આવતું કે નિહાર અનાથ છે .... અખિલ ભાઈ ને ઠેસ ન પહોંચે એટલે એને ક્યારેય કહ્યું જ ન હતું....

નિહાર મુસ્કાન ને પ્રેમ કરતો હતો .....એનો જવાબ પણ જીયા ને અત્યારે જાણવો હતો .....

"મુસ્કાન ને જોઈને જે મને લાગણી થઈ હતી એ પ્રેમની ન હતી....એ તો એના રૂપ ને જોઈને થયેલ આકર્ષણ હતું....જે સમય ની સાથે ઘટી ગયું....." નિહાર બોલી રહ્યો હતો અને જીયા એને જોઈ રહી હતી.

"તો તું મને સાચો પ્રેમ કરે છે.....એ હું કઈ રીતે માનુ ....કદાચ મુસ્કાન દી ની જેમ જ તું મને....." જીયા ના ચહેરાના હાવભાવ જોઈને નિહાર ને લાગ્યું કે જીયા ને હવે પ્રેમ નો નિબંધ કહેવો જ પડશે ....જો એને એ ખબર નહિ પડે કે હું એનો કેટલો પ્રેમ કરું છું તો એને મારી ઉપર ક્યારેય વિશ્વાસ નહીં આવી શકે.....પણ કંઈ રીતે સમજાવવું એ એને ખબર ન હતી....

એટલી વાર માં મિસ્ટર.રોય એની પાસે આવે છે અને એ બંને એ કરેલી વાત સાંભળીને બોલે છે.....

"પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે....... પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો પણ આંતરીક સુંદરતાને અનુભવે છે..... પ્રેમ કરવો સહેલો છે પરંતુ કોઇના પ્રેમને સમજવો એટલો જ મુશ્‍કેલ છે....... પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે.......સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ...... જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.... "

મિસ્ટર.રોય બોલી રહ્યા હતા .... જીયા અને નિહાર એને શાંતિથી સાંભળી રહ્યા હતા....

મિસ્ટર.રોય નું બોલવાનું ચાલુ જ હતું....

"પ્રેમ કોઇ કહીને કરવાની વસ્‍તુ નથી એ તો બસ આપોઆપ જ થઇ જાય છે..... પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે જેનું કોઇ જ નામ નથી હોતુ..... કહયા વિના જ એકબીજાની વાતને સમજવી એ જ પ્રેમ છે.... દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે.... દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ..... કાંઇક એવુ કે જેની દરેક વાત આપણને સાચી લાગે...... કોઇક એવુ કે જેના દરેક શબ્‍દો આપણા દિલ સુધી પહોંચે.....કાંઇક એવુ કે જેના આવવાથી આપણા જીવનમાં જડમૂળથી પરિવર્તન આવી જાય.....કાંઇક એવુ કે જેના આવવાથી દુનિયાનો તમામ સમસ્‍યાઓનું નિવારણ મળવા લાગે..... કાંઇક એવુ કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્‍ન બની જાય અને જીવન જીવવું સહેલુ બની જાય....

બસ એને જ પ્રેમ કહેવાય...."

"પ્રેમ વિશે તમને આટલું કેમ ખબર છે...?"જીયા ને પણ જાણ હતી કે એ સાવ કેવો સવાલ પૂછી રહી હતી જેનો જવાબ નહી હોય મિસ્ટર.રોય પાસે...

મિસ્ટર.રોય હસતાં હસતાં બોલ્યા....

" મારા અને પ્રાચી ના મમ્મી ના લવ મેરેજ હતા ... એક વર્ષ પછી જ પ્રાચી નો જન્મ થયો....પરંતુ પ્રાચી ના જન્મ થતાં જ એના મમ્મી નું મૃત્યુ થયું હતું...." એટલું બોલી રહ્યા ત્યાં મિસ્ટર.રોય ની આંખો માં આંસુ આવી ગયા...

"જ્યારે એ આપણી સાથે હોય ત્યારે પ્રેમ નો સાચો અર્થ નથી સમજાતો....પરંતુ એ જ્યારે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે સમજાય છે....પ્રેમ નો સાચો અર્થ એની પાસેથી જ જાણવા મળે જેણે એના પ્રેમ ને કોઈ પણ કારણસર ગુમાવી દીધો હોય...."

મિસ્ટર.રોય આંસુ લૂછીને હસતાં હસતાં બોલ્યા....

"તમારે પ્રેમ નો અર્થ જાણવાની જરૂર નથી તમારે બસ ખાલી પ્રેમ જ કરવાનો છે .....અર્થ એની રીતે સમજાઈ જશે...."

મિસ્ટર.રોય આટલું બોલીને ત્યાંથી જતા રહ્યા...

ત્યારે નિહાર અને જીયા ને પ્રેમ નો અર્થ સમજાયો હતો...

"મુસ્કાન ને જોઈને જે મને લાગણી થઈ હતી એ તો ખાલી આકર્ષણ જ હતું ...એને હું પ્રેમ નું નામ આપું તો એ પ્રેમ ના કહેવાય....તને જીયા વિશે કંઈ યાદ ન હતુ અને તું પ્રાચી બનીને રહેતી હતી ત્યારે તને બધું યાદ કરાવવા મે તારી સાથે જે સમય પસાર કર્યો એમા મને તારી સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એની મને પણ જાણ ન હતી રહી.....ત્યારે તું પણ મને પ્રેમ કરતી હતી પરંતુ એક્સીડન્ટ પછી તને ભુલાઈ ગયું હતું પરંતુ તારી અંદર ની મારા પ્રત્યે ની સાચી લાગણી હતી જે મને શ્રેયા સાથે જોઈને તને થઈ હતી....એ જ તો આપણો પ્રેમ છે પાગલ...." નિહાર એટલું બોલી રહ્યો ત્યાં જીયા એને ગળે વળગી પડી...

____________________________________________

બધા નિહાર અને જીયા ને શોધી રહ્યા હતા....

મિસ્ટર.રોયે એ બંને ને બોલાવ્યા અને લગ્ન નું મુહૂર્ત ચાલુ કરવામાં આવ્યું.....

જીયા નું કન્યાદાન મિસ્ટર.રોયે કર્યું હતું....

બધા ખૂબ જ ખુશ હતા....

શ્રેયા અને સિધ્ધાર્થ ને સાથે જોઈને શ્રેયા ના મમ્મી ખૂબ જ ખુશ હતા...

ફેરા ફરવાનો સમય થઈ ગયો હતો.....

ફેરા ફરતી વખતે જીયા નું ધ્યાન બંને બહેનો ના માંડવા વચ્ચે ટેબલ ઉપર મુકાયેલા દાદીમાના લોટા તરફ ગયું....
જીયા ના ચહેરા ઉપર એક નાની એવી સ્માઈલ આવી ગઈ....
થોડી વાર પછી જીયા નું ધ્યાન શ્રેયા ઉપર અને પછી મિસ્ટર.રોય ઉપર આવ્યું .... એને જોઈને પણ જીયા ના ચહેરા ઉપર ખુશી છલકતી હતી....

દાદીમાનો લોટો......મિસ્ટર.રોય.....શ્રેયા.......આ ત્રણ એના જીવન ના અનમોલ રતન હતા જેના લીધે આજે નિહાર એની સાથે હતો...એટલું વિચારતા જીયા ને રામ - લખન ફિલ્મ ની લાઈન યાદ આવી ગઈ ....(મેરે દો અનમોલ રતન....એવી રીતે જ મેરે તીન અનમોલ રતન...)...આટલું વિચારતા જીયા ને હસુ આવી ગયું...

નિહાર એ જીયા તરફ જોઈને આંખના ઈશારાથી પૂછ્યું શું થયું એમ...પરંતુ જીયા એ આંખ ના ઈશારો કરીને નિહાર ને કહી દીધું કે કઈ નથી થયું....

શ્રેયા પણ જીયા અને નિહાર ના લગ્ન થતા જોઈને ખુબ જ ખુશી અનુભવી રહી હતી....એ બંને ના લીધે જ આજે સિધ્ધાર્થ એને મળ્યો હતો જેના લીધે એ ખૂબ જ ખુશ હતી....

આની ઉપર થી બધાને એ તો સમજાઈ જ ગયું હતું કે જે થાય છે એ સારા માટે જ થાય છે.....




( સમાપ્ત )



***********************************