The secret of love - 7 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પ્રેમ - (ભાગ 7)

નિહાર અને પ્રાચી વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી.....

પ્રાચી જલ્દી થી કોઈની સાથે આ રીતે દોસ્તી ના કરે પરંતુ મિસ્ટર.રોય ની મદદ થી નિહાર અને પ્રાચી વચ્ચે દોસ્તી થવામાં વધારે સમય ના લાગ્યો.....

નિહાર કઈક ને કઈક બહાને પ્રાચી ને મળવા એની ઓફિસ પર આવતો હતો....

મિસ્ટર.રોય પણ કંઇક ને કંઇક કામ ના બહાને નિહાર અને પ્રાચી ને બહાર જવાનું કહેતા....

ત્રણ મહિના પૂરા થવા આવ્યા હતા....

નિહાર અને પ્રાચી ને એકબીજાનો સાથ આપવામાં,એકબીજા સાથે સમય પસાર કરવામાં સારું લાગતું હતું....

નિહાર પ્રાચી પ્રત્યે પ્રેમ ની લાગણી અનુભવતો હતો ...
પરંતુ પ્રાચી ને એવું કંઈ હતું નહિ .....પ્રાચી નિહાર ને દોસ્તથી વધારે કંઇ સમજતી નહિ....

__________________________________________

કામ વહેલા પૂરું થઈ ગયું એટલે નિહાર અને પ્રાચી પાસે આજે ઘણો સમય હતો.....

નિહાર અને પ્રાચી ડિનર માટે બહાર ગયા ....

ડિનર બાદ બંને નજીક આવેલા ગાર્ડન માં ગયા....
ત્યાં બેસવા માટેના બાકડા અલગ જ આકાર ના જોવા મળતા હતા....

નિહાર ત્યાં બેસી ગયો અને પ્રાચી વાતાવરણ ને નિહાળી રહી હતી.....

આસમાન નો વાદળી રંગ....મોટો દેખાતો ચાંદ....ચાંદ ની આજુબાજુ વિખરાય ગયેલા તારા....વાતાવરણ માં એ પ્રકૃતિ ની સુગંધ....

નિહાર પ્રાચી ને જોઈ રહ્યો હતો....

પ્રાચી એ સફેદ શોર્ટ ફ્રોક પહેર્યું હતું....એ કોઈ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી...એના રેશમી વાળ પવન માં લહેરાઈ રહ્યા હતા....એના ચહેરા ઉપરનો મેકઅપ વધારે આકર્ષિત બનાવી રહ્યો હતો...બે ઇંચ વાળી સેંડલ કાઢીને બાજુમાં મૂકી દીધી હતી....એ બંને હાથ પહોળા કરીને પવન ની લહેર ને એની અંદર સમાવી લેવા માંગતી હોય એ રીતે આંખો બંધ કરીને ઉભી હતી....

પ્રાચી એ આંખો ખોલીને નિહાર તરફ જોયું અને નિહાર ને એની પાસે તારા જોવા માટે હાથ અને આંખ ના ઈશારાથી બોલાવ્યો ....નિહાર પ્રાચી તરફ આવી રહ્યો હતો ત્યારે પ્રાચી એ જોયું....

નિહાર વાદળી ફોર્મલ પેન્ટ, વાદળી બ્લેઝર અને સફેદ શર્ટ માં હોલિવૂડ નો હીરો લાગી રહ્યો હતો...ચાંદની ની રોશની માં એનો ચહેરો એટલો ચમકતો હતો કે કોઈ અપ્સરા પણ જોઈ જાઈ તો એ પણ પીગળી જાઈ...
એની આંખોમાં અલગ જ ખુમારી છલકતી દેખાતી હતી...
પ્રાચી ને એવું લાગતું હતું કે નિહાર ની આંખો ધીમે ધીમે એની નજીક આવી રહી હતી....પ્રાચીનું હ્રદય જોર જોર થી ધબકતું હતું.....

નિહાર એની સાવ નજીક આવી ગયો હતો....વચ્ચેથી હવા ને પસાર થવા માટે પણ જગ્યા ના મળે એટલા નજીક આવી ગયા હતા બંને.....

નિહાર પ્રાચી ને જીયા સમજી રહ્યો હતો એ ભૂલી જ ગયો હતો કે આ જીયા નહિ પ્રાચી છે....એની સામે ઉભેલી ,એની આંખોમાં જોઈ રહેલી પ્રાચી રોય પહેલાની જીયા શહેનાઝ દેખાઈ રહી હતી...

પ્રાચી ને પણ એની સામે ઉભેલો નિહાર કોઈ હોલિવૂડ નો હીરો,કોઈ રાજકુમાર,કોઈ પ્રિન્સ જેવો લાગી રહ્યો હતો...

અનાયાસે બંને વચ્ચે ક્યારે એક મીઠું લાગણી ભર્યું ચુંબન થય ગયુ...એની જાણ બંને માંથી એક ને પણ ના રહી ...નિહાર અને પ્રાચી એક બીજાના હોઠ ના ચુંબન માં ખોવાઈ ગયા હતા....નિહાર અને પ્રાચી ના હાથ એકબીજાના ના ગળામાં, પીઠ ઉપર, ગાલ ઉપર , વાળ માં ફરી રહ્યા હતા....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

" કાશ,જીયા આપણી સાથે હોત....."જીયા ની બહેનપણી શ્રેયા મનમાં બોલી રહી હતી.

નિહાર ના લગ્ન ત્રિવેદી પરિવાર ની છોકરી સાથે થવાના હતા એનુ નામ શ્રેયા ત્રિવેદી હતું.
શ્રેયા ત્રિવેદી જીયા ની બહેનપણી હતી....

શ્રેયા રાજકોટ ની મોટી સીટી હોસ્પિટલ માં કામ કરતી હતી.તે એક નર્સ હતી.
શ્રેયા જીયા જેટલી જ ઊંચી હતી.....તેનો ઘઉંવર્ણી રંગ એને વધારે સુંદર બતાવતું હતું ....

શરૂઆતમાં જ્યારે શ્રેયા ને જીયા ના સમાચાર મળ્યા ત્યારે તે રાજકોટ થી મુંબઈ આવી ગઈ હતી....અને એને મુંબઈ થી જવાનું મન જ ના થયુ એટલે એ મુંબઈ ની હોસ્પિટલ માં જ કામ કરવા લાગી હતી....

શ્રેયા ને જાણકારી મળી કે નિહાર ના મોટા ભાઈ ના લગ્ન જીયા ની મોટી બહેન સાથે થવાના છે ત્યારે તે ખુશ હતી અને બીજી બાજુ જીયા માટે મનમાં એનુ દુઃખ પ્રગટ કરી રહી હતી.....

બીજી બાજુ ઘરમાં બધા ખુશ પણ હતા કે નિહાર ને શ્રેયા જેવી સંસ્કારી છોકરી મળી છે.

પરંતુ શ્રેયા ને એ વાત ની ચિંતા હતી કે...નિહાર એને ઓળખતો પણ નથી અને જોઈ પણ નથી તો શું એ શ્રેયા ને સ્વીકારશે....
મુસ્કાન અખિલ અને બાકી ઘરના બધા લોકોએ શ્રેયાને જણાવી દીધું હતું કે નિહાર સાથે ફોન માં વાત થય ગય છે અને નિહાર ને અમારી બધાની પસંદ ઉપર વિશ્વાસ છે .....

આજે લગ્ન ને એક મહિના ની જ વાર હતી ....પરંતુ તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ હતી....

સવાર ના પહોર થી તૈયારી ચાલુ થઈ જતી હતી ....

સવાર ના પાંચ વાગે મુસ્કાન અખિલ અને શ્રેયા મંદિરે ગયા હતા.....
ત્યારે અખિલ ને થયું....હવે તો એક જ મહિના ની વાર છે નિહાર ને આવી જવું જોઈએ...અને શ્રેયા ને મળી લેવું જોઈએ.... અખિલે ફોન ઉઠાવ્યો અને નિહાર નો નંબર જોડ્યો....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ફોન ની રીંગ સંભળાતા એકબીજામાં ખોવાઈ ગયેલા નિહાર અને પ્રાચી એકબીજાથી અલગ પડ્યા....

"હા,અખિલ ભાઈ ....."નિહાર પ્રાચી થી થોડે દૂર જઈને ફોન માં વાત કરી રહ્યો હતો.

"હવે એક મહિના ની જ વાર છે તારે આવી જવું જોઈએ નિહાર.....અને અમે બધાએ તારી માટે એક સરપ્રાઈઝ તૈયાર કર્યું છે ...તને ખૂબ જ ગમશે...."સામેના છેડેથી અખિલ બોલી રહ્યો હતો.

"પરંતુ મારા સરપ્રાઈઝ ની સામે તમારું સરપ્રાઈઝ કંઈ નહિ કહેવાય"....નિહાર ઉત્સાહ થી બોલી રહ્યો હતો અને પ્રાચી સામે જોઈ રહ્યો હતો
એ પ્રાચી ને મુંબઈ લઈ જવા માંગતો હતો...
___________________________________________

પ્રાચી પણ આજે નિહાર પ્રત્યે પ્રેમ ની લાગણી અનુભવી રહી હતી....

અખિલ સાથે વાત પૂરી કરીને નિહાર પ્રાચી પાસે આવ્યો ...

થોડી વાર પહેલા બંને વચ્ચે જે સમય પસાર થયો એના લીધે બંને ખૂબ જ ખુશ હતા ....

નિહાર એ પ્રાચી ના ખંભા ની ફરતે હાથ મૂકીને એણે પોતાની નજીક ખેંચી લીધી....પ્રાચી એ પણ નિહાર ને પકડી લીધો અને એના ખંભે માથું મૂકી દીધું....બંને આસમાન માં ઉજવાયેલા ચાંદ અને તારા ના ઉત્સાહ ને જોઈ રહ્યા હતા....




°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

બીજે દિવસે સવાર માં.....

નિહાર આજે વિચારી રહ્યો હતો ...... અખિલે હવે આવી જવા માટે જણાવ્યું હતું ...એટલે નિહાર પ્રાચી(જીયા) ને પણ ત્યાં લઈ જશે અને બધાને ખૂબ ખુશ કરી દેશે .....

એની માટે પ્રાચી ને એ યાદ આવવુ જરૂરી છે કે એ જીયા છે...

એટલે આજે નિહાર એ પ્રાચી ને મળવા લંડન ના કોફી શોપ માં બોલાવી હતી.....અને આજે એના પરિવાર ના લોકોના ફોટા બતાવીને પ્રાચી ને યાદ કરાવાની કોશિશ કરશે કે એ પ્રાચી નહિ જીયા છે....એની સાથે સાથે નિહાર પ્રાચી ની આગળ લગ્ન નો પ્રસ્તાવ પણ મૂકશે ....જેની માટે પ્રાચી ના નહિ પાડે એની જાણ પણ નિહાર ને ગઈકાલ ના સમય ને યાદ કરતા જણાય ગયું હતું....

____________________________________________

પ્રાચી આજે ખૂબ જ ખુશ હતી....એ નિહાર ને મળવા જવાની હતી ...એને એ પણ ખ્યાલ હતો કે નિહાર આજે એની આગળ લગ્ન નો પ્રસ્તાવ મુકવાનો છે .....

એ વારંવાર અરીસા માં જોઈને એના કપડા બદલી રહી હતી ....આજે એને ખૂબ જ સુંદર દેખાવાનું હતું....

પ્રાચી એ મોર્ડન બ્લેક ડ્રેસ પહેર્યો હતો.....
એ ઘરે થી નીકળી ગઈ હતી....
____________________________________________

નિહાર બ્લેક ટી-શર્ટ માં કોફી શોપ માં બેઠો હતો....વારંવાર એની ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો....અને વિચારી રહ્યો હતો ....પ્રાચી કેમ હજુ નથી આવી....

એટલા માં જ કોફી શોપ ની બહારથી અવાજ આવ્યો....બધા બોલી રહ્યા હતા....બહાર એક છોકરી નું એક્સીડન્ટ થયું છે...
સાંભળતાની સાથે જ નિહાર દોડીને બહાર આવ્યો...

"પ્રાચી......." નિહાર બૂમ પાડીને બોલ્યો અને દોડ્યો.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

પ્રાચી ને યાદ આવી જશે કે એ જીયા છે? એક્સીડન્ટ થવાના કારણે પ્રાચી ને કઈ યાદ આવશે કે નહીં?નિહાર ના લગ્ન શ્રેયા સાથે થવાના છે ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED